પરિભ્રમણ ખંડ 2/કંઠસ્થ વ્રત-સાહિત્ય (‘કંકાવટી’ (મંડળ 1) નો પ્રવેશક : 1927): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 228: Line 228:
</poem>
</poem>
આ લોકવ્રતનું વાતાવરણ : લોકજીવનની રક્ષાનું જ લક્ષ્ય : એ લક્ષ્યથી રહિત કોઈને સજા નહિ.
આ લોકવ્રતનું વાતાવરણ : લોકજીવનની રક્ષાનું જ લક્ષ્ય : એ લક્ષ્યથી રહિત કોઈને સજા નહિ.
<center>'''લોકોનું ડહાપણ'''</center>
સૂર્ય-રન્નાદેના વ્રતમાં (‘સૂરજપાંદડું વ્રત’ : ‘કંકાવટી’) રન્નાદેને એના પતિ સૂર્યે એકાન્તમાં આ રહસ્ય બતાવ્યું : લોકજીવનમાં પડેલા સંસ્કારો વિશેની એક ડહાપણની વાત દેખાડી : રન્નાદે પૂછે છે : ‘આપણી પડોશણના છાણાં કોણ લઈ જાય છે?’
{{Poem2Open}}
શાણો સ્વામી સૂર્યદેવ જવાબ વાળે છે : ‘થોડાબોલી લઈ જાય છે, ને વત્તાબોલીને માથે પડે છે.’
આવી રહસ્યગોષ્ઠિ કોઈને કહેવાય? કહેવાય તો લોકજીવનમાં ધડાપીટ મચી જાય ને! રન્નાદે ન રહી શક્યાં, પાડોશણને જઈ ને વાત કહી દીધી. ગાળાગાળી મચી. પછી
{{Poem2Close}}
<poem>
સૂર્ય તો ઊગીને ઘેર આવ્યા ને,
તમે ચાડી ખાધી ને,
મને ગાળો ભંડાવી ને માટે શાપ દઉં છું ને,
તમે બૈરાના પેટમાં વાત નહિ ટકે ને,
તમે ભભડતાં ભભડતાં રહેશો ને,
સંતોષ ને સબૂરી નહીં વળે ને.
</poem>
શાપ તો માત્ર એક રૂપક છે, અસલ તો એ છે માનવસ્વભાવનું જ આલેખન.
<center>'''બ્રાહ્મણને રૂખસદ'''</center>
શાસ્ત્રોક્ત બુધાષ્ટમીની કથા વાંચીએ છીએ તો કમકમાં આવે છે. યમરાજ શ્યામલા નામની સ્ત્રીને પરણ્યા છે. શ્યામલાએ યમના ઘરની કોટડીઓ ઉઘાડતાં કોટડીએ કોટડીએ પોતાની માતાને અકથ્ય રિબામણો ભોગવતી દીઠી છે. કારણ? કારણ કે આગલે જન્મે એણે બ્રાહ્મણના ઘરમાંથી ઘઉં ચોર્યા હતા! ને એ હવે છૂટે શાથી? આગલે જન્મે બુધાષ્ટમીનું વ્રત કરનારી શ્યામલા એ વ્રતનું પુણ્ય પોતાની માને આપે તો જ છૂટે.
{{Poem2Open}}
નહિ નહિ, એ ભાવના લોકવ્રતોની નથી.
આટલા માટે જ શું લોકવ્રતોની દુનિયામાંથી બ્રાહ્મણને કાઢી મૂકવામાં આવેલ નથી લાગતો? સ્ત્રીઓને વેદ વાંચવા-ભણવાની કે ઋચાઓ ને મંત્રો બોલવાની મના હતી તેની સામે આ મૂંગો બળવો તો નહિ હોય? સ્ત્રીઓએ અને પ્રાકૃત જનોએ પોતાની જાણે પોતાનું જ દેવમંડલ સરજી લીધું, પાપ-પુણ્યના દોષાદોષના ખ્યાલો પણ નિરાળા નક્કી કર્યા, જીવનમાં પડતી આંટીઘૂંટીઓના ઉકેલ પણ એમણે પોતાની રીતે યોજ્યા.
{{Poem2Close}}
<center>'''બે જુદાં દેવમંડળો'''</center>
આખું દેવમંડળ જ લોકવ્રતોમાં સ્વતંત્ર અને સુંદર છે. એ દેવોની દેહમુદ્રા, વાંછના અને શક્તિઓ પણ ભિન્ન છે. સ્કંદપુરાણની શાસ્ત્રોક્ત શીતળા આવી છે : ‘ગધેડા ઉપર બેઠેલાં : નગ્ન : સાવરણી અને કલશ સહિત : સૂપડા વડે શોભતું મસ્તક!’ લોકોની શીતળા એક દુઃખિની દેખાતી ડોશી છે. શીતળા સાતમનાં આ બે વ્રતો વચ્ચે અણુમાત્ર પણ મળતાપણું નથી. શાસ્ત્રોક્ત કોકિલા-વ્રતની કોકિલા તો કોઈ દેવી છે, જગન્માતા છે, અંબિકારૂપ છે. દક્ષના યજ્ઞનો નાશ કરનાર પાર્વતીને શાપીને શંકરે પૃથ્વી પર કોકિલા પંખી સરજાવ્યાં છે. લોકોના કોયલ-વ્રતની કોયલ તે સાચી કોયલ જ છે. એને કોઈ પૂર્વ-ઇતિહાસ નથી. નિસર્ગ અને માનવી, બેઉ વચ્ચે કડીરૂપ બનતું આ વ્રત માગે છે શું? કે દરેક વ્રતની એ ચૈત્ર-વૈશાખના પ્રભાતે પ્રભાતે વનઘટાની નીચે જઈને કોયલને ટહુકા પાડવા : ટહુકાની સામે કોયલનો ટહુકો મળે તો જ જમાય. એમાં રસિકતા છે, કુદરતને ખોળે ખેલન છે, શુષ્ક વૈરાગ્ય નથી, પરજન્મોની વાત નથી, આ જન્મોનો આમોદ છે : અને —
<poem>
કોયલ વેદ ભણે
કે ઘીના દીવા બળે.
</poem>
<center>'''સંધ્યાનો ઉત્સવ'''</center>
એ વ્રતમાં જોડકણું વ્રતમાં મૂકીને કવિતાને વ્રતની બહેન બનાવી આપી છે. જેમ શાસ્ત્રોક્ત મૌનવ્રત છે તેમ લોકવ્રતોમાંયે મુનિવ્રત છે. પહેલામાં બ્રાહ્મણની પૂજા કરવાની વગેરે જટિલ વિધિક્રિયાઓ છે, જ્યારે લોકવ્રતની અબોલા તો હમેશ સંધ્યાકાળે આભના પ્રથમ તારલાને વરતી કાઢે ને ગામના દહેરામાં કાંસાની ઝાલરો ઝણકારાતી સાંભળે એટલે બસ —
<poem>
અંટ વાગે
ઘંટ વાગે
ઝાલરનો ઝણકાર વાગે
આકાશે ઊગ્યા તારા
બોલો મુનિબાળા!
</poem>
{{Poem2Open}}
એવા કવિતા-બોલ બોલીને મૌનવ્રત છોડતી હોય છે. એમાં બાહ્મણ નથી. એ તો છે સોહામણી ગ્રામસંધ્યાનો ઉત્સવ. ગગનના તારલાને, ગ્રામદેવળની ઝાલરને અને અબોલ વ્રતિનીના પ્રથમોચ્ચારણને, ત્રણેયને એ વ્રત એક દોરે પરોવે છે. ખુદ પૂજા જ એક બાલક્રીડા બની જાય છે.
{{Poem2Close}}
<poem>
હું પૂજું બોરડી રે બોરડી
મારા વીરની ગા ગોરડી!
હું પૂજું આકડો રે આકડો
મારા વીરનો ઢાંઢો વાંકડો!
હું પૂજું પોદળો રે પોદળો
મારી સાસુ રોદળો રોદળો!
</poem>
<center>'''વ્રતોનાં ક્રીડાંગણો'''</center>
પ્રત્યેક પૂજન કન્યાની અપ્રકટ મન:કામનાને પ્રકટ થવાનું ઓઠું માત્ર બની જાય છે. ને વ્રતોનાં ક્રીડાંગણોમાં તો —
<poem>
ચાંદા! ચાંદલી-શી રાત
ચાંદલી-શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે
</poem>
એમ ચાંદનીની રાહ જોવાય છે, તથા ઘોડે ચડીને આવનારો ભાઈ —
<poem>
લાવશે લાવશે
મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોર
</poem>
{{Poem2Open}}
એમ ફૂલોની જ ઝંખના રમે છે.
બાકી શાસ્ત્રોક્ત વ્રતોનું તો કોઈ સરું નથી. એની સંખ્યા, એની વિધિક્રિયા, એનાં નિષેધો ને બંધનો વ્રતની સૃષ્ટિને માનવસંસારનું એક કારાગૃહ બનાવી મૂકે છે. લોકવ્રતોની સંખ્યા અલ્પ છે; આંટીઘૂંટી ઓછામાં ઓછી છે, ને એની દુનિયા આમોદપ્રમોદ કરાવતી, ઋતુ-ઋતુના રસોની નીકો વહેવરાવતી મોકળી દુનિયા છે.
{{Poem2Close}}
<center>'''શાસ્ત્રોથી સ્વતંત્ર'''</center>
દસ-બાર વ્રતકથાઓ ‘કંકાવટી’ મંડળ બીજામાં મુકાયેલી છે. એટલી જ બીજી કથાઓ ‘કંકાવટી’ મંડળ પહેલામાં પણ આવી ગઈ છે. એ વાર્તાઓને શાસ્ત્રોનો કે બીજા કશાનો આધાર નથી. વ્રત રહેનારી પણ સમજે છે કે એ વાર્તાઓ લોકસંસારના અમુક જીવનવહેણને રજૂ કરનારી સાહિત્યરચનાઓ જ છે. શાસ્ત્રભાખ્યું કોઈપણ પાત્ર એમાં આવતું નથી. શાસ્ત્રના શંકરથી આ વાર્તાઓના શંકર જુદા છે. શાસ્ત્રના સૂર્યથી પ્રાકૃત વ્રતકથાના રાંદલપતિ સૂર્ય નિરાળા છે. શાસ્ત્રની વૈતરણીને ને આ કથા માંહેલી ગાયને, શાસ્ત્રની વૃંદાવતાર તુલસીને ને આ વ્રતોની તુલસીને કોઈ જાતનાં લેવાદેવા નથી. સોગઠે રમતાં કે ખેતરોમાં વિચરતાં શંકર-પારવતી આપણા વાર્તાસર્જકોનાં સ્વતંત્ર પાત્રો છે. લોકવ્રતોની વાતોના જમરાજા અને ધર્મરાજા પણ પ્રાકૃત લક્ષણે કરીને અંકિત છે.
<center>'''સાહિત્યની કૃતિઓ'''</center>
વળી આ વાર્તાઓમાં પાત્રો બની વિચરતા ઘણકો-ઘણકી, વાંદરી, ખિલકોડી, બોકડો વગેરે પણ વાર્તાગૂંથણમાં પડતા બુટ્ટાઓ જેવાં છે. એને કોઈ પણ શાસ્ત્રકથાનો આધાર નથી. પ્રાકૃત લોકો પાકેપાકું સમજતા કે આપણે આ કલ્પિત વાર્તાઓ કહીએ-સાંભળીએ છીએ, શાસ્ત્ર નહિ. મતલબ કે વ્રતોની વાર્તાઓ શુદ્વ સાહિત્યની કૃતિઓ છે. જગતની આદ્ય નવલિકાકાર નારી છે. સ્ત્રીએ સમાજને અવલોકીને આ વાર્તાઓમાં આલેખ્યો આલેખીને જ એ ન બેસી રહી, એકે બીજીને કહી, બીજીએ ત્રીજીને, હજારોને, લાખો-કરોડોને, પેઢાનપેઢી.
{{Poem2Open}}
આમ આ વાર્તાઓ શુદ્વ લોકવાર્તાઓ હોવાથી લોકવિદ્યા (‘ફોકલોર’)નું એક અંગ બને છે. સ્ત્રીઓની હોવાથી મહત્ત્વનું અંગ બને છે. જમાને જમાને રચાતા અને ભાંગતા લોકસંસારે એમાં પોતાની આપવીતી લખી આપી છે.
{{Poem2Close}}
<center>'''ઇતિહાસનું પગેરું'''</center>
ને જમાના પછી જમાનાના કાળઘસારા પોતાની જે જે પગલીઓ પાડતા ગયા છે તેનું પૂરું પગેરું હજુ આપણે ક્યાં કાઢી નાખ્યું છે? આપણે પોતે માનવી, પણ જાણ્યો નથી પૂરો માનવ-પેઢીઓનો જ ઇતિહાસ, માનવીના આશ્વાસ-નિ:શ્વાસનો ઇતિહાસ, એને હરએક ખૂણે ખૂણે ઊભા રહીને વાંચીએ તોપણ એનું વાચન ઝટ પૂરું નથી થવાનું. આ વ્રતોની વાર્તા આપણને પગેરું આપે છે : પ્રાકૃત ગણાતા જનમાનસની પગલીનું પગેરું. ‘ભે-બારશ’ની વાર્તા લ્યો. (‘કંકાવટી’.)
<center>'''માનવતા જીતે છે'''</center>
ભે-બારશનું વ્રત જ ગામના જળાશયની આબાદી માટે ઊજવાય. લોકસમાજની પ્રાણ-નાડી એની પાણીની સગવડ. ગામનાં નીરનવાણ અખંડિત રાખવાનો ભાર ગામના વેપારી વાણિયાને શિરે જ હોય, ને તળાવ ખોદાવવું એ તો માનવીનું કામ; પણ મેહ કાંઈ માનવીના વરસાવ્યા થોડા વરસતા હતા તે દિવસોમાં! (એ તો વિજ્ઞાને આજે કર્યું.)
{{Poem2Open}}
મેહ તો માનવીથી પર સત્તા. કોઈક દૈવી-આસુરી સત્ત્વને સંતોષવું રહ્યું. પુરોહિતે નાના બાળનો બત્રીશો સૂચવ્યો. તે સાંભળીને ‘વેવારિયા વાણિયાને તો કંપારી વછૂટી….. હૈયું હાલે નહિ’… ચોરની રીતે ભોગ ચડાવ્યો. પણ ત્યાંય માનવતા જીતી. પેટીમાં છોકરાને પૂર્યો, જોડે ઘીનો દીવો અને ખાવાનું પણ મૂક્યું. પેટી તળાવમાં દાટી. આભ તૂટી પડ્યો. તળાવ છલકાયું. પેટી તરવા લાગી. દીકરાની મા પિયર હતી. તે પતિના પુણ્યે પાણી છલક્યું સાંભળી દોડી આવી. પેટી અની પાસે તરતી આવી. પેટીમાં તો એનો બાળ જીવતો રમે છે! પણ તે દરમ્યાન ઘેરે તો એ ઘોર કૃત્યની શરમે સૌ ઘરમાં પુરાઈને બેઠાં હતાં. એની ડંફાસ નહોતી; પાણી વરસાવ્યાની કૃતાર્થતા પણ નહોતી. કરેલું કૃત્ય ઘાતકી હતું તેનું ભાન સર્વોપરી બન્યું. “વહુ દીકરી! અમે તો અમારું કાળું કરી ચૂક્યાં’તાં, પણ તારાં સત તે તળાવ ભરાણું. તારાં સત તે દીકરો જીવ્યો… વહુને તો વેવારિયો વાણિયો પગે પડ્યો છે.” એવી એની સમાપ્તિમાં સૂર છે શુદ્ધ માનવતાનો.
{{Poem2Close}}
<center>'''કણી કણી વહેંચી છે'''</center>
રખે આપણે આ વાર્તાનું મધ્યબિંદુ ચૂકીએ. દીકરો ચડાવવાથી નવાણ ભરાય એ મધ્યબિંદુ નથી, પણ લોકરક્ષાનો કારમો ધર્મ અદા કરવામાં જે માનવતાનાં મૂલ્ય ચૂકવવાં પડે છે, તેની ભાવના જ મધ્યબિંદુએ છે. અને ભવિષ્યમાં કોઈને આવાં કારમાં મૂલ્ય ચૂકવવાં ન પડે તે માટે થઈને આવા બલિદાનની કણી કણી કરી લાખો સ્ત્રીઓ વચ્ચે ભે-બારશના વ્રતની તપશ્ચર્યારૂપે વહેંચી નાખી છે.
<center>'''પત્નીની સેવા'''</center>
‘રાણી રળકાદે’ની કથામાં ગભરુ અને કમજોર ગ્રામ્ય પતિઓ પોતાની સ્ત્રીને સંયુક્ત કુટુંબ-જીવનની સતાવણીઓમાંથી ઉગારવાની ઉગ્ર કામના કરી. જીવનભર બીજી તો કશી જ પત્નીસેવા એ નહોતો કરી શક્યો, પણ જતાં જતાં સ્ત્રીના વાસીદાનું છાણ ઉપાડીને પાદર સુધી નાખતો ગયો. એ એક જ સેવાકાર્ય એને છાણમાંથી સોનું બની જવા રૂપે ફળ્યું? કે એના કોઈ પુરુષાર્થને જાગ્રત કરનાર આત્મબળ લેખે ફળ્યું? આપણે નથી જાણતા. લોકકથા ચમત્કારનું શરણ લઈ આકર્ષક બનવા મથે છે, ચમત્કાર વાર્તાની ગતિને જબરો વેગ આપે છે. અથવા સાચા જીવનમાં પણ રંકોનું આકસ્મિક ધનિક બની જવું એ ક્યાં અસંભવિત છે? પણ વાર્તાનું હાર્દ તો રહેલું છે તે પતિની લોકસેવાઓમાં.
{{Poem2Open}}
વાર્તાના એ હાર્દને વધુ હૃદયંગમ કરનાર તો બાપડી રળકાદેનાં વીતકો છે. એના નામે જ્યારે પગલે પગલે પુણ્ય પોકારાઈ રહેલ છે ત્યારે જ, તે જ પળે તેના માથા પર તો પીટ પડી રહી છે. વાર્તાગૂંથણની એ કલા છે. સંસારી સુખદુઃખોની ખડબચડી શિલાઓમાં થોડાંક જ ટાંકણાં મારીને આવા સ્પષ્ટ ઘાટની પ્રતિમા કંડારનાર વાર્તાકારની બુદ્ધિ નક્કી કોઈ શિલ્પીની જ હશે. (‘કંકાવટી’.)
{{Poem2Close}}
<center>'''શંકર–પારવતી'''</center>
મેળાપ જેનો અશક્ય છે, પણ માનસિક સૃષ્ટિમાં જેને મળવું મીઠું લાગે, જેનું આ જગત પર મોજૂદ હોવું અવૈજ્ઞાનિક છતાં વાર્તાજગત વાસ્તવિક તેમ જ સુંદર ભાસે છે, તે છે પેલાં બે જણાં : શંકર અને પારવતીજી. ‘ખિલકોડી વહુ’ની વાર્તામાં આપણે એ બન્નેની સાદી સંસારદૃષ્ટિ દીઠી : માનવીની મનોવસ્થાને એમણે પોતાની જાતહાલત પરથી પારખી. પારવતીજીએ કહ્યું, આ ખિસકોલીને માનવી કરો. શંકરે પાડી ના, પારવતી માખી થઈ ને પતિની જટામાં પેઠાં, ઘડીપલમાં તો શિવજી વિજોગે ઝૂરી ઊઠ્યા, પારવતીજીએ પ્રકટ થઈને કહ્યું : ‘આપણે બેને એકબીજા વગર ઘડી પણ ન ચાલે, તો પછી આ બન્ને જણાંના કાયમી તલસાટોનો તો વિચાર કરો, હે સ્વામી! આ એમની વિચાર-ચાવી. આખી વાર્તા ની જ એ પ્રાણ-ચાવી. ‘આત્મવત્ સર્વભૂતેષુ’ની લાગણી.
<center>'''વાર્તામાં વ્યવહારબુદ્ધિ'''</center>
એ જ બંનેને આપણે પૃથ્વી પર વિચરતાં નિહાળીએ છીએ : ક્યાંક કોઈકની ચિંતાઓ કરતાં તો ક્યાંક વળી લહેરતી સોગઠાબાજીની રમત માંડતાં. ‘શ્રાવણિયા સોમવાર’ની વાર્તા માંહેલો કંગાલ બ્રાહ્મણ એ હારજીતની રમતનો નિર્ણાયક બન્યો. દ્રવ્યની લાલચ એની ન્યાયવૃત્તિને ખાઈ ગઈ. બાહ્ય દેખાવો પરથી એણે ભૂલ ખાધી. ‘સાચેસાચું’ કહ્યું ત્યારે જ એનો સંસાર ઠેકાણે પડ્યો. (‘કંકાવટી’.)
{{Poem2Open}}
અહીં ‘સત્ય બોલવું’ એ ઈશ્વરી આદેશ ન બની ગયો. જગતના વ્યવહારમાં સત્ય બોલવું એ એક સુખાકારી નિયમ છે, સલામત સાધન છે, સામાજિક શિસ્તની વસ્તુ છે.
{{Poem2Close}}
<center>'''એક જ ભયાનકતા'''</center>
મૃત્યુ પછી જાતજાતનાં જન્માંતરો છે તે તો બીજી વાર્તાઓમાં નોંધાયું છે પણ મૃત્યુ પછીની છેલ્લી સુગતિએ પહોંચીએ તે પૂર્વે રસ્તામાં કેટલીક ભયાનક સ્થિતિઓ ઓળંગવી પડે છે, તેનો ચિતાર તો એક ‘ધર્મરાજાના વ્રતની વાત’માં જ જડે છે. સ્વર્ગ અને નરક આ લોકવ્રતોની દુનિયામાં અહીં એક જ વાર દેખા દે છે. પૌરાણિક દૃષ્ટિનો આ જરી જેટલો જ પાસ અહીં લોકદૃષ્ટિને લાગવા પામ્યો છે. તેમ છતાં એ વ્રતની અંદર આવતો ભયાનક ચિતાર સાવ સરળ બની ગયો નથી ભાસતો? (‘કંકાવટી’.)
<center>'''સાંસારિક ફરજો'''</center>
ધર્મરાજાનું વ્રત કરવા માનવજીવ છેક ત્યાંથી પાછો આવે છે : એને પાછા જતાં માર્ગમાં મુશ્કેલીઓ ઓળંગવી પડે છે તે પણ સાવ સાદાં સાધનો વડે : વહેતા પાણીમાં મૂકેલા દીવાનું પુણ્ય, જોડાનાં દાન દીધાનું પુણ્ય, ગાયના ફાળિયાં (દુપટ્ટા)નાં ને નિસરણીઓનાં દાનનું, ગામના સાંઢને ખીસરના દા’ડે ઘાસ નીરવાનું, કૂતરાને રોટલા નાખવાનું, આ બધાં પુણ્યો કંઈ પુણ્યો નથી; લોકજીવનનાં સરળ રોજિંદા કર્તવ્યો છે. એટલે કે સંસારી જીવનની સર્વવિધ નાની ફરજોને અદા કર્યા પછી મરનાર માનવીને કોઈ દુર્ગતિ નડે નહિ. એનો પંથ મોકળો છે. બિભીષિકાઓ એને ડરાવી શકતી નથી. ને છેવટે તો ધર્મરાજા ખુદની સત્તા પણ માનવજીવનની કર્તવ્યપરાયણતામાંથી ઉત્પન્ન થયેલ સિદ્ધિની સામે નબળી બને છે : ધર્મરાજાએ જેમને પોતાની વાર્તા સાંભળવાની ના પાડવાના ગુનાસર લોહીપરુના કુંડમાં નાખેલ છે, તેને આ તરેલો માનવજીવ એકલો જ ‘સોનાની ઝારી ને જળનું ટીપું’ વાપરી બહાર કાઢે છે. દેવની ‘ના’ નકામી બને છે.
<center>'''શ્રમજીવીઓની સમસ્યા'''</center>
લોકજીવન વિશેષ કરીને તો શ્રમજીવન હતું. એની સમસ્યાઓ પણ આજની જે છે તે જ હતી. અતિશ્રમના બોજ લાદનારી જુલમી સમાજ-વૃત્તિઓ સામે આ વ્રતોના પ્રબંધો એક ઈલાજરૂપ, રાહતરૂપ, બલકે બંડરૂપ હતા. એવું બંડ ‘અગતાની વાત’માં નોંધાયું છે. દિવસરાત કાળી મજૂરી ખેંચાવનાર સાસુને મહાત કરવા માટે બીજી બધી યુક્તિઓ નિષ્ફળ ગયા પછી વહુઓએ પોતે જ દેવીઓનાં રૂપ લીધાં. સાસુને ત્રાસ પોકરાવી મૂક્યો. એટલે વ્રતોની દુનિયા કેટલી નિર્બંધ, રમતિયાળ, વિનોદપૂર્ણ, અને જરૂર પડતાં તો વિનયહીન પણ બની શકે છે, તેનો આ કથા એક સચોટ ખ્યાલ આપે છે. (‘અગતાની વાત’ : ‘કંકાવટી’.) કામગીરીના દિવસોમાં ગાળે ગાળે અગતા-અણોજા ગોઠવનારી સમાજરચના આવાં ‘અવિનયી’ બંડોનું જ પરિણામ હશે ને!
<center>'''વાર્તાકલાની આવડત'''</center>
ગાયવ્રતની અને સૂર્યવ્રતની, એ બન્ને ગુજરાતી કથાઓ એની લહેકાદાર ડોલનશૈલીએ કરીને વાતાવરણ સરજાવે છે. એના પ્રત્યેક વાક્યે ‘ને’નો વિસામો મુકાયો છે. જાણે કે વાર્તા પોતે ચાલતી ચાલતી તાલબંધ પગલાં માંડે છે. વાર્તાના પ્રદેશમાં આ નવતર શૈલી લંબાણને હિસાબે ઘણી સફળ થઈ કહેવાય. ‘કીડીથી કંજર સુધી’ સર્વને જમાડીને જમવાનો જીવનધર્મ સમજનાર સૂર્ય આ વાર્તાનું પરમ સુંદર પાત્ર છે. પ્રભાતે રવાના થતાં એ સાકરનું પાણી સુધ્ધાં પીતા નથી, કારણ કે સર્વ જીવજંતુને જમાડી પછી જ જમવાનો એનો નિયમ છે. એની પરીક્ષા પણ મર્મભરી બને છે. પત્ની રન્નાદે એ ડાબલીમાં કીડી પૂરી દીધી — એને ભૂખે મારીને સૂર્યદેવને જૂઠા પાડવા માટે! ને આપણે સ્તબ્ધ બનીએ કે કીડીનો બચાવ શી રીતે થઈ શકશે? ત્યાં તો રન્નાદેના પોતાના જ લલાટના ચાંદલામાંથી ચોખાનો એક દાણો ડાબલીમાં ખરીને કીડી જોડે પુરાયો હોય છે તે ખાતી ખાતી કીડી, સાંજે ડાબલી ઊઘડતાં, સૂર્યદેવની સત્યતાનું ને રન્નાદેની ભોંઠામણનું કારણ બને છે! આ ઘટનાને કોઈ શાસ્ત્રોક્ત વ્રતની કથા ન જ સરજાવી શકે, કારણ કે એવું સર્જનકાર્ય બારીક કલાને માગી લે છે. એવી કલા આપણા લોકવાર્તાકારોમાં હતી.
<center>'''શબ્દચિત્રો'''</center>
વ્રતોની વાર્તાકલામાં કેટલાંક શબ્દચિત્રોની રચના સાવ જ અનોખી છે :
<poem>
આઠ માસ નવ માસ
નવમે માસે દુખવા આવ્યું
બેન રે, બાઈ રે,
શું કરું, શું નહિ?
ખાંયણિયામાં માથું ઘાલ્યું
કોઠી વચાળે પગ ઘાલ્યા.
</poem>
એક નવપરિણીત વ્રતિનીના પ્રસવની પીડા આટલી નિરાધારી બીજા કયા બોલ આલેખી શકે? ને પછી તરત જ પ્રસવ થવાનો આનંદ આલેખેલો જોઈએ :
<poem>
રાણીને છોકરો આવ્યે
રાજાની આંખમાં ફૂલના દડા પડ્યા
ઘીના દીવા રાણા થયા.
</poem>
આ શૈલી ઉમરેઠ (ચરોતર) બાજુના ગુજરાતની તળપદી છે. ગુજરાતના લોકસાહિત્યનું સંશોધન કરવા લલચાવે તેવા આ પ્રયોગો છે. એ જ વાર્તામાં દુખિયારી મા અને અજ્ઞાન બાળકના મિલનનો પ્રસંગ આવો છે :
<poem>
એ તો જમવા આવી ને
ઉકરડાની ટોચે બેઠી
છોકરો પીરસતો માની ઘાલે આવ્યો
કાપડાની કસ ટૂટી
છઠ્ઠીનાં ધાવણ છૂટ્યાં.
</poem>
આવી ખૂબીઓ ‘કંકાવટી’માં છલોછલ પડી છે. વ્રતસાહિત્યનો પ્રદેશ પૂરેપૂરો સમજવા તેમ જ માણવા માટે બંને મંડળનું વાચન કરવાથી ઘણી મદદ થશે.
<center>'''કેટલીક ચાવીઓ'''</center>
ઘણીવાર લોકસાહિત્ય દ્વારા તે વેળાનો સમાજ સમજવામાં કેટલીક અધૂરી ચાવીઓ લગાવાય છે. દાખલા તરીકે લોકવ્રતોમાં ‘રાજા’ શબ્દ આવે છે. આખો પ્રસંગ નિહાળવાથી સૂઝ પડશે કે લોકવ્રતોમાં આલેખાયેલો સમાજરચનાનો રાજા એટલે સાધારણ કોઈ સાહસિક લડવૈયો, જેની મા —
<poem>
ડોશીએ તો ફાટલો સાલ્લો પેર્યો
ફાટલું શું કાપડું પેયું
માથે કોદરાની થાળ લીધી
એ તો વધાવા ગઈને
</poem>
{{Poem2Open}}
— આવી હોય છે. સૂર્ય સરીખાની મા પણ રાંધેચીંધે છે. ગરીબ-ધનિકના ભેદ છેક જ આછા છે.
{{Poem2Close}}
<poem>
ભાંગે ઠીકરી
તો લઉં દીકરી.
</poem>
{{Poem2Open}}
એવાં વાક્યો પરથી અનુમાન થાય છે કે લગ્નરચના બહુ વિષમ હશે. ઘણીવાર એવા પ્રયોગો આમોદના, પ્રેમામોદના પણ હોય છે. સૂર્ય કોઈ પણ પ્રકારે રન્નાદેને પરણવા માગે છે, માટે માએ પરિહાસયુક્ત યુક્તિ કરી હશે. લોકસાહિત્ય પરથી સમાજની અવસ્થા કલ્પવામાં તેમનાં આમોદપ્રમોદથી અંકિત મર્મવાક્યો સાચા અર્થમાં સમજવાં જોઈએ.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous =
|next =
}}
26,604

edits

Navigation menu