રાણો પ્રતાપ/દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’|}} {{Poem2Open}} પ્રત્યેક ઐતિહાસિક...")
 
No edit summary
Line 28: Line 28:
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે ઐતિહાસિક સ્થળ-કાળ અને સંયોગોનું વાતાવરણ જમાવવા વિશેનો પ્રશ્ન લઈએ : અને એકસામટાં દ્વિજેન્દ્રનાં તમામ ઇતિહાસ-નાટકો વિશે આપણે વણખંચાયે કહી શકીએ છીએ કે ‘લોકલ એન્વાયરનમેન્ટ’ (સ્થાનિક વાતાવરણ) એમાં લગભગ નથી જ હોતું. એનાં પાત્રોને હરકોઈ જમાનાનાં નામો આપી દઈએ, તો તેથી કશો ફેરફાર આપણને જણાતો નથી. ઘટના રાજપૂતાનામાં બની કે મહારાષ્ટ્રમાં, કે બંગાળામાં, તે સૂચવનાર ચોક્કસ રંગો ગેરહાજર છે. અકબર, પ્રતાપ વગેરે નાના-મોટાં, નર અને નારી, તમામ પાત્રો એક જ રીતે બોલેચાલે છે. ઘટનાઓ વીસમી સદીમાં બની કે સત્તરમી સદીમાં, તેનો કશો અવાજ આલેખનમાંથી ઊઠતો નથી. આવું આલેખન દ્વિજેન્દ્રની અશક્તિમાંથી નીપજેલું છે, કે ઇરાદાપૂર્વક એણે અંગીકાર કરેલું છે, તે નક્કી થઈ શકતું નથી. એક બાજુ જેમ એણે રાજપૂતાનાનો પ્રત્યક્ષ સમાગમ ન કર્યો હોઈ કદાચ એ અશક્તિને લીધે પાત્ર, સ્થળ ને સમયનું આધુનિકતાભર્યું ને એકસૂરીલું આલેખન કરેલું હોવાનું સંભવિત છે, તેમ જ બીજી બાજુ રા. મુનશીએ પોતાનાં નવલોમાં જેનું અનુકરણ કર્યું છે તે ડૂમા-સંપ્રદાયના જ એક લક્ષણ તરીકે દ્વિજેન્દ્રે આવી રીતિ ગ્રહણ કરી હોવાનો પણ સંભવ છે. કવિ ન્હાનાલાલની રીતિ એથી ઉલટી છે. એમનાં ‘મોગલ નાટકો’ ઝીણી વિગતો પરત્વે પણ મોગલ-જીવનની અખંડ એક છાપ ઉઠાવી રહ્યાં છે. અંગ્રેજ કવિ સર વૉલ્ટર સ્કૉટની માફક આ પ્રશ્નની ચર્ચામાંથી જ ત્રીજા નંબરની કસોટી પર આપણે અનાયાસે આવી પડીએ છીએ.

{{Poem2Close}}
<center>'''પ્રધાન સૂર'''</center>
{{Poem2Open}}
ત્રીજું ધોરણ છે નાટકનો પ્રધાન સૂર તપાસવાનું : ઐતિહાસિક વાતાવરણના બારીક આલેખન પ્રત્યેની નાટ્યકારની અવગણનાના પ્રશ્નનો ઉત્તર આંહીં સમાયો છે. સ્કૉટે રચ્યું, તે મધ્ય યુગની રંગબેરંગી, અદ્ભુત (‘રોમૅન્ટિક’) છબીને એનાં બલાબલો સહિત હૂબહૂ આલેખવા માટે; ન્હાનાલાલ રચે છે તે ઐતિહાસિક પાત્રોની ભાવના-ફોરમો ફેલાવી તે તે પાત્રોને ન્યાય આપવા માટે; પરંતુ દ્વિજેન્દ્રે તો લખ્યું રાષ્ટ્ર-ઉત્થાન કિંવા જાતિ-ઉત્થાનની સીધી સ્ફુરણાઓ ચેતાવવા માટે. અકબર-પ્રતાપના વિગ્રહના ઇતિહાસમાં દ્વિજેન્દ્ર આપણા દેશના નૂતન સ્વાધીનતા-યુદ્ધનું પ્રતિબિમ્બ નિહાળે છે : એક પરદેશી જાતિની અન્ય જાતિ પર સામ્રાજ્ય-સ્થાપના પોતાના શાહીવાદમાં સર્વ દેશી શક્તિઓને વાળી લેવાનું કૌટિલ્ય : સ્થાનિક સંસ્કૃતિને વિદેશી સંસ્કૃતિનું ધીરું વિષ–પ્રદાન અને તેની સામે પછાડા મારતી સ્વાતંત્ર્ય-ઘેલડી એકલ મહત્તા : પછી? પછી સ્ત્રી-સન્માનની નવજાત ભાવના : જાતીય સંસ્કૃતિની પામર સંકુચિતતા આંતર્લગ્નનો સંદેશ : આ બધા આધુનિક પશ્નોને, ન કળાઈ જાય છતાં કાળજામાં અકળામણ જન્માવે તેવી દક્ષતાથી, દ્વિજેન્દ્રે ‘રાણો પ્રતાપ’માં ગૂંથેલા છે. મીઠી મીઠી વિષ-ફૂંકો લગાવતો એ અકબરરૂપી કુટિલ શાહીવાદ માનસિંહ જેવા દિગ્વિજેતા રજપૂતને કેવી રીતે ભક્ષી શક્યો, વિલાસિતાએ રજપૂતોને નિર્વીર્ય કરવા આંતરજાતીય લગ્નનું કેવું મોહક રૂપ લીધું, અને જાતિ-ગુમાનના વધુ પડતા દુરાગ્રહે પ્રતાપને હાથે શક્તસિંહનો કેવો કરુણ ત્યાગ કરાવ્યો, એ આ નાટકના પ્રધાન સૂરો છે. એટલે જ અકબરનું પાત્ર દ્વિજેન્દ્રના હાથમાં પડીને જગતથી જુદી જ રીતે ઉકેલાય છે. અને પ્રતાપની મહત્તાને આવરનારી અતિકૃપણ કોમ-દૃષ્ટિને દ્વિજેન્દ્રે કેવી રીતે પ્રહારો કર્યા છે? મુસ્લીમ કન્યા દૌલતને પરણવાના અપરાધ (!) કારણે રાણા તરફથી દેશવટો મળતાં શક્તસિંહ આવા ઉદ્ગારો કાઢે છે :
પ્રતાપ! તું દેવ ખરો! પરંતુ એ પણ દેવી હતી. તેં મારી આંખો ખોલીને પુરુષની મહત્તા બતાવી, પુરુષને હું સ્વાર્થ સમજતો હતો; તેં દુનિયામાં ત્યાગનો મહિમા દેખાડ્યો. તેમ સ્ત્રીજાતિને હું તુચ્છ, કદાકાર પ્રાણી સમજતો હતો; પણ દૌલતે સ્ત્રીજાતિનું સૌંદર્ય દેખાડી દીધું. ઓહો! કેવું એ સૌંદર્ય! આજ પ્રભાતે તો એ મારી સન્મુખ ઊભી હતી. કેવું તેજોમય એ મોં! કેવું મહિમામય! ને કેવું વિશ્વવિજયી રૂપથી વિભૂષિત! મૃત્યુને પેલે પારથી આવીને સ્વર્ગની કાંતિ જાણે એ વદન પર ઝળકતી હતી. એની સારી જિંદગીનું સંચિત પુણ્યજળ જાણે એ મોંને પખાળી રહ્યું હતું, પૃથ્વી પણ જાણે એના પગ તળે સ્થાન પામીને પુનિત બની હતી. કેવી એ છબિ! હત્યાદેવીના નિઃશ્વાસરૂપ એ ધુમાડાની વચ્ચે મૃત્યુનાં એ પ્રલયકારી મોજાંઓ વચ્ચે, જિંદગીની સમી સાંજના એ લગ્નટાણે, અહો કેવી એ મૂર્તિ!
{{Right|[અંક 5, પ્રવેશ 3]}}
એ રીતે દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’ એટલે સ્ત્રી અને પુરુષ બન્નેની મહત્તાનો સંદેશ, અને તે દ્વારા નવ-જાગૃતિનો નિત્યનૌત્તમ નિઃસીમ અવાજ.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu