સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 42: Line 42:

<hr>
<hr>
{{Center|સંપાદકીય}}
{{Center|'''સંપાદકીય'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
સુન્દરમ્ જેવા મોટા ગજાના વાર્તાકારને વાંચવા-માણવાની વૃત્તિ તો સાહિત્યરસિક વર્ગમાં હમેશાં હોય જ. સાહિત્યના શિક્ષણમાં સુન્દરમ્‌ની વાર્તાઓ અનેક રીતે ઉપયોગી થાય એવી સમર્થ અને વિશિષ્ટ છે. આવા પ્રતિભાવંત વાર્તાસર્જકોની કૃતિઓનાં સંપાદનો વિવિધ તબક્કાએ વિવિધ સાહિત્યસેવીઓ દ્વારા થતાં રહે તે આવકાર્ય છે. આદર્શ પ્રકાશનના સંચાલકો સ્નેહી શ્રી કૃષ્ણકાંતભાઈ તથા કમલેશભાઈની તીવ્ર ઇચ્છા સુન્દરમ્‌ની વાર્તા-કવિતાની પ્રસાદી સાહિત્યજિજ્ઞાસુઓ તેમજ રસિકો સુધી પહોંચે એ માટેની હતી. એમણે એ માટે શ્રી સુન્દરમ્‌નાં સુપુત્રી સુધાબહેનનો તો સંપર્ક કર્યો અને એમાં મને પણ સાંકળ્યો. સુન્દરમ્‌ની વાર્તાઓ આ પૂર્વેય સંપાદિત થઈ જ છે. અહીં સુન્દરમ્‌ની વાર્તાસર્જક તરીકેની વિવિધરંગી સર્જકતાનો યથાતથ ખ્યાલ આવે એ રીતની વાર્તાઓ પસંદ કરી છે. સુન્દરમ્‌ની અહીં પસંદ કરેલી ૧૪ વાર્તાઓમાંથી એમની વાર્તાકાર તરીકેની સંવેદનશીલતા, પ્રયોગશીલતા તેમજ સિદ્ધહસ્તતાનો જરૂરી પરિચય સાહિત્યરસિકોને મળી રહેશે એવી આશા છે. સુન્દરમ્‌ની વાર્તાઓનું આ સંપાદન એમની વિશાળ, વૈવિધ્યવંતી અને સત્ત્વસુંદર વાર્તાસૃષ્ટિની વિસ્મયરમ્ય યાત્રા માટેનું પ્રવેશદ્વાર બનશે એવી શ્રદ્ધા છે. આ સત્કાર્યમાં મુ. સુધાબહેનની સંભાવના સાંપડી તથા કૃષ્ણકાન્તભાઈ, કમલેશભાઈ તથા નીરવ-કુણાલનો રૂડો સાથ-સહકાર સાંપડ્યો તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

૯-૧૦-૨૦૦૨ – ચંદ્રકાન્ત શેઠ  
૯-૧૦-૨૦૦૨ {{Right|– ચંદ્રકાન્ત શેઠ }}
પુનર્મુદ્રણ પ્રસંગે...
 
<center>'''પુનર્મુદ્રણ પ્રસંગે...'''</center>
સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓનું બે વર્ષના ગાળામાં પુનર્મુદ્રણ શક્ય બન્યું તે બદલ ગુજરાતના સાહિત્ય અને શિક્ષણક્ષેત્રના વિદ્યાર્થીઓ, અધ્યાપકોનો – સુન્દરમ્-પ્રેમીઓનો જ આભાર માનવાનો રહે છે. સુન્દરમ્‌ની વાર્તાકળાનું આજેય કામણ અકબંધ છે એ જોઈને આનંદ થાય છે. આ સંદર્ભમાં આદર્શ પ્રકાશનનો ઉત્સાહ પણ પ્રશશ્ય છે.

પામો સદા સુન્દર ચાહી ચાહી!
'''પામો સદા સુન્દર ચાહી ચાહી!'''
બુદ્ધપૂર્ણિમા 
૪-૫-૨૦૦૪ – ચંદ્રકાન્ત શેઠ  
 
ભાવસુન્દર વાર્તાલોક  
બુદ્ધપૂર્ણિમા
-૫-૨૦૦૪ {{Right|– ચંદ્રકાન્ત શેઠ }}
<br>
 
<center>'''ભાવસુન્દર વાર્તાલોક'''</center>
 
ગુજરાતી સાહિત્યમાં એક મોટા ગજાના સાહિત્યસર્જક તરીકે સુન્દરમ્‌નું નામ-કામ જાણીતું છે. ઉમાશંકરના આ ‘સારસ્વત સહોદર' સ્વભાવે તેમજ સ્થાયિભાવે તો કવિ જ છે; પરંતુ કેવળ કવિ નથી; ઉમાશંકરની જેમ તેઓ પણ સમર્થ ગદ્યસર્જક છે. તેમણે પણ ઉમાશંકરની જેમ વાર્તા, નિબંધ, વિવેચન આદિ સાહિત્ય-પ્રકારોમાં ઘણું ઊંચા બરનું કામ મૂક્યું છે. ઉમાશંકરમાં કવિ પછી તુરત જ એકાંકીકારનો અને તે પછી વાર્તાકારનો ઉલ્લેખ કરવાનું ગમે તો સુન્દરમ્‌માં કવિ પછી તુરત જ એમનામાંના વાર્તાકારનો. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં કવિ-વાર્તાકારો તરીકે સુન્દરમ્ અને ઉમાશંકરનાં નામ સાથે જ દેવાનું ગમે. બંનેય જેમ મૂર્ધન્ય કવિઓ તેમ મૂર્ધન્ય વાર્તાકારો પણ ખરા જ! એમની વાર્તાલેખનની ધાટી જ એવી કે બંનેની નસલ મૂળભૂત રીતે કવિનું હોવાનું તુરત જ વરતાઈ આવે.

વાર્તાક્ષેત્રે ઉમાશંકર ‘વાસુકિ' ને પછી ‘શ્રવણ’ થયા ખરા, પણ એકંદરે તો ઉમાશંકર જ રહ્યા. સુન્દરમ્‌નું પણ એવું જ થયું. વાર્તાક્ષેત્રે ‘ત્રિશૂળ' થયા પછીયે રહ્યા તો સુન્દરમ્ જ! સુન્દરમે વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ નામ રાખ્યું તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે  ‘ત્રિશૂળ'માંનું ‘ત્રિ’પદ તે તેમના પિતૃદત્ત નામ ‘ત્રિભોવન'નું તો તેમાંનું ‘શૂળ' પદ ટૂંકી વાર્તાની વેધકતાનું દ્યોતક છે. ‘ત્રિશૂળ' ઉપનામ ધારીને સુન્દરમ્ વેધક વાર્તાઓ લખવાની પોતાની ભાવના સૂચવવા માગતા હતા. (‘તપોવન’, ૧૯૬૯, પૃ. ૬૪) જોકે વાર્તાક્ષેત્રે તેમનો ‘ત્રિશૂળ' કરતાં ‘સુન્દરમ્' રૂપે જ સવિશેષ સાક્ષાત્કાર થાય છે.

Line 62: Line 68:
‘વાર્તાલેખન એ મારે માટે કવિતાલેખનના જેવો જ એક વિશિષ્ટ અનુભવ બની રહ્યો છે. આપણને જીવનમાં અને કર્મમાં પ્રેરનારી જીવન-સર્જક શક્તિ પોતાની સ્વૈર ગતિએ આપણી દ્વારા કામ કરે છે, પોતાનો કોક નૂતન આવિર્ભાવ રચતી રહે છે. એ કવિતાની પ્રેરણારૂપે આવે છે ત્યારે તે આપણને કોઈ ઊંચાં શિખરો ઉપર લઈ જઈ ચાંદની રાતે સોમવલ્લીનું ચયન કરાવી તેમાંથી સોમરસ આવતી હોય તેવું બને છે. વાર્તાલેખન, સર્જનાત્મક ગદ્યની રીતે તે આવે છે ત્યારે તે જાણે ગિરિશિખરો નહીં, પણ પર્વતની કંદરાઓમાં, ગિરિતળેટીઓમાં, વન-ઉપવનોમાં અને માનવનાં નગર, મહાનગરો, શેરીઓ, પોળો, ગલી કૂંચીઓ, ખેતરો પાધરોની દુનિયામાંથી આપણી પાસે નાનાં-મોટાં ફૂલો ચૂંટાવી લે છે; ચાંદની રાતને બદલે ભાતભાતનાં ધુમ્મસોમાં, તડકાછાંયાઓમાં, આપણને ગુમાવે છે. આમ વાર્તાકારને માથે જાણે ધૂળધોયાનું, ધૂળના ઢગલામાંથી સોનારૂપાના કણ શોધવાનું કામ આવે છે. એ સમય પણ વધુ માગી લે છે. પણ એની રીતે તેનું જે પરિણામ આવે છે તે એ બધી મહેનતને વસૂલ કરી આપે એવું આવે છે એમાં શંકા નથી.

પણ આપણે વાર્તા લખીએ કે કવિતા લખીએ, કહો કે કાંઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ હાથ લઈએ તે એક પ્રકારની શાંત, સમર્પિત સ્થિતિ માગી લે છે.’

(‘તારિણી', ૧૯૭૮, પ્રસ્તાવના, પૃ. ૭-૮)  
{{Right|(‘તારિણી', ૧૯૭૮, પ્રસ્તાવના, પૃ. ૭-૮)}}<br>
સુન્દરમ્‌ની વાર્તાસર્જનની ઉપર્યુક્ત પ્રક્રિયા ખ્યાલમાં રાખવાથી તેમની વાર્તાઓને વધુ સારી રીતે માણી–પ્રમાણી શકાશે.

સુન્દરમ્‌ની વાર્તાઓમાં દેખીતી રીતે જ માનવતાનું દર્શન કેન્દ્રસ્થાને હોય છે. માનવસંબંધોની સંકુલ જટાજાળમાં માનવનું સત્ત્વ – માનવતાનું તત્ત્વ કેવું ઘાટઘડતર ને પરિવર્તન – રૂપાંતર પામતું હોય છે તે બતાવવામાં સુન્દરમ્‌નાં વાર્તાકાર તરીકેનાં કલાસૂઝને કલાકૌશલ્ય સવિશેષ પ્રયોજાય છે. સ્થૂળ ઘટનાઓની તેઓ ઉપેક્ષા કરતા નથી, પરંતુ એ ઘટનાઓ નિરૂપીને એ વિરમતા પણ નથી. એ ઘટનાઓના તકાજા હેઠળ માનવહૃદય કેવાં કેવાં ભાવસંવેદન અનુભવે છે તેનો યથાતથ ચિતાર આપવામાં તેમની ઊંડી દિલચસ્પી વરતાય છે. સુન્દરમ્ વાર્તાગત ઘટના-પાત્રના મૂળમાં કામ કરતા માનવમનનાં સંચલનોને – એના તૉરતરીકાઓને ઉજાગર કરવામાં સવિશેષ રસ દાખવે છે.

Line 81: Line 87:
‘તારિણી'માં તારક અને હારિણીનાં પાત્રો છે. તારક દેખીતી દુનિયાના જીવનવ્યવહારથી ઉન્નત ઊઠી કોઈ એવી ભૂમિકાએ – એવી સ્થિતિએ ઠરવા ચાહે છે કે જેમાં પરમ શક્તિનો પ્રસાદ હોય, પ્રસન્નતા ને પ્રશાંતિ હોય. એ ભૂમિકા સાધવામાં એનો પોતાનો ઉત્કટ પુરુષાર્થ તો છે જ, સાથે એને પ્રેરણાબળ – પીઠબળ સાંપડે છે હારિણીનું. હારિણી અને તારક પરસ્પરને માટે છે, પરસ્પરના પ્રેરક, સહાય, સમર્થક અને હારક-તારક છે; તેમ છતાં તેઓ દુનિયાદારીમાં અટવાઈ જતી લગ્નગ્રંથિથી નિબદ્ધ નથી. તેઓ પ્રીતિની ભરપૂર ગતિ અનુભવતાં છતાં, સાથ-સંગતિમાં સમુન્નતિ પ્રતિ ધપતાં છતાં એકબીજાને બાંધનારાં કે કુંઠિત કરનારાં નથી. તેઓ પરસ્પર માટે ભાર કે બોજ બનતાં નથી, પણ પરસ્પરને ઉપકારક થાય એવી પાંખ બને છે અને એમાં જ એમના વિલક્ષણ ભાવ-સંબંધની ખૂબી પમાય છે. એમનો એ સંબંધ સમર્પિત છે શ્યામસુંદરને – સમસ્ત જીવનરસોના દિવ્ય અધિષ્ઠાતાને – જીવનના સંવાદમાધુર્યના મૂળભૂત સ્રોતને. આ અનુભવે પહોંચવાના ઉપક્રમમાં વાણી  કરતાં શાંત સમર્પિત ક્રિયાકર્મની પ્રતિષ્ઠા વિશેષભાવે અનુભવાતી રહે છે. તારકની હારિણી જ તારકની તારિણી છે તો તારકની સાર્થકતા હારિણીનું તારિણીમાં રૂપાંતર સિદ્ધ થાય એમાં છે. આ વાર્તા લેખકના શ્રીઅરવિંદદર્શનના પ્રકાશમાં, શ્રીમાતાજીના શરણમાં વિશેષભાવે ખૂલે એવી ગૂઢ અને ગહન ભાવસંદર્ભોથી અંકિત છે. સુન્દરમ્‌ની વાર્તાસર્જક તરીકેની પરાકાષ્ઠા તારિણીમાં છે, ભલે એની કલાકીય આકૃતિમાં ઘણાંબધાં તત્ત્વો ગૂઢ-ગહન આત્મસંવાદની લીલામાં સંગોપિત હોય.  

આમ સુન્દરમ્‌ની વાર્તાઓમાં ગુજરાતી ભાષાની – તેના ગદ્યની શક્તિનો પણ પાકો પરચો મળી રહે છે. સુન્દરમ્‌ની વાર્તામાં કવિતા છે, પણ તે એમાંના કથાતત્ત્વને આડેધડ તાણી જાય એવી નથી. તાજગીભર્યા અલંકારો-કલ્પનો ને ક્યારેક પ્રતીકોય એમાં આવે છે; પરંતુ સુન્દરમ્ એમના વાર્તાવિશ્વમાં સચ્ચાઈભરી ભાવાનુભૂતિના સંદર્ભમાં પાત્રઘટનાના કથનાત્મક સંદર્ભો સર્જનારા કલાકાર છે. ગુજરાતી ભાષા-સાહિત્ય એમની વાર્તાના ભાવસમૃદ્ધ કથારસથી હરિયાળું બન્યું છે એ નક્કી. ગુજરાતી વાર્તાકળાના ઉન્નયનમાં – એની ઉત્કાન્તિમાં સુન્દરમ્‌ની સર્જકતાનું પ્રદાન કલાતેજે સદાયે સ્મરણીય રહે એવી કક્ષાનું છે જ.

૧૧–૧૦–૨૦૦૨ – ચંદ્રકાન્ત શેઠ
૪-૫-૨૦૦૪

સુન્દરમ્‌ના પુસ્તકો
૧૧–૧૦–૨૦૦૨
કવિતા  
૪-૫-૨૦૦૪     {{Right|– ચંદ્રકાન્ત શેઠ}}
<br>
 
<center>'''સુન્દરમ્‌ના પુસ્તકો'''</center>
'''કવિતા''' :
કડવી વાણી ૧૯૩૩, કાવ્યમંગલા ૧૯૩૩,
કડવી વાણી ૧૯૩૩, કાવ્યમંગલા ૧૯૩૩,
રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯, વસુધા ૧૯૩૯, યાત્રા ૧૯૫૧, વરદા ૧૯૯૦, મુદિતા ૧૯૯૦, ઉત્કંઠા ૧૯૯૨, અનાગતા ૧૯૯૩, લોકલીલા ૧૯૯૫, ઈશ ૧૯૯૫, પલ્લવિતા ૧૯૯૫, મહાનદ ૧૯૯૫, પ્રભુપદ ૧૯૯૭, અગમ-નિગમા ૧૯૯૭, પ્રિયાંકા ૧૯૯૭, नित्यश्लोक ૧૯૯૭, નયા પૈસા ૧૯૯૮, ચક્રદૂત ૧૯૯૯, લોકલીલા ૨૦૦૨, દક્ષિણા-૧ ૨૦૦૦, દિક્ષિણા-૨ ૨૦૦૦, મનની મર્મર ૨૦૦૩, ધ્રુવયાત્રા ૨૦૦૩.

વાર્તાઓ  
 
'''વાર્તાઓ''':
હીરાકણી ૧૯૩૮, પિયાસી ૧૯૪૦, ઉન્નયન ૧૯૪૫, તારિણી ૧૯૭૭, પાવકના પંથે ૧૯૭૭

નાટકો  
 
'''નાટકો''':
વાસંતી પૂર્ણિમા ૧૯૭૭  
વાસંતી પૂર્ણિમા ૧૯૭૭  
અનુવાદો  
 
'''અનુવાદો''':
મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૪, કાયાપલટ ૧૯૬૧, જનતા અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)

ચિંતનાત્મક ગદ્ય  
 
'''ચિંતનાત્મક ગદ્ય'''
દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧, અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬, શ્રી અરવિંદ મહાયોગી (યોગ) ૧૯૫૦, અવલોકના (વિવેચન) ૧૯૬૫, ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮,

(વિચારસંપુટ: ત્રણ ગ્રંથો ૧૯૭૮)  
(વિચારસંપુટ: ત્રણ ગ્રંથો ૧૯૭૮)  
સાહિત્યચિંતન (સાહિત્યવિષયક અધ્યયનો),
 
સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો), सा विद्या (તત્ત્વચિંતન),
'''સાહિત્યચિંતન''' (સાહિત્યવિષયક અધ્યયનો),
તપોવન (સુન્દરમ્ વિશેનો અધ્યયન ગ્રંથ  સં. સુરેશ દલાલ) ૧૯૬૯
'''સમર્ચના''' (ચારિત્ર્યપ્રધાન લેખો), सा विद्या (તત્ત્વચિંતન),
'''તપોવન''' (સુન્દરમ્ વિશેનો અધ્યયન ગ્રંથ  સં. સુરેશ દલાલ) ૧૯૬૯
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu