સરસ્વતીચંદ્ર ભાગ ૪/વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય અને સરસ્વતીચંદ્રના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય અને સરસ્વતીચંદ્રના|}} {{Poem2Open}} तद...")
 
No edit summary
 
Line 12: Line 12:
વિષ્ણુદાસ બાવા સુન્દરગિરિ ઉપર હોય ત્યારે તેમનું આન્હિક નિશ્ચિત પ્રનાલિકા પ્રમાણે ચાલતું પણ સાધુસંઘ પર્વત ઉપરથી ઉતરી નીચલા દેશમાં અલખ જગવવા જતો તે પ્રસંગે તે તેમનો કાળ જ્ઞાનવાર્ત્તામાં જ જતો. અમુક સ્થાનનો સંકેત કરી ત્યાં વિષ્ણુદાસ બે ચાર સાધુઓ સાથે મધ્યાન્હ ગાળતા અને બીજા સર્વ સાધુઓ ચારે પાસ છુટા છુટા વેરાઈ જતા. સૂર્ય જરા નમે એટલે વિષ્ણુદાસ પણ પાસેના કોઈ ગામમાં કે નગરમાં, મઠમાં કે તીર્થમાં, ઉપદેશ કરવા જતા, અને સંસારી વિદ્વાનો તેમની પાસે આવે તેને બોધ આપતા. સન્ધ્યાકાળે અન્ધકાર પડે ત્યાં સાધુઓ સંકેતસ્થાનમાં મળે, શ્રમ ઉતારે, મળેલી ભિક્ષામાં ફલમૂલ હોય તેનું પ્રાશન કરે અથવા રસોઈ કરી જમે, અને અંતે સુન્દરગિરિ પાછા જાય.

રત્નનગરી અને મનહરપુરી વચ્ચે એક મ્હોટું હિમસર નામનું સરોવર હતું, અને ચંદ્રાવલી સરસ્વતીચંદ્રને મળી પાછી ગઈ તે પળે આ સરોવર સુધી સાધુઓ પ્હોચી ગયા અને તેને તીરે લીંબડા, આંબા, અને પીપળાના વૃક્ષોની ઘટાવાળું સ્થાન હતું ત્યાં સંકેતસ્થાન રાખી સઉ વેરાવા લાગ્યા. વિહારમઠનો અધિષ્ઠાતા જ્ઞાનભારતી, વૃદ્ધ બ્રહ્મચારી સાધુ જાનકીદાસ, વિહારપુરી, અને બે બીજા સાધુઓ વિષ્ણુદાસ પાસે રહ્યા. આ બે બીજા સાધુઓ મૂળ સંસારી હતા અને વિષ્ણુદાસની પેઠે જ પૂર્વાશ્રમનો ત્યાગ કરી સાધુ થયા હતા. એ બે જણ વીશ બાવીશ વર્ષના હતા, ઈંગ્રેજી જાણતા હતા, અને વિરક્ત લાગતા હતા. તેમાંનો એક સ્વભાવે શાંત અને બુદ્ધિમાં ​જરા જડ હતો. તેણે પોતાનું નામ શાંતિદાસ પાડ્યું હતું. બીજો સ્વભાવમાં તેમ બુદ્ધિમાં જરી મસ્ત હતો અને તેને એટલી બધી વાતોમાં શંકા થતી કે એણે પોતાનું નામ જાતે જ શંકાપુરી પાડ્યું હતું અને, મશ્કરીમાં શાંતિદાસને શમ્કાભારતી નામ આપી, શંખભારતી ઉચ્ચાર કરતો હતો. શાંતિદાસ તેમાં પણ શાંતિ રાખતો હતો. સુન્દરગિરિનો સંપ્રદાય એવો હતો કે નવા સાધુઓને અલખ જગવવા કે ભિક્ષાર્થે મોકલવો નહી પણ વર્ષાવધિ ગુરના અન્તેવાસી [૧] થઈ ર્‌હે.
રત્નનગરી અને મનહરપુરી વચ્ચે એક મ્હોટું હિમસર નામનું સરોવર હતું, અને ચંદ્રાવલી સરસ્વતીચંદ્રને મળી પાછી ગઈ તે પળે આ સરોવર સુધી સાધુઓ પ્હોચી ગયા અને તેને તીરે લીંબડા, આંબા, અને પીપળાના વૃક્ષોની ઘટાવાળું સ્થાન હતું ત્યાં સંકેતસ્થાન રાખી સઉ વેરાવા લાગ્યા. વિહારમઠનો અધિષ્ઠાતા જ્ઞાનભારતી, વૃદ્ધ બ્રહ્મચારી સાધુ જાનકીદાસ, વિહારપુરી, અને બે બીજા સાધુઓ વિષ્ણુદાસ પાસે રહ્યા. આ બે બીજા સાધુઓ મૂળ સંસારી હતા અને વિષ્ણુદાસની પેઠે જ પૂર્વાશ્રમનો ત્યાગ કરી સાધુ થયા હતા. એ બે જણ વીશ બાવીશ વર્ષના હતા, ઈંગ્રેજી જાણતા હતા, અને વિરક્ત લાગતા હતા. તેમાંનો એક સ્વભાવે શાંત અને બુદ્ધિમાં ​જરા જડ હતો. તેણે પોતાનું નામ શાંતિદાસ પાડ્યું હતું. બીજો સ્વભાવમાં તેમ બુદ્ધિમાં જરી મસ્ત હતો અને તેને એટલી બધી વાતોમાં શંકા થતી કે એણે પોતાનું નામ જાતે જ શંકાપુરી પાડ્યું હતું અને, મશ્કરીમાં શાંતિદાસને શમ્કાભારતી નામ આપી, શંખભારતી ઉચ્ચાર કરતો હતો. શાંતિદાસ તેમાં પણ શાંતિ રાખતો હતો. સુન્દરગિરિનો સંપ્રદાય એવો હતો કે નવા સાધુઓને અલખ જગવવા કે ભિક્ષાર્થે મોકલવો નહી પણ વર્ષાવધિ ગુરના અન્તેવાસી <ref>પાસે ર્‌હેનાર શિષ્ય</ref>થઈ ર્‌હે.

સરોવરના આરા ઉપર દૃષ્ટિ પડે એવે સ્થાને એક આંબાના થડ આગળ મૃગચર્મ પાથરી સર્વેયે વિષ્ણુદાસ માટે બેઠક રાખી. શંકાપુરી અને શાન્તિદાસ સરોવરમાં તરવા પડ્યા. બાકીનું મંડળ ગુરુની આશપાશ બેઠું. સરોવર ભણી દૃષ્ટિ ફેરવી વિષ્ણુદાસ બોલ્યા.

Line 31: Line 31:

વિષ્ણુ૦- આજ રાત્રિથી નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં વાસ આપવો.

૧. પાસે ર્‌હેનાર શિષ્ય
જાનકી૦- તેમને તો વિહારમઠ પાસે કંઈ સ્થાન મળે તો ઠીક, કે ચિકિત્સા પુરી થયે એ મઠરૂપ ઔષધ પણ પાસે જડે.

Line 193: Line 191:
વિષ્ણુ૦- જો આટલું કર્તવ્ય હોય તો સાહસ અસાહસનો વિચાર કર્તવ્ય નથી. કેવળ પરમ અલક્ષ્ય તત્વનો વિચાર કરીયે તો, વિહારપુરી, તું જે ક્‌હે છે તે જ સત્ય છે પણ જો એ અલક્ષ્યના લક્ષ્ય સ્વરૂપના ધર્મ વિચારીયે તો જે ન્યાયે કૃષ્ણપરમાત્મા પાણ્ડવોના સાધનભૂત થતા હતા તે જ

૧. ભાગ ૩. પૃષ્ઠ ૧૨૧.
૧. ભાગ ૩. પૃષ્ઠ ૧૨૧.
૨. ભાગ ૩. પૃષ્ઠ ૧૨૨.
૨. ભાગ ૩. પૃષ્ઠ ૧૨૨.
૧. ઋતંભરા પ્રજ્ઞાનું વર્ણન હવેના પ્રકરણમાં આવશે.

૨. જળમાંથી કચરો નીચે બેસાડવાને અને તે ઉપર નીતરી રહેલું પાણી નિર્મળ કરવાને માટે નિર્મળી નામનો પદાર્થ પાણીમાં નાંખવાનો કાશીમાં પરિચય છે.

​ન્યાયે આ વસ્તુ કર્તવ્ય છે. ઈશરૂપ લક્ષ્યપરમાત્મા અનીશ જીવન ઉપર

કૃપા કરી તેને પોતાના દૃષ્ટિપાતવડે પોતાનું સામ્ય આપે છે[૧] તે જ કૃપાને સ્થાને ઈશનું સામ્ય પામેલા જીવસ્ફુલિંગ અન્ય જીવપર પ્રીતિ રાખે છે અને પ્રીતિને બળે તેને પોતાનું સામ્ય આપે છે. એક તરુ ઉપર વળગેલા ઈશ અને અનીશની, તેમ અનીશ અને અનીશની, વચ્ચે આવાં નાડીચક્ર છે, સત્પુરુષોની ઊર્ધ્વ ગતિમાં અને અસત્પુરુષોની અધોગતિમાં આ ચક્ર, સાધનભૂત થાય છે. મ્હારી અને નવીનચંદ્રજીની વચ્ચે તેમ તેની અને સાધુજનોની વચ્ચે આવું નાડીચક્ર બંધાઈ ચુકયું છે, અને નવીનચંદ્રજી મ્હારી જોડે એક નાડીથી સંધાઈ ઊર્ધ્વગતિ પામે તો તે મ્હારો લક્ષ્યધર્મ છે. વિહારપુરી, નવીનચંદ્રજી જાગૃત અવસ્થામાં કે સ્વપ્નમાં આ નાડીસંયોગનું આકર્ષણ અનુભવશે અને તેથી ઉતરતે પ્રકારે, મધુરીમૈયા તેમની સાથે સત્ય નાડીબન્ધથી સંગત હશે તો, એ પણ આ આકર્ષણના હેલારા અનુભવશે. અન્ય વિરાગમૂલક સંપ્રદાયમાં લક્ષ્ય ધર્મનો અનાદર કરી અલક્ષ્ય સાધન શ્રેષ્ઠ ગણાય છે; પણ આપણામાં તો લક્ષ્યધર્મનો આદર કરીનેજ અલક્ષ્યાવગાહન થાય છે.”

Line 204: Line 202:
એ મંત્રનું રહસ્ય તો આવા લક્ષ્યધર્મથી જ સધાય છે. પરસ્પરનું ઉદ્દબોધન કરવું એ આ ધર્મોમાં પરમધર્મ છે તે સાધવાનો વારો આજ મ્હારે શિર છે, કારણ ધારેલું કાર્ય મ્હારા વિના બીજાથી સાધ્ય નથી. બચ્ચા વિહારપુરી, જે સ્વરૂપે લક્ષ્યધર્મ વિહારમઠમાં શિષ્ટ છે અને જેનો ત્યાગ આપણે કરીયે છીયે તે ધર્મપ્રાપ્ત ત્યાગ ત્યાગકામી થઈને નથી કરતા, પણ એ ત્યાગ જાતેજ લક્ષ્યધર્મ થાય છે ત્યારે આપણે તેને સ્વીકારીયે છીએ. તો પછી નવીનચંદ્રજી જેવા સાધુજન પ્રતિ આવો સૂક્ષ્મ લક્ષ્યધર્મ પાળવો એ તો સર્વ સાધુજનોને અલક્ષ્યમાં અવગાહન કરાવવાનો માર્ગ જ ગણવો.

૧. ત્રીજો ભાગઃ પૃષ્ઠ ૧રપ.
૧. ત્રીજો ભાગઃ પૃષ્ઠ ૧રપ.
૨. ભાગ ૩. પૃષ્ઠ ૧૦૦ અને ૧૧૩-૧૧૪.
૨. ભાગ ૩. પૃષ્ઠ ૧૦૦ અને ૧૧૩-૧૧૪.
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu