કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત|}} {{Poem2Open}} <center>'''૧'''</center> કવિશ્રી...")
 
No edit summary
 
Line 111: Line 111:
'''આપણામાંથી કોક તો જાગે!'''
'''આપણામાંથી કોક તો જાગે!'''
</poem>
</poem>
 
{{Poem2Open}}
તત્કાલીન સામાજિક સ્થિતિથી દ્રવિત કવિ પાસેથી ‘મજૂરની કવિતા’ મળે છે. મજૂરોની હાડમારી, ચીંથરેથી વીંટાયેલો દેહ, પરસેવાથી રેબઝેબ મજૂરોનું શબ્દચિત્ર સુંદર રીતે આલેખાયું છે. જુઓઃ
{{Poem2Close}}
<poem>
'''લાચારીથી લથબથ જુઓ આ મજૂરિયાં,'''
'''સુખ કેરાં સપનાંય સુખથી સેવાય ના.'''
'''કીકીઓમાં કુતૂહલ, કલેજામાં હાયવોય,'''
'''હાડમારી કેરો કોલાહલ હલ થાય ના.'''
</poem>
{{Poem2Open}}
તો ‘માણસ’ જેવી રચના પણ તેમની પાસેથી મળે છેઃ
{{Poem2Close}}
<poem>
'''કરવતથી વહેરેલાં'''
'''ઝેરણીથી ઝેરેલાં,'''
'''કાનસથી છોલેલાં,'''
'''તોય અમે લાગણીનાં માણસ.'''
</poem>
{{Poem2Open}}
વેણીભાઈનાં ભજનોમાં પ્રયોજાયેલી તળપદી ભાષા-બાની, પ્રાચીન લય-ઢાળ, ભક્તિની મસ્તી, અધ્યાત્મ, ચિંતન વગેરે નોંધપાત્ર છે. જુઓ ‘પારાવાર’માંઃ
{{Poem2Close}}
<poem>
'''હું પોતે મારામાં છલકું'''
'''પંચામૃતનો મુખરિત પારાવાર.'''
... ... ...
'''હું મારામાં અસીમ સીમિત,'''
'''અવિરત, ચંચલ,'''
'''અકલિત, એકાકાર :'''
'''नित्य शिवोऽहम् नित्य जीवोऽहम्,'''
'''હું પોતે મારામાં મલકું,'''
'''પંચતત્ત્વનો પુલકિત પારાવાર.'''
</poem>
{{Poem2Open}}
પરમાત્માની અનંત વ્યાપ્તિનો સ્વીકાર. જાણે અનુુભવમાંથી આત્મસાત્ થયેલ વિચાર કાવ્યરૂપ પામ્યો છે. વેણીભાઈની યશોદાયી કાવ્યરચના ‘નયણાં’માં કવિએ આંખોને ‘ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં’ કહ્યાં છે. ત્યાં વેણીભાઈની સર્જનશક્તિનાં દર્શન થાય છે.
{{Poem2Close}}
<poem>
'''ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં —'''
'''એમાં આસમાની ભેજ,'''
'''એમાં આતમાનાં તેજ :'''
'''સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :'''
'''ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.'''
</poem>
{{Poem2Open}}
આ કાચનાં કાચલાં જેવાં નયણાં છીછરાં પણ છે, અને અતાગ ઊંડાય છે. તો ઝેર અને અમૃત બંને એકસાથે તેમાં છે. સાત સાત સમુદ્રો પણ એમાં છે અને વડવાનલની આગ પણ એમાં જ છે. દરેક વિરોધી બાબતોને સાથે મૂકીને નયણાંનો સચોટ કાવ્યમય પરિચય કરાવે છે. તો ‘રામઝરૂખો’માં–
{{Poem2Close}}
<poem>
'''ઝોબો આવીને જીવ જાશે,'''
'''પલકમાં પાછો આવીને પુરાશે,'''
'''પગેરું એનું વાંકુંચૂકું ને પાછું પાધરું હો જી.'''
</poem>
{{Poem2Open}}
મનુષ્યની ઇચ્છાઓ, એષણાઓ, તૃષ્ણા વગેરે પાછળ ખર્ચાઈ જતી જિંદગી. રામ વિનાનો મનુષ્યાવતાર. રામ વિના દશરથની અને રામની રાહ જોતી શબરી. બંનેમાં કોની ભક્તિ ચડે! આમ અહીં કવિએ ભક્તિનો મહિમા કર્યો છે. આ ઉપરાંત ‘સુખડ અને બાવળ’, ‘પરબડી’, ‘એકતારો’, ‘મંજીરા’, ‘હેલી’, ‘લગની’ વગેરેમાં ભક્તિ અને અધ્યાત્મનું સઘન નિરૂપણ છે. તો ‘નોખું નોખું ને એકાકાર’માં સમાધિના અનુભવની વાત આલેખાઈ છે, જુઓઃ
{{Poem2Close}}
<poem>
'''‘લોચન બીડ્યાં ને સૃષ્ટિ સો-સો ત્યાં ઊઘડી,'''
'''સો-સો સમાધિ લાગી... લાગી અધૂકડી,'''
'''જ્યાં રે કાંઠો છે ત્યાં મઝધાર :'''
'''રે જોગીડા! આ તે'''
'''કેવું પરાયું કેવું આગવું હો જી!’'''
</poem>
{{Poem2Open}}
‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨)માં વેણીભાઈએ ગઝલો લખી છે. ગઝલોમાં કવિનો રંગદર્શી સ્વભાવ પ્રગટ થાય છે. ‘અલબેલો અંધાર હતો’માં જુઓઃ
{{Poem2Close}}
<poem>
'''એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,'''
'''તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.'''
</poem>
{{Poem2Open}}
તેમના અન્ય સંગ્રહોમાં પણ ગઝલો છે. જુઓઃ ‘બંદો બદામી’ –
{{Poem2Close}}
<poem>
'''સનમ શોખીન ગુલાબી છે, અને બંદો બદામી છે,'''
'''મને એ ભોટ માને છે, સનમનું દિલ હરામી છે.'''
</poem>
{{Poem2Open}}
જેવી શબ્દાળુ અને વાચાળ ગઝલો પણ એમની પાસેથી મળે છે.
વેણીભાઈની કાવ્યરચનાઓ – ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક વગેરેમાં શબ્દ અને લયનું માધુર્ય પ્રગટે છે. લયની પ્રવાહિતા અને શબ્દચિત્રો તેમની અભિવ્યક્તિની લાક્ષણિકતા છે. તેમાં વ્યંગ અને વિનોદનું પણ નિરૂપણ છે.
વેણીભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યાં છે. જેમ કે, ‘દીવાદાંડી’, ‘ગુણસુંદરીનો ઘરસંસાર’, ‘બહુરૂપી’, ‘કંકુ’, ‘યમુના મહારાણી’, ‘ધરતીનાં છોરું’ ‘ગજરા મારુ’ વગેરે. ‘બહુરૂપી’નાં ગીતો માટે એમને ગુજરાત સરકારનું ‘શ્રેષ્ઠ ગીત’નું પારિતોષિક પણ મળેલું. આ ઉપરાંત તેમની પાસેથી ‘કાવ્યપ્રયાગ’ (૧૯૭૮) જેવો પ્રાચીન અને અર્વાચીન કાવ્યોના અરૂઢ ભાષામાં કરેલા આસ્વાદનો ગ્રંથ પણ મળે છે.
પ્રિયતમાની આંખના અફીણી, તેના બોલના બંધાણી, તેના રૂપની પૂનમના પાગલ વેણીભાઈ દરેક પેઢીને યાદ રહેશે – તેઓ ગવાતાં રહેશે, સંભળાતાં રહેશે –
{{Poem2Close}}
<poem>
'''તારી આંખનો અફીણી,'''
'''તારા બોલનો બંધાણી,'''
'''તારા રૂપની પૂનમનો પાગલ એકલો.'''
{{Right|'''– ઊર્મિલા ઠાકર'''}}
</poem>




<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૩૮. શરદની કોળામણ
|previous = ૫૧. સાંજનો શમિયાણો
|next = ૪૦. અલબેલો અંધાર હતો
|next =  
}}
}}
26,604

edits

Navigation menu