18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સર્જકની સ્વતંત્રતા|}} {{Poem2Open}} સ્નેહી ભાઈશ્રી, ઉત્તર હિંદની ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્નેહી ભાઈશ્રી, | સ્નેહી ભાઈશ્રી, | ||
ઉત્તર હિંદની કોઈ સાહિત્યસંસ્થાએ ‘સર્જકની સ્વતંત્રતા’ પર એક સંવિવાદ યોજ્યો છે. એમાં ઉપસ્થિત થવાનું તમને આમંત્રણ છે. એ જાણીને બહુ આનંદ થયો. પણ તમને અનુકૂળતા નથી એટલે તમે એનો અસ્વીકાર કરશો એ જાણીને સહેજ નિરાશ થયો. અલબત્ત, એક સર્જક તરીકે તમને એમ કરવાની સ્વતંત્રતા છે પણ તમને એનો સ્વીકાર કરવા જેટલી અનુકૂળતા સાંપડી રહો એવી મારી પ્રાર્થના છે. | ઉત્તર હિંદની કોઈ સાહિત્યસંસ્થાએ ‘સર્જકની સ્વતંત્રતા’ પર એક સંવિવાદ યોજ્યો છે. એમાં ઉપસ્થિત થવાનું તમને આમંત્રણ છે. એ જાણીને બહુ આનંદ થયો. પણ તમને અનુકૂળતા નથી એટલે તમે એનો અસ્વીકાર કરશો એ જાણીને સહેજ નિરાશ થયો. અલબત્ત, એક સર્જક તરીકે તમને એમ કરવાની સ્વતંત્રતા છે પણ તમને એનો સ્વીકાર કરવા જેટલી અનુકૂળતા સાંપડી રહો એવી મારી પ્રાર્થના છે. | ||
કારણ કે અત્યારે દુનિયામાં તેમ જ દેશમાં મનુષ્ય માત્રની અને તેમાંયે ખાસ તો સર્જક જેવા સૌ સાચા પ્રમાણિક બુદ્ધિજીવીઓની સ્વતંત્રતા જેટલી જોખમમાં છે એટલી જવલ્લે જ કોઈ જમાનામાં હતી. આશરે અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીસે સોક્રેટીસનો નાશ કર્યો હતો, એમના વિચારોનો નહિ. (મહત્ત્વ વિચારોનું છે, વ્યક્તિનું નહિ એવું એમનું મંતવ્ય હશે માટે જ સોક્રેટીસે વિષના પ્યાલાનો સાભાર અને સહર્ષ સ્વીકાર કર્યો હશે ને?) સોક્રેટીસ મર્યા, એમનો આત્મા જીવ્યો. ગ્રીસમાં એટલી લોકશાહી હતી. | કારણ કે અત્યારે દુનિયામાં તેમ જ દેશમાં મનુષ્ય માત્રની અને તેમાંયે ખાસ તો સર્જક જેવા સૌ સાચા પ્રમાણિક બુદ્ધિજીવીઓની સ્વતંત્રતા જેટલી જોખમમાં છે એટલી જવલ્લે જ કોઈ જમાનામાં હતી. આશરે અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીસે સોક્રેટીસનો નાશ કર્યો હતો, એમના વિચારોનો નહિ. (મહત્ત્વ વિચારોનું છે, વ્યક્તિનું નહિ એવું એમનું મંતવ્ય હશે માટે જ સોક્રેટીસે વિષના પ્યાલાનો સાભાર અને સહર્ષ સ્વીકાર કર્યો હશે ને?) સોક્રેટીસ મર્યા, એમનો આત્મા જીવ્યો. ગ્રીસમાં એટલી લોકશાહી હતી. | ||
Line 13: | Line 13: | ||
સર્જકની આ સ્વતંત્રતા એટલે અન્ય બુદ્ધિજીવીઓની અને અંતે તો મનુષ્ય માત્રની સ્વતંત્રતા. સર્જકની સ્વતંત્રતાનો આ વિચાર સમાજ અને રાજ્યના સંદર્ભમાં થયો. પણ એથી નિરપેક્ષ એવી સૂક્ષ્મ કક્ષા પરની સર્જકની એક અન્ય પ્રકારની સ્વતંત્રતા વિશે પણ મને અત્યારે એક વિચાર સૂઝે છે તે પણ અહીં રજૂ કરું. | સર્જકની આ સ્વતંત્રતા એટલે અન્ય બુદ્ધિજીવીઓની અને અંતે તો મનુષ્ય માત્રની સ્વતંત્રતા. સર્જકની સ્વતંત્રતાનો આ વિચાર સમાજ અને રાજ્યના સંદર્ભમાં થયો. પણ એથી નિરપેક્ષ એવી સૂક્ષ્મ કક્ષા પરની સર્જકની એક અન્ય પ્રકારની સ્વતંત્રતા વિશે પણ મને અત્યારે એક વિચાર સૂઝે છે તે પણ અહીં રજૂ કરું. | ||
સર્જક ક્યારેક સ્વેચ્છાએ કોઈ બાહ્ય નિયમનો કે નિયંત્રણનો સ્વીકાર કરે છે, સાહિત્યની કોઈ પરંપરાનો કે પ્રણાલિકાનો સ્વીકાર કરે છે, સમાજની કોઈ રૂઢિનો કે રીતરસમનો સ્વીકાર કરે છે અને પછી એની મર્યાદામાં રહીને પણ મુક્તિ માણે છે, સ્વતંત્રતા સિદ્ધ કરે છે. ઉદાહરણોથી સ્પષ્ટ કરું. શેક્સપિયર જેવા નાટ્યકાર સમકાલીન નાટ્યરચનાની પરંપરા અને પ્રણાલિનો નાટકે નાટકે સ્વીકાર કરે છે અને અંતે સાડત્રીસે નાટકમાં એની મૌલિકતા, વ્યક્તિતા, વિશિષ્ટતા, સ્વમુદ્રા, એક જ શબ્દમાં સ્વતંત્રતા સિદ્ધ કરે છે. રમણભાઈ ‘રાઈનો પર્વત’માં સમાજસુધારાની કોઈ રૂઢિનો કે રીતરસમનો સ્વીકાર કરે છે અને છતાં સર્જક તરીકે એની પરતંત્રતાથી પીડાતા નથી. કાંત જેવા કલાકાર કવિ ‘પ્રવીણ સાગર’ની છંદપલટાની પ્રણાલિ સાહસપૂર્વક સ્વીકારે છે પણ અનુકરણથી અટકતા નથી. અલૌકિક આગવું સૌંદર્ય સર્જે છે. ગોવર્ધનરામ લોકોપદેશ અને દેશોદ્ધાર અર્થે નિબંધો રચવા ધારે છે. પણ ‘સરસ્વતીચંદ્ર’ની અંગ્રેજી અને ગુજરાતી બન્ને પ્રસ્તાવનાઓમાં એમનો એકરાર છે કે નવલકથાની લોકપ્રિયતા એમનો આ નિર્ણય પલટાવે છે. આમ, ગોવર્ધનરામ સમાજના અને સાહિત્યના બન્નેના બાહ્ય નિયમને, નિયંત્રણને સ્વેચ્છાએ સ્વીકારે છે અને છતાં અંતિમ વિજય તો સર્જકનો જ થાય છે. ગોવર્ધનરામમાં સાચો સર્જક હતો અને એ જ સર્વોપરિ હતો એટલે ‘સરસ્વતીચંદ્ર’ એ એક સમાજસુધારાનો પ્રોગ્રામ કે દેશોદ્ધારનો પ્લેન નથી, પણ જગતની એક વિરલ કલાકૃતિ છે. આમ, સાચો સર્જક સ્વેચ્છાએ એક પ્રકારની પરતંત્રતાનો સ્વીકાર કરે છે અને પોતાની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. સર્જકતાનું એ જ તો રહસ્ય છે, કલાનો એ જ તો કીમિયો છે. કવિ સ્વેચ્છાએ છંદનો સ્વીકાર કરે, નાટકકાર સ્વેચ્છાએ રંગભૂમિના ક્ષેત્રફળનો સ્વીકાર કરે અને નવલકથાકાર સ્વેચ્છાએ કાળ અને સ્થળ – Time and Space –નાં પરિબળોનો સ્વીકાર કરે અને એ સૌ મર્યાદાઓને સમજી સ્વીકારી એમાં રહી અને એને અતિક્રમીને, ઉલ્લંઘીને એનાથી પર થાય, એનાથી પાર જાય એ જ સ્તો સર્જકની સ્વતંત્રતા અને જો આ સ્વતંત્રતા સિદ્ધ ન થાય તો સર્જક કોને દોષ દેશે? સમાજને? રાજ્યને? સાહિત્યના સ્વયંવરમાં આ સ્વતંત્રતા તો વિરલ સર્જકને જ વરે છે. મુક્તિ! સ્વતંત્રતા! માથા સાટે મોંઘી વસ્તુ છે, સાંપડવી નહિ સ્હેલ જો! | સર્જક ક્યારેક સ્વેચ્છાએ કોઈ બાહ્ય નિયમનો કે નિયંત્રણનો સ્વીકાર કરે છે, સાહિત્યની કોઈ પરંપરાનો કે પ્રણાલિકાનો સ્વીકાર કરે છે, સમાજની કોઈ રૂઢિનો કે રીતરસમનો સ્વીકાર કરે છે અને પછી એની મર્યાદામાં રહીને પણ મુક્તિ માણે છે, સ્વતંત્રતા સિદ્ધ કરે છે. ઉદાહરણોથી સ્પષ્ટ કરું. શેક્સપિયર જેવા નાટ્યકાર સમકાલીન નાટ્યરચનાની પરંપરા અને પ્રણાલિનો નાટકે નાટકે સ્વીકાર કરે છે અને અંતે સાડત્રીસે નાટકમાં એની મૌલિકતા, વ્યક્તિતા, વિશિષ્ટતા, સ્વમુદ્રા, એક જ શબ્દમાં સ્વતંત્રતા સિદ્ધ કરે છે. રમણભાઈ ‘રાઈનો પર્વત’માં સમાજસુધારાની કોઈ રૂઢિનો કે રીતરસમનો સ્વીકાર કરે છે અને છતાં સર્જક તરીકે એની પરતંત્રતાથી પીડાતા નથી. કાંત જેવા કલાકાર કવિ ‘પ્રવીણ સાગર’ની છંદપલટાની પ્રણાલિ સાહસપૂર્વક સ્વીકારે છે પણ અનુકરણથી અટકતા નથી. અલૌકિક આગવું સૌંદર્ય સર્જે છે. ગોવર્ધનરામ લોકોપદેશ અને દેશોદ્ધાર અર્થે નિબંધો રચવા ધારે છે. પણ ‘સરસ્વતીચંદ્ર’ની અંગ્રેજી અને ગુજરાતી બન્ને પ્રસ્તાવનાઓમાં એમનો એકરાર છે કે નવલકથાની લોકપ્રિયતા એમનો આ નિર્ણય પલટાવે છે. આમ, ગોવર્ધનરામ સમાજના અને સાહિત્યના બન્નેના બાહ્ય નિયમને, નિયંત્રણને સ્વેચ્છાએ સ્વીકારે છે અને છતાં અંતિમ વિજય તો સર્જકનો જ થાય છે. ગોવર્ધનરામમાં સાચો સર્જક હતો અને એ જ સર્વોપરિ હતો એટલે ‘સરસ્વતીચંદ્ર’ એ એક સમાજસુધારાનો પ્રોગ્રામ કે દેશોદ્ધારનો પ્લેન નથી, પણ જગતની એક વિરલ કલાકૃતિ છે. આમ, સાચો સર્જક સ્વેચ્છાએ એક પ્રકારની પરતંત્રતાનો સ્વીકાર કરે છે અને પોતાની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. સર્જકતાનું એ જ તો રહસ્ય છે, કલાનો એ જ તો કીમિયો છે. કવિ સ્વેચ્છાએ છંદનો સ્વીકાર કરે, નાટકકાર સ્વેચ્છાએ રંગભૂમિના ક્ષેત્રફળનો સ્વીકાર કરે અને નવલકથાકાર સ્વેચ્છાએ કાળ અને સ્થળ – Time and Space –નાં પરિબળોનો સ્વીકાર કરે અને એ સૌ મર્યાદાઓને સમજી સ્વીકારી એમાં રહી અને એને અતિક્રમીને, ઉલ્લંઘીને એનાથી પર થાય, એનાથી પાર જાય એ જ સ્તો સર્જકની સ્વતંત્રતા અને જો આ સ્વતંત્રતા સિદ્ધ ન થાય તો સર્જક કોને દોષ દેશે? સમાજને? રાજ્યને? સાહિત્યના સ્વયંવરમાં આ સ્વતંત્રતા તો વિરલ સર્જકને જ વરે છે. મુક્તિ! સ્વતંત્રતા! માથા સાટે મોંઘી વસ્તુ છે, સાંપડવી નહિ સ્હેલ જો! | ||
૧૦ એપ્રિલ ૧૯૫૭ | |||
{{Right|લિ.}}
| {{Right|લિ.}}

{{Right|સદાનો સ્નેહાધીન}}
| {{Right|સદાનો સ્નેહાધીન}}

{{Right|નિo}}
| {{Right|નિo}}

edits