26,604
edits
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કંઈ વાત કહો|સુન્દરમ્}} | |||
<poem> | <poem> | ||
{{space}}તમારા કિયા દેશ દરવેશ? | {{space}}તમારા કિયા દેશ દરવેશ? | ||
Line 30: | Line 33: | ||
{{space}}અરે, કંઈ વાત કહો, દરવેશ! | {{space}}અરે, કંઈ વાત કહો, દરવેશ! | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: અણસૂણ્યા આદેશની પ્રતીક્ષા – હરીન્દ્ર દવે

{{Poem2Open}} | |||
આ ગીતમાં જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એ દરવેશ તે કોણ? સાક્ષાત્કારની ઝલક જેની આંખમાં અંજાઈ છે, પ્રતીતિની ચમક જેના હોઠ પર સ્મિત થઈને વિલસી છે, એવા કોઈક દરવેશ સાથે થયેલો આ સંવાદ છે. | |||
દરવેશે કોઈક અલગારી મુલકની વાત કરી છે—વાત પણ નહીં, સહેજ અણસાર મળે એટલા સંકેતો આપ્યા છેઃ અને કવિ વિસ્મયની એક અનોખી ભૂમિકા પર મુકાઈ ગયા છે. | |||
આપણે જે જગતને નરી આંખે જોઈએ છીએ એના કરતાં કોઈક જુદું જ જગત પ્રભુ સાથેના પરમ સાંનિધ્યની ક્ષણે જોવા મળે છેઃ નવ ખંડ અને ખટ રસના જગતને આપણે જાણીએ છીએ પણ આ દરવેશ તો નવખંડથી ન્યારા દશમ ખંડની વાત કરે છે. છએ રસોથી વધારે પ્યારા સાતમા રસની વાત કરે છે — કવિ સહજપણે પૂછી ઊઠે છેઃ ‘તમે આ પરમ રસ પીધો છે ખરો?’ | |||
આ પ્રશ્ન શંકાનો નથી. આવા રસના અસ્તિત્વ વિશે કોઈ અવઢવ પૂછનારાને નથી, તો પછી આ પ્રશ્ન શા માટે? આ વિસ્મયમાંથી જાગતો સવાલ છે! ‘ઓહ, ત્યારે ત્યાં તો આવું છે, એમ!’ એવા શબ્દોમાં પ્રગટ થાય છે એવું જ વિસ્મય અહીં આપણને અનુભવવા મળે છે. | |||
કવિ પૃથ્વી પરના અલકમલકથી અદકેરા કોઈક કમલની વાત કરે છે. સ્વર્ગના નંદનકાનના કોઈ મનોહર સરવરમાં જ વિલસે એવા આ કમલની વાત આવતાં સુન્દરમે અન્યત્ર ગાયેલા શરણ-કમલની છબી અને છાયા મનમાં આવી વાસ કરે… | |||
કવિ ફરી એકવાર દરવેશને પૂછે છેઃ ‘તમે સગી આંખે આ જોયું છે?’ | |||
શ્રદ્ધાની ભૂમિકા પરથી આવતા આ શબ્દો સાક્ષાત્કારનું સંજીવન વહેણ વહાવી શકે છે. | |||
કવિતા આગળ વધે છેઃ અને પૃથ્વી પરનાં ઉન્નત ગિરિશૃંગોથી વધારે ઊંચા શૃંગોની વાત આવે છેઃ અને જાણે દૂર દૂરથી મંદ્ર-મધુર ધ્વનિ પ્રગટતો હોય એવો નાદ આપણે સાંભળી શકીએ છીએ, સમૃદ્ધ એવો મૃદંગ કાનોકાન સાંભળ્યો છે?’ દરવેશ ઉત્તર આપે એ પહેલાં આપણે ઉત્તર આપી બેસીએ એવા મધુર સંગીતમય વહણમાં આપણને કવિ મૂકી દે છે. | |||
છેલ્લે કવિ અંતરમાં ધખતી પ્રભુમિલનની આગ કરતાં અધિક આગની અને મૃત્યુની ભોમને અમરતિયો સોહાગ આપતા પરમ દાતારની વાત કરે છે. | |||
આમ જોઈએ, તો કવિએ પ્રશ્નો જ પૂછ્યા છે, પણ એ પ્રશ્નોમાં જ શ્રદ્ધા સાથેના ઉત્તર સમાઈ ગયા છે… | |||
આ કવિતા વાંચીએ ત્યારે આપણે પણ અણસૂણ્યા આદેશની પ્રતીક્ષામાં મુકાઈ જઈએ છીએ. | |||
{{Right|(કવિ અને કવિતા)}} | |||
{{Poem2Close}} | |||

{{HeaderNav2 | |||
|previous = કિસ સે પ્યાર — | |||
|next = પ્રભુ, દેજો | |||

edits