ચારણી સાહિત્ય/8.સોરઠી સાહિત્યનાં ઋતુ-ગીતો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|8.સોરઠી સાહિત્યનાં ઋતુ-ગીતો|}} {{Poem2Open}} વિરહી લોક-પ્રેમિકોએ પો...")
 
No edit summary
 
Line 6: Line 6:
સોરઠી સાહિત્યમાં આવી સામગ્રી બે રીતે પેદા થઈ છે. એકની એક વિપ્રલંભવેદનાના બે પ્રવાહો બંધાયા છે : એક, સ્ત્રીઓને ગાવાના ‘મહિના’ નામથી ઓળખાતા રાસડા : બીજા ચારણી સાહિત્યના રચનારાઓએ રચેલા ‘બારમાસા’ નામે ઓળખાતા ઋતુ-વર્ણનના છંદો : બન્નેના પંથ નિરાળા છે. સ્ત્રીજનોના કંઠે શોભતા ‘મહિના’માં જાણે કે સ્વરો, શબ્દો અને ભાવોનાં પરસ્પર હળવાં ચુંબનો સંભળાય છે, જ્યારે છંદબદ્ધ ચારણી ‘બારમાસા’માં હળવાં ચુંબનો નહિ પણ જાણે કે ભાવ અને ભાષાનાં ગાઢ આલિંગનો વિલસે છે.

બીજો એક તફાવત વધુ ખૂબીદાર છે : ‘મહિના’માં ઋતુ-સૌંદર્ય અથવા ઋતુ-પ્રકૃતિનું વર્ણન બહુ અલ્પ છે. એમાં તો ઋતુના સ્વરૂપનો આછો આછો કેવળ આભાસ જ છે. એમાં પ્રધાનપદે તો ઢાળોની વિવિધતા, અને સૂરોમાંથી જ ટપકતી કોમલતા દેખાય છે. દૃષ્ટાંતથી જોઈએ :

<poem>
કારતક મહિને મેલી ચાલ્યા કંથ રે વા’લાજી!  
કારતક મહિને મેલી ચાલ્યા કંથ રે વા’લાજી!  
આ પ્રીતલડી તોડીને ચાલ્યા પંથ મારા વા’લાજી!

માગશર મહિને મંદિર ખાવા ધાય રે વા’લાજી!  
માગશર મહિને મંદિર ખાવા ધાય રે વા’લાજી!  
આ એકલડી દાસના દિન કેમ જાય મારા વા’લાજી!
આ એકલડી દાસના દિન કેમ જાય મારા વા’લાજી!
</poem>
આમાં કાર્તિક કે માગશર મહિનાની ઋતુ ક્યાંય ન મળે. પણ એના સ્વરો? સ્વરોમાંથી જ ઋતુ ખડી થાય. અક્કેક કડી એટલે ઊંડો નિ:શ્વાસ. કોઈ કોઈ સ્થળે વળી ઋતુ ક્યાંક ડોકિયું કરી જાય :

મા મહિનાની ટાઢ્યું મુજને વાય રે વા’લાજી!  

આ હિમાળો હલક્યો ને કેમ રે’વાય મારા વા’લાજી!
આ હિમાળો હલક્યો ને કેમ રે’વાય મારા વા’લાજી!
</poem>
પણ એ તો એક જ રાસડો : હવે નિરનિરાળા ઢાળના ‘મહિના’ની અક્કેક બબ્બે કડીઓ લઈ, આ નિર્જીવ શાહીના અક્ષરો પાછળ અણદીઠ અને અપ્રાપ્ય એવી જે સૂરાવલિ ગુંજે છે, તેની કલ્પના જ કરીએ :

માગશરે મારગડે રમતાં  
માગશરે મારગડે રમતાં  
ભેળાં બેસી ભોજનિયાં જમતાં  
ભેળાં બેસી ભોજનિયાં જમતાં  
Line 32: Line 37:
વા’લા, આસોનાં અંજવાળિયાં રે  
વા’લા, આસોનાં અંજવાળિયાં રે  
નાથ, આવો તો મારે મંદિર માળિયાં રે.
નાથ, આવો તો મારે મંદિર માળિયાં રે.
</poem>
આવા કેટલાયે ઢાળોમાં સ્ત્રીહૃદયની વિરહ-ઊર્મિઓ વહેતી ગઈ છે. પ્રત્યેક ઢાળ જ આપણને પોતાની વિશિષ્ટતા વડે અંતરના ઊંડાણે જઈને સ્પર્શ કરે છે. કયો સૂર કયા મનોભાવની કળ દાબવાના પ્રયોજનથી સરજાયો હશે, તે પણ કોઈ સંગીતકલાના પારગામીને રસ પમાડે તેવો અભ્યાસનો ને સંશોધનનો વિષય છે.

હવે ચારણી ‘બારમાસા’ને તપાસીએ. આ ‘બારમાસા’ બે વિભાગમાં વહેંચાયા છે :

Line 37: Line 43:
2. કોઈ મરનાર મિત્રની અથવા આશ્રયદાતાની સ્મૃતિ અર્થે મરશિયા ગવાય : એને આપણે ‘એલિજિ’-શોકગીત કહી શકીએ.

પ્રથમ રાધા-કૃષ્ણના ‘બારમાસા’ લઈએ : ‘મહિના’ના રાસડા ‘કાર્તિક’થી શરૂ થાય છે, જ્યારે ચારણી ‘બારમાસા’ ‘આષાઢ’થી ઊપડે છે. વિપ્રલંભની તીવ્રતા દાખવવામાં વર્ષાઋતુની પ્રથમ પસંદગી થઈ એ સાચી રસજ્ઞતાનું સૂચક લેખાય. પ્રતાપી પગલાં માંડતાં એ છંદનો આરંભ આ રીતે થાય :

ઘર આષાઢ ઘડૂકિયા  
ઘર આષાઢ ઘડૂકિયા  
::: મોરે કિયા મલાર  
::: મોરે કિયા મલાર  
Line 50: Line 57:
રાસ રમાવણાં જી  
રાસ રમાવણાં જી  
::: કે પ્યાસ બુઝાવણાં.
::: કે પ્યાસ બુઝાવણાં.
</poem>
રંગ રાસ રત ખટ માસ રમણા પિયા પ્યાસ બુઝાવણા  

આષાઢ ઝરણાં ઝરે અંબર, તપે તન તરણી તણાં.  
આષાઢ ઝરણાં ઝરે અંબર, તપે તન તરણી તણાં.  
Line 60: Line 68:
ધરતીમાં અષાઢ ધડૂક્યો : મોરે મલ્લાર ગાયા : રાધાને માધવ સાંભર્યા : વાદળાંનાં ઘમસાણ વચ્ચે વીજળી ઝબૂકી : અને એ જોઈ રાધાજી માધવ વગર ક્ષણભર નથી રહી શકતાં. માટે, હે વલ્લભ! વ્રજમાં આવો : વાંસળી બજાવો : પ્યાસ બુઝાવો : રાસ રમાડો : છ યે ઋતુના રંગીલા રાસો રમાડવા આવો : આષાઢનાં ઝરણાં આકાશમાંથી ઝરે છે : તરુણીઓનાં તન તપે છે : વિરહિણીઓનાં નયનોમાંથી વારિ વહે છે : માટ રાધાજી કહાવે છે કે હે નેહે બંધાયલા માધવ! વ્રજમાં આવો, એ જી! વ્રજમાં આવો!  

એ આ પ્રથમ માસના ઋતુ-ગીતનો અર્થ છે. પણ હજુ આંહીં ઋતુનાં લક્ષણો ઝીણવટથી નથી વર્ણવાયાં. એ ઝીણવટ તે પછીના મહિનાઓનાં વર્ણનમાં સુરેખ રીતે આલેખાઈ ગઈ છે:

અંબા મોરિયા જી  
અંબા મોરિયા જી  
::: કે કેસુ કોરિયાં  
::: કે કેસુ કોરિયાં  
Line 69: Line 78:
આખંત રાધા, નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં  
આખંત રાધા, નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં  
::: જીય વ્રજ્જ માધા આવણાં.
::: જીય વ્રજ્જ માધા આવણાં.
</poem>
આંબા મોર્યા : કેસૂડાં કોળ્યાં : ચિતડાં ચકોર બન્યાં : એવો ફાગણ ફોર્યો : પવન ફરુક્યા : ઘેર ઘેર ફાગ ગવાતા થયા : ગુલાલની ઝોળીઓ ભરાઈ : હોળીની રમત મંડાઈ : માટે ગોપજનોને રંગે રમાડવા વ્રજમાં આવો, જી આવો!

એમ પ્રત્યેક ઋતુ પરત્વે માનવી તેમ જ નિસર્ગ, બન્નેનાં આચરણોની સપ્રમાણ મિલાવટમાં ભાષાની ભભક પુરાય છે.

પરંતુ ‘એલિજિ’ (શોકગીત)નો પ્રદેશ તો આથી યે વધુ સુરમ્ય લાગે છે. વિદેહી મિત્ર વા આશ્રયદાતાનાં એ પ્રતિ માસમાંથી સ્ફુરેલાં સ્મરણો ભારી કાતિલ છે. જેવાં એ કાતિલ છે, તેવાં જ વેધક સ્વરે એ ગવાય છે. અને કુદરતની લીલા અતિ મસ્ત શબ્દો વાટે પ્રગટ સજીવન થઈ ઊભી રહે છે. દૃષ્ટાંત :

કવિમિત્ર પોતાના પરલોકવાસી સ્નેહી અજુભાઈ નથુભાઈને માસે માસે સંભારે છે :

રાગ ઝકોળા તાત રસ  
રાગ ઝકોળા તાત રસ  
::: તાળ ઠણંકા તાલ  
::: તાળ ઠણંકા તાલ  
Line 107: Line 118:
મછ છીપ તણી રત જામત મોતીએ  
મછ છીપ તણી રત જામત મોતીએ  
::: ઠીક ઝળુમળ નંગ થિયા
::: ઠીક ઝળુમળ નંગ થિયા
</poem>
એવાં આસો મહિનાં વિશિષ્ટ ઋતુ-લક્ષણો પણ કવિતામાં ગુંથાઈને વ્યવહાર-વિજ્ઞાનનું નાનું-શું શાસ્ત્ર પૂરું પાડે છે.

એથી યે વધુ ઝીણવટની પ્રતીતિ આપતું એક બીજું ઋતુ-ગીત છે. જાંબુ નામે ગામડાનો નિવાસી ચારણ માલો જામ મરી ગયો, તેના મરશિયા એક માગણ મિત્રે ગાયા. આષાઢથી ઉપાડ્યા, અને શ્રાવણના ચિત્ર-દર્શનમાં તો વિલક્ષણ ભાવ પૂરી દીધો :

શવ પૂજા ઘસીયે ચંદણ  
શવ પૂજા ઘસીયે ચંદણ  
::: જપે જાપ વ્રપ જોય  
::: જપે જાપ વ્રપ જોય  
કેસરરી આડ લલાટ કર  
કેસરરી આડ લલાટ કર  
::: શ્રાવણરા દન સોય.
::: શ્રાવણરા દન સોય.
</poem>
[શિવપૂજા કાજે ચંદન ઘસાય છે : વિપ્રો જપ કરે છે : અને લલાટે કેસરની આડ્યો તાણીને શ્રાવણ માસને લોકો સોહાવી રહ્યા છે :]

એટલું વ્યવહાર-દર્શન કરાવવા માટે દુહાની એક પીંછી મારીને પછી કવિ જીવનના ખરા કાવ્ય ઉપર ઊતરે છે :

છલત શ્રાવણ મલત સામા, વલત નીલી વેલડી  
છલત શ્રાવણ મલત સામા, વલત નીલી વેલડી  
બાપયા પ્રઘળા મોર બોલે, ધ્યાન રાખત ઢેલડી  
બાપયા પ્રઘળા મોર બોલે, ધ્યાન રાખત ઢેલડી  
પ્રસ નાર નાવત કરત પૂજા, ધ્યાન શંકર સેં ધરે  

જસ લીયણ તણ રત માલજાયં, સતન-વીસળ સંભરે.
જસ લીયણ તણ રત માલજાયં, સતન-વીસળ સંભરે.
</poem>
[શ્રાવણ છલકાય છે : નીલી વેલડીઓ વળે છે : મોર બોલે છે, ને ઢેલડી એનું ધ્યાન રાખે છે : પુરુષ-સ્ત્રીઓ પૂજા કરીને શંકરનું ધ્યાન ધરે છે : તેવી ઋતુમાં, હે જશ લેનાર માલ જામ! હે વીસળના પુત્ર! તું મને સાંભરે છે.]

આવી જ સૌંદર્ય-વાટે આ મરશિયા ચાલ્યા જાય છે, પણ વચ્ચે વળી

ચોરસ દારૂ ફૂલ સરે  
ચોરસ દારૂ ફૂલ સરે  
::: ગળે કસુંબા ગોસ  
::: ગળે કસુંબા ગોસ  
હેમંત-રત ટાઢી હવા  
હેમંત-રત ટાઢી હવા  
::: પ્રિયા ત્રિયા રંગ પોષ.
::: પ્રિયા ત્રિયા રંગ પોષ.
</poem>
એવા ‘દારૂ’ અને ‘ગોસ’ સરખા ઉઘાડા શબ્દોથી અતિ પાર્થિવતામાં — કાંઈક હીન અભિરુચિમાં — કવિ ઊતરી જાય છે. ઉપભોગની પ્રથાઓ ઉપર વધુ જોર દેવા લાગે છે, પણ ફરી વાર વસંતના મહિનાઓ આવતાં

રોહણ જાંબુ રાવણાં  
રોહણ જાંબુ રાવણાં  
Line 135: Line 153:
જસ લીયણ તણ રત માલજામં સતન-વીસળ સંભરે.
જસ લીયણ તણ રત માલજામં સતન-વીસળ સંભરે.
એ રીતે કવિ કુદરતની સમૃદ્ધિ પર ખીલી ઊઠે છે. અંદર ઝડઝમક, પ્રકૃતિ-વર્ણન અને ભાવ-દર્શન સંભાળતો હોવા છતાં કવિ વ્યવહારની વાતોનો દોર ચૂકતો નથી તેથી જ —

તડ સૂકે વસમાં તરે  
તડ સૂકે વસમાં તરે  
::: વાજાળાં ઘૃત વેઠ  
::: વાજાળાં ઘૃત વેઠ  
વળે ફળે વન વેલડી  
વળે ફળે વન વેલડી  
::: અયો વસમ્મો જેઠ.
::: અયો વસમ્મો જેઠ.
</poem>
— એ જેઠ માસના વર્ણનમાં ‘વાજાળાં ઘૃત વેઠ’ શબ્દોથી કવિ નોંધે છે કે જેઠ માસમાં ઘોડાંને ઘી પાવાની પ્રથા ચાલતી.

આ આપણાં કંઠસ્થ ઋતુ-ગીતો : કંઠસ્થ લોકસાહિત્યનું આ એક મધુર પ્રકરણ છે. જીવનમાં રસ કેમ ઝીલાતો તેમ જ પોષાતો તેની જુક્તિઓ છે. આ ઋતુ-ગીતોનાં રચનારાં પણ કેવા અબોલ ને નમ્ર! ‘મહિના’ રચ્યા હશે કોઈ અજાણી સ્ત્રીઓએ અથવા તો પુરુષદેહધારી નારી-આત્માએ : અને ચારણ ‘બારમાસા’ના રચનાર તો એથી યે અધિક ઉપેક્ષિત!

Line 151: Line 171:
{{Right|[‘પ્રસ્થાન’, આષાઢ, સં. 1983 (સન 1927)]}}

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 7.સૈનિકોની પત્નીઓનાં સાચુકલાં લોકગીતો
|next = 9.આપણાં મેઘગીતો
}}
18,450

edits