સાહિત્યચર્યા/મણિ-બાલ મૃત્યુશતાબ્દી પ્રસંગે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મણિ-બાલ મૃત્યુશતાબ્દી પ્રસંગે|}} {{Poem2Open}} બાલાશંકર અને મણિલા...")
 
No edit summary
 
Line 6: Line 6:
બાલાશંકર અને મણિલાલની મૃત્યુશતાબ્દી એ એક અર્થમાં કવિતા અને તત્ત્વજ્ઞાનનો ઉત્સવ છે. બાલાશંકર આપણા મોટા ગજાના પ્રથમ અર્વાચીન કવિ છે અને મણિલાલ આપણા મોટા ગજાના પ્રથમ તત્ત્વચિંતક છે. બન્નેનો જન્મ એક જ સ્થળમાં, નડિયાદમાં અને એક જ વર્ષમાં, ૧૮૫૮માં, અને બન્નેનું અવસાન પણ એક જ વર્ષમાં, ૪૦ વર્ષની અતિ કાચી વયે ૧૮૯૮માં. બાલાશંકર વયમાં મણિલાલથી ૪ મહિના મોટા. બન્ને જીવનભર પરમ મિત્રો, પણ બન્નેના જીવનનો કાર્યપ્રદેશ તથા સાહિત્યનો વિષય અને સાહિત્યનું સ્વરૂપ ભિન્ન ભિન્ન. આજે મુખ્યત્વે તો આ બન્ને સાક્ષરોનું સ્મરણ કરવાનો અને એમની સ્મૃતિને અંજલિ અર્પણ કરવાનો ઉપક્રમ છે. પણ એ નિમિત્તે બાલાશંકરની કવિતાનું અને મણિલાલના તત્ત્વચિન્તનનું મૂલ્યાંકન – બલકે પુનર્મૂલ્યાંકન કરવાનો પણ આ પ્રસંગ છે.

બાલાશંકર એક શાપિત કવિ – poete maudit – હતા. એ વિધાતાથી શાપિત એવા કવિ ન હતા, પણ સ્વભાવથી, કુટુંબથી, મિત્રોથી અને સમાજથી શાપિત કવિ હતા. એમનું જીવન અને કવન બન્ને એનાં સાક્ષી છે. ૧૮૮૫માં ‘ક્લાન્ત કવિ’ પ્રગટ થયું હતું. એમાં ૨૨મા શ્લોકમાં પ્રથમ પંક્તિનો આરંભ છે :

‘પૂરો હું સ્વચ્છંદી, તુજ પ્રીતિશું ફંદી...’
'''‘પૂરો હું સ્વચ્છંદી, તુજ પ્રીતિશું ફંદી...’'''
વળી ૧૮૮૮માં ‘સૌંદર્ય’ પ્રગટ થયું હતું. એમાં ૧૩મા શ્લોકમાં ૪થી પંક્તિ છે :

‘સ્વચ્છંદી પણ ફંદી માત્ર તુજનો...’
'''‘સ્વચ્છંદી પણ ફંદી માત્ર તુજનો...’'''
આ પંક્તિઓમાં સૂચન છે તેમ બાલાશંકર ૧૮૮૫ પૂર્વે જ, એટલે કે ૨૭ વર્ષની વય પૂર્વે જ સ્વચ્છંદી હતા. ગુજરાતમાં સુધારાનો – સમાજજીવનમાં સુધારાનો – પ્રથમ સ્તબક હતો ત્યારે પ્રતિષ્ઠિત કુટુંબોમાં પણ ઘીની જેમ મદિરાનું પાન કરવાની ફેશન હતી. ત્યારથી જ કદાચ બાલાશંકર સ્વચ્છંદી એટલે કે વ્યસની થયા હશે. સુધારાનો – ધર્મજીવનમાં સુધારાનો, પ્રાર્થનાસમાજી સુધારાના ચોખલિયાવેડાનો બીજો સ્તબક હતો ત્યારે આ મદિરાપાન કરવાની ફેશન રહી ન હતી, ત્યારે પણ એટલે કે ૧૮૮૫ અને ત્યાર પછી પણ – હમણાં જ જોઈશું, તેમ વચમાં પાંચેક વરસના સંયમના અપવાદ સાથે બાલાશંકર તો લગભગ આયુષ્યના અંત લગી સ્વચ્છંદી એટલે કે વ્યસની જ રહ્યા હતા. ‘ક્લાન્ત કવિ’માં બીજા શ્લોકમાં આરંભની દોઢેક પંક્તિ છે :

‘પૂરે વીશે વર્ષે કરમગતિથી સ્નેહી વિખૂટો
'''‘પૂરે વીશે વર્ષે કરમગતિથી સ્નેહી વિખૂટો'''
કહેવાયો આજે...’
'''કહેવાયો આજે...’'''
૧૮૫૮માં બાલાશંકરનો જન્મ અને આ પંક્તિઓમાં સૂચન છે કે ૧૮૮૫માં એમના લગ્નજીવનને ૨૦ વર્ષ થયાં હતાં એટલે કે ૧૮૬૫માં ૭ વર્ષની વયે એમનાં મણિલક્ષ્મી સાથે લગ્ન થયાં હતાં. ‘ક્લાન્ત કવિ’ અને અન્ય કાવ્યોમાં વારંવાર ‘ટેક’, ‘વચન’, ‘કોલ’ આદિના ઉલ્લેખો છે. એમાં સૂચન છે કે બાલાશંકર મણિલક્ષ્મી પ્રત્યે એકવચની હતા, એમનો એકપત્ની-વ્રતનો સંબંધ હતો. ‘ક્લાન્ત કવિ’માં ૯૭મા શ્લોકમાં ૩જી પંક્તિ છે :

‘રહી રંગે ભીની વળગી મુજને ટેક પ્રીતમાં’
'''‘રહી રંગે ભીની વળગી મુજને ટેક પ્રીતમાં’'''
એમાં સૂચન છે કે મણિલક્ષ્મીનો બાલાશંકર સાથે પણ એવો જ સંપૂર્ણ નિષ્ઠાનો સંબંધ હતો. વળી ‘ક્લાન્ત કવિ’માં ૫૩મા શ્લોકમાં ૩જી-૪થી પંક્તિઓ છે :

‘સમાધિ લાગી જે સહજ તવ પ્રેમે મુજ તણી,
'''‘સમાધિ લાગી જે સહજ તવ પ્રેમે મુજ તણી,'''
ખરે તે મારી છે સતત દૃઢ મોક્ષે નિસરણી.’
'''ખરે તે મારી છે સતત દૃઢ મોક્ષે નિસરણી.’'''
એમાં સૂચન છે કે બાલાશંકરને મણિલક્ષ્મીના પ્રેમમાં જ સમાધિ લાગી હતી અને મણિલક્ષ્મી એમના સતત દૃઢ મોક્ષની નિસરણી હતાં. એથી બાલાશંકર ‘સૌંદર્ય’ના અંતિમ ૨ શ્લોકોમાં વિશ્વેશ્વરી અને ભારતીને એટલે કે શક્તિ અને સરસ્વતીને મણિલક્ષ્મીનું રક્ષણ કરવા વિનંતી કરે છે. બાલાશંકર અને મણિલક્ષ્મીનો આવો અનન્ય પ્રેમ ‘ક્લાન્ત કવિ’ અને ‘સૌંદર્ય’ના કેન્દ્રસ્થાને છે. અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ અન્ય કવિની કવિતામાં આવો અન્યોન્ય અને અનન્ય પ્રેમ આમ કેન્દ્રસ્થાને હશે. છતાં બાલાશંકરના સ્વચ્છંદને, વ્યસનને આવા મણિલક્ષ્મી અને એમનો આવો પ્રેમ પણ દૂર કરી શક્યા ન હતા. બાલાશંકર ‘તુજ પ્રીતિશું ફંદી’ હતા, ‘ફંદી માત્ર તુજનો’ હતા છતાં દૂર કરી શક્યા ન હતા. કહેવાય છે કે બાલાશંકરને જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં જ્યારે ઘોડા છાપ બ્રાન્ડીનું વ્યસન હતું ત્યારે હસતા હસતા બે હાથ જોડીને મણિલક્ષ્મીને કહેતા હતા, ‘હવે તો ઘોડાને તબેલામાંથી છોડો!’

પિતા ઉલ્લાસરામે પણ બાલાશંકરના આ સ્વચ્છંદ અને વ્યસનના સંદર્ભમાં એમને લગ્નની સાંકળ અને નોકરીની બેડીનાં બંધનોથી બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં મણિલક્ષ્મીની જેમ એ પણ નિષ્ફળ રહ્યા હતા. ૧૮૮૬માં ઉલ્લાસરામ પત્ની રેવાભાઈ અને પુત્ર બાલાશંકરની સાથે યાત્રાએ ગયા હતા. ત્યારે પણ વચમાં ૧૮૮૩-૮૪માં દારૂ-ગાંજાના વ્યસન વિશે કંઈક અપરાધભાવ અનુભવ્યો હતો અને વ્યસનનો ત્યાગ કર્યો હતો છતાં યાત્રામાં સાથે એક વ્યસની નોકર હતો એના સંસર્ગથી તીર્થક્ષેત્રમાં પણ પુનશ્ચ વ્યસનસેવન કર્યું હતું. એથી પિતાની યાત્રા અધવચે જ અધૂરી રહી હતી અને તેઓ એકાએક નડિયાદ પાછા ફર્યા હતા. પછી ૧૧મા દિવસે, કદાચને પુત્રના આ વ્યસનસેવનના આઘાતને કારણે, પિતાનું અવસાન થયું હતું. અવસાનની ક્ષણે પણ આ વ્યસનસેવનને કારણે પુત્રનો યોગ થયો ન હતો. પોતાની લૌકિક અને અલૌકિક સંપત્તિનો વારસો પ્રભુ જેને સોંપે તેણે સંભાળવો એવું વસિયતનામું એક સ્લેટ પર પેનથી લખ્યું હતું અને પિતાએ પ્રાણત્યાગ કર્યો હતો. પિતાની ઉત્તરક્રિયામાં પણ બાલાશંકર એમના વ્યસનસેવનને કારણે સક્રિય રહી શક્યા ન હતા. ૧૮૯૩માં બાલાશંકર ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં માસિક રૂ. ૫૦ના વેતનથી આસિસ્ટંટ સેક્રેટરીના પદ પર નિયુક્ત થયા હતા. ૧૮૯૪માં એક જ વરસમાં એમણે એમના આ વ્યસનસેવનને કારણે એ પદનો ત્યાગ કર્યો હતો. સોસાયટીના એક અધિકારી અને બાલાશંકરના પિતા ઉલ્લાસરામના મિત્ર એવા લાલશંકર એક દિવસ સોસાયટીના મકાનના બારણા પાસે જુએ છે તો ચલમ! પરિણામે એ ચલમ અને બાલાશંકર બન્ને એકસાથે સોસાયટીમાંથી વિદાય થયાં હતાં.

જે સમયમાં ગુજરાતમાં અનેક સંવેદનશીલ તેજસ્વી યુવાનો મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની ઉપાધિ સાથે ‘ગ્રેડ્યુએટ’ થયા હતા, કવિના બાળપણથી, ૧૮૭૨-૭૩થી, જીવનભરના મિત્ર મણિલાલ ૧૮૭૯માં સંસ્કૃતમાં બી.એ.ની ઉપાધિ સાથે ‘ગ્રાડ્યુએટ’ થયા હતા એટલું જ નહિ પણ ૧૮૮૫માં ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક પણ થયા હતા ત્યારે બાલાશંકર ‘નોન-ગ્રેડ્યુએટ’ જ રહ્યા હતા. ૧૮૭૨-૭૩ લગી, ૧૪-૧૫ વર્ષની વય લગી, ત્યારે પિતાએ પોતાની નોકરી પંચમહાલમાં હતી અને બાલાશંકર એકના એક પુત્ર હતા એથી પંચમહાલમાં પોતાની દૃષ્ટિ સમક્ષ જ ઘરે બાલાશંકરને અભ્યાસ કરાવ્યો હતો. પછી ૧૮૭૨-૭૩થી ૧૮૭૭-૭૮ લગી નડિયાદમાં પિતાએ એમને માટે એક સ્વતંત્ર વિદ્યાર્થીગૃહની વ્યવસ્થા કરાવી હતી અને ફર્સ્ટ ગ્રેડ એન્ગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં ૩જા ધોરણમાં એમને પ્રવેશ અપાવ્યો હતો. આ વિદ્યાર્થીગૃહમાં બાલાશંકરની આસપાસ એમનું એક મિત્રમંડળ રચાયું હતું. અને એમની સભાઓ યોજાતી હતી. એમાં આરંભે જ, ૧૮૭૨-૭૩માં જ બાલાશંકર અને મણિલાલનું પ્રથમ મિલન થયું હતું. ૧૮૭૭-૭૮માં બાલાશંકર મુંબઈમાં મૅટ્રિક થયા હતા. પછી ૧૮૭૮માં અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં પ્રવેશ પણ ૧૮૭૯માં મુંબઈમાં એફ.વાય.આર્ટ્સની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયા હતા અને અભ્યાસનો ત્યાગ કર્યો હતો. આમ, બાલાશંકર જીવનભર અનૌપચારિકપણે વિદ્યાવ્યાસંગી હતા છતાં ઔપચારિકપણે ગ્રેડ્યુએટ ન થયા તે ન જ થયા. જોકે પછીથી ૧૮૮૭-૮૯માં બેત્રણ વર્ષ લગી એમણે નોકરીની બેડીમાંથી મુક્ત થવા અને હાઈકોર્ટ પ્લીડર કે સબ જજ થવા માટે, સ્વતંત્ર વ્યવસાય માટે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને પરીક્ષાઓ માટે બેત્રણ વાર મુંબઈ ગયા હતા. પણ પરીક્ષાઓમાં નિષ્ફળ રહ્યા હતા. એમાં વિધાતાનો વાંક ન હતો, સફળ થવા જેવો એમનો સ્વભાવ જ ન હતો. એક પરીક્ષા ટાઉનહોલમાં હતી. પરીક્ષા માટે ટાઉનહોલ જતાં ટ્રામમાંથી એક દુકાન કે લારીમાં પૂતળી જોઈ હતી એથી પરીક્ષામાં ચિત્ત ન ચોંટ્યું તે ન જ ચોંટ્યું. પરીક્ષા આપ્યા વિના ટાઉનહોલમાંથી ભાગ્યા અને પૂતળી ખરીદી લાવ્યા અને ગયા ટાઉનહોલની સામેના બાગમાં. જે સમયે જેટલી તલ્લીનતાથી ટાઉનહોલમાં પરીક્ષામાં ઉત્તરપત્ર લખવાનું હતું તે જ સમયે એટલી જ તલ્લીનતાથી બાગમાં લીલા ઘાસ પર ગુલાબી પાઘડી બાજુમાં મૂકીને પૂતળી સમક્ષ નમીને ગઝલ લખી હતી :

‘દિલદારના દર્શન વિના બીજું મને ગમતું નથી,
{{Poem2Close}}
પૂતળી પઠે નજદીકમાં બેઠા વિના ગમતું નથી.
<poem>
'''‘દિલદારના દર્શન વિના બીજું મને ગમતું નથી,'''
'''પૂતળી પઠે નજદીકમાં બેઠા વિના ગમતું નથી.'''
  . . . . .  
  . . . . .  
ગમતું નથી, ગમતું નથી, આખું જગત ગમતું નથી.’
'''ગમતું નથી, ગમતું નથી, આખું જગત ગમતું નથી.’'''
</poem>
{{Poem2Open}}
અને ત્યારે જ ચિત્ત શાંત થયું હતું. ૧૮૮૯માં નોકરીમાં હતા ત્યારે પણ કોઈ એક પરીક્ષા માટે રજા માંગી હતી પણ રજા મંજૂર કરવામાં આવી ન હતી. આમ, બાલાશંકર ગ્રેડ્યુએટ તો ન થયા તે ન જ થયા પણ સ્વતંત્ર વ્યવસાય માટેની પરીક્ષામાં પણ સફળ ન થયા. લલાટે નોકરી જ લખાવી લાવ્યા હશે!

૧૮૭૫માં નડિયાદમાં બાલાશંકરના ઘરમાં, પૂર્વોક્ત વિદ્યાર્થીગૃહમાં, બાલાશંકરે અને એમના પૂર્વોક્ત મિત્રમંડળે ‘પ્રાર્થના સમાજ’ની પ્રેરણાથી એની લઘુઆવૃત્તિ જેવા પ્રાર્થનાસમાજનો આરંભ કર્યો હતો અને ‘સ્વ-સુધારક સભા’ની સ્થાપના કરી હતી. પછીથી પોતાને સુધારવા માટે અને વધુમાં વધુ પોતાની જ્ઞાતિને સુધારવા માટે એને ‘જ્ઞાતિ શુભેચ્છક સમાજ’ સાથેના સહકારથી ‘સ્વ-સુધારક જ્ઞાતિ શુભેચ્છક સમાજ’ એવું નામ આપ્યું હતું. આ સમયમાં બાલાશંકર સહિત આ મિત્રમંડળે પ્રભુભક્તિનાં પ્રાર્થનાકાવ્યો રચ્યાં હતાં અને પ્રસિદ્ધ પણ કર્યાં હતાં. આ સમયમાં જ પિતાને બાલાશંકરના સ્વચ્છંદનો અને આ મિત્રમંડળના કેટલાક સભ્યોના અનિષ્ટ અને અનિચ્છનીય સંસર્ગનો અણસાર આવ્યો હશે. એથી ભય અને શંકાને કારણે મુત્સદ્દી અને વ્યવહારકુશળ પિતાએ એમના આ સ્વચ્છંદી પુત્રને ‘નોકરીની બેડી’ના બંધનથી બાંધવાનો પ્રયત્ન કર્યો હશે. એ ઉપરાંત મહત્ત્વાકાંક્ષી મામલતદાર પિતાએ પોતાના એકના એક પુત્રને પોતાની જેમ જ સરકારી નોકરીમાં જ વહેલામાં વહેલી તકે મહત્ત્વના પદ પર જોવાની તીવ્ર તાલાવેલીને કારણે પણ નાની વયે તરત નોકરીમાં જોડવાનો પ્રયત્ન કર્યો હશે. જોકે પિતાને ન્યાય ખાતર કહેવું જોઈએ કે નોકરીની અધવચમાં જ પુત્ર માત્ર સ્વાસ્થ્યમાં અસ્વસ્થ હતા એ જ કારણે નહિ પણ પુત્રને મુક્તિફોજની ભક્તિનો રંગ લાગ્યો હતો અને એનામાં ખ્રિસ્તી ભજનો ગાવાનો અને ખંજરી બજાવવાનો રસ જાગ્યો હતો એથી એ ખ્રિસ્તી થઈ જશે એ ભય અને શંકાને કારણે ચતુર પિતાએ પુત્રને ૧૮૮૪થી ૧૮૮૯ લગી, ૫ વર્ષની લાંબી ફરલો રજા પર ઉતાર્યો હતો. પિતાએ આરોગ્ય માટે ઘરમાં માતા રેવાબાઈ અને પિતામહ અર્જુનલાલની છાયામાં તથા આધ્યાત્મિક આરોગ્ય માટે ઘરના પ્રાંગણમાં અર્જુનેશ્વરના શિવાલયની છાયામાં પુત્રને પોતાના સહવાસમાં વસાવ્યો હતો. આ ૫ વર્ષ જેટલા દીર્ઘ સમયમાં નિદિધ્યાસન, આનુવંશિક શક્તિપૂજાની ઉપાસના અને ‘સૌંદર્યલહરી’નો નિત્યપાઠ તથા અદ્વૈતવાદ, ભક્તિસૂત્રો, ઉપનિષદ, હાફિઝ, સૂફીવાદ આદિનું અધ્યયન અને મનન-ચિંતન ઉપરાંત ઘરમાં રોજ એક પીરના નામે દીવો, લોબાનનો ધૂપ અને એની સન્મુખ માળાનો જાપ વગેરે દ્વારા જાણે કે એમની મસ્તીનું મસ્તફકીરીમાં રૂપાંતર થયું હતું. મુત્સદ્દી, મહત્ત્વાકાંક્ષી, વ્યવહારકુશળ પિતાના પુત્ર થવું એ જેમ બાલાશંકરનું દુર્ભાગ્ય હતું તેમ વિદ્યાવ્યાસંગી પિતાના પુત્ર થવું એ બાલાશંકરનું સદ્ભાગ્ય હતું.

Line 38: Line 42:
જીવનના સૌ કરુણ અનુભવોની વચ્ચે, ‘દિનરાતની ઘાણી મહીં’, બાાલાશંકરે સંપૂર્ણ કર્તવ્યપાલન કર્યું હતું. સતત પ્રશંસાપાત્ર કાર્ય કર્યું હતું. એમના ઉપરી અધિકારીઓનાં પ્રમાણપત્રો, એમનું સંશોધન, ૧૮૮૭થી ૧૮૯૫ લગી ૮ વર્ષ લગી ‘ભારતીભૂષણ’ ત્રૈમાસિક અને પછીથી માસિક, ‘બુદ્ધિપ્રકાશ’, ‘ઇતિહાસમાલા’ આદિનું સંપાદન તથા અવસાન સમયે ‘સરસ્વતી સૌંદર્ય’ સામયિકનું સ્વપ્ન – એમની આ જીવનભરની સાહિત્યસાધના અને સેવા એનાં સાક્ષીરૂપ છે.

બાલાશંકરની સ્વાતંત્ર્યનિષ્ઠાએ એમના આધ્યાત્મિક જીવનમાં નમ્રતા પ્રેરી હતી. દલપતરામ વહેલમાં વડતાલથી નડિયાદ આવ્યા ત્યારે નડિયાદની સીમ પર અનેક લોકોની વચ્ચે ધૂળમાં જ સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. તો સાથે સાથે એ જ સ્વાતંત્ર્યનિષ્ઠાએ એમના ઐહિક જીવનમાં ગૌરવ પણ પ્રેર્યું હતું. ‘ગાયકવાડ કે ઇન્દ્રરાજાની પરવા લગીર પણ નથી.’ અથવા તો ‘લાઠીનો ઠાકોર એના ઘરનો. મળવું હોય તો આવે મારે ઘેર, અને શીખવું હોય તો શીખે મારી પાસે આવીને.’ અથવા તો ‘શૃંગાર રસ આ સંસારમાં ન હોત તો લાલશંકરભાઈ આ સાહિત્યના ઉત્તેજન આપનારા પોતે જ ક્યાંથી પાકત?’ એવા એમના ઉદ્ગારો એના સાક્ષીરૂપ છે. પોતાની ગરદન પર હાથ રાખીને ગુજરાતમાં એક જ કવિ બાલાશંકર જ પ્રિયતમા સમક્ષ આ વચન ઉચ્ચારી શકે :

‘અધર અનમ ટેકીલી મારી ગરદનના સોગન.’
‘અધર અનમ ટેકીલી મારી ગરદનના સોગન.’
બાલાશંકરની સ્વાતંત્ર્યનિષ્ઠા જેમાં પ્રગટ થાય છે એવી કેટલીક પંક્તિઓનું અહીં સ્મરણ કરવું જોઈએ :

Line 83: Line 89:
લાખ કે કરોડ મળે આશિષ ન આપું
લાખ કે કરોડ મળે આશિષ ન આપું
નાગરનો ગરવ હું મન માંહી લાવીને.’
નાગરનો ગરવ હું મન માંહી લાવીને.’
</poem>
{{Poem2Open}}
બાલાશંકરે આયુષ્યના આરંભથી જ સ્વાતંત્ર્ય અને સૌંદર્યને એમનું સર્વસ્વ, સમગ્ર જીવન સંપૂર્ણપણે સમર્પણ કર્યું હતું છતાં બાલાશંકર ગ્રેડ્યુએટ નહિ, કચેરીમાં કારકુનથી વધુ મોટી સરકારી નોકરી નહિ, વ્યવહારદૃષ્ટિએ સફળતા નહિ, વળી સુધારાના વિરોધી એવા મણિલાલના મિત્ર, સ્વચ્છંદી અને વ્યસની, સૂફીવાદના મસ્તફકીર એથી ‘સાહિત્યના જગતમાં ‘ક્લાન્ત કવિ’ પ્રગટ થયુ ંત્યારે નવલરામે નોંધ્યું કે એમાં ઉઘાડો શૃંગાર અને પરકીયા ભાવ છે એથી એનું વિવેચન લખવા પોતે રાજી નથી, નરસિંહરાવે નોંધ્યું કે એમાં ઉધ્ધત મસ્તી છે અને ‘ખરું શું છે એ તો સરળ મન મારે સમજું છું’ એમ કહીને આપણને સંશયમાં ટટળાવે છે તો લાચાર. પછીથી સંજાણાએ નોંધ્યું કે ૨૩મા શ્લોકને કારણે એમાં પરકીયા ભાવ જ છે એવી શંકા થાય છે એટલું જ નહિ પણ ‘પ્રેમાર્પણ’ને કારણે એમાં સજાતીય પ્રેમ છે એવી પણ શંકા થાય છે.

‘મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે’

Line 89: Line 97:
૧૯૮૯માં ‘અભેદોર્મિ’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો એમાં મણિલાલે પ્રથમ પૃષ્ઠ પર ‘એક અભેદ માર્ગપ્રવાસી’ એવો સ્વ-પરિચય આપ્યો હતો. એમના અંગત જીવનના અનુભવમાં અને બાહ્ય સમાજના અનુભવમાં એ સાચ્ચે જ અભેદમાર્ગના, અદ્વૈતના, ઐક્યના, એકત્વના, એકીકરણના માર્ગના પ્રવાસી હતા એ માર્ગના એ માત્ર પ્રવાસી હતા એટલે કે શોધક અથવા સાધક હતા. પ્રેમ અને ધર્મના અભેદની એમણે સંપૂર્ણ નિષ્ઠાથી, સત્યનિષ્ઠાથી શોધ અને સાધના કરી હતી. એમનો જીવનમંત્ર હતો : સત્યં પરં ધીમહિ! બાલાશંકર એટલે મૂર્તિમંત સૌંદર્યનિષ્ઠા અને સ્વાતંત્ર્યનિષ્ઠા, તો મણિલાલ એટલે મૂર્તિમંત સત્યનિષ્ઠા. બાલાશંકરની પ્રતિભા એમની કવિતામાં પ્રગટ થાય છે તો મણિલાલની પ્રતિભા એમના ગદ્યગ્રંથોમાં પ્રગટ થાય છે.

મણિલાલે સાહિત્યજીવનનો આરંભ બાલાશંકરની પ્રેરણાથી કર્યો હતો. ૧૮૭૬માં ૧૮ વર્ષની વયે એમણે ‘શિક્ષાશતક’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો તે બાલાશંકરને કૃતજ્ઞતાપૂર્વક અર્પણ કર્યો હતો. પછી ૧૮૮૭માં ‘પ્રેમજીવન’ અને ૧૮૯૫માં ‘આત્મનિમજ્જન’ એમ બે કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા હતા. એમાં કુલ ૫૫ કાવ્યો છે. એમણે એને ‘પદ્યો’ તરીકે રજૂ કર્યાં છે. આમ, એમનાં કાવ્યો અલ્પસંખ્ય છે અને એમનું ઉત્તમ તો નિબંધોમાં, ગદ્યગ્રંથોમાં છે એમ એમણે સૂચન કર્યું છે. એમનાં કાવ્યોમાં એમની અદમ્ય અને અશમ્ય પ્રણયતૃષા પ્રગટ થાય છે. એથી યે વિશેષ તો એમની અતૃપ્તિ અને નિરાશા પ્રગટ થાય છે. કેટલીક પંક્તિઓનું સ્મરણ કરવું જોઈએ :

‘જપીને પ્રેમમંત્રોથી જગાડ્યું મેં શું આ આજે?’

Line 114: Line 124:

‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’
‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’
</poem>
{{Poem2Open}}
તો વળી ‘ઉપહાર’ અને ‘જન્મદિવસ’ પૃથ્વી છંદમાં આ બે ચિન્તનોર્મિ કાવ્યોમાં બલવન્તરાયના આગમનનો આગોતરો અણસારો છે. મણિલાલની કવિતામાં અને એમના અંગત જીવનના અનુભવમાં એ અભેદમાર્ગી પ્રવાસી છે એની પ્રતીતિ થાય છે.

મણિલાલના પિતા નભુભાઈનો ધીરધારનો ધંધો હતો અને યજમાનવૃત્તિનો વ્યવસાય હતો. એ લોભી અને ધનલોલુપ હતા. પુત્ર બાપીકા ધંધાની ધૂંસરીમાં બંધાય એવી એમની ઇચ્છા એથી એમનામાં અભ્યાસ પ્રત્યે વિરોધ હતો. છતાં મણિલાલ ૧૮૭૬માં મૅટ્રિક થયા હતા અને શિષ્યવૃત્તિની સહાયથી ૧૮૭૭માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં એમણે પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. ૧૮૭૯માં બી.એ. થયા અને ફેલો તરીકે નિયુક્ત થયા હતા. પિતાના વિરોધને કારણે એમ.એ. ન થયા પણ કાયદાનો અભ્યાસ કર્યો હતો. ૧૮૮૦માં નડિયાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નિયુક્ત થયા હતા. પછી ૧૮૮૫માં ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. એમના શિક્ષણજીવનની વક્રતાએ છે કે જીવનભર સંસ્કૃતના અધ્યાપક એવા મણિલાલ આરંભમાં સંસ્કૃતમાં એવા કાચા હતા કે ૧૮૭૫માં મૅટ્રિકમાં એ સંસ્કૃતમાં જ નાપાસ થયા હતા.

18,450

edits

Navigation menu