ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/સોનાનાં વૃક્ષો: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''સોનાનાં વૃક્ષો'''}} ---- {{Poem2Open}} બદલાતી ઋતુનું રૂપ જોવાનું મને ગમે છે....")
 
No edit summary
Line 33: Line 33:

ખરેખર તો આપણે સૂકાં પાંદડાં જેવા ખખડ્યા કરીએ છીએ, વેળાકવેળાએ કણસ્યા કરીએ છીએ. જીવન આપણે માટે ઉપચાર બની ગયું છે, આપણી ચેતનાનો ફુવારો હવે ઊંચે ઊડી શકતો નથી. વૃક્ષોની અંદર જે જીવન હોય છે એ ઋતુએ ઋતુએ બહાર ઊભરાઈ આવે છે. આપણે માણસો વિશે એવું કહી શકીશું ખરા? આપણી મુઠ્ઠીઓ જકડાતી જાય છે. ખૂલવાનું કે ખીલવવાનું જાણે આપણે ભૂલતા જઈએ છીએ. આપણે સંસ્કૃતિની મોટી મોટી વાતો કરીએ છીએ એટલું જ, બાકી હજી તો આપણને પ્રકૃતિની સાથેય રહેતાં આવડ્યું નથી. આપણે સંસ્કૃતિને પ્રકૃતિનો વિરોધી શબ્દ માનીને વર્તવા લાગ્યા છીએ એવું તો નથી ને? ઘરમાં વૃક્ષો ઉછેરી શકાય એવી કળા સિદ્ધ કરી ચૂકેલા જપાનવાસીઓને પૂછો કે પ્રકૃતિ અને સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ પ્રકૃતિની પાછળ ભલે ના રહે, પણ એ પ્રકૃતિને ભૂલીને ચાલવા જશે તો ભીંત ભૂલ્યા જેવું થશે. પ્રકૃતિએ કોઈનીય મહેરબાની પર નભવાનું આવે ત્યારે જીવનમાં ક્યાંક બધિરતા પ્રવેશી ગઈ છે એમ માનવું પડે. સંસ્કૃતિ તો હંમેશાં પ્રકૃતિની ગોદમાં પાંગરી છે. વૃક્ષો અને શાસ્ત્રો આની સાક્ષી પૂરશે. હું પ્રકૃતિ ભણી પાછા વળવામાં જીવનનો નવોન્મેષ જોઉં છું…

{{Right|૧૬-૭-૮૬}}
{{Right|૧૬-૭-૮૬}}<br>
{{Right|ઈડર}}
{{Right|ઈડર}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits