સરસ્વતીચંદ્ર ભાગ ૧/બુદ્ધિધનનું કુટુંબ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બુદ્ધિધનનું કુટુંબ|}} {{Poem2Open}} નવીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદ...")
 
No edit summary
Line 31: Line 31:
એક દિવસ દંપતી ઘરની અગાસીમાં બેઠેલાં હતાં, મધ્યરાત્રિ થઈ હતી અને ચંદ્રમા પણ મધ્યઆકાશમાં હતો. શરદઋતુએ તારા-૨ત્નોથી ​અને શ્વેત મેઘામ્બરથી આકાશ-સખીને શણગારી હતી અને ચંદ્રમા અા સજ્જિત નાયિકા સાથે નિરંકુશ વિહાર કરતો હતો. તે સમયે અગાસીમાં એક ગાલીચા ઉપર તકીયો નાંખી વિદ્યાચતુર તેપર પડ્યો પડ્યો ચંદ્રભણી જોયાં કરતો હતો અને કાંઈ ઉંડા વિચારમાં પડ્યો દેખાતો હતો. ગુણસુંદરી તેના ખોળામાં માથું મુકી, તેને હાથ પોતાના હાથમાં રાખી, ચતી સુતી સુતી આકાશમાં ચંદ્ર છતાં પતિમુખચંદ્ર ઉંચી દ્રષ્ટિએ ન્યાળ્યાં કરતી હતી. આ મૌનવિહાર કેટલીક વાર ચાલ્યો એટલામાં રસજ્ઞ, પતિના મુખમાંથી–હૃદયમાંથી અચિંત્યું મધુર ગાયન નીકળવા માંડ્યું.

{{Poem2Close}}
<poem>
“અડોઅડ કપોલ લાગી રહેલ;
“અડોઅડ કપોલ લાગી રહેલ;
“મન્દ અતિમન્દ શી ગોષ્ટી[૧] મચેલ !
“મન્દ અતિમન્દ શી ગોષ્ટી[૧] મચેલ !
Line 42: Line 44:
“ છુપાતો લપ્પાઈ તુજ ગાલ !
“ છુપાતો લપ્પાઈ તુજ ગાલ !
"ગોષ્ઠીસુખ સુંતું નયનની જ માંહ્ય !–પ્રિયે તે !”...ર

</poem>
{{Poem2Open}}
અાના પ્રત્યેક પદના છેલા સ્વરોના પ્લુત ઉચ્ચાર આકાશમાં અને મુગ્ધાના કાનમાં તથા હૃદયમાં ઉંચા ચ્હડી, મોહનમંત્રપેઠે સર્વ આત્મવશ કરી, ધીમે ધીમે કૃતકૃત્ય બનતા હોય તેમ આનંદ-ભર મંદ પડતા પડતા નીચા બેસતા બેસતા, છેલામાં છેલા પદના અંત્યસ્વરમાં લીન થતા થતા વિરામ પામ્યા.

Line 70: Line 74:

પ્રમાદધન, અલકકિશોરી, અને ટુંકમાં અમાત્ય કુટુંબનો બધો વ્યવહારઃ તેમાં, વિદ્યાચતુરના ઘરમાં જે સંસ્કાર થયા હતા તેનાથી જુદી જ જાતના સંસ્કાર કુમુદસુંદરીના અનુભવમાં આવ્યા. પીયરમાં અને સાસરામાં વ્યવહાર, વિનોદ અને સર્વ રીતના આચારવિચારમાં ફેર હતો. નવે ઘેર પુસ્તકો હશે જાણી તેણે જુને ઘેરથી પુસ્તક એક પણ નહોતું આણ્યું. આ નવી દ્રષ્ટિમાં જુની સૃષ્ટિને સંભારનાર તેની પાસે એક જ વસ્તુ ૨હી હતી. સરસ્વતીચંદ્રે વિદ્યાચતુરપર કાગળ લખ્યો હતો તે જ ટપાલમાં એક બીજો કાગળ કુમુદસુંદરી પર પણ લખ્યો હતો. પરંતુ તેમાં માત્ર એક શ્લોક જ સોનેરી શાહી વડે લખ્યો હતો અને માત્ર તે લખનારના અક્ષરનો પરિચય હોવાથી તથા શ્લોક ઉપરથી જ કાગળ મોકલનારનું નામ કુમુદસુંદરી જાણતી હતી. ​

"શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,[૧]
"શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,[૧]
"થઈ રખે જતી અંધ,[૨] વિયોગથી;
"થઈ રખે જતી અંધ,[૨] વિયોગથી;
"દિનરુપે સુભગા[૩] બની ર્‌હે, ગ્રહી
"દિનરુપે સુભગા[૩] બની ર્‌હે, ગ્રહી
"કર[૪] પ્રભાકરના મનમાનીતા!"
"કર[૪] પ્રભાકરના મનમાનીતા!"
</poem>
{{Poem2Open}}
આ શ્લોક તેણે કોઈને બતાવ્યો ન હતો અને બતાવતી ન હતી; માત્ર કંચુકીમાં છાતી સરસો સાચવી રાખતી, એકાંત વખતે લાગ મળ્યે ક્‌હાડી જોતી, શ્લોક મ્હોડે થયો હતો તોપણ કાગળ વાંચી જ ગાતી, કાગળ જોઈ શ્લોક ગાઈ રોતી અને અાંસુ સારતી, અને કોઈને દેખે એટલે કાગળ સંતાડી સજ્જ તથા સાવધાન થતી. કાગળના સામું કોઈને ઠપકો દેતી હોય તેમ જોતી, ભમર ચ્હડાવતી, અને વદનકમળ સાથેલાગું દુખીયારું, દયામણું અને કોપાયમાન કરી; અાકાશ સામું જોઈ નિ:શ્વાસ નાંખી, અાંખમાંનાં આંસુ પોતાને જ હાથે લ્હોતી. અસંસ્કારી સાસરીયાંમાં સર્વ છાનું રાખી શકતી હતી અને સંસારની દૃષ્ટિને તેની સ્થિતિમાં કાંઈ અસાધારણ જણાતું ન હતું. ટુંકામાં ચર્મચક્ષુથી જોનારને તો અમાત્ય-કુટુંબ માં સર્વ રીતે સઉનામાં ઉત્સવ, ઉત્સાહ અને આનંદ દેખાતો હતો; એવા કુટુંબની કામિનીયો રાજેશ્વર મહાદેવનાં પગથીયાં ઉપર ઠમક ઠમક કરતી હાંફતી દેખાતી ચ્હડી તે સમયે મૂર્ખદત્ત તપોધન શિવાય તેમને કોઈ જોનારું ન હતું, તેથી આ એકાંત શિવાલયમાં ક્ષુદ્રમાનવજાતની દ્રુષ્ટિથી અગોચર રહેનારી દેવાંગનાઓ, મૃત્યુલોકમાં આનંદામૃત છાનુંમાનું ઢોળવા, દેવોના દેવનાં દર્શન કરવાને મિષે સ્વર્ગમાંથી ઉતરી આવી હોય એવી કલ્પના જાણ્યે અજાણ્યે ત્યાં સંતાઈ રહી જોનાર કોઈ યક્ષાદિક કરે તો અયોગ્ય ન કહેવાય.

Line 111: Line 118:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = સુવર્ણપુરનો અતિથિ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = બુદ્ધિધન
}}
}}
18,450

edits

Navigation menu