18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|6.મૃત્યુનાં વિલાપ-ગીતો|}} {{Poem2Open}} [‘વૈણ’ એટલે મૃત્યુ-પ્રસંગના...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
અન્ય પ્રાંતોમાં આ ‘વૈણ’ કે ‘છાજિયાં’ જેવો લોકગીતનો પ્રકાર જો ન હોય તો એક વાત વધુ ખીલે બંધાય છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજા એ મૂળ પંજાબમાંથી જ પરિભ્રમણ કરીને આંહીં વસેલી પ્રજા હશે. આ વિધાનને પુષ્ટ કરનારો આભ્યંતરિક પુરાવો (‘ઇન્ટર્નલ એવીડન્સ’) મેં મારા સૌરાષ્ટ્રી લગ્નગીતોના સંગ્રહ ‘ચૂંદડી’ના પ્રવેશકમાં તેમ જ ‘ઋતુગીતો’માં પુષ્કળ પ્રમાણમાં આપેલ છે. | અન્ય પ્રાંતોમાં આ ‘વૈણ’ કે ‘છાજિયાં’ જેવો લોકગીતનો પ્રકાર જો ન હોય તો એક વાત વધુ ખીલે બંધાય છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજા એ મૂળ પંજાબમાંથી જ પરિભ્રમણ કરીને આંહીં વસેલી પ્રજા હશે. આ વિધાનને પુષ્ટ કરનારો આભ્યંતરિક પુરાવો (‘ઇન્ટર્નલ એવીડન્સ’) મેં મારા સૌરાષ્ટ્રી લગ્નગીતોના સંગ્રહ ‘ચૂંદડી’ના પ્રવેશકમાં તેમ જ ‘ઋતુગીતો’માં પુષ્કળ પ્રમાણમાં આપેલ છે. | ||
લેખિકા લખે છે કે આ ‘વૈણ’ જે વેળા કૂટાતાં હોય છે ત્યારે કરુણરસની નદી વહે છે ને એને જોનાર-સાંભળનાર કોઈપણ માણસ, પંજાબી સમજનારા કે ન સમજનારા, અરે, મોટા મોટા વિરક્ત મહાત્માઓ પણ, રોઈ પડ્યા છે. એ જ વર્ણન આપણાં ‘છાજિયાં’ને લાગુ પડે છે. ‘વૈણ’ સરલ સુબોધ અને સ્વાભાવિક હોય છે ને લેખિકા સાચું જ કહે છે કે પંજાબી લોકગીતોમાં ‘વૈણ’નું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં કશો સંદેહ નથી. એ જ વિધાન ‘રાજિયા-છાજિયાં’ને બંધબેસતું છે.] | લેખિકા લખે છે કે આ ‘વૈણ’ જે વેળા કૂટાતાં હોય છે ત્યારે કરુણરસની નદી વહે છે ને એને જોનાર-સાંભળનાર કોઈપણ માણસ, પંજાબી સમજનારા કે ન સમજનારા, અરે, મોટા મોટા વિરક્ત મહાત્માઓ પણ, રોઈ પડ્યા છે. એ જ વર્ણન આપણાં ‘છાજિયાં’ને લાગુ પડે છે. ‘વૈણ’ સરલ સુબોધ અને સ્વાભાવિક હોય છે ને લેખિકા સાચું જ કહે છે કે પંજાબી લોકગીતોમાં ‘વૈણ’નું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં કશો સંદેહ નથી. એ જ વિધાન ‘રાજિયા-છાજિયાં’ને બંધબેસતું છે.] | ||
પ્રેમાંજલિનું સુંદર સ્વરૂપ | <center>'''પ્રેમાંજલિનું સુંદર સ્વરૂપ'''</center> | ||
આ ‘છાજિયાં’નો વિષય એક પાસે કરુણ છે, બીજે પાસે હાસ્યાસ્પદ છે. ‘ધ સ્ટડી ઑફ ફોક-સોંગ્ઝ’ નામના ગ્રંથમાં, એ ગ્રંથને છેડે ‘Folk dirges’ (મૃત્યુનાં લોકગીતો)નું સળંગ પ્રકરણ લખનાર ગ્રંથકાર એ પ્રકરણની સમાપ્તિમાં લખે છે કે “મૃત્યુને લગતી રસમો અને વિધિઓના સંશોધનમાં ઘણુંખરું આપણને એવું જડે છે કે એ જો દયાજનક ન હોત તો રમૂજ જ લાગત. કેમ કે માનવજાતિએ પોતાની અંતરતમ વિયોગવેદનાના પુનિત સ્વરૂપને પ્રકટ કરવા જતાં અનેક બિભત્સ બેવકૂફીઓનું પ્રદર્શન કરાવ્યું છે. પરંતુ સમસ્તપણે નિહાળશું તો આ લોકગીતોના મૃત્યુ-વિલાપો મુવેલાં સ્વજનો પ્રત્યેની પ્રેમાંજલિનાં વિલક્ષણ અને સુંદર સ્વરૂપો ભાસશે.” | આ ‘છાજિયાં’નો વિષય એક પાસે કરુણ છે, બીજે પાસે હાસ્યાસ્પદ છે. ‘ધ સ્ટડી ઑફ ફોક-સોંગ્ઝ’ નામના ગ્રંથમાં, એ ગ્રંથને છેડે ‘Folk dirges’ (મૃત્યુનાં લોકગીતો)નું સળંગ પ્રકરણ લખનાર ગ્રંથકાર એ પ્રકરણની સમાપ્તિમાં લખે છે કે “મૃત્યુને લગતી રસમો અને વિધિઓના સંશોધનમાં ઘણુંખરું આપણને એવું જડે છે કે એ જો દયાજનક ન હોત તો રમૂજ જ લાગત. કેમ કે માનવજાતિએ પોતાની અંતરતમ વિયોગવેદનાના પુનિત સ્વરૂપને પ્રકટ કરવા જતાં અનેક બિભત્સ બેવકૂફીઓનું પ્રદર્શન કરાવ્યું છે. પરંતુ સમસ્તપણે નિહાળશું તો આ લોકગીતોના મૃત્યુ-વિલાપો મુવેલાં સ્વજનો પ્રત્યેની પ્રેમાંજલિનાં વિલક્ષણ અને સુંદર સ્વરૂપો ભાસશે.” | ||
એ ગ્રંથકારે દુનિયાના અનેક દેશોમાં પ્રવર્તતાં આ ‘છાજિયાં’ ગીતોનું જે અન્વેષણ કર્યું છે તેનો પરિચય પાછળ રાખીને આપણાં જ ‘છાજિયાં’ના નમૂના લઈએ. એક યુવાન અને બચરવાળ સ્ત્રીના અવસાન પ્રસંગે ગવાતું ને બીજું પુરુષના. | એ ગ્રંથકારે દુનિયાના અનેક દેશોમાં પ્રવર્તતાં આ ‘છાજિયાં’ ગીતોનું જે અન્વેષણ કર્યું છે તેનો પરિચય પાછળ રાખીને આપણાં જ ‘છાજિયાં’ના નમૂના લઈએ. એક યુવાન અને બચરવાળ સ્ત્રીના અવસાન પ્રસંગે ગવાતું ને બીજું પુરુષના. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
બચરવાળ સ્ત્રીનાં છાજિયાં | બચરવાળ સ્ત્રીનાં છાજિયાં | ||
હાં કે એલી સાંભળને રે! | હાં કે એલી સાંભળને રે! | ||
::: કુંજ વિયાણી રાનમાં | |||
હાં કે એલી સાંભળને રે! | હાં કે એલી સાંભળને રે! | ||
::: બચળાં મેલ્યાં એણે બેટમાં | |||
હાં કે એલી સાંભળને રે! | હાં કે એલી સાંભળને રે! | ||
::: ચાંચ વન્યા તે શેણે ચણશે? | |||
હાં કે એલી સાભળને રે? | હાં કે એલી સાભળને રે? | ||
::: પાંખ વન્યા તે શેણે ઊડશે? | |||
હાં કે એલી સાંભળને રે | હાં કે એલી સાંભળને રે | ||
::: પીતળ લોટા જળે ભર્યા | |||
હાં કે એલી સાંભળને રે | હાં કે એલી સાંભળને રે | ||
::: દાતણ વેળા વહી ગઈ. | |||
</poem> | |||
પછી તો એકની એક ઊર્મિને ચગાવવા અથવા ઘનીભૂત કરવાને સારુ એક જ કલ્પના અથવા ભાવવાળાં સર્વ ગીતોમાં જે ‘ત્રાંબા કૂંડી જળે ભરી, નાવણની વેળા વહી ગઈ’ વગેરે જે ગોઠવણો રખાઈ છે, તે આ ‘છાજિયાં’ને પણ લાંબું કરવા યોજાય છે. ‘હે સ્ત્રી! તારાં સુખનાં ઉપભોગનાં સાધનોને તૈયાર છોડીને તું ચાલી ગઈ.’ | પછી તો એકની એક ઊર્મિને ચગાવવા અથવા ઘનીભૂત કરવાને સારુ એક જ કલ્પના અથવા ભાવવાળાં સર્વ ગીતોમાં જે ‘ત્રાંબા કૂંડી જળે ભરી, નાવણની વેળા વહી ગઈ’ વગેરે જે ગોઠવણો રખાઈ છે, તે આ ‘છાજિયાં’ને પણ લાંબું કરવા યોજાય છે. ‘હે સ્ત્રી! તારાં સુખનાં ઉપભોગનાં સાધનોને તૈયાર છોડીને તું ચાલી ગઈ.’ | ||
સંવેદનજન્ય અલંકારો | સંવેદનજન્ય અલંકારો |
edits