સરસ્વતીચંદ્ર ભાગ ૨/જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર|}} {{Poem2Open}} સરસ્વતીચંદ્રના...")
 
No edit summary
 
Line 37: Line 37:
એવામાં રસ્તાની એક બાજુ પરની ઝાડીમાં કાંઇક ખખડાટ થયો, અને થોડી વારમાં એક મહાન અજગર – કાળો નાગ – ફુંફવાડા મારતો ઝાડીમાંથી રસ્તાઉપર દાખલ થયો, અને ફુવારાના પાણીપેઠે ઉછળતો ઉછળતો સરસ્વતીચંદ્ર પડ્યો હતો એણી પાસે સમુદ્રના - અટકે નહી એવા – મોજાપેઠે આવ્યો. સરસ્વતીચંદ્રના અશક્ત શરીરમાં એના ધસારાએ અને ફુફવાડાએ અચિંતી લેશ શક્તિ આણી અને ​ઉઠાયું તો નહી પણ નાગ આવતો હતો તે ભણી દૃષ્ટિ ફેરવી અને યમદૂત જેવા નાગને એણે દીઠો અને તેની સાથે આંખો આકાશ ભણી હતી તેવી કરી દીધી. સગાંસ્નેહીના વિચાર, પશ્ચાત્તાપ, દીનતા, શોક, અને આંસુ એ સર્વ સંસારના પદાર્થોનો વીજળીની ત્વરાથી ત્યાગ કરી દીધો, અને મહામંગળસમય જેવા મરણકાળને વાસ્તે સરસ્વતીચંદ્ર આંખના પલકારા જેટલી વારમાં સજજ અને સાવધાન થઇ ગયો. આ સર્પ પોતાને ક્યારે ડસે છે તેની વાટ ધડકતા હૃદયથી જોવા લાગ્યો. સર્વ સંસારનું હવે અવસાન આવે છે સમજી, ક્ષોભ તજી, તે શાંત થઇ ગયો. વિચારનો અવકાશ મળ્યે, ઉપજેલું મરણ-ભય, અવકાશ જતો રહ્યો તેની સાથે, જતું રહ્યું. માત્ર આત્મરક્ષણની સાહજિક વૃત્તિ[૧] સૂર્ય ગયા પછી પણ સૂર્યનાં કિરણ રસળે તેમ હજી રહી હતી અને એ વૃત્તિએ પણ એવું જ શીખવ્યું કે નાગની પાસે સચેતન દેખાવા કરતાં જડ દેખાઇ, જાય તે રસ્તે તેને જવા દેવો એ જ સારું છે. મહાસર્પ દોડતો દોડતો આવ્યો તે ક્ષણે સરસ્વતીચંદ્ર આવાં કારણથી હાલતો ચાલતો બંધ થઈ સ્તબ્ધ બની શ્વાસ રુંધી પડી રહ્યો. સર્પ આડો અવળો વાંકો થતો એની પાસે આવ્યો, પોતાના માર્ગને અવરોધ કરતો એને દેખી એની ચારે પાસ પ્રદક્ષિણા કરવા લાગ્યો, અને અંતે પ્રથમ હતો તે પાસે આવી એની છાતીપર ચ્હડી ગયો. સાપ પાંચ છ હાથ લાંબો, ચાર પાંચ આંગળ જાડો, અને વિકરાળ હતો. તારાના તેજમાં એની તીવ્ર આંખો, ધોળી મુછો, અને કાંચળીમાંનો પટ આભાસ ધરવા લાગ્યા. પોતાની પ્હોળી મ્હોટા પાંદડા જેવી અગ્રફણા ઉંચી કરી કંપાવવા માંડી સરસ્વતીચંદ્રની છાતીપર નાગરાજ ડોલવા અને ભયાનક ડાકલી વગાડવા લાગ્યો. સરસ્વતીચંદ્રના ધૈર્યની સીમા આવી ગઇ અને સાપ કરડ્યો હોય એવી જ વૃત્તિ આ દેખાવ જોઇ એને થઇ ગઇ. તેના ઓઠ, નખ, અને દાંત કાળા પડ્યા હશે તે તે અંધારામાં શું જણાય પણ તે સર્વમાં શીત વ્યાપી ગયું, કાન બ્હેરા થઇ ગયા, શરીરમાંથી લોહી ફટકી ગયું, અને આત્મા શબ જેવા શરીરમાં માત્ર સાક્ષીરૂપે રહ્યા. પાંચ સાત મીનીટ સુધી વિષમય પ્રાણી આ શરીર ઉપર આમ તેમ ફર્યો અને એના ભાર નીચે ચગદાતા ગયા તેમ તેમ શરીરના અવયવ એક પછી એક મરી ગયા જેવા થયા. અંતે એકદમ પુંછડુ જોરથી સરસ્વતીચંદ્રના મોંપર ઝાપટી, શરીર ઉપરથી ઉતરી, સાપ સામે રસ્તે ચાલ્યો ગયો. તે પળે “ઓ કરડ્યો !” એવી વેદના

૧. Instinct of self-preservation.
<ref>Instinct of self-preservation.</ref>
​સરસ્વતીચંદ્રના રહેલા ભાનના અંગારામાં [૧]વિષપેઠે વ્યાપી ગઇ અને તેની
​સરસ્વતીચંદ્રના રહેલા ભાનના અંગારામાં વિષપેઠે<ref>વિષ-ઝેર, પાણી.</ref> વ્યાપી ગઇ અને તેની
સાથે એ અંગારો હોલાઇ ગયો. જંગલ પાછું હતું તેવું થઇ ગયું; સરસ્વતીચંદ્રના હૃદયના ધબકારા પણ બંધ થઇ ગયા; એને ધારણ કરનારી રાત્રિચિતામાં અંધકાર ભડભડ લાગવા માંડ્યો, અને જંગલ-સ્મશાનમાં પ્રાણી બંધુઓની પોકેપોક ચારે પાસ ગાજી રહી અને આકાશને ભેદવા લાગી. કઠણમાં કઠણ કાળજાં ચીરી નાંખે એવી મરણપોક જેવી સિંહગર્જના બીજા સર્વ નાદને ડુબાવી દેઇ એકલી સંભળાવા લાગી; અને દશે દિશાઓ ઘોર શૂન્ય અંધકારમાં યમને ખેાળે પડેલા સરસ્વતીચંદ્રની પ્રાણયાત્રાના અવસાનના સાક્ષીભૂત થવા,એ સુતો હતો ત્યાંથી ફરતા બે ત્રણ ગાઉ સુધીમાં, કોઇ માનવી આ ભયંકર પ્રહરે હશે એવી કલ્પના પણ થવાનું કારણ ન હતું. ચારે પાસનું જંગલ, પૃથ્વી, આકાશ, અને સર્વ દિશાઓ એકદમ આ પુરુષના પ્રાણને વાસ્તે પોકારતી હતી અને એ પોકાર અંધકારમાં પડઘા પામી ગાજી ઉઠતો હતો. “ઓ સરસ્વતીચંદ્ર !” – “સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ઓ ! ઓ !”...... એવી લંબાતી કારમી ચીસ આખા અરણ્યમાંથી ઉંચા તાડોનાં વચાળાંમાં થઇને નીકળતી લાગતી હતી, અને ઠેઠ મનહરપુરીમાં પ્હોચી ચંદ્રકાંતના હૃદયને ચીરતી હતી, અને સુવર્ણપુર સુધી પ્હોચી ગરીબ કુમુદસુંદરીની આંખોમાંથી ઉંઘને હાંકી ક્‌હાડી આંસુનો સાગર ઉભરાવતી હતી અને અમાત્યનો મ્હેલ અને પ્રમાદધનનું રંગભવન તેને મન સ્મશાન જેવું કરી દેતી હતી.

માનવીનો પગસંચાર આ અરણ્યમાં થવો અસંભવિત હતો તેવે આ પ્રહરે જે રસ્તે સરસ્વતીચંદ્ર શબવત પડ્યો હતો તે રસ્તાપર કેટલેક છેટે પૂર્વદિશામાં ભૂતાવળ જેવું એક ટોળું આવતું હતું એ ટોળું બ્હારવટિયાઓનું ન હતું, કારણ એ લોક તો ક્યારના વડ આગળથી વેરાઇ ગયા હતા. અત્યારે રાત્રિના અગિયાર વાગ્યા હતા, અને રાત્રિ વધી તેમ તેમ ભયંકર થતી ગઇ, ભયંકર પશુઓની ચીસો વધતી ગઇ, અને ધુવડ ઠેકાણે ઠેકાણે નીકળી પડી ઘુઘવવા લાગ્યાં. જંગલમાં પડતી ચીસોનો પ્રત્યુત્તર મનહરપુરીની શેરીઓના કુતરા મ્હોટે સાદે કરવા લાગ્યા અને તેમનું ભસવું અને રોવું આ રસ્તા સુધી સંભળાવા લાગ્યું. આકાશમાં તારાઓના પોપડે પોપડા બંધાયા અને તેમનું તેજ એકાંત ભયસૂચક લાગવા માંડયું. ક્વચિત એકાદ રડીખડી કાળાશ મારતી ન્હાની વાદળી શીવાય જ્યાં જુવો ત્યાં તારા - જ તારા અને વચ્ચે -

૧. વિષ-ઝેર, પાણી.
​ભયંકર કાળું આકાશ. ઝાકળ પણ પડવા માંડતું હતું અને ભયભીત

જગતને શરીરે પરસેવાપેઠે એકઠું થઈ સર્વને ઠંડોગાર કરી નાંખી કંપાવતું હતું. ત્રિભેટાની પૂર્વ ભણીથી આ ઘડિયે ભયંકર ભૂતાવળી જેવું ટોળું આવતું હતું અને રાત્રિની ભયંકરતાને વધારતું હતું.

18,450

edits

Navigation menu