સરસ્વતીચંદ્ર ભાગ ૨/ગુણસુંદરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગુણસુંદરી|}} {{Poem2Open}} જે દિવસે બ્હારવટિયાઓયે મનહરપુરીની પાડ...")
 
No edit summary
Line 16: Line 16:
કુમુદસુંદરીએ મોકલેલા ત્રણ સ્વાર સરસ્વતીચંદ્રને ખોવાથી ખેદ પામી મનહરપુરી ભણી વળ્યા. ત્રિભેટાના વડનીચે બ્હારવટિયો મળવાના છે એવા કંઈક સ્વર માર્ગમાં કાને પડવાથી હરભમજી આખી રાત વડપર ગાળવાનું માથે લઈ વડની ડાળેમાં ચ્હડી સંતાઈ રહ્યો અને બીજા બે જણ મનહરપુરી ગયા.

વિદ્યાચતુર અને તેનું કુટુંબ આ ગામની વસ્તી ઉપર બહુ મમતા રાખતું અને વસ્તી પણ તેમના ઉપર મમતા રાખતી હતી. ગામની ગરીબ વસ્તી પોતાના પ્રિયપ્રધાનની ગુણિયલ પત્નીની ખાતર કરવા ઉપરનીચે થઈ રહી હતી. તેને પોતાની વચ્ચે જોઈ ઉત્સાહમાં આવી હતી. વિદ્યાચતુરને એવો સખ્ત નિયમ હતો કે ગામના લોક પાસેથી વેઠ વૈતરું કે કાંઈ ચીજ ગમે તે થાય તે પણ અમસ્તી લેવી નહી. હાથનીચેના અધિકારીઓને પોતાના કુટુંબની જ વર્તણુકથી દૃષ્ટાંત આપતો. આથી આ કુટુંબ વસ્તીને ઘણું પ્રિય થઈ પડ્યું હતું. ગુણસુંદરીની પાસે પોતાનાં સુખ-દુઃખની વાત કરી જવી, ગુણસુંદરીના પોતના ઘરની ન્હાની ન્હાની વીગત જાણી આશ્ચર્ય પામવું, પોતાની ન્હાની મ્હોટી ઈચ્છાઓ ખુલ્લાદીલથી જણવવી, આવાં આવાં અનેક કાર્યથી ગુણસુંદરીનો વખત ગામની સ્ત્રિયો રોકતી. ગરીબ અને ધર્મિષ્ઠ બ્રાહ્મણિયો, ઉદાર ગરાસિયણો, કરકસરથી ઘર ચલાવવાની આવડત્રેવડવાળી વાણિયણો, અને ઉદ્યોગી કણબણો ગુણસુંદરી આવ્યાની ખબર પડતાં જ નિત્ય પઠે તેના ઉતારા ભણી ચોમાસાની નદીના પૂર પેઠે વળવા લાગી. બીચારી ભંગિયણો પણ એના ઉતારાની પછીતની બારી પાછળ છેટે ઉભી ઉભી કંઈ કંઈ આનંદનો કોલાહલ કરવા લાગી. ગામમાં વસ્તી ત્રણચાર હજાર માણસની હતી. વધારે ભાગ કણબી વર્ગનો હતો. તે લોક ઉદ્યમી અને હીમ્મતવાન હતા. થાણદારો તથા વહીવટદારો તેમની સાથે હેતભાવથી વર્તતા અને પ્રમાણિક રહી મનહરપુરના જમીનદારો તથા ખેડુઓનો ઘણે ઠેકાણે દાખલો લેવાતો. અધિકારીયોના સહવાસથી આત્મપ્રતિષ્ઠા તેમની બુદ્ધિમાં દાખલ થઇ ​હતી, અને તેથી તેમની નીતિ ૫ણ ઉંચા પ્રકારની બની હતી. ગામમાં એક ન્હાની સરખી નિશાળ સારી રીતે ચાલતી હતી અને એક બે છોકરા તો છેક મુંબાઈની પાઠશાળા સુધી અભ્યાસ કરવા ગયા હતા. આ સર્વ લોકને વિદ્યાચતુર ઉપર કુટુંબપ્રીતિ હતી અને ગુણસુંદરી સાથેના ચાળીશે સ્વારો સાથે કણબી લોક રસભેર આનંદમાં પડી વાતો કરતા હતા. પઈસા મળતા તે તો લેતા પણ ઉંચામાં ઉંચી ચંદી સ્વારોના ઘોડાઓ સારુ આપી, ધોડાને થાબડી, ઘોડાઓના ઇતિહાસ પુછી, કોઇ કોઇ સ્વારના ઘરનાં સુખદુ:ખની વાતે ક્‌હાડી, વિદ્યાચતુરન રત્નનગરીમાંના ચાકરોની ખબર પુછી, સાદા અને ભલા કણબીઓ ગાતા, ગવરાવતા, અને ચૈત્રી બીજની રમણીય સંધ્યાકાળે ગામને પાધરે ગો-રજની ઉડતી ધુળમાં ભળી જઈ ગરબડાટ મચાવી મુકતા; તે ગામને છેવાડે આવેલા પોતાના ઉતારામાં ઉંચી ઓસરિયે ઉભી ઉભી ગુણસુંદરી લાંબી નજર નાંખી જોતી હતી અને ઓસરી નીચે આવતી સ્ત્રિયોની ઠઠને આવકાર દેતી હતી.*[૧]
વિદ્યાચતુર અને તેનું કુટુંબ આ ગામની વસ્તી ઉપર બહુ મમતા રાખતું અને વસ્તી પણ તેમના ઉપર મમતા રાખતી હતી. ગામની ગરીબ વસ્તી પોતાના પ્રિયપ્રધાનની ગુણિયલ પત્નીની ખાતર કરવા ઉપરનીચે થઈ રહી હતી. તેને પોતાની વચ્ચે જોઈ ઉત્સાહમાં આવી હતી. વિદ્યાચતુરને એવો સખ્ત નિયમ હતો કે ગામના લોક પાસેથી વેઠ વૈતરું કે કાંઈ ચીજ ગમે તે થાય તે પણ અમસ્તી લેવી નહી. હાથનીચેના અધિકારીઓને પોતાના કુટુંબની જ વર્તણુકથી દૃષ્ટાંત આપતો. આથી આ કુટુંબ વસ્તીને ઘણું પ્રિય થઈ પડ્યું હતું. ગુણસુંદરીની પાસે પોતાનાં સુખ-દુઃખની વાત કરી જવી, ગુણસુંદરીના પોતના ઘરની ન્હાની ન્હાની વીગત જાણી આશ્ચર્ય પામવું, પોતાની ન્હાની મ્હોટી ઈચ્છાઓ ખુલ્લાદીલથી જણવવી, આવાં આવાં અનેક કાર્યથી ગુણસુંદરીનો વખત ગામની સ્ત્રિયો રોકતી. ગરીબ અને ધર્મિષ્ઠ બ્રાહ્મણિયો, ઉદાર ગરાસિયણો, કરકસરથી ઘર ચલાવવાની આવડત્રેવડવાળી વાણિયણો, અને ઉદ્યોગી કણબણો ગુણસુંદરી આવ્યાની ખબર પડતાં જ નિત્ય પઠે તેના ઉતારા ભણી ચોમાસાની નદીના પૂર પેઠે વળવા લાગી. બીચારી ભંગિયણો પણ એના ઉતારાની પછીતની બારી પાછળ છેટે ઉભી ઉભી કંઈ કંઈ આનંદનો કોલાહલ કરવા લાગી. ગામમાં વસ્તી ત્રણચાર હજાર માણસની હતી. વધારે ભાગ કણબી વર્ગનો હતો. તે લોક ઉદ્યમી અને હીમ્મતવાન હતા. થાણદારો તથા વહીવટદારો તેમની સાથે હેતભાવથી વર્તતા અને પ્રમાણિક રહી મનહરપુરના જમીનદારો તથા ખેડુઓનો ઘણે ઠેકાણે દાખલો લેવાતો. અધિકારીયોના સહવાસથી આત્મપ્રતિષ્ઠા તેમની બુદ્ધિમાં દાખલ થઇ ​હતી, અને તેથી તેમની નીતિ ૫ણ ઉંચા પ્રકારની બની હતી. ગામમાં એક ન્હાની સરખી નિશાળ સારી રીતે ચાલતી હતી અને એક બે છોકરા તો છેક મુંબાઈની પાઠશાળા સુધી અભ્યાસ કરવા ગયા હતા. આ સર્વ લોકને વિદ્યાચતુર ઉપર કુટુંબપ્રીતિ હતી અને ગુણસુંદરી સાથેના ચાળીશે સ્વારો સાથે કણબી લોક રસભેર આનંદમાં પડી વાતો કરતા હતા. પઈસા મળતા તે તો લેતા પણ ઉંચામાં ઉંચી ચંદી સ્વારોના ઘોડાઓ સારુ આપી, ધોડાને થાબડી, ઘોડાઓના ઇતિહાસ પુછી, કોઇ કોઇ સ્વારના ઘરનાં સુખદુ:ખની વાતે ક્‌હાડી, વિદ્યાચતુરન રત્નનગરીમાંના ચાકરોની ખબર પુછી, સાદા અને ભલા કણબીઓ ગાતા, ગવરાવતા, અને ચૈત્રી બીજની રમણીય સંધ્યાકાળે ગામને પાધરે ગો-રજની ઉડતી ધુળમાં ભળી જઈ ગરબડાટ મચાવી મુકતા; તે ગામને છેવાડે આવેલા પોતાના ઉતારામાં ઉંચી ઓસરિયે ઉભી ઉભી ગુણસુંદરી લાંબી નજર નાંખી જોતી હતી અને ઓસરી નીચે આવતી સ્ત્રિયોની ઠઠને આવકાર દેતી હતી.*<ref> આ ભાગનું અનુસંધાન પ્રકરણ ૬ સાથે છે.</ref>

વાણિયા બ્રાહ્મણની પણ થોડીક વસ્તી હતી. ખેતીની પેદાશ પાસેના બંદરમાર્ગે અથવા જમીનમાર્ગે થઈને પરદેશ જતી હતી અને તેથી કેટલાક વાણિયા વ્યાપારીયો ગામમાં આવી વસ્યા હતા. આ ગામમાં પ્રથમ તો આસપાસના ગામોના વાણિયા સાહુકારો ખેડુઓને દ્રવ્ય ધીરતા. અને માત્ર ઉઘરાણી સારુ જ જતા આવતા ર્‌હેતા. ખેડુઓમાં વિદ્યા કાંઈક દાખલ થવાથી, અધિકારીયોની શીખામણથી, પ્રધાનના ઉત્તેજનથી, અને ઉંચી નાતોની દેખાદેખીથી, ખેડુ તેમજ જમીનદાર વર્ગ મરણપરણનાં ખરચ કમી કરતાં શીખ્યા હતા તેમજ પોતાના ધંધામાં ઉદ્યોગ, કરકસર, વેતરણ, અને વિચાર દાખલ કરતા હતા. ગામમાં કર માત્ર જમીનનો જ હતો અને તે પણ ઘણો જુજ હતો. આથી આ લોક પઈસો એકઠો કરતાં શીખ્યા હતા અને પ્રધાનની સૂચનાથી કણબી લોક અરસપરસ ધીરધાર કરતાં પઈસાની કીમ્મત સમજવા લાગ્યા અને તેમાંથી પોતે પોતાના નાણાવટી થતાં થતાં દેવાદાર મટી ધીરનાર થવા લાગ્યા હતા. આનાં મુખ્ય પરિણામ ઘણાં થયાં. ખેડુઓનો ધંધો સ્વતંત્ર અને હોંસ ભર્યો બન્યો. નવા પ્રયોગ કરવા અને બુદ્ધિ અજમાવવી એ એક સારો ચેપ આખી વસ્તીમાં ફેલાયો. ખેડુઓના દીકરા પોતાના માબાપની સ્થિતિ ઉંચ જોઈ તેમના ધંધામાં પડવાનું અભિમાન રાખતાં શીખ્યા અને તેમની વિદ્યા ખેતીના સુધારામાં ખરચાવા લાગી.

Line 28: Line 28:
જેમ મિત્રો એક બીજાની છાની વાતે જાણી ખરી મિત્રતા બંધાઇ સમજે છે; જેમ શેઠના દ્રવ્ય અને વ્યાપારનો મંત્ર જાણી સદ્દગુણી મુનીમ પોતાને શેઠનો ખરે વિશ્વાસપાત્ર સમજે છે; જેમ રાજાના અત્યંત વિશ્વાસનું પાત્ર બનતાં સત્પ્રધાન પોતાની સદ્બુદ્ધિ વાપરવામાં સ્વતંત્ર બને છે અને રાજ્યસેવાને ઉત્સાહી થાય છે; જેમ ધર્મિષ્ઠ અને બુદ્ધિમાન્ રાજાના પાલનથી પ્રજા ખરેખરી રાજભક્ત થાય છે; જેમ શુદ્ધ- અંત:કરણ સાથે ઉચ્ચ સંસ્કારનો યોગ થતાં ભિન્ન ભિન્ન રૂપે પરમાનંદ ઉદ્દીપ્ત થાય છે તેમજ વિદ્યાચતુરનાં સુખદુ:ખ સમજવાની ઇચ્છારૂપ ​બીજ વિકાસ પામતાં વધવા પામેલું ગુણસુંદરીનું સ્નેહી હૃદય પતિના હૃદયની સર્વ છાની વાતો જાણવા અને સમજવા પામ્યું, પોતે તેના પૂર્ણ વિશ્વાસનું પાત્ર છે તે અનુભવવા લાગ્યું, પોતાના અભિલાષ પુરવામાં સ્વતંત્ર અને પતિના સ્નેહનું ઉત્સાહી બન્યું, પતિભક્ત થયું, અને શારીર વાસનાઓથી ભિન્ન ર્‌હેતા ઉચ્ચ અને માનસિક પ્રેમના આનંદના ચમકારાથી ચમકવા લાગ્યું. અશિક્ષિત પણ બુદ્ધિશાળી સ્ત્રિયોની બુદ્ધિ જેવી રીતે ઘરકામમાં અને સંસારવ્યવહારમાં આગળ પડી આવે છે તેમ જ આખી મનહરપુરીને પોતાના ઘર જેવું માનતી ગુણસુંદરી ન્હાના સરખા ગામડામાં વારે ઘડિયે આવી જતી અને ત્યાંની ગરીબ અને અજ્ઞાની વસ્તીને પોતાના ગજા પ્રમાણે સુખી કરવા પ્રયત્ન કરતી તે જણાઈ આવતું. મ્હોટી વયનાં માણસનું અનુકરણ કરવા જતાં ન્હાનાં બાળકો પોતાનાં રમકડાંને જીવતાં કલ્પી તેમાં ખરા સંસારના જેવો સંસાર ચલાવવાનું ભાન પામી પ્રફુલ્લ હૃદય ર્‌હે છે તેમ જ રાજ્યવ્યવહારમાં બાળક જેવી પત્નીને મનહરપુરીમાં જુદા જુદા પ્રયોગ કરી આનંદમાં ર્‌હેતી જોઈ, એ પ્રયોગનાં સૂક્ષ્મ અવલોકન કર્યાથી વિનોદ પામી, કદી કદી સ્મિત કરી, ને કદીક સૂચના પામી વિઘાચતુર ગુણસુંદરીના સામું જોઈ ર્‌હેતો, તેનો હાથ પોતાના હાથમાં હોય તો જોરથી દાબી દેતો અથવા તો પોતાના અધરપુટ ઉપર મુકતા, કોઇ પ્રસંગે તેનો વાંસો થાબડતો, અને એકાંત હોય ને અત્યંત ઉમળકો આવે ત્યારે હૃદયદાન કરતો. મનહરપુરીમાં આવ્યાથી આજ ગુણસુંદરીમાં આ સર્વ સંસ્કારનું સ્મરણ આવ્યું અને પવનથી મોરનો કલાપ ફરફર થઈ ચમકે તેમ આ સ્મરણથી તેનું હૃદય થવા લાગ્યું.

ગુણસુંદરીનું વય આજે પાંત્રીશેક વર્ષનું હતું, પરંતુ તેને સંતતિમાં માત્ર બે જ પુત્રિયો હોવાથી અને તે પણ ઘણાંક વર્ષઉપર જન્મેલી હોવાથી તેનું શરીર સુંદર હોવા છતાં નબળું પડયું ન હતું અને માત્ર છવ્વશ સત્તાવીશ વર્ષની તે દેખાતી હતી. ત્હોયે ચતુર જોનાર તેની મુખમુદ્રાઉ૫રથી ખરું વય કહી આપતાં. એ શરીરે મધ્યમ કાઠાની એટલે જાડીએ નહી અને દુબળીએ નહી એવી હતી. એનો વર્ણ છેક સોનેરી નહી તેમજ છેક રુપેરી પણ ક્‌હેવાય નહીં એવો હતો. મ્હોં ભરેલું હતું, વાળ કાળા, સુંવાળા, ચળકતા, ઝીણા અને અંબોડો છુટો હોય ત્યારે છેક ઢીંચણ સુધી આવે એટલા લાંબા હતા. કપાળ મ્હોટું હતું. આંખો ચળકતી ચંચળ અને ચકોર હતી પણ બહુ મ્હોટી ન હતી. તેનો સ્વર છેક કુમુદસુંદરીના જેવો ન હતો ​તોપણ તેમાં સ્ત્રીસ્વરની કોમળતા શુદ્ધ સ્પષ્ટ હતી અને ગાનસમયે કુમુદનાં જેવોજ સ્વર ક્‌હાડી શકતી. ઉંચાઈમાં પણ તે એના જેટલી જ હતી. તેનું મ્હોં હમેશ હસતું ર્‌હેતું અને ઘણાંક માણસ પ્રાતઃકાળે એનું મ્હોં પ્રથમ જોતાં અને આજનો દિવસ ખરા આનંદમાં જશે એવી શ્રદ્ધા રાખતાં. તેનો સ્વભાવ પોતાના પતિના જેવો કાર્યગ્રાહી હતો તેથી તેનું મન ઘણું સુખી રહેતું, “કામ સાથે કામ” એવું જ તે સમજતી. કુમુદસુંદરીમાં જે સહનશીલતા અને સુશીલતા હતી તે પણ ગુણસુંદરીની જ હતી. તેનો ઉત્સાહ ન્હાના બાળકના જેવો સપક્ષ હતો અને ન્હાની કુસુમસુંદરીમાં તેનો આ ગુણ ઉતર્યો હતો. પિયર તથા સાસરાની ડોસિયોના પ્રસંગથી તેનું હૃદય કુટુંબવત્સલ અને ક્ષમાધર[૧] થયું હતું, પરંતુ પતિના સહવાસથી આખા પરિચિતમંડળને આ ગુણનો અનુભવ કરાવતી. આખી મનહરપુરી એમ કલ્પતી કે ગુણસુંદરીની અમારા પર અમીદૃષ્ટિ છે. તો પણ કોઈ તેની આર્દ્રતાનો દુરુપયોગ કરી શકતું નહી, કારણ એને ખેદ થતો તે સામું માણસ ખમી શકતું નહી. આ શિક્ષાપ્રભાવ તેના પુરુષગુણી પતિમાં ન હતો, કારણ પ્રજાની ન્યાયતુલા હાથમાં રાખનારને પ્રત્યક્ષ શિક્ષાનો દંડ રાખવો પડતો હતો.
ગુણસુંદરીનું વય આજે પાંત્રીશેક વર્ષનું હતું, પરંતુ તેને સંતતિમાં માત્ર બે જ પુત્રિયો હોવાથી અને તે પણ ઘણાંક વર્ષઉપર જન્મેલી હોવાથી તેનું શરીર સુંદર હોવા છતાં નબળું પડયું ન હતું અને માત્ર છવ્વશ સત્તાવીશ વર્ષની તે દેખાતી હતી. ત્હોયે ચતુર જોનાર તેની મુખમુદ્રાઉ૫રથી ખરું વય કહી આપતાં. એ શરીરે મધ્યમ કાઠાની એટલે જાડીએ નહી અને દુબળીએ નહી એવી હતી. એનો વર્ણ છેક સોનેરી નહી તેમજ છેક રુપેરી પણ ક્‌હેવાય નહીં એવો હતો. મ્હોં ભરેલું હતું, વાળ કાળા, સુંવાળા, ચળકતા, ઝીણા અને અંબોડો છુટો હોય ત્યારે છેક ઢીંચણ સુધી આવે એટલા લાંબા હતા. કપાળ મ્હોટું હતું. આંખો ચળકતી ચંચળ અને ચકોર હતી પણ બહુ મ્હોટી ન હતી. તેનો સ્વર છેક કુમુદસુંદરીના જેવો ન હતો ​તોપણ તેમાં સ્ત્રીસ્વરની કોમળતા શુદ્ધ સ્પષ્ટ હતી અને ગાનસમયે કુમુદનાં જેવોજ સ્વર ક્‌હાડી શકતી. ઉંચાઈમાં પણ તે એના જેટલી જ હતી. તેનું મ્હોં હમેશ હસતું ર્‌હેતું અને ઘણાંક માણસ પ્રાતઃકાળે એનું મ્હોં પ્રથમ જોતાં અને આજનો દિવસ ખરા આનંદમાં જશે એવી શ્રદ્ધા રાખતાં. તેનો સ્વભાવ પોતાના પતિના જેવો કાર્યગ્રાહી હતો તેથી તેનું મન ઘણું સુખી રહેતું, “કામ સાથે કામ” એવું જ તે સમજતી. કુમુદસુંદરીમાં જે સહનશીલતા અને સુશીલતા હતી તે પણ ગુણસુંદરીની જ હતી. તેનો ઉત્સાહ ન્હાસમાજે[ના બાળકના જેવો સપક્ષ હતો અને ન્હાની કુસુમસુંદરીમાં તેનો આ ગુણ ઉતર્યો હતો. પિયર તથા સાસરાની ડોસિયોના પ્રસંગથી તેનું હૃદય કુટુંબવત્સલ અને ક્ષમાધર<ref>ક્ષમા ધરનારું.</ref> થયું હતું, પરંતુ પતિના સહવાસથી આખા પરિચિતમંડળને આ ગુણનો અનુભવ કરાવતી. આખી મનહરપુરી એમ કલ્પતી કે ગુણસુંદરીની અમારા પર અમીદૃષ્ટિ છે. તો પણ કોઈ તેની આર્દ્રતાનો દુરુપયોગ કરી શકતું નહી, કારણ એને ખેદ થતો તે સામું માણસ ખમી શકતું નહી. આ શિક્ષાપ્રભાવ તેના પુરુષગુણી પતિમાં ન હતો, કારણ પ્રજાની ન્યાયતુલા હાથમાં રાખનારને પ્રત્યક્ષ શિક્ષાનો દંડ રાખવો પડતો હતો.

ગુણસુન્દરીનું પિયર આ જ ગામમાં હતું, વિદ્યાચતુર તેનાથી માત્ર પાંચ સાત વર્ષે મ્હોટો હતો અને મોસાળમાં ઉછર્યો હતો. એનું મોસાળ અને ગુણસુન્દરીનું પિયર ઉભય પડોશમાં સાખે સાખ હતાં. ગુણુસુન્દરીની મા પોતાની દીકરીના જન્મ પહેલાં બાળક વિદ્યાચતુર ઉપર બહુ હેત રાખતી, તેને રમાડતી, તેનું માથું હોળતી, ખાવાનું આપતી, અને લડાવતી. પોતાને પેટ દીકરી થતાં જોષીને પણ પુછવાની વાટ ન જોતાં વિવાહ કરી દીધો. ન્હાનો જમાઈ મસ્તીખોર, લડાક, અને બોલકણો હતો અને સાસુ વરકન્યાને સાથે બેસાડી જોઈ ર્‌હેતી અને લજજા ન સમજનાર બાળકોને મુગ્ધવચન બોલાવી વિનોદ પામતી. એમ કરતાં કરતાં વિદ્યાચતુર જરી મ્હોટો થતાં તેનાં સંતાનહીન મામાએ તેને રત્નનગરીમાં વિદ્યાભ્યાસ સારુ બોલાવી લીધો, મુંબાઈ જઈ ત્યાંની પાઠશાળામાં ઠેઠ સુધી અભ્યાસ કરી ત્રેવીશેક વર્ષની વયે એ પાછો રત્નનગરી આવ્યો તે પ્રસંગે ગુણસુન્દરીને સોળસત્તર વર્ષ થયાં હતાં, અને સાસરે ત્રણેક વર્ષ થયાં જતી આવતી થઈ હતી. પતિને વિદ્યાસારુ પરદેશ ર્‌હેવું થયું તે પ્રસંગમાં તેની સાથે પત્રવ્યવહાર રાખતી. અને પત્રોમાં દુહા, સાખિયો, ગરબિયો, વગેરે લખતી અને અતિ આનંદ
ગુણસુન્દરીનું પિયર આ જ ગામમાં હતું, વિદ્યાચતુર તેનાથી માત્ર પાંચ સાત વર્ષે મ્હોટો હતો અને મોસાળમાં ઉછર્યો હતો. એનું મોસાળ અને ગુણસુન્દરીનું પિયર ઉભય પડોશમાં સાખે સાખ હતાં. ગુણુસુન્દરીની મા પોતાની દીકરીના જન્મ પહેલાં બાળક વિદ્યાચતુર ઉપર બહુ હેત રાખતી, તેને રમાડતી, તેનું માથું હોળતી, ખાવાનું આપતી, અને લડાવતી. પોતાને પેટ દીકરી થતાં જોષીને પણ પુછવાની વાટ ન જોતાં વિવાહ કરી દીધો. ન્હાનો જમાઈ મસ્તીખોર, લડાક, અને બોલકણો હતો અને સાસુ વરકન્યાને સાથે બેસાડી જોઈ ર્‌હેતી અને લજજા ન સમજનાર બાળકોને મુગ્ધવચન બોલાવી વિનોદ પામતી. એમ કરતાં કરતાં વિદ્યાચતુર જરી મ્હોટો થતાં તેનાં સંતાનહીન મામાએ તેને રત્નનગરીમાં વિદ્યાભ્યાસ સારુ બોલાવી લીધો, મુંબાઈ જઈ ત્યાંની પાઠશાળામાં ઠેઠ સુધી અભ્યાસ કરી ત્રેવીશેક વર્ષની વયે એ પાછો રત્નનગરી આવ્યો તે પ્રસંગે ગુણસુન્દરીને સોળસત્તર વર્ષ થયાં હતાં, અને સાસરે ત્રણેક વર્ષ થયાં જતી આવતી થઈ હતી. પતિને વિદ્યાસારુ પરદેશ ર્‌હેવું થયું તે પ્રસંગમાં તેની સાથે પત્રવ્યવહાર રાખતી. અને પત્રોમાં દુહા, સાખિયો, ગરબિયો, વગેરે લખતી અને અતિ આનંદ ​પામતી. પોતાના પત્રો પોતાની સખિયોમાં વંચાવી આનંદને વધારતી પણ
 
ખરી. પાઠશાળામાં શૃંગારરસ અને પ્રીતિરસનાં ભરેલાં ઇંગ્રેજી તથા સંસ્કૃત કાવ્યનો રસિક અભ્યાસી પતિ આવા પત્રોનો રસ ભોગવતો અને આવાં સાધન દ્વારા અભ્યાસ સમયની વિરહાવસ્થાએ પતિપત્નીનો સ્નેહ ઘણોક વધાર્યો. બાળલગ્નથી હાનિને બદલે આવી રીતે સુખ અનુભવતો અને તે સુખનું મૂળ પોતાના બાલ્યપરિચયનેજ ગણતો પતિ ઘણી વાર એવું વિચારતો કે બાળલગ્ન સામેનો મ્હારો વિરોધ નિર્મૂળ તો નહીં હોય ? આપણા વિદ્યાનિકષ સમાજે<ref>વિદ્યાની કસોટી કરનાર સભા, યુનિવ્હર્સિટી.</ref>આપણા જુવાનિયાઓના હાથમાં શૃંગારાદિથી ભરેલાં પુસ્તકો મુકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેઓમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉત્પન્ન થાય છે. આ દાક્ષિણ્ય ન્હાનપણથી સહચારિણી બનેલી ઉપર સ્વાભાવિક રીતે ઢોળાય છે. આપણી અભણ પણ ભણેલાઓને પરણેલી સ્ત્રિયોના સુખનું મૂળ આવી રીતે રોપાય છે અને ગુણસુંદરીને પણ તેમજ થયું હતું. પતિપત્નીને એકઠાં ર્‌હેવાનો પ્રથમ સમય આવ્યો તે પ્રસંગે અભણ ગુણસુંદરી કેવી રીતે ભણી તે આ પુસ્તકના પ્રથમ ભાગમાં વાંચનારને વિદિત કરેલું જ છે.
૧. ક્ષમા ધરનારું.
​પામતી. પોતાના પત્રો પોતાની સખિયોમાં વંચાવી આનંદને વધારતી પણ
ખરી. પાઠશાળામાં શૃંગારરસ અને પ્રીતિરસનાં ભરેલાં ઇંગ્રેજી તથા સંસ્કૃત કાવ્યનો રસિક અભ્યાસી પતિ આવા પત્રોનો રસ ભોગવતો અને આવાં સાધન દ્વારા અભ્યાસ સમયની વિરહાવસ્થાએ પતિપત્નીનો સ્નેહ ઘણોક વધાર્યો. બાળલગ્નથી હાનિને બદલે આવી રીતે સુખ અનુભવતો અને તે સુખનું મૂળ પોતાના બાલ્યપરિચયનેજ ગણતો પતિ ઘણી વાર એવું વિચારતો કે બાળલગ્ન સામેનો મ્હારો વિરોધ નિર્મૂળ તો નહીં હોય ? આપણા વિદ્યાનિકષ સમાજે[૧] આપણા જુવાનિયાઓના હાથમાં શૃંગારાદિથી ભરેલાં પુસ્તકો મુકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેઓમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉત્પન્ન થાય છે. આ દાક્ષિણ્ય ન્હાનપણથી સહચારિણી બનેલી ઉપર સ્વાભાવિક રીતે ઢોળાય છે. આપણી અભણ પણ ભણેલાઓને પરણેલી સ્ત્રિયોના સુખનું મૂળ આવી રીતે રોપાય છે અને ગુણસુંદરીને પણ તેમજ થયું હતું. પતિપત્નીને એકઠાં ર્‌હેવાનો પ્રથમ સમય આવ્યો તે પ્રસંગે અભણ ગુણસુંદરી કેવી રીતે ભણી તે આ પુસ્તકના પ્રથમ ભાગમાં વાંચનારને વિદિત કરેલું જ છે.

પતિના અભ્યાસના સમયમાં જુદાં ર્‌હેવા પડવાથી ગુણસુંદરીના શરીરે પતીપણું મ્હોટી વયે અનુભવ્યું અને તેથી તેના શરીરનો બાંધો પણ યોગ્ય વયે પામવા જોઈતા વિકાસને પામી શક્યો.
પતિના અભ્યાસના સમયમાં જુદાં ર્‌હેવા પડવાથી ગુણસુંદરીના શરીરે પતીપણું મ્હોટી વયે અનુભવ્યું અને તેથી તેના શરીરનો બાંધો પણ યોગ્ય વયે પામવા જોઈતા વિકાસને પામી શક્યો.
 
ક્ષપાપતિ
પાઠશાળા છોડી કે તરત વિદ્યાચતુરને ૨ત્નગરીમાં શાળાના માસ્તરની જગા મળી અને તે જ પ્રસંગે સંસારમાં પડેલાને સારુ પત્નીનાં તનમન પણ આવી રીતે તેના નવીન સંસારનું વાહનપણું કરવા યોગ્ય બન્યાં. “અડોઅડ કપોળ લાગી રહેલ ” ઈત્યાદિ ન સમજનારી મુગ્ધા આ પ્રસંગે સર્વ સમજવા શક્તિમતી બની અને બેત્રણ વર્ષ લગી સંતતિ ન થઈ અને વિદ્યાચતુર માત્ર શાળાના માસ્તરની નિશ્ચિન્ત અને નિ:સ્પૃહી નોકરી પર રહ્યો ત્યાં સુધીના કાળમાં આ યુવાન દમ્પતીએ શૃંગાર અને સ્નેહની પરિસીમા ભોગવી.

ઘણીવાર રાત્રિના દશ વાગતાં સુધી આ સમયમાં વાળુ પછી દમ્પતી સાથે બેસી અનેક પુસ્તકો વાંચતાં; રાજકીય અને સાંસારિક વિષયોપર વાત ચાલતી, તરુણી ન્હાના ન્હાના પણ સૂચક પ્રશ્નો પુછતી, તરુણ તે સર્વઉપર ચર્ચારૂપે વ્યાખ્યાન કરી પ્રશ્નોનું નિરાકરણ કરતો, અને પોતાના કરેલા સિદ્ધાન્તોમાં નવીવિદ્યાની મુગ્ધા શંકાઓ

૧ વિદ્યાની કસોટી કરનાર સભા, યુનિવ્હર્સિટી.
 
​ઉત્પન્ન કરતી અને તે શંકાઓ ઉપરથી કોઈ કોઈ પ્રસંગે સિદ્ધાન્ત
​ઉત્પન્ન કરતી અને તે શંકાઓ ઉપરથી કોઈ કોઈ પ્રસંગે સિદ્ધાન્ત
ફેરવવા પડતાં પત્નીની બુદ્ધિનું ઉચ્ચપણું મપાતું; અને આ સર્વ માનસિક સ્નેહભેાગને અંતે માનસિક વિહારની શિખરક્રીડા થતી હોય તેમ શય્યાખંડનાં દ્વાર બંધ કરી પાછળના એકાંત ઉદ્યાનમાં પડતી મ્હોટી બારી ભણી તરુણ તરુણીને ખેંચી જતો જતો હાલની ઊર્મિ ઉછળતાં અધરે અધરદાન કરતો કરતો ધીમે રહી ગાતો.–

Line 48: Line 45:
“નિદ્રાતણા કર સુકોમળ તુજ જેવા,
“નિદ્રાતણા કર સુકોમળ તુજ જેવા,
“તેનાજ સ્પર્શથકી મોહિત વિશ્વ સુંતું;
“તેનાજ સ્પર્શથકી મોહિત વિશ્વ સુંતું;
“આ શાંતિઉપર ક્ષપાપતિ[૧] સ્મિતભોગી–”
“આ શાંતિઉપર ક્ષપાપતિ<ref>ચંદ્ર.</ref>સ્મિતભોગી–”
“જો ફેરવે મૃદુ અનેક કરો ધીમેથી ! ૧
“જો ફેરવે મૃદુ અનેક કરો ધીમેથી ! ૧
“જો! જો! પ્રિયે! ધીમી ધીમી વિકસાવ આંખ્યો!
“જો! જો! પ્રિયે! ધીમી ધીમી વિકસાવ આંખ્યો!
Line 61: Line 58:
શિષ્યાને સમય અને શય્યાનું સ્થાન એ ઉભયના કરેલા ઉદ્દીપનથી, અને અંતે ઈશ્વરપ્રસાદથી, પતિમુખમાંથી નિત્ય પડતા ગાનસ્વરોમાં આજ જ નવો જીવ આવ્યો હોય અથવા તે પોતેજ અહુણાં નવી જન્મી હોય તેમ પતિએ ગાયેલી કવિતાનો ઉપભેાગ ગુણસુંદરીને એકદમ અચિન્તયે થયો, તેનું મુખ મલકાઈ ગયું, રોમોત્કમ્પ થયો; નેત્ર વિકાસ પામ્યાં, અંતર્માં વળી રહ્યાં, અને અંતે સ્નેહના ઉલ્લાસને બળે પતિનેત્ર સામું અનિમિષ જોઈ રહ્યાં. જાતે ચળકતાં અને ચન્દ્રિકથી પ્રકાશિત થયેલાં એ સ્ત્રીનેત્રની કાળી કીકિયોની વચ્ચોવચ પોતાના આકારનું પ્રતિબિમ્બ પડેલું હતું તેના ઉપર સ્નેહસમાધિસ્થ વિદ્યાચતુરની દૃષ્ટિ પડી. પત્નીની ન્હાની કીકિયોમાં પોતે ન્હાને રૂપે સંક્રાત થયો જોઈ– “આજ ત્હારા હૃદયમાં પણ હું ન્હાને રૂપે – કવિતારૂપે – સંક્રાત થયો છું, અને ત્હારી કીકિયોની પેઠે – ત્હારા સર્વાંગ પેઠે ત્હારું હૃદય પણ અનિમિષ બની મ્હારા પ્રતિબિમ્બનું ધારણ કરે છે ” એવું સૂચવતો હોય તેમ પતિ પણ ગમ્ભીર આનન્દમય વદનથી પત્ની સામું જોઈ રહ્યો. માનસિક સ્નેહનો આજ પ્રથમજ ઉભયને અનુભવ થયો. નવો ગર્ભ ધરનારીની પેઠે પત્નીએ બીજો દિવસ પ્રફુલ્લ વિચારમાં ગાળ્યો અને અંતે અભણ અવસ્થામાં ગરબીઓ રચનારીએ આજની અવસ્થાએ પહોંચી પતિના શ્લોકના પ્રતિધ્વનિરૂપ–પ્રત્યુત્તરરૂપ–નવી કવિતા વાલ્મીકિની પેઠે ઈશ્વરપ્રેરણાથી રચી ક્‌હાડી પાછો રાત્રિએ એજ પ્રસંગ આવતાં શુદ્ધ- સ્નેહના નવા ચાખેલા રસના લોલુપ વિલાસી પતિએ એજ શ્લોક ફરી ગાયા – એજ હૃદયસંયોગ ફરી ભોગવ્યો; પણ ગઈ કાલનાથી આજ અધિક અનુભવ મળવા વારો આવ્યો. મુગ્ધજેવી પત્ની પતિઉત્સાહને પ્રતિધ્વનિ કરવા ધૃષ્ટ બની.[૧] પતિએ ગાયેલા ગાનને અંતે થયેલું તારાલગ્ન દૃઢતર કરી, ઉદયમાન ચંદ્રકલા પોતાના કર સામા ઉભેલા અને નવા તેજથી ચલકતા મેઘ ઉપર ટેકવે તેમ પતિના સ્કન્ધ ઉપર સુકુમાર અને ગૌર કર ટેકવી, ચન્દ્રતેજના સ્પર્શથી ચંદ્રકાંત રસ ઝરવા લાગતો હોય, પતિના સ્પર્શે પોતે જ શુંગાર ઝરવા લાગી હોય, તેમ નવરસિક લલના પોતાની નવી કવિતા એકદમ આરંભી ધીમા મૃદુ

१अन्यदा भूषणं पुंसां क्षमा लज्जेव योषिताम् ।
<center>'''१अन्यदा भूषणं पुंसां क्षमा लज्जेव योषिताम् ।'''</center>
पराक्रमः परिभवे वैयात्यं सुरतेष्विव ॥ माघ -
<center>'''पराक्रमः परिभवे वैयात्यं सुरतेष्विव ॥ माघ -'''</center>
         (તે પરથી સૂચિત)
         (તે પરથી સૂચિત)
​સ્વરથી ગાવા લાગી અને ગાતી ગાતી ચંદ્ર અને તારા ભરેલા આકાશની સમક્ષ નવી શશિકલા જેવી ખીલવા લાગી:–
​સ્વરથી ગાવા લાગી અને ગાતી ગાતી ચંદ્ર અને તારા ભરેલા આકાશની સમક્ષ નવી શશિકલા જેવી ખીલવા લાગી:–
18,450

edits

Navigation menu