18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''તોરણમાળ'''}} ---- {{Poem2Open}} મન અજંપ હતું ને – રસ્તાઓ ઘર-દરવાજે દસ્તક દેત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
રસ્તાઓ ઘર-દરવાજે દસ્તક દેતા ને વાટ જોતા ઊભેલા તે અમે તો નીકળી જ પડ્યા… જીવ અમારો જિપ્સી. ઘર-દીવાલો ગમે નહિ. જીવ અમારાને વાટની માયા… ક્યારેક તો ‘મન પંછી બન ઊડ જાતા હૈ…’ વર્ષાના દિવસોમાં તો વનો-પહાડો, ઝરણાં-ધોધ બોલાવતાં જ હોય પણ પેલાં શ્યામવાદળી શૃંગો, ત્યાં વિહરતાં વાદળો, ઊંડેરી ખીણોનું ધુમ્મસ ને ભૂખંડો પર પથરાતો હરિતપીત તડકો, ખીણો પછીની ટેકરીઓ પર છૂટાં-છવાયાં ઘર-ઝૂંપડાંને પર્વત ઢોળાવે વસેલાં ગામ જીવને જંપવા નથી દેતાં… ને આમ જ આરંભાય છે અમારી યાત્રાઓ… ન ઝાઝો સામાન કે ન નાસ્તાના ડબ્બા… અરે સ્થળ પણ અજાણ્યું ને અબોટ લઈએ… ઉતારો પણ ખબર ન હોય કે મળશે કે નહિ? બસ, પ્રવાસી અને રસ્તાઓ ચાલ્યા કરે છે. થોડો ભય, થોડી અસલામતી, થોડી ફડક હોય ત્યારે પ્રવાસની ‘થ્રીલ’ મજા લાવે છે. | રસ્તાઓ ઘર-દરવાજે દસ્તક દેતા ને વાટ જોતા ઊભેલા તે અમે તો નીકળી જ પડ્યા… જીવ અમારો જિપ્સી. ઘર-દીવાલો ગમે નહિ. જીવ અમારાને વાટની માયા… ક્યારેક તો ‘મન પંછી બન ઊડ જાતા હૈ…’ વર્ષાના દિવસોમાં તો વનો-પહાડો, ઝરણાં-ધોધ બોલાવતાં જ હોય પણ પેલાં શ્યામવાદળી શૃંગો, ત્યાં વિહરતાં વાદળો, ઊંડેરી ખીણોનું ધુમ્મસ ને ભૂખંડો પર પથરાતો હરિતપીત તડકો, ખીણો પછીની ટેકરીઓ પર છૂટાં-છવાયાં ઘર-ઝૂંપડાંને પર્વત ઢોળાવે વસેલાં ગામ જીવને જંપવા નથી દેતાં… ને આમ જ આરંભાય છે અમારી યાત્રાઓ… ન ઝાઝો સામાન કે ન નાસ્તાના ડબ્બા… અરે સ્થળ પણ અજાણ્યું ને અબોટ લઈએ… ઉતારો પણ ખબર ન હોય કે મળશે કે નહિ? બસ, પ્રવાસી અને રસ્તાઓ ચાલ્યા કરે છે. થોડો ભય, થોડી અસલામતી, થોડી ફડક હોય ત્યારે પ્રવાસની ‘થ્રીલ’ મજા લાવે છે. | ||
શ્રાવણ છે, લોકો તહેવારે વ્યસ્ત છે. | '''શ્રાવણ છે, લોકો તહેવારે વ્યસ્ત છે.''' | ||
ઓછા-ઓછા વરસાદ છતાં પ્રકૃતિ મસ્ત છે. | '''ઓછા-ઓછા વરસાદ છતાં પ્રકૃતિ મસ્ત છે.''' | ||
જીવનનો ચહેરો ઊજળો છે ને ઋતુઓ લય અનેક છટાઓ સાથે વિહરતો, વાતાવરણને નીખારતો પ્રતીત થાય છે. અમે ત્રણે મિત્રો ગાડીમાં બેઠા – પ્રા. બાબુભાઈ પટેલ (બોટની), પ્રા. ગિરીશ ચૌધરી (ગુજરાતી-લોકસાહિત્યવિદ) મને પૂછે છે ‘કઈ બાજુ જઈશું?’ વિજયનગરનાં પહાડીવનો કે પછી…’ ‘તોરણમાળ જઈએ…’ અને પછી અમારી ગાડી તો ચાલી… નર્મદા… ડભોઈ ચાણોદ – ઓળંગીને રાજપીપળાની પેલી ડુંગરમાળાને વીંધતી – કરજણ ડૅમને પાદરેથી દેડિયાપાડા – સાગબારા – અક્કલકુવા – તળોદા – શહાદા થઈને તોરણમાળની ઘાટીઓ ચઢવા લાગી છે. કપાસ, કેળ, શેરડી મકાઈ, ડાંગર, અડદ, બાજરીનાં ખેતરો જોતાં ને ગામડાં તથા સીમની રુખ પૂછતા – પરખતા અમે બપોર ઢળતાં તો વનોમાં, પહાડી વળાંકો વીંધતા, રળિયામણા ભૂખંડો જોતાં વિહરીએ છીએ આ અલ્પખ્યાત પ્રવાસનસ્થળે… મુગ્ધ ને મસ્ત વિચરતા-વિચારતા…!! | જીવનનો ચહેરો ઊજળો છે ને ઋતુઓ લય અનેક છટાઓ સાથે વિહરતો, વાતાવરણને નીખારતો પ્રતીત થાય છે. અમે ત્રણે મિત્રો ગાડીમાં બેઠા – પ્રા. બાબુભાઈ પટેલ (બોટની), પ્રા. ગિરીશ ચૌધરી (ગુજરાતી-લોકસાહિત્યવિદ) મને પૂછે છે ‘કઈ બાજુ જઈશું?’ વિજયનગરનાં પહાડીવનો કે પછી…’ ‘તોરણમાળ જઈએ…’ અને પછી અમારી ગાડી તો ચાલી… નર્મદા… ડભોઈ ચાણોદ – ઓળંગીને રાજપીપળાની પેલી ડુંગરમાળાને વીંધતી – કરજણ ડૅમને પાદરેથી દેડિયાપાડા – સાગબારા – અક્કલકુવા – તળોદા – શહાદા થઈને તોરણમાળની ઘાટીઓ ચઢવા લાગી છે. કપાસ, કેળ, શેરડી મકાઈ, ડાંગર, અડદ, બાજરીનાં ખેતરો જોતાં ને ગામડાં તથા સીમની રુખ પૂછતા – પરખતા અમે બપોર ઢળતાં તો વનોમાં, પહાડી વળાંકો વીંધતા, રળિયામણા ભૂખંડો જોતાં વિહરીએ છીએ આ અલ્પખ્યાત પ્રવાસનસ્થળે… મુગ્ધ ને મસ્ત વિચરતા-વિચારતા…!! | ||
Line 23: | Line 23: | ||
મરાઠીમાં લખેલાં બોર્ડ… સડકની ધારે ધારે… ચોતરફ… સાવધાન! એક પછી એક… એકને માથે બીજો એવા સાત વળાંક ચઢવાના આવે ત્યારે જરાક વાર ધ્રૂજી જવાય… પણ ગિરીશ ચૌધરી અલ્ટો – જાણે લાકડાની ગાડી ફેરવતા હોય એમ – કહો કે કલાત્મક રીતે ચલાવીને પાર કરાવીને ભવ્ય સ્થળે ગાડી રોકે પછી તો ખીણો ને ભૂખંડો… જોયાં જ કરો… બોટનીમાં સંશોધક રહેલા બાબુલાલ પટેલ અમને આટલી ઊંચાઈએ અને ખીણોની ઊંડાઈએ જાતભાતનાં વૃક્ષોનાં કુળ-લક્ષણો અને વેલીઓ-ઘાસ છોડના ગૌત્રમૂળની ખાસિયતો સમજાવે! અચરજ થાય કે જુદી જાતનાં ઘાસ, છોડ, વેલી અને વૃક્ષ એક કુળનાં હોય છે!! જંગલી કેળના થડનો ગરભાગ કાઢીને ગિરીશ ચૌધરી એની મીઠાશ ચખાડે! વાંદરા ખાય તે માણસ પણ ખાય જ વળી! બહુ ગમ્મત આવે છે. ઝરણાં અને ધોધનાં પાણી ઠંડક ઉપરાંત નોખા સ્વાદથી પણ પ્રસન્ન કરતાં રહે છે… ને ઝરણાં-ધોધની તો વણઝારો છે અહીં… પહાડોમાંથી કોઈ ચાંદી ને રૂપું, ચાંદની અને તેજ ઢોળ્યા જ કરે છે જાણે! | મરાઠીમાં લખેલાં બોર્ડ… સડકની ધારે ધારે… ચોતરફ… સાવધાન! એક પછી એક… એકને માથે બીજો એવા સાત વળાંક ચઢવાના આવે ત્યારે જરાક વાર ધ્રૂજી જવાય… પણ ગિરીશ ચૌધરી અલ્ટો – જાણે લાકડાની ગાડી ફેરવતા હોય એમ – કહો કે કલાત્મક રીતે ચલાવીને પાર કરાવીને ભવ્ય સ્થળે ગાડી રોકે પછી તો ખીણો ને ભૂખંડો… જોયાં જ કરો… બોટનીમાં સંશોધક રહેલા બાબુલાલ પટેલ અમને આટલી ઊંચાઈએ અને ખીણોની ઊંડાઈએ જાતભાતનાં વૃક્ષોનાં કુળ-લક્ષણો અને વેલીઓ-ઘાસ છોડના ગૌત્રમૂળની ખાસિયતો સમજાવે! અચરજ થાય કે જુદી જાતનાં ઘાસ, છોડ, વેલી અને વૃક્ષ એક કુળનાં હોય છે!! જંગલી કેળના થડનો ગરભાગ કાઢીને ગિરીશ ચૌધરી એની મીઠાશ ચખાડે! વાંદરા ખાય તે માણસ પણ ખાય જ વળી! બહુ ગમ્મત આવે છે. ઝરણાં અને ધોધનાં પાણી ઠંડક ઉપરાંત નોખા સ્વાદથી પણ પ્રસન્ન કરતાં રહે છે… ને ઝરણાં-ધોધની તો વણઝારો છે અહીં… પહાડોમાંથી કોઈ ચાંદી ને રૂપું, ચાંદની અને તેજ ઢોળ્યા જ કરે છે જાણે! | ||
આ દૂધે ધોયા ડુંગરા, કોઈ ઝીલો જી! | '''આ દૂધે ધોયા ડુંગરા, કોઈ ઝીલો જી!''' | ||
પેલી ઝરણાંની વણઝાર હો, કોઈ ઝીલો જી…! | '''પેલી ઝરણાંની વણઝાર હો, કોઈ ઝીલો જી…!''' | ||
આ જતી સતીનાં તપ રેલે, કોઈ ઝીલો જી! | '''આ જતી સતીનાં તપ રેલે, કોઈ ઝીલો જી!''' | ||
પેલાં શિવલોચના અંબાર હો, કોઈ ઝીલો જી! | '''પેલાં શિવલોચના અંબાર હો, કોઈ ઝીલો જી!''' | ||
— બાલમુકુન્દ દવે | — બાલમુકુન્દ દવે |
edits