ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ દલાલ/અમદાવાદ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''અમદાવાદ'''}} ---- {{Poem2Open}} આ અમદાવાદ છે અને વૈશાખ મહિનો છે. કોઈ સત્તાધીશ...")
 
No edit summary
Line 6: Line 6:
રાતનો સમય છે અને અત્યારે હું ધાબા પર છું. કોઈ કરતાં કોઈ નથી. કોઈની હાજરીમાં લખવાની કે વિચાર કે શબ્દો માટે વલખવાની મઝા નથી આવતી. અમસ્તું પણ કોઈ આવતું-જતું હોય તો એની આવનજાવનના કાગળ પર ઉઝરડા પડે છે. એટલે જ લખતી વખતે એકલા રહેવાનું પસંદ કરું છું.

‘લૂ જરી તું ધીરે ધીરે વા
'''‘લૂ જરી તું ધીરે ધીરે વા'''
કે મારો મોગરો વિલાય,
'''કે મારો મોગરો વિલાય,'''
કોકિલા તું ધીમે ધીમે ગા
'''કોકિલા તું ધીમે ધીમે ગા'''
કે મારો જીયરો દુભાય!’
'''કે મારો જીયરો દુભાય!’'''

ગીતનો આવો ઉપાડ અમદાવાદના કવિ સિવાય કોઈને સૂઝે નહીં. ઉમાશંકરની પ્રતિભાને આપણે પૂરેપૂરો યશ આપીએ—પણ આ ગીતના ઉપાડમાં અમદાવાદનો પણ ઓછો ફાળો નહીં હોય. પાઠ્યપુસ્તકમાં જો આ ગીત આવતું રહે તો આ ગીતનો કમમાં કમ અડધો પુરસ્કાર અમદાવાદને નિત્ય મળતો રહે એવું બકુલ ત્રિપાઠી ઉમાશંકરને સૂચવે પણ ખરા. આટલા ઉકળાટમાં પણ પોતાની રમૂજને બકુલ સાચવી રહ્યા છે એ બદલ ઘનશ્યામભાઈ ઓઝાએ એમનો ખાસ આભાર માનવો જોઈએ.

Line 23: Line 23:
દિવસના આકરા તાપ પછી અહીંની રાત સોહામણી લાગે છે, દુઃખ પછીના આવતા સુખ જેવી. ઉશનસ્ કવિએ અમદાવાદના સ્ક્રેચિઝ આલેખ્યા છે. એમાં ‘ગ્રીષ્મ સાંજ’ નામના મુક્તકમાં ‘હોળીમાંથી ઉગારેલા પ્રહ્લાદ’ સાથે સાંજના અમદાવાદની ઉત્પ્રેક્ષા ક રી છે. જયંત પાઠકની વર્ણનાત્મક પંક્તિ ઘૂંટ્યા કરું છું:

‘આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય ને શીત!
'''‘આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય ને શીત!'''
આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત.’
'''આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત.’'''

અમદાવાદની સવાર તો વૈશાખમાં પણ સારી હોય છે. પણ ભરબપોરે એની સ્થિતિ સીતા રાવણની લંકામાં હોય એના જેવી થઈ જાય છે — શિયાળામાં એટલી ઠંડી પડે છે કે કોઈને સજા કરવી હોય તો જ ધાબે મોકલાય અને ચોમાસું? કોઈકે ટકોર કરી’તી કે મુંબઈમાાં વ્યક્તિદીઠ એક છત્રી ઓછી પડે અને અમદાવાદમાં તો ઘર દીઠ એક છત્રી વધારે પડે.

18,450

edits