ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/સવ્ય-અપસવ્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} પાછા પ્રહ્લાદ ગોર આવ્યા. જનોઈ દીધી એ વખતે દમ કાઢી નાખેલો. મામા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સવ્ય-અપસવ્ય'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
પાછા પ્રહ્લાદ ગોર આવ્યા. જનોઈ દીધી એ વખતે દમ કાઢી નાખેલો. મામા એવો કડક માદરપાટ લાવેલા કે ગાંઠ વળે નહીં. ઘડી ઘડી કાછડી છૂટી જવાની બીક લાગે. લે, આણે તો ફરી માદરપાટ કાઢ્યો! લુંગીની જેમ વીંટીએ એ ચલવે નહીં. આંટી મારવી જ પડે. બ્રાહ્મણ એટલે છૂટકો નહીં. ગૉર ઊંચો, કાળો અને પડછંદ. કપાળ ઊપસેલું, નેણ જાડી જાડી. રાવણના પાત્રમાં એકદમ ફિટ બેસે. ભઈ ગુજરી ગયા છે ને આવા વિચારો આવે એ સારું નહીં. બધાં કેવાં ગંભીર મોઢું રાખીને ફરે છે? આપણેય…આ વળી આજે.

Line 44: Line 46:
જમુબાએ ભજન ઉપાડ્યું —
જમુબાએ ભજન ઉપાડ્યું —

હાથમાં માળાઓ રૂમઝૂમ ફરતી,
{{Center|'''હાથમાં માળાઓ રૂમઝૂમ ફરતી,
ચંચળ મનડું જ્યાંત્યાં ભમતું,
ચંચળ મનડું જ્યાંત્યાં ભમતું,'''}}
 
માણસોની ભીડ વધતી જતી હતી. ગૉર મંત્રોચ્ચાર કરતા હતા. વિધિ લાંબો ચાલ્યો. તરભાણું પાણીથી ભરાઈ ગયું. મેં ગૉરને બતાવ્યું. પીપળે પાણી રેડતા આવો પછી રિસેસ. કહી ટચલી આંગળી ઊંચી કરી. મને ચિંતા થઈ. રિસેસવાળું ઠીક પણ પછી નવડાવશે તો? બા ગાતાં હતાં —

તુલસી ને પીપળે પાણીડાં રેડજો
{{Center|'''તુલસી ને પીપળે પાણીડાં રેડજો
હાં રે તમે પાણીડાં રેડજો એવાં
હાં રે તમે પાણીડાં રેડજો એવાં
ફરી જનમ ના પડે લેવા…
ફરી જનમ ના પડે લેવા…'''}}
 
પછી નહાવું પડે? મેં પૂછ્યું. મામા હસ્યા. ના’વાનો ચોર! ભઈ જોડે આ માટે જામી જતી. રોજ બપોરની નિશાળ એટલે મોડો ઊઠું. ભઈ સવારથી કચ કચ કરતા હોય — કલાકથી ડોયો ઘાલીને ફરે છે. ના’વા જાને. મને નહાવાની આળસ. આઘો-પાછો થયા કરું. ભઈ બે-ત્રણ વાર કહે પછી હાકોટા કરતા આવે. બે સમસમાવી દે! કાળ જેવા લાગે. બોચી ને બરડો સમસમતાં હોય ત્યારે થાય કે સામી બે વળગાડી દઉં. એક વાર હાથમાં લાકડી પકડી લીધેલી. એક દીધી હોયને. બે’ન એવાં. વચ્ચે આવી ગયેલાં. બા હાફળાં-ફાંફળાં થઈ જાય. હાથ લાંબાટૂંકા કરતાં ભઈ પર ખિજાયા — ભઈ ‘સાલો ભૂંડો છે. એનામાં બામણનું એકેય રૂંવું છે? હાળું ના’વાની આળસ, ના’વાની?’ બબડતા હીંચકે બેસે. આગળપાછળ થતા હીંચકામાં એમની ચોટલી ઊડ ઊડ થતી હોય. હું મારા બોચિયા વાળ પંપાળતો નહાવા જાઉં.

18,450

edits

Navigation menu