(9 intermediate revisions by 2 users not shown) |
Line 7: |
Line 7: |

| == ઉમાશંકરની સ્મૃતિમાં ==

| <poem>
| | {{Box |
| ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો અઠ્યાસી લગીનાં વર્ષોમાં
| | |title = પ્રારંભિક |
| વારંવાર તમે મને વાત્સલ્યભાવે પૂછ્યું હતું, ‘કૈં લખાયું છે ?’
| | |content = |
| ત્યારે મેં અપરાધભાવે માત્ર એટલું જ કહ્યું હતું, ‘ના.’
| | * [[પુનશ્ચ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| એકવાર તો તમે મને રોષ – વધુ તો દુ:ખ – સાથે કહ્યું હતું,
| | * [[પુનશ્ચ/પ્રારંભિક | પ્રારંભિક]] |
| ‘ભલે, તો આપણાથી ઓછા લાપરવા લોકો લખશે.’
| | * [[પુનશ્ચ/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| આજે તમે નથી, હવે ક્યાંથી કહું ? –
| | * [[પુનશ્ચ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| ‘જુઓ, લખાયું છે. લ્યો, આ રહ્યું.’

| </poem> | |

| == મનમાં == | | {{Box |
| <poem>
| | |title = અનુક્રમ |
| સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ?
| | |content = |
| પુરુષ : તો તમારા મનમાં શું હતું ?
| | * [[પુનશ્ચ/ઉમાશંકરની સ્મૃતિમાં|1 ઉમાશંકરની સ્મૃતિમાં]] |
| સ્ત્રી : હવે નહિ કહું.
| | * [[પુનશ્ચ/મનમાં|2 મનમાં]] |
| {{space}} (એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.)
| | * [[પુનશ્ચ/રસ્તો|3 રસ્તો]] |
| સ્ત્રી : તમે સમજુ છો,
| | * [[પુનશ્ચ/આશ્ચર્ય|4 આશ્ચર્ય]] |
| {{space}} પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
| | * [[પુનશ્ચ/ચહેરો|5 ચહેરો]] |
| પુરુષ : તમે પણ સમજુ છો,
| | * [[પુનશ્ચ/નામ|6 નામ]] |
| {{space}} તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
| | * [[પુનશ્ચ/જોડે જોડે|7 જોડે જોડે]] |
| {{space}} (એ બેની આંખમાં સ્મિત હતું.)
| | * [[પુનશ્ચ/પાસે, દૂર|8 પાસે, દૂર]] |
| | * [[પુનશ્ચ/તમે જે નથી|9 તમે જે નથી]] |
| | * [[પુનશ્ચ/હું તમને ખોઈ રહી|10 હું તમને ખોઈ રહી]] |
| | * [[પુનશ્ચ/રહસ્યોમાં|11 રહસ્યોમાં]] |
| | * [[પુનશ્ચ/મારી આંખો|12 મારી આંખો]] |
| | * [[પુનશ્ચ/સૌંદર્ય અને સત્ય|13 સૌંદર્ય અને સત્ય]] |
| | * [[પુનશ્ચ/પ્રમાણિક-અપ્રમાણિક|14 પ્રમાણિક-અપ્રમાણિક]] |
| | * [[પુનશ્ચ/ચાલો દૂર દૂર|15 ચાલો દૂર દૂર]] |
| | * [[પુનશ્ચ/આમ તમે જો ન આવો|16 આમ તમે જો ન આવો]] |
| | * [[પુનશ્ચ/તમે જો ન હો|17 તમે જો ન હો]] |
| | * [[પુનશ્ચ/જેને ‘મારું’ કહી શકું|18 જેને ‘મારું’ કહી શકું]] |
| | * [[પુનશ્ચ/તમે ધ્રુવ, તમે ધરી|19 તમે ધ્રુવ, તમે ધરી]] |
| | * [[પુનશ્ચ/પ્રેમમાં વિલંબ|20 પ્રેમમાં વિલંબ]] |
| | * [[પુનશ્ચ/મારા પ્રેમમાં|21 મારા પ્રેમમાં]] |
| | * [[પુનશ્ચ/તમારો પ્રેમ|22 તમારો પ્રેમ]] |
| | * [[પુનશ્ચ/સ્મૃતિ|23 સ્મૃતિ]] |
| | * [[પુનશ્ચ/આ મારી જાતનું શું કરીશ ?|24 આ મારી જાતનું શું કરીશ ?]] |
| | * [[પુનશ્ચ/રમત|25 રમત]] |
| | * [[પુનશ્ચ/અસ્તિત્વ|26 અસ્તિત્વ]] |
| | * [[પુનશ્ચ/મારી રીતે|27 મારી રીતે]] |
| | * [[પુનશ્ચ/તમે અતિવિચિત્ર છો|28 તમે અતિવિચિત્ર છો]] |
| | * [[પુનશ્ચ/ગમતું નથી|29 ગમતું નથી]] |
| | * [[પુનશ્ચ/આરંભ કે અંત ?|30 આરંભ કે અંત ?]] |
| | * [[પુનશ્ચ/વિરામચિહ્નો|31 વિરામચિહ્નો]] |
| | * [[પુનશ્ચ/અંતે તમે હાર્યા|32 અંતે તમે હાર્યા]] |
| | * [[પુનશ્ચ/અધવચ|33 અધવચ]] |
| | * [[પુનશ્ચ/વિરહ|34 વિરહ]] |
| | * [[પુનશ્ચ/મિલન|35 મિલન]] |
| | * [[પુનશ્ચ/એકાન્તમાં|36 એકાન્તમાં]] |
| | * [[પુનશ્ચ/કાચના ઘરમાં|37 કાચના ઘરમાં]] |
| | * [[પુનશ્ચ/તમારું ઘર|38 તમારું ઘર]] |
| | * [[પુનશ્ચ/તમે શાન્ત છો|39 તમે શાન્ત છો]] |
| | * [[પુનશ્ચ/જવું જ છે તો જાઓ|40 જવું જ છે તો જાઓ]] |
| | * [[પુનશ્ચ/સર્પ ? કે રજ્જુ ? કે બન્ને ?|41 સર્પ ? કે રજ્જુ ? કે બન્ને ?]] |
| | * [[પુનશ્ચ/છે છે અને નથી નથી|42 છે છે અને નથી નથી]] |
| | * [[પુનશ્ચ/પ્રેમમાં|43 પ્રેમમાં]] |
| | * [[પુનશ્ચ/સ્વપ્ન|44 સ્વપ્ન]] |
| | * [[પુનશ્ચ/એનાં એ બે જણ|45 એનાં એ બે જણ]] |
| | * [[પુનશ્ચ/મહોરાં|46 મહોરાં]] |
| | * [[પુનશ્ચ/વિરહમાં મિલન, મિલનમાં વિરહ|47 વિરહમાં મિલન, મિલનમાં વિરહ]] |
| | * [[પુનશ્ચ/સ્મૃતિમાં|48 સ્મૃતિમાં]] |
| | * [[પુનશ્ચ/એકાન્ત અને એકલતા|49 એકાન્ત અને એકલતા]] |
| | * [[પુનશ્ચ/એક ફૂલ|50 એક ફૂલ]] |
| | * [[પુનશ્ચ/એક ફળ|51 એક ફળ]] |
| | * [[પુનશ્ચ/કૃતજ્ઞતાને ઊજવી રહ્યો|52 કૃતજ્ઞતાને ઊજવી રહ્યો]] |
| | * [[પુનશ્ચ/અરધી સદી પછી|53 અરધી સદી પછી]] |
| | * [[પુનશ્ચ/પંચોતેરમે|54 પંચોતેરમે]] |
| | * [[પુનશ્ચ/સિત્યોતેરમે|55 સિત્યોતેરમે]] |
| | * [[પુનશ્ચ/એંશીમે|56 એંશીમે]] |
| | * [[પુનશ્ચ/એંશી પછી|57 એંશી પછી]] |
| | * [[પુનશ્ચ/જન્મદિવસ|58 જન્મદિવસ]] |
| | * [[પુનશ્ચ/પ્રતીક્ષા|59 પ્રતીક્ષા]] |

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| | | {{HeaderNav2 |
| == રસ્તો ==
| | |previous = |
| | | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| <poem>

| સ્ત્રી : હવે તમે અંદર આવવાનો રસ્તો જાણો છો.

| પુરુષ : અંદર આવવાનો રસ્તો હું જાણું તે પહેલાં

| {{space}}મારે બહાર જવાનો રસ્તો જાણવો જોઈએ.

| સ્ત્રી : એમ કેમ ?

| પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય,

| {{space}}ટાપુ પર સર્સી હોય,

| {{space}}એના હાથમાં જાદુઈ પુષ્પો હોય,

| {{space}}એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય,

| {{space}}ત્યાં હું યુલીસિસ.

| {{space}}હવે ન પૂછશો ‘એમ કેમ ?’

| {{space}}હવે તમે તો એમના એમ.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == આશ્ચર્ય ==

| <poem>

| સ્ત્રી : આશ્ચર્ય થાય છે આપણે અહીં શા માટે આવ્યાં છીએ.

| પુરુષ : આશ્ચર્ય થાય એટલા માટે.

| સ્ત્રી : શું આશ્ચર્ય ?

| પુરુષ : તમે ને હું,

| {{space}}તમે દક્ષિણ ને હું ઉત્તર,

| {{space}}તમે ગૌર ને હું શ્યામ,

| {{space}}તમે કોમળ ને હું કઠોર,

| {{space}}તમે ક્યહીં ને હું ક્યહીં,

| {{space}}છતાંય આ ક્ષણે આપણે બે અહીં.

| {{space}}આ આશ્ચર્ય.

| સ્ત્રી : એ આશ્ચર્ય વિશે પણ આશ્ચર્ય થાય છે તે શા માટે ?

| પુરુષ : એટલા માટે કે...

| ના, એનો ઉત્તર નથી

| {{space}}છે માત્ર આશ્ચર્ય.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == ચહેરો ==

| <poem>

| સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારું પહોળું કપાળ મને ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારું લાંબું નાક મને બહુ ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારી ભૂરી બે આંખો મને બહુ જ ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == નામ ==

| <poem>

| સ્ત્રી : તમારું નામ મને ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : એનો અવાજ મને ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : એનો આકાર મને બહુ ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : એનો અર્થ મને બહુ જ ગમે છે.

| પુરુષ : બસ એટલું જ ?

| સ્ત્રી : તમારું નામ મને ગમે છે.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == જોડે જોડે ==

| <poem>

| સ્ત્રી : આટલો સમય ક્હો, તમે ક્યાં હતા ?

| {{space}} મને મળ્યા કેમ મોડે મોડે ?

| પુરુષ : હતો તમારા મનમાં, પણ છતા

| {{space}} થવું હતું મારે થોડે થોડે;

| {{space}} આટલો સમય તમે તો દેહને

| {{space}} જોયો દર્પણમાં કોડે કોડે,

| {{space}} આજે જોયું મનને, જોયો સ્નેહને;

| {{space}} હવે આપણે બે જોડે જોડે.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == પાસે, દૂર ==

| <poem>

| સ્ત્રી : પાછા આવો, તમે ક્યાં છો ?

| પુરુષ : દૂર દૂર, તમે જ્યાં છો.

| સ્ત્રી : હું તો અહીં છું પાસે, તમારી સામે.

| પુરુષ : તમે સામે છો એવો ભ્રમ તમને ભલે થાય,

| {{space}} પણ તમે પાસે નથી, એથી મારું મન દૂર દૂર જાય;

| {{space}} પાસે, દૂરનું રહસ્ય તમારું મન ક્યારેય નહિ પામે.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == તમે જે નથી ==

| <poem>

| સ્ત્રી : આમ શું તમે મને જોઈ રહ્યા છો ?

| {{space}} આમ જોઈ જોઈને હવે તમે મને ખોઈ રહ્યા છો.

| {{space}} આજે જ મને જુઓ છો ? કદી મને જોઈ ન’તી ?

| {{space}} જુઓ, હું એની એ જ છું, જે હું આજ લગી હતી.

| {{space}} આમ આજે શું આ મારી આંખમાં આંખ પ્રોઈ રહ્યા છો ?

| પુરુષ : તમે એનાં એ જ છો એ માત્ર તમારો વ્હેમ છે,

| {{space}} તમે સ્ત્રી છો ને તોયે આમ માનો એમ કેમ છે ?

| {{space}} આમ હવે તમે જે નથી તેને તમે રોઈ રહ્યાં છો.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == હું તમને ખોઈ રહી ==

| <poem>

| સ્ત્રી : હું તમને ખોઈ રહી,

| {{space}} તમે ક્યાં છો ? હું તમને ક્યાંય નથી જોઈ રહી.

| પુરુષ : તમે મને નહિ, તમારી જાતને ખોઈ રહ્યા,

| {{space}} એથી ક્હો છો તમે મને ક્યાંય નથી જોઈ રહ્યા;

| {{space}} ને હવે તમે તમારી જાત પર રોઈ રહ્યા,

| {{space}} તમારી આંખોમાં મારી છબી એને લ્હોઈ રહ્યા,

| {{space}} હવે આંખોની અંદર પણ હશે કોઈ નહિ;

| {{space}} હવે તમે કહી શકો, ‘હું તમને ખોઈ રહી.’

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == રહસ્યોમાં ==

| <poem>

| સ્ત્રી : હવે ક્હો, મારાં રહસ્યોમાં તમારું સ્થાન ક્યાં છે ?

| પુરુષ : તમારાં રહસ્યોમાં જો મારું કોઈ સ્થાન હોય

| {{space}}{{space}} તો પછી તમે જ ક્હો, મારું માન ક્યાં છે ?

| {{space}} તમારે રહસ્યો જેવું કશું છે જ નહિ,

| {{space}} તમે ઘણું બધું માની લો છો;

| {{space}}{{space}} તમે ભલા છો ! તમને એનું ભાન ક્યાં છે ?

| {{space}} જોકે તમે સ્વયં એક રહસ્ય છો,

| {{space}} કારણ કે તમારામાં કશું જ રહસ્યમય નથી;

| {{space}}{{space}} તમે ભલા છો ! તમને એનું જ્ઞાન ક્યાં છે ?

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == મારી આંખો ==

| <poem>

| : તમે મારી આંખોથી અજાણ,

| પ્રિયે, આ મારી આંખો એ આંખો નથી,

| એ તો છે તમારું હૃદય વીંધે એવાં બાણ.

| પુરુષ : તમને પણ મારા હૃદયની ન જાણ,

| {{space}} એ કુસુમથી વધુ કોમળ, પણ વજ્રથી વધુ કઠોર,

| {{space}} તમે છોડી તો જુઓ એ બાણ,

| {{space}} તોડી જુઓ એને, નહિ તૂટે એવું એ નઠોર.

| {{space}} તો પછી એ બાણ જો છૂટે તો કયું લક્ષ્ય ચીંધે ?

| {{space}} જોજો, રખેને એ બાણ તમારું હૃદય વીંધે !

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == સૌંદર્ય અને સત્ય ==

| <poem>

| સ્ત્રી : તમે કમળની પાંખડીઓ તોડી નાખી

| {{space}} ને પછી એની દાંડી હાથમાં રાખી

| {{space}} ‘આ સૌંદર્ય છે.’ એમ મને જે કહ્યું

| {{space}} એમાં ક્હો, સત્ય ક્યાં રહ્યું ?

| પુરુષ : તમે પાંખડીઓ તોડી નાખો કે ન નાખો

| {{space}} ને દાંડી હાથમાં રાખો કે ન રાખો

| {{space}} પાંખડીઓને તો ખરવું જ રહ્યું

| {{space}} એ સત્ય તમે ના ગ્રહ્યું !

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == પ્રમાણિક-અપ્રમાણિક ==

| <poem>

| પુરુષ : માદામ, તમે પ્રમાણિક છો ?

| સ્ત્રી : હા જી, હું પ્રમાણિક છું,

| {{space}} પણ શ્રીમાન ! કહો, તમે પ્રમાણિક છો ?

| પુરુષ : ના, હું અપ્રમાણિક છું.

| {{space}} પણ તમે જ્યારે ક્હો છો કે તમે પ્રમાણિક છો

| {{space}} ત્યારે તમે અપ્રમાણિક છો,

| {{space}} અને હું જ્યારે કહું છું કે હું અપ્રમાણિક છું

| {{space}} ત્યારે હું પ્રમાણિક છું.

| {{space}} હવે ક્હો કોણ પ્રમાણિક અને કોણ અપ્રમાણિક ?

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == ચાલો દૂર દૂર ==

| <poem>

| સ્ત્રી : ચાલો દૂર દૂર... જ્યાં આપણે બે મનમાન્યો પ્રેમ કરીએ,

| {{space}} જ્યાં આપણે બે સાથે જીવીએ ને સાથે મરીએ;

| {{space}} જ્યાં ધૂંધળા આકાશમાં સૂરજ ઊગતો હોય ઝાંખો ઝાંખો,

| {{space}} જાણે અશ્રુથી ચમકતી મારી ચંચલ આંખો;

| {{space}} જ્યાં આપણો શયનખંડ વર્ષોજૂનાં રાચરચીલાથી શોભતો હોય,

| {{space}} છત પરનાં રંગીન સુશોભનો અને ભીંત પરના

| {{space}}{{space}} ઊંચાઊંડા અરીસાથી ઓપતો હોય,

| {{space}} જ્યાં અંબરનો આછો ધૂપ ચોમેર મહેકતો હોય,

| {{space}} અમૂલ્ય ફૂલોની સુગંધ સાથે ભળીને બહેકતો હોય;

| {{space}} જ્યાં ક્ષિતિજ પારથી આવી આવીને કૈં નૌકાઓ નાંગરતી હોય,

| {{space}} જેના થકી મારી નાનામાં નાની ઇચ્છાઓ પાંગરતી હોય;

| {{space}} જ્યાં આખુંયે નગર આથમતા સૂરજની

| {{space}}{{space}}રંગબેરંગીન આભા ઓઢતું હોય,

| {{space}} જ્યાં સમગ્ર વિશ્વ સમી સાંજના

| {{space}}{{space}}સ્નિગ્ધ સઘન અંધકારમાં પોઢતું હોય;

| {{space}} જ્યાં બધું જ સ્વસ્થ, સુન્દર, સમૃદ્ધ, શાન્ત ને ઉન્મત્ત હોય...

| પુરુષ : લાગે છે કે બૉદલેરનાં કાવ્યો તમે વાંચો છો,

| {{space}} ‘યાત્રાનું નિમંત્રણ’ કાવ્ય વાંચી તમે રાચો છો;

| {{space}} પણ તમે જાણો છો બૉદલેર આવું આવું ઘણું બધું કહેતા હતા,

| {{space}} ને પછી જ્યાં હતા ત્યાંના ત્યાં જ – પૅરિસમાં જ – રહેતા હતા;

| {{space}} તમે પણ જીવનભર ‘ચાલો દૂર દૂર...’ એવું એવું ઘણું બધું કહેશો,

| {{space}} ને પછી આયુષ્યના અંત લગી જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેશો.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == આમ તમે જો ન આવો ==

| <poem>

| મારાં ખુલ્લાં દ્વાર,

| એની પાર

| તાકી તાકી

| મારી આંખો થાકી.

| આમ તમે જો ન આવો

| ને કશુંય તે ન ક્હાવો,

| તો જાણો છોને હું કેવી ડરી જાઉં,

| કોઈ પણ ક્ષણે મરી જાઉં.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == તમે જો ન હો ==

| <poem>

| તમે જો ન હો તો પછી મારે માટે શું છે ?

| મારું મન આવો પ્રશ્ન પણ કોને પૂછે ?

| મૃત્યુ ને પ્રેમ, સિક્કાની બે બાજુ, હું જાણું,

| પણ તમે જો હો તો એ મૃત્યુને ય માણું.

| પણ તમે જો ન હો તો પછી એ ન્યૂનતા,

| મૃત્યુથી વિશેષ એવું મૃત્યુ, એ શૂન્યતા,

| એ એકલતાનાં આંસુ પછી કોણ લૂછે ?

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == જેને ‘મારું’ કહી શકું ==

| <poem>

| મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું,

| જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું.

| ભલેને એનામાં મારા જેવી અધૂરપો હોય,

| પણ સાથે સાથે થોડીઘણી મધુરપો હોય;

| જેને અન્યથી ઊંચું કે નીચું નહિ, પણ ન્યારું કહી શકું.

| જે મારા એકાન્તની એકલતાને સહી શકે,

| હું જેવી છું તેવી ગાંડીઘેલી મને ગ્રહી શકે;

| એ માનવી હોય પણ એને પ્રભુથી યે પ્યારું કહી શકું.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == તમે ધ્રુવ, તમે ધરી ==

| <poem>

| આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી,

| પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી.

| સૌંદર્ય શું એ એણે અહીં જ જાણ્યું,

| આનંદ શું એ એણે હવે પ્રમાણ્યું;

| મારી આંખો હવે એ બન્નેથી સદા ભરી ભરી.

| એ હવે અંતરમાં જ રમ્યા કરે,

| તમારી આસપાસ જ નમ્યા કરે;

| મારા સંસારમાં હવે તમે ધ્રુવ, તમે ધરી.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == પ્રેમમાં વિલંબ ==

| <poem>

| આમ ને આમ તો વર્ષો વહી જશે,

| વિલંબની વ્યથા કેમ સહી જશે ?

| જુઓ, વસંત તો આ... આ ચાલી,

| જોતજોતાં ડાળ થશે ખાલી;

| પછી તમે આવો, શા ખપનું ?

| મારું જન્માન્તરનું સપનું

| એ તો માત્ર સપનું જ રહી જશે.

| પછી આયુષ્યનો શેષભાગ

| કેવોક હશે ? ગ્રીષ્મની આગ

| ને શિશરનું હિમ ! એ કથા,

| મૃત્યુ પૂર્વે મૃત્યુની એ વ્યથા

| ક્ષણે ક્ષણે એકાન્તમાં કહી જશે.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == મારા પ્રેમમાં ==

| <poem>

| મારા પ્રેમમાં વિલંબિત લય છે,

| પ્રિયજન, એનો તમને ભય છે ?

| મારા પ્રેમમાં ન સમુદ્રતટના તરંગની દ્રુત ગતિ,

| ન એના જેવો કો’ ભાવાવેશ ભૂમિ પ્રતિ,

| ન એના જેવો કોઈ ઉન્માદ કે ઉદ્રેક,

| ન એના જેવો આવેગનો કો’ અતિરેક,

| ન એના જેવો ભરતીનો કો’ રઘવાટ,

| ન એના જેવો તલસાટ કે ઘુઘવાટ;

| મારા પ્રેમમાં ન વસંતનું કે એના વિલાસનું વય છે,

| પ્રિયજન, એનો તમને ભય છે ?

| મારા પ્રેમમાં છે મધ્યસમુદ્રના વમળની વક્ર ગતિ,

| એથી એમાં નથી કોઈ તટ પ્રતિ રતિ,

| એ તો એની જેમ જ્યાં છે ત્યાં જ ઘૂમ્યા કરે,

| ને એની જેમ દિશાશૂન્ય ઝઝૂમ્યા કરે,

| મારો પ્રેમ સમુદ્રતલે વિરમી જશે ?

| ને અનંત મૌનમાં, મૃત્યુમાં શમી જશે ?

| મારા પ્રેમમાં એવો કોઈ શાપ છે કે અંતે એનો ક્ષય છે ?

| પ્રિયજન, એનો તમને ભય છે ?

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == તમારો પ્રેમ ==

| <poem>

| શું આ તમારો પ્રેમ છે ?

| હું જે છું તેને નહિ ને હું જે નથી તેને ચાહો,

| અને એને તમે પ્રેમ ક્હાવો

| ના, આ તમારો પ્રેમ નથી, આ તમારો વ્હેમ છે.

| શું આ તમારો પ્રેમ છે ?

| તમે મારામાં તમારાં સ્વપ્ન જોઈ રહ્યા,

| એથી તમે મને જોતા નથી;

| તમે મને નહિ, તમારાં સ્વપ્નને જોઈ રહ્યા,

| એમાં તમે મને ખોતા નથી ?

| એથીસ્તો હજુય બધું જેમનું તેમ છે.

| તમે મને નહિ, પ્રેમને પ્રેમ કરો છો,

| એ પ્રેમનો કોઈ અર્થ નથી;

| એથીસ્તો તમે મને પ્રેમ કરવામાં ડરો છો,

| તમારો પ્રેમ શું વ્યર્થ નથી ?

| એથીસ્તો હજુય બધું એમનું એમ છે.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == સ્મૃતિ ==

| <poem>

| ઘરની અંદર

| વર્ષોથી એક ખૂણામાં બેસી રહું.

| મારો ખંડ સુશોભિત,

| છત પર બિલોરી ઝુમ્મરો,

| ભોંય પર ગૂંથેલી જાજમો,

| બારી પર રેશમી પડદા,

| ભીંત પર મઢેલા અરીસા,

| ટેબલ પર રંગીન ફૂલો;

| મારો ખંડ ભર્યો ભર્યો.

| ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,

| મને ઘડી હસાવી, ઘડી રડાવી,

| જાણું નહિ ક્યારે એ વિદાય થયું;

| મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.

| હવે મારો ખંડ ખાલી ખાલી,

| હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો.

| {{સ-મ|૨૦૦૬}}

| </poem>

| == આ મારી જાતનું શું કરીશ ? ==

| <poem>

| આ મારી જાતનું શું કરીશ ? મેં જે પ્રેમ કર્યો એ પ્રેમનું શું કરીશ ?

| હું પ્રેમમાં પાગલ તે આટલે દૂર આવી, હવે પાછી કેમ ફરીશ ?

| પ્રેમમાં મેં જે કૈં કહ્યું ને જે કૈં કર્યું, જાણું નહિ એનો શો અર્થ હશે,

| એ સૌ હવે વજ્ર જેમ લલાટે જે લખ્યું, એ શું હવે કદી વ્યર્થ થશે ?

| આ મારી જાત જેણે પ્રેમ કર્યો, એના પર હવે કેવું ધ્યાન ધરીશ ?

| સપત્નીની જેમ એ તો સદા સાથે રહેશે, એને હવે કેમ હરીશ ?

| હું આયુષ્યની અધવચ આવી છું, હવે નવા આરંભની વય નથી,

| જીવનના આરંભનો પ્રથમ જે પ્રેમ, એ પ્રેમનો કદી ક્ષય નથી;

| એક દેહમાં બે જીવ ? એક ભવમાં બે ભવ ? હું હવે કોને વરીશ ?

| એકાન્ત ને એકલતાને વરીશ, એમાં જીવીશ ને એમાં જ મરીશ.

| {{સ-મ|૨૦૦૭}}

| </poem>

| == રમત ==

| <poem>

| તમે રમત રમી શકો છો.

| તમે ચેસબોર્ડનાં ચોકઠાંઓમાં

| તમારાં રાજા, રાણી વજીર,

| હાથી, ઘોડા, ઊંટ, પ્યાદાં

| બધું બરોબર ગોઠવો છો.

| તમે પ્રથમ ચાલ ચાલો છો

| ત્યારે જ હું તમારી છેલ્લી ચાલ પામી જાઉં છું,

| કયું પ્યાદું ક્યાં સીધું એક એક ડગ ચાલશે,

| પછી કયું ઊંટ ક્યાં વાંકું ને કયો હાથી ક્યાં સીધો ચાલશે,

| કયો ઘોડો ક્યાં કૂદશે,

| પછી વજીર, રાણી, રાજા ક્યાં શું કરશે –

| બધું હું બરોબર પામી જાઉં છું.

| છેવટે તમારો રાજા શેહમાં આવે છે

| અને હું બાજી જીતી જાઉં છું.

| મારે માટે તો રમત શરૂ થાય ત્યારે જ પૂરી થાય છે.

| ના, હું રમત રમી શકતો નથી.

| {{સ-મ|૨૦૦૪}}

| </poem>

| == અસ્તિત્વ == | |

| <poem>

| મારે તમને મારું બધું જ ધરી દેવું,

| તમારે મારું બધુંય હરી લેવું.

| મેં તમને મારું મન ધરી દીધું,

| તમે એને હરી લીધું;

| ને મેં તમને મારું વચન ધરી દીધું,

| તમે એને હરી લીધું;

| વળી મેં તમને મારું કર્મ પણ ધરી દીધું,

| તમે એને હરી લીધું.

| મેં તમને ધરી દીધું મારું નિ:શેષ વ્યક્તિત્વ,

| હવે બાકી રહ્યું માત્ર એક આ મારું અસ્તિત્વ.

| મારે માટે તો એને પણ ધરી દેવું અશક્ય નથી,

| પણ હા, તમારે માટે એને તો હરી લેવું જ શક્ય નથી.

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>

| == મારી રીતે ==

| <poem>

| તમને હું ચાહું છું પણ તે મારી રીતે,

| ભલેને હોય જુદી રીત તમારી પ્રીતે.

| તમારાં ચરણમાં નૃત્ય, હસ્તમાં મુદ્રા,

| નેત્રમાં ભંગી, તમે અધીર;

| મારું આસન, મારી અદબ, મારી દૃષ્ટિ,

| બધું દૃઢ, અચલ ને સ્થિર;

| હું રીઝું છું મૌને ને તમે રીઝો છો ગીતે.

| આ સમાન્તર બે રેખા, જે ક્યાંય કેમેય

| એકમેકને નહિ જ મળે,

| કદાચ ક્યારેક એ બે અસીમ અનંતે

| પરસ્પરમાં ભળે તો ભળે;

| આ રમતમાં કોણ હારે ? ને કોણ જીતે ?

| {{સ-મ|૨૦૦૫}}

| </poem>