18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} સવારનો કુમળો તડકો આંગણામાં ઢોળાતો હોય ત્યારે વિનુભાઈ પાતળો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''મમ સત્યમ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સવારનો કુમળો તડકો આંગણામાં ઢોળાતો હોય ત્યારે વિનુભાઈ પાતળો મલમલનો સફેદ સદરો પહેરી હીંચકે બેઠા હોય. હાથમાં એકસોસાઠ ઉપનિષદનું સંકલન હોય. શ્લોકના ઉચ્ચારણ, આરોહ-અવરોહ અને નાભિસ્વર પર સમગ્ર ચેતના એકત્રિત થયેલી હોય. ત્રિભેટે ઊભેલું ટેનામેન્ટ એટલે આવતાં-જતાં બધાની નજર પડે જ. કોઈ ડોકિયું કરે, કોઈ હસીને હળવા-મળવાનો પ્રયત્ન કરે પરંતુ વિનુભાઈ માથું ઊંચું કરે નહીં. કોઈની પંચાતમાં પડવાનું નહીં. કોઈને આપણી પંચાતમાં પડવા દેવાનું નહીં. કેટલાક પથ્થરની લકીર જેવા જીવનસિદ્ધાંત પાળેલા, જે યથાવત્ હતા. આંગણામાં આભને આંબી જતાં આસોપાલવ પવનમાં હાથીની જેમ ડોલતાં. તડકો એની રમત રમતો. તડકાનાં ચોસલાં વિનુભાઈની આસપાસ ભમરડાની પેઠે ફરતાં. | સવારનો કુમળો તડકો આંગણામાં ઢોળાતો હોય ત્યારે વિનુભાઈ પાતળો મલમલનો સફેદ સદરો પહેરી હીંચકે બેઠા હોય. હાથમાં એકસોસાઠ ઉપનિષદનું સંકલન હોય. શ્લોકના ઉચ્ચારણ, આરોહ-અવરોહ અને નાભિસ્વર પર સમગ્ર ચેતના એકત્રિત થયેલી હોય. ત્રિભેટે ઊભેલું ટેનામેન્ટ એટલે આવતાં-જતાં બધાની નજર પડે જ. કોઈ ડોકિયું કરે, કોઈ હસીને હળવા-મળવાનો પ્રયત્ન કરે પરંતુ વિનુભાઈ માથું ઊંચું કરે નહીં. કોઈની પંચાતમાં પડવાનું નહીં. કોઈને આપણી પંચાતમાં પડવા દેવાનું નહીં. કેટલાક પથ્થરની લકીર જેવા જીવનસિદ્ધાંત પાળેલા, જે યથાવત્ હતા. આંગણામાં આભને આંબી જતાં આસોપાલવ પવનમાં હાથીની જેમ ડોલતાં. તડકો એની રમત રમતો. તડકાનાં ચોસલાં વિનુભાઈની આસપાસ ભમરડાની પેઠે ફરતાં. | ||
Line 183: | Line 185: | ||
સાંભળ્યું ન હોય એમ ‘નીચે ચાલો પપ્પા, જલ્દી. મોટુને સ્કૂલે લેવા જવાનો સમય થઈ ગયો છે, બિચારો રાહ જોતો ઊભો હશે.’ કહી દીકરી ઝડપથી સીડી ઊતરી ગઈ. | સાંભળ્યું ન હોય એમ ‘નીચે ચાલો પપ્પા, જલ્દી. મોટુને સ્કૂલે લેવા જવાનો સમય થઈ ગયો છે, બિચારો રાહ જોતો ઊભો હશે.’ કહી દીકરી ઝડપથી સીડી ઊતરી ગઈ. | ||
{{Right| | {{Right|(ગદ્યપર્વઃ મે, ૨૦૦૬)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits