રાણો પ્રતાપ/દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 37: Line 37:
<br>
<br>
એ રીતે દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’ એટલે સ્ત્રી અને પુરુષ બન્નેની મહત્તાનો સંદેશ, અને તે દ્વારા નવ-જાગૃતિનો નિત્યનૌત્તમ નિઃસીમ અવાજ.
એ રીતે દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’ એટલે સ્ત્રી અને પુરુષ બન્નેની મહત્તાનો સંદેશ, અને તે દ્વારા નવ-જાગૃતિનો નિત્યનૌત્તમ નિઃસીમ અવાજ.
{{Poem2Close}}
<center>'''કલાવિધાન'''</center>
{{Poem2Open}}
એ સંદેશ કેવી કલાદૃષ્ટિથી ગુંથાયો? એ ચોથો પ્રશ્ન છે. અને એ પ્રશ્નના ઉત્તરમાં દ્વિજેન્દ્રનો વિજય ગુંજી ઊઠે છે. નાટક ઐતિહાસિક છે, છતાં એનાં પાત્રો એટલે કેવળ બીબામાં ઢળાઈને અથવા આરસામાં કોતરાઈને અવલથી આખર સુધી એવાં ને એવાં અક્કડ, અવિચલિત, નિષ્પ્રાણ રહેતાં પૂતળાં નહિ; એનો પ્રતાપ એટલે નરી ટેક ને નર્યું શૌર્ય નહિ; પ્રતાપને પણ જાતિ અને દેશનાં અભિમાનની અંતરાલે દાંપત્ય, વાત્સલ્ય, ડગમગ મનોદશાની ગંભીર ઘડીઓ, અને એની મહાનુભાવતાને હણતું કોમી અભિમાનનું સાંકડું માનસ : વગેરે રગે રંગાતા જવું પડે છે. અકબરને પણ કુટિલતા, વિલાસિતા, વત્સલતાનું દૌર્બલ્ય, ઘણી ઘણી વાર મનની છેક જ ક્ષુદ્રતા વગેરે માનવસહજ પ્રકૃતિની વચ્ચે ચલાવી નાટ્યકાર એની મહત્તા પર તેજછાયાની રેખાઓ આંકે છે. શક્તસિંહ પ્રથમપહેલો દેખાય છે ત્યારે નાસ્તિક, નિર્મમ, જડવાદી ચિંતક હોય છે. પછી એની અંદર ઊંડાણેથી શંકા અને સ્વાર્થ ડોકાય છે. પછી વૈરની વાસના જાગે છે. સાથોસાથ જન્મગત વીરત્વના સંસ્કારો વિલસે છે. પછી બાંધવપ્રેમનો ઉદય, અને આખરે દંપતી-સ્નેહના ઉચ્ચગામી નિઃશ્વાસો : આટલાં આટલાં પરિવર્તનો આવે છે. પણ તે સામાન્ય નાટ્યકારની પ્રથમથી જ નિરધારી મૂકેલી ઢબે નહિ; એ પરિવર્તન પુષ્પની પાંદડીના એકસરખા વિકાસ જેવું પણ નથી. એ તો છે સંધ્યાના રંગોના વિકાસ સરખું. કૈક આકાંક્ષાઓ ને ઊર્મિઓ આછે ને ઘેરે રંગે રમવા નીસરે છે. એ જ રીતે મેહેર અને દૌલતને તપાસો. ખેલતીગેલતી બે યુવતીઓ ધીરે ધીરે બન્નેના વ્યક્તિગત પાત્રવિકાસ મંડાઈ જાય છે. મેહેરની ચાતુરી, મસ્તીખોરી, સપાટી પર દેખાતી સરલતા, બુદ્ધિની પ્રતિભા, અભિમાન, એ વગેરે આચ્છાદન નીચે ઉગ્ર પ્યાર, ગંભીર જીવનવિચાર, સ્નેહત્યાગ વગેરેનાં ઘમસાણો ચાલી રહ્યાં છે. અને ભલીભોળી, ભીરુ ને સુકુમાર પ્રકૃતિની દૌલતને તો દ્વિજેન્દ્ર કેવળ બે ત્રણ જ વાર બતાવે છે, થોડામાં થોડા બોલ બોલાવી એને વારંવાર અદૃશ્ય કરે છે. જેટલું દેખાડ્યું તેટલાની પાછળ અણદીઠ કેટલું મનોમંથન ચાલી રહ્યું હશે તેનું બલવાન સૂચન કરે છે, ને પછી છેલ્લે ફિનશરા દુર્ગની દીવાલ પર એ અબોલ ગભરુ યુવતીને કેવા રંગે રંગે છે? પોતાને ધિક્કારનાર, અપમાનજનક મેણાંના દંશો દેનાર એ યુદ્ધતલ્લીન શક્તસિંહની બાજુમાં વીરસાજ સજીને ઊભેલી દૌલત સન્મુખે શત્રુદળરૂપે મૃત્યુને નિહાળે છે, અને પછવાડે સૂર્યોદયરૂપે નવજીવનનાં દર્શન કરે છે. ત્યાં સુધી પણ ક્રૂર હાંસીના ડામ દેતો શક્તસિંહ શુષ્ક શબ્દે કહે છે કે ‘ચાલો!’ પણ દૌલત થંભે છે. ભયથી નહિ, છેલ્લી એક આશાથી. શી આશાથી? એના જ શબ્દો ટાંકીએ “વહાલા! આજ મરવા ચાલ્યાં છીએ. મરતાં પહેલાં — આ શત્રુ-સૈન્યની સામે, આ વિરાટ કોલાહલની વચ્ચે, જીવન-મરણના આ મિલનસ્થાને, મરતાં પહેલાં — એક વાર બોલો કે ‘ચાહું છું’. બસ, માત્ર એક જ વાર ‘ચાહું છું’ એટલો બોલ પતિને મુખે બોલાવીને પોતે સંતૃપ્ત થાય છે. શક્તસિંહના હૃદય પરથી કોઈ મોટો પાષાણ ખસેડી નાખે છે. એ ભવ્યભીષણ મૃત્યુ-પળે સાચું લગ્ન ઊજવી લે છે અને પછી સ્વામીને પડખે લડતી લડતી સમરમાં પડે છે. શક્તસિંહ એ સ્ત્રીની મહત્તાનું અવિસ્મરણીય અને આહભર્યું દર્શન કરી સંસારપટ પરથી ઊતરી જાય છે. દ્વિજેન્દ્રના કલાવિધાનનો કળશ એ રીતે ત્યાં જતો ચડે છે.
આપણને એક ટેવ પડી છે કે ભાવનાને શબ્દોના ઢગલારૂપે વ્યક્ત કરવી : પગલે પગલે મનની વાતો વાણીના ખડકલારૂપે ખડકવી : એ રીતે આપણે લખવા બેસીએ નાટક, પણ લખી નાખીએ છીએ નિબંધ. એવાં લખાણો ભલે સુંદર હોય, કલાત્મક હોય, પરંતુ એને આપણે નિબંધની સુંદરતા ગણવી જોઈએ, અથવા તો છો ને એ કોઈ પ્રાસાદિક ભાવનાકાવ્યની ભવ્યતા દેખાય. પણ એથી ઉલટું, નાટકની સુંદરતા એના શબ્દ-ભંડોળમાં નહિ, પણ એના પાત્રાલેખનમાં અને વસ્તુવિકાસમાં રહી છે. દ્વિજેન્દ્રના આ નાટકમાં એ ખૂબી સારી પેઠે સાધેલી જોવાય છે. બીજાં અમુક નાટકોમાં દૃષ્ટાંત તરીકે એના પંકાતા છેલ્લા નાટક ‘સિંહલ વિજય’માં એ ખૂબીનો દુઃખદ અભાવ છે. ત્યાં કેવળ ઉદ્ગાર-ભવ્યતા જામી રહે છે. દૃશ્ય-નાટ્ય તરીકે એ નિષ્ફલ ગયું છે.
આ નાટકમાં તો તદ્દન ભાવનારૂપી પાત્રને પણ દ્વિજેન્દ્રે સુંદર કલાદેહમાં ઉતાર્યું છે. એનું ઉદાહરણ છે ઈરાનું પાત્ર. ઈરાને પ્રતાપની પુત્રી બનાવી છે. ઈરા કલ્પિત પાત્ર છે. એને ઉત્પન્ન કરવાનું કારણ શું હશે? કોમી ભેદભાવથી અને યુદ્ધની હિંસાથી સર્વને પર લઈ જનાર એક શાંતિની, વિશ્વપ્રેમની ભાવના આંહીં ઈરારૂપે ઉતારવામાં આવી છે. એને પ્રકૃતિમાં રમવુંભમવું ગમે છે, એને સૂર્યોદય કરતાં સૂર્યાસ્ત વધુ વહાલો લાગે છે, એને સુખ કરતાં દુઃખનો કરસ્પર્શ વધુ કોમલ લાગે છે, એની દૃષ્ટિ જીવનને સામે પાર રમે છે. એ પોતાના કાકા શક્તસિંહને સ્નેહ, દયા અને ન્યાય શીખાવી વૈર શમાવે છે અને પિતાને પણ યુદ્ધથી વિરમવા વિનવે છે. મેહેરેની પાસે એ કૉલ મેળવે છે કે અકબર અને પ્રતાપ વચ્ચેનો વિગ્રહ શમાવવા મેહેરે યત્ન કરવો. એ કૉલ લઈને પોતે જાણે પ્રવાસે જતી હોય તેવી રીતે મરે છે. ને પછી એ જ કૉલને પરિણામે અકબર-પ્રતાપ વચ્ચેનો યુદ્ધવિરામ આવે છે. ઈરાનું પાત્ર એ રીતે એક ભાવનાનું કલામય ‘પર્સોનીફીકેશન’ છે. પરંતુ એ પાત્રનું કલાવિધાન ચાહે તેટલું મોહક હોવા છતાં પ્રશ્ન એ ઊઠે છે કે પ્રતાપને ઘેર અવતરેલી અને પ્રતાપના સંસ્કારે પોષાયેલી પુત્રી આવી નીવડી શકે ખરી? એ સ્વાભાવિક છે ખરું? શક્તસિંહનું ફિલસૂફપણું પણ શું એવી જ અસ્વાભાવિકતાની આશંકાને નોતરતું નથી? એટલું ત્યાં દ્વિજેન્દ્રપણું ડોકાય છે કે નહિ? સુસંગતિનો ભંગ થતો લાગે છે કે નહિ? ઐતિહાસિકતાને આંચ આવે છે કે નહિ? આ પ્રશ્નો માનસશાસ્ત્રની રીતે તપાસવા જેવા છે.
{{Poem2Close}}
<center>'''હાસ્યરસ'''</center>
{{Poem2Open}}
‘રાણો પ્રતાપ’ના કલાવિધાનમાં એક અનેરું ગુંથન ચાલ્યું આવે છે તે છે હાસ્યરસના દોરાનું. મર્મ અને કટાક્ષની વાણી પરત્વે તો સિદ્ધહસ્ત લેખાતા આ કવિએ હાસ્યરસ રેલાવવા માટે કોઈ અલાયદી ઘટના કે અલાયદું પાત્ર ઘુસાડવાને બદલે ખુદ મેહેરઉન્નિસાના જ મુખમાં સુસંગત રીતે નાટકીય પ્રેમિક-પ્રેમિકાઓ પર હળવા મર્માળા પ્રહારો કરાવ્યા છે. દૃષ્ટાંત તરીકે યુદ્ધભૂમિની છાવણીમાં શક્તસિંહને મળતાં એ રમતિયાળ ને રસિક છોકરી એકી શ્વાસે ટીખળ ચલાવી રહી છે કે
મેહેર : કમનસીબ કે સારું નસીબ તે તો ખુદાને ખબર, પરંતુ શાદી કરવાનો રિવાજ જૂનો જમાનાથી ચાલ્યો આવે છે ખરો ને! એટલે કે એ અનુસાર કરવું જોઈએ. અચ્છા! પણ કહો તો ખરા, આશક-માશૂકની પ્રથમ પહેલી વાતો કેવી હોય? એ સાંભળવાની મને ખૂબ ઇચ્છા છે. નવલકથાઓમાં વાંચ્યું છે એ જ મિસાલની જો વાતો થતી હોય તો તો બહુ જ હસવા જેવું! ભાઈશ્રી બોલે કે ‘પ્રિયે! પ્રાણેશ્વરી! તારા વિના તો હું બચું જ નહિ!’ અને બાઈશ્રી બોલે કે ‘નાથ! પ્રાણેશ્વર! તમને ભાળું નહિ તો હું મરી જ જાઉં!’ અને આ બધો મામલો ફક્ત બે-ત્રણ દિવસની અંદર જ, હો! અગાઉ તો એકબીજાને આંખની યે પિછાન ન હોય. બે-ત્રણ દિવસમાં તો મામલો એવો જામે કે પરસ્પરને ન દેખે તો, બસ, બચે જ નહિ!
શક્ત : મને લાગે છે કે આપ કદી પ્રેમમાં પડ્યાં જ નહિ હો.
મેહેર : ના રે! એવો મોકો જ મળ્યો નથી ને! આજ સુધી કોઈ સાથે હું પ્રેમમાં પડી જ નથી અને મારી સાથે કોઈ કદી પ્રેમમાં પડશે એવો ડર પણ નથી.
શક્ત : કેમ?
મેહેર : મેં સાંભળ્યું છે કે માણસ જેના પ્રેમમાં પડે એનો ચહેરો તો ખૂબસૂરત જ હોવો જોઈએ; નહિ તો ચાલે જ નહિ! મેં જે જે નવલકથા વાંચી, તેમાં બસ, નાયક તો દેવકુમાર સરીખો! અને નાયિકા તો અપ્સરા સરખી જ! કોઈ કદરૂપી રાજકુમારીની તો વાત હજુ સુધી મારા વાંચવામાં નથી આવી! બાકી, હા, જોઈ છે ખરી!
શક્ત : ક્યાં?
મેહેર : અરીસામાં! મારો ચહેરો એકદમ ખરાબ! પરંતુ મારી બહેન દૌલત-ઉન્નિસા ઘણી જ ખૂબસૂરત છે. પરંતુ એમાં એના કરતાં ફાયદો મને વધારે છે હો! મારે તો રાતદિવસ બસ એનો ખૂબસૂરત ચહેરો જ જોવાની મઝા! પરંતુ બાપડી દૌલત કાંઈ દિન-રાત પોતાના મોં સામે અરીસો માંડીને થોડી બેસી રહેવાની હતી!
[અંક બીજો, પ્રવેશ ચોથો]
આવી રીતે દ્વિજેન્દ્રે એ તરલા, ચપલા, રસિકા મેહેરને મોંએ નવલિયા, નાટકિયા અને ગાયનિયા પ્યારની સરસ વિડમ્બના ઠેર ઠેર કરાવી છે. અને પાછું એ જ પાત્રને મશ્કરીખોર ઉલ્લાસમાંથી કરુણ સ્નેહવેદના તરફ — ‘ફ્રોમ ગે ટુ ગ્રેવ’ — ઉપાડી જઈ જીવનની વિધિવક્રતા (‘ડ્રામૅટિક આય્રની’) જમાવી છે.
શક્તસિંહના પાત્રમાં દ્વિજેન્દ્રે હળવું, આમોદભર્યું ટીખળ નહિ પણ વીંછીના દંશ દેતો, તિરસ્કારભર્યો, ક્રૂર પરિહાસ ઉતારેલ છે. દૃષ્ટાંત લઈએ :
[છૂટા કેશવાળી ને અસ્તવ્યસ્ત વસ્ત્રોવાળી દૌલત દાખલ થાય છે.]
શક્ત : કોણ, દૌલત? અત્યારે આંહીં કેમ?
દૌલત : આટલા વહેલા વહેલા ક્યાં ચાલ્યાં?
શક્ત : મરવા! બસ, જવાબ મળી ગયો ને? તો જાઓ હવે અંદર! કેમ, થંભી કાં ગઈ? સમજાયું નહિ? તો સાંભળ ફરી વાર, બરાબર સમજાવું. પહેલી વાત જાણે મોગલ સૈન્યે હલ્લો કર્યો છે... એટલે અમે હવે લશ્કર લઈ બહાર જઈ, યુદ્ધ કરી મરવાના [તોપ ગરજે છે] જો, સાંભળ્યું કે —? હવે રસ્તો છોડ, જવા દે.
દૌલત : ઊભા રહો, હું પણ આવું છું.
શક્ત : તું આવે છે? યુદ્ધક્ષેત્રમાં! આ દૌલત! યુદ્ધક્ષેત્ર કાંઈ પ્રેમી યુગલને પોઢવાની પથારી નથી હો! એ તો મૉતને ખેલવાનું મેદાન!
દૌલત : મને પણ મરતાં આવડે છે.
શક્ત : એમ તો દિવસમાં દસ વાર મરો છો! પણ આ મૉત સહેલું નથી. આ મરવું એ માનિની સ્ત્રીના અશ્રુપાત સમું નથી. આ મૉત તો છે કઠોર! ટાઢુંબોળ! અચલ!
શક્ત : બોલ, કયો સાજ સજીને મરવાનું મન છે?
દૌલત : શૂરવીરનો સાજ સજીને તમારે પડખે યુદ્ધ કરી મરીશ.
શક્ત : જીભના યુદ્ધ ઉપરાંત બીજું એકે ય યુદ્ધ આવડે છે, દૌલત?
દૌલત : યુદ્ધ કદી કર્યું તો નથી, પણ તરવાર ધરતાં મને આવડે છે. હું મોગલની બેટી છું.
શક્ત : વાહ વાહ પધારો ત્યારે, ચામડાનું બખ્તર પહેરીને આવો! પણ યાદ રાખજે, દૌલત! કે તોપોના ગોળા આવીને આશકની માફક ચુંબન નથી કરતા હો! જાઓ, શૂરવીરનો સાજ સજી આવો.
[દૌલત જાય છે.]
શક્ત : [સ્વગત] ખરેખર શું આ મારી સાથે મરવા આવે છે? સાચેસાચ શું સ્ત્રીજાતિનો પ્રેમ કેવળ વિલાસ નથી? કેવળ સંભોગ નથી? આણે પણ એક નવું ધાંધલ મચાવ્યું?
[અંક પાંચમો, પ્રવેશ બીજો]
આ છે શક્તસિંહના ઘોર સ્વાર્થવાદી પરિહાસના ‘ગ્રીમ સેટાયર’નો નમૂનો. અને એ એના જીવનનો એક જ અંશ છે. દ્વિજેન્દ્રે કેવળ એ ઘુસાડેલ નથી, પણ વિકસાવેલ છે. અને એ પરિહાસની નીચે વહે છે અણદીઠ અશ્રુધારા, અણસૂક પરિતાપ–ધારા. શક્તસિંહ પર જ એ પરિહાસનું વૈર લેવાયું; એટલે કે ‘ડ્રામૅટિક આયર્ની’ રચાઈ ગઈ. ફરી વાર શક્તસિંહ હસી ન શક્યો. એના પોતાના જ પ્રતિ હસવાનો વિધાતાદેવનો વારો આવ્યો.
લગભગ આ તમામ નાટકોમાં દ્વિજેન્દ્રનો હાસ્યરસ આવે જ રૂપે રચાયો છે. અલાયદાં ટોળટીખળ કરનારાં પાત્રો એણે આલેખ્યાં નથી. એ આપણે ક્રમશ : જોતાં આવશું.
એ બધું સ્વાભાવિક લાગે છે. માત્ર ખટકે છ એ બિકાનેર-કુમાર કવિ પૃથ્વીરાજની આત્મવિડમ્બના. કવિ, કવિતા, રસ, સાહિત્ય વગેરેને વણસાડતો વિલાસપ્રેમ એ પાત્ર દ્વારા વણાયો છે. પરંતુ એમાં રહેલું હાસ્યનિરૂપણ, વિદૂષકિયું અને બાલિશ લાગે છે. એમાં ઐતિહાસિકતાનો પણ ભોગ અપાયો છે. કેમકે પૃથ્વીરાજ ઉચ્ચ કોટિનો કવિ હતો. એના કાવ્યકટાક્ષે જ પ્રતાપનું પતન અટકાવ્યું હતું.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu