ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/ઓતરાતી દીવાલો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 19: Line 19:
ગાંધીજીએ આશ્રમને માટે સ્થાન સરસ પસંદ કર્યું છે. ઉત્તર તરફ સાબરમતી જેલની દીવાલો દેખાય છે, જ્યારે દક્ષિણ તરફ દૂધેશ્વરનું સ્મશાન છે. સામી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલાં અમદાવાદનાં ભૂંગળાં દેખાય છે, જ્યારે પાછલી બાજુ વગડા સિવાય કશું જ નથી. આવે ઠેકાણે રહ્યા પછી ચારે તરફ કુતૂહલની નજર ગયા વગર શી રીતે રહે? વખત મળે એટલે રખડીએ. આસપાસની બધી સીમ જોઈ, પણ પેલી ઓતરાતી દીવાલોની અંદર શું છે અને સ્મશાનની પેલી પાર શું છે એનો જવાબ મળવો સહેલ ન હતો. સરકારની કૃપાથી એક સવાલનો જવાબ મળ્યો. બીજા સવાલનો જવાબ ઈશ્વરની કૃપા થાય ત્યારે!

{{Right|दत्तात्रेय बालकृष्ण कालेलकर]}}
{{Right|दत्तात्रेय बालकृष्ण कालेलकर]}}<br>

{{Center|'''૧'''}}
{{Center|'''૧'''}}
Line 300: Line 300:
સાચે જ કબૂતર એ બેવકૂફ પ્રાણી છે. અમારી ઓસરીના છાપરામાં મોભ અને મોભિયાંને વચગાળે અને વળી વચ્ચેના ખૂણામાં પોતાનો માળો બાંધવાનો કબૂતરના એક જોડાએ વિચાર કર્યો. ત્યાં માળો ટકે એમ હતું જ નહીં. અને તેમાં વળી સુપરિન્ટેન્ડેન્ટ રોજ આવીને છાપરું અંદરથી સારું છે કે નહીં એ તપાસે. કબૂતરો સવારથી સાંજ સુધીમાં લીમડાની કેટલીક સૂકી સળીઓ ભેગી કરીને ગોઠવતાં. પણ જેટલી ગોઠવવા જાય તેટલી નીચે પડે ને નીચે કચરો પડે. મને થયું કે આ ધણીધણિયાણીને આ મિથ્યા પ્રયત્નમાંથી હું બચાવું. મેં એમને બેત્રણ દિવસ સુધી આખો દિવસ ઉડાડવાનો ધંધો કર્યો. એમને ત્યાં આવવા જ ન દઉં. પણ એ પઢતમૂર્ખ કબૂતરોએ ઉત્તમ-જનનું લક્ષણ મોઢે કર્યું હતું :

विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
'''विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः'''
प्रारब्धमुत्तमजना न परित्यजन्ति।
'''प्रारब्धमुत्तमजना न परित्यजन्ति।'''

એમણે પુરુષાર્થ (અથવા દંપત્યર્થ) જારી જ રાખ્યો. મેં હાર ખાધી અને એમની દૃષ્ટિએ એમનું કામ નિર્વિઘ્ન થયું. પછી જ્યારે જ્યારે હું સવારે એમના માળા નીચેથી આંટા મારતો ત્યારે પોતાની કુદરતી લાલ આંખોથી તેઓ મારી તરફ તાકીને જોતાં, અને હું ધારું છું કેટલાયે શાપ આપતાં. પણ એમની આંખની લાલાશમાં કંઈ તપસ્યાનો અગ્નિ ન હતો કે હું બળી જાઉં. એમના ભારથી જ એમનો માળો ઘણી વાર પડી જતો. આખરે માળો અડધો તૈયાર થાય તેના પહેલાં જ માદાએ એ માળામાં ઈંડું મૂક્યું, અને બંને તેને વારાફરતી સેવવા લાગ્યાં. એક દિવસ નર ઊડવા ગયો અને એના ભારથી આખો માળો ઢળી પડ્યો અને ઈંડું ફૂટી ગયું. આમ છતાં એ શેઠ-શેઠાણીને ડહાપણ ન આવ્યું. ફરી ત્યાં જ બીજો માળો શરૂ કર્યો. આ વેળા કંઈક સારો થયો હતો. પણ તે પૂરો થાય તે પહેલાં જ માદાએ બીજું ઈંડું મૂક્યું. તે પણ ગબડી પડ્યું, પણ આ વખતે સીધું ભોંય પર ન પડવાથી તેના કકડા ન થતાં માત્ર કોચલામાં તડો પડી. મેં એ માળો ફરી ઉપર ગોઠવ્યો અને ઈંડું અંદર મૂકી દીધું. આ ઈંડામાંથી બચ્ચું નીકળે એમ તો હવે હતું જ નહીં, પણ મને થયું કે આ ઘેલા જોડાને આસાએશ તો મળશે. એક દિવસ એ લોકોએ ઈંડું સેવ્યું, પણ તેમના પ્રાક્તનમાં દુઃખ જ લખેલું હતું તે કેમ ટળે? એક ખિસકોલીને આ ફૂટેલા ઈંડાની ભાળ લાગી અને કબૂતર નથી એવો લાગ જોઈ તેણે ઈંડું ફોડી ખાધું. તેના દાંતનો અવાજ સાંભળી હું પાસે ગયો. ખિસકોલી ફળાહારી પ્રાણી છે એમ અત્યાર સુધી હું માનતો. તેને આવી રીતે ઈંડું ખાતી જોઈ મને આશ્ચર્ય થયું અને ખિસકોલી વિશે મારા મનમાં જે કાવ્યમય પ્રેમ નાનપણથી બંધાયો હતો તે પણ એકદમ ઓછો થયો. કબૂતર અને ખિસકોલી બંને નિરપરાધ અથવા કાવ્યની દૃષ્ટિએ નિષ્પાપ પ્રાણી છે એમ હું માનતો. તેમાં વળી ખિસકોલીને પોતાના બચ્ચાના રક્ષણ સારુ કાગડા પર ધસારો કરતી જોઈ ત્યારથી કબૂતર કરતાં પણ મેં એને ઊંચું સ્થાન આપ્યું હતું. કબૂતર બીજાને ઈજા કરે નહીં એ ખરું, પણ સાથે સાથે પોતાનું રક્ષણ કરવા જેટલાં પણ ડહાપણ કે હિંમત તેની પાસે ન મળે. ખિસકોલી હિંસામાં અસમર્થ પણ સ્વ-સંરક્ષણમાં સમર્થ એવું આદર્શ પ્રાણી છે એમ મેં માન્યું હતું. પણ એક કમબખ્ત ખિસકોલીએ પેલા ઈંડાની સાથે મારું કાવ્ય પણ તોડી નાખ્યું.

{{Center|''''''}}
ફરી પાછી પાનખર ઋતુ આવી. ઉડાઉ માણસના વૈભવની પેઠે ઝાડવાંનાં પાંદડાં ઝપાટાબંધ ખરી પડવા લાગ્યાં. કેદીઓ આંગણું વાળી વાળીને થાકી જતા. સવારે સુપરિન્ટેન્ડેન્ટ આવે તે વખતે એક પણ પાંદડું જમીન પર ન જોઈએ. સુપરિન્ટેન્ડેન્ટનો વખત નક્કી ન હોય. કોઈ વાર સાત વાગ્યે આવે અને કોઈ વાર નવ વાગ્યા સુધીયે ન આવે. કોઈ વાર વળી હું માંદો એટલે મને જોવા બધું કામ પરવારી બાર સાડા બાર વાગ્યે આવે! ત્યાં સુધી આંગણું સાફ રહેવું જોઈએ, પછી ભલે ગમે તે થાય. ઝાડ જેલનાં ખરાં, પણ એ કાંઈ સુપરિન્ટેન્ડેન્ટનો હુકમ માને? આખો દિવસ પાંદડાં વરસાવ્યાં જ કરે. અને પવન કશા પક્ષપાત વગર આંગણામાં તે બધાં પાંદડાં સરખી રીતે વેરી દે. બિચારા કેદીઓને આંગણું ફરીફરીને વાળવું પડતું. જેલમાં ‘તાર’ની ખાનગી વ્યવસ્થા ન હોત તો કેદીઓ મરી જ જાત. પણ બલિહારી ‘તાર’ની! સવારની ‘રોન’માં તપાસ કરવા સુપરિન્ટેન્ડેન્ટ ઊપડે કે અરધી જ મિનિટમાં આખી જેલમાં ‘તાર’ દ્વારા ખબર પહોંચી જાય અને પછી કેદીઓ ઝપાટાબંધ આંગણાં સાફ કરી રાખે.

Line 338: Line 338:
આખરે ફેબ્રુઆરીની પહેલી તારીખ ઊગી. સવારે ચાર વાગ્યે ઊઠી મેં નાહી લીધું. જેલના ભ્રષ્ટ ખોરાકની અસર ધોઈ કાઢવા સારુ આગલે દિવસે મેં ઉપવાસ કર્યો હતો. નાહીને શરીર સ્વચ્છ કર્યું. મારો લગભગ બધો સામાન આગલે દિવસે મેં ઘેર મોકલી દીધો હતો. એટલે તૈયારી કરવાપણું કંઈ હતું જ નહીં. આંબાને તેમજ જાંબુડાને છેલવેલું પાણી પાયું. હીરાને મળવાનું મન હતું, પણ આટલી વહેલી તે ક્યાંથી આવેલી હોય? જેલની ચારે દીવાલથી ઘેરાયેલા આકાશમાં તારાઓનું છેલ્લું દર્શન કરી લીધું. એટલામાં ઠાકોરસાહેબ ઊઠ્યા. શામળભાઈ પણ નાહીને આવ્યા. અમે ત્રણે જણાએ, જેલના નિયમ વિરુદ્ધ એકઠા બેસીને પ્રાર્થના કરી. શામળભાઈએ

રામ ભજ તું પ્રાણિયા,
'''રામ ભજ તું પ્રાણિયા,'''
તારા દેહનું સારથ થશે,
'''તારા દેહનું સારથ થશે,'''
તારી કંચનની કાયા થશે,
'''તારી કંચનની કાયા થશે,'''
રામ ભજ તું પ્રાણિયા.
'''રામ ભજ તું પ્રાણિયા.'''

—વાળું પરભાતિયું ગાયું.
—વાળું પરભાતિયું ગાયું.
Line 347: Line 347:
પરભાતિયું પૂરું થતાં પો ફાટ્યો. પણ બહાર લઈ જવાને કોઈ આવ્યું નહીં. શામળભાઈએ કહ્યું, ‘હોજ આગળના તુલસીના છોડને તો તમે ભૂલી જ ગયા!’ હું શરમાયો. દોડતો જઈ તુલસીને ખાસો એક ડબો પાણી પાયું. એટલામાં એક વૉર્ડર આવ્યો અને એણે મને દરવાજે ચાલવા કહ્યું. સુપરિન્ટેન્ડેન્ટ સાથે વિદાયના બે શબ્દ બોલીને હું જેલ બહાર પડ્યો. નીકળતાંવેંત મોઢામાંથી ઉદ્ગાર નીકળી ગયો:

क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति।
'''क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति।'''
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu