શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 179: Line 179:


{{Right|(‘ચિદાકાશનાં ચાંદરણાં’, પૃ. ૫૮)}}
{{Right|(‘ચિદાકાશનાં ચાંદરણાં’, પૃ. ૫૮)}}
</poem>
{{Poem2Open}}
‘હું તો મારા હું ને કહું છું : બ્હાર નીકળ, તું બ્હાર!’
‘હું’ને બ્હાર કાઢવા માટેનો આ સમજણભર્યો કવિમિજાજ વિરલ છે.
કવિ કે નિબંધકાર તરીકે આપેલ કૅફિયતમાં પણ તેઓ અહમ્ વિશે કહેતા રહ્યા છે —
‘અંદર અહંરોગ તો ખરો જ.’
{{Right|(‘શબ્દયાત્રા’, પૃ. ૮૨)}}
‘હું મારા અહંકારના ભારથી પણ ત્રાસું છું. આધુનિકતાનો અંચળો પહેરી ઉન્નતભ્રૂ થઈને ફરવું કે બૌદ્ધિકતાના બખ્તરમાં જકડાઈને બંધિયારપણું દાખવવું એ મારા સ્વભાવમાં નથી. પ્રાચીન હોય, મધ્યકાલીન હોય કે અર્વાચીન — આધુનિક હોય સર્વ વિચારધારાઓ સમજવાની અને એ બધાંમાંથી જે કંઈ સાર્થક જીવન જીવવામાં લાભદાયી હોય તે ગ્રહણ કરીને પંડને કેળવવાની કોશિશ હંમેશાં કરતો રહું છું.’
{{Right|(‘શબ્દયાત્રા’, પૃ. ૧૦૬)}}
આથી જ તો એમના પંડમાં જાગેલો ટહુકો ગગન ખોલે છે ને વૈશ્વિક ઉઘાડ સાથે સૂર મેળવે છે. પંડને સતત કેળવતા રહેલા ને ‘સ્વ’ની તથા ‘કવિતા’ની શોધ કરતા આ કવિ આધુનિકતાના કે કોઈ વાદના કે અન્ય કોઈ ચોકઠામાં પુરાય તેમ નથી. કારણ, આ કવિને ‘સ્વધર્મ’ સૂઝ્યો છે. ‘એ જ મને સૂઝેલો સ્વધર્મ’ કાવ્યમાં કવિ કહે છે:
{{Poem2Close}}
<poem>
'''‘તારે આમ ચોકઠામાં ઢળવાનું હોય નહીં,'''
'''ચાર ચાસ વચ્ચે તારે ઝૂમવાનું હોય નહીં.'''
'''દેખ, એ ક્ષિતિજ પાર,'''
'''ઊઠ, એ આકાશ પાર; …'''
<center>*</center>
રસનો પ્રકાશ ક્યાંથી અનાયાસ સ્ફુરે?
<center>*</center>
'''હું તો એક ગુહા,'''
'''જ્યાંથી ઊઠે રસ-ધ્વનિ!'''
'''હું તો એક ઘર,'''
'''જેની ઈંટે ઈંટે છૂપેલી આકાશકણી,'''
<center>*</center>
'''ભલે મારું બધુંયે તણાય;'''
'''મારે વ્હેતાં વ્હેતાં,'''
'''ખોતાં ખોતાં,'''
'''મૂળથી તે ફળ લગી'''
'''રસનું જે ચાલતું તોફાન;'''
'''એનો પામી લઈ મર્મ'''
'''ખૂલવું છે શબ્દે શબ્દે'''
'''મૌને મૌને,'''
'''એ જ મારું કર્મ.'''
'''એ જ મને સૂઝેલો સ્વધર્મ.'''
{{Right|(‘પડઘા અને પડછાયા વચ્ચે’, પૃ. ૭૫, ૭૬, ૭૭)}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu