સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/મીન પિયાસી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મીન પિયાસી|}} {{Poem2Open}} સાંજને વખતે શહેરના સરિયામ રસ્તા ઉપર રોજ ફરવા નીકળનારાંઓને માટે ફૂટપાથ પરના તમાશબીનો અને તેમના તમાશા અજાણ્યા નથી હોતા. પણ આજે તેમને કાને કોઈ નવા જ પ્રકારન...")
 
No edit summary
 
Line 13: Line 13:
તંબૂરો, તબલાં અને મંજીરાના ભેગા અવાજે જોતજોતામાં મજાનું વાતાવરણ જમાવી દીધું. ડોસાનું ભજન બહુ જ આછું આછું સંભળાતું હતું. તેની લીટીઓને છોકરીઓ તથા જુવાન વચ્ચે વચ્ચેથી ઉપાડી લેતાં હતાં.

કેટલીક વાર સુધી તો સાંભળનારાઓને શું ગવાય છે તે કશું જ સમજાયું નહીં. તંબૂરો, તબલાં ને મંજીરાના અવાજની તરવેણીમાં ડૂબતા ભજનની લીટીઓમાંથી ધ્રુવપદના થોડાક શબ્દો કંઈક સ્પષ્ટ સંભળાવા લાગ્યા:

...પાની મેં મીન પિયાસી
'''...પાની મેં મીન પિયાસી'''
એ...પાની મેં મીન પિયાસી...
'''એ...પાની મેં મીન પિયાસી...'''
લોકો જામતા ગયા તેમ તેમ ભજનમંડળીએ આવેશમાં આવવા માંડ્યું. તબલાં પર થપ્પીઓ જોરદાર પડવા લાગી. તંબૂરાનું મોરપીંછ વધારે લહેકા લેવા લાગ્યું. તંબૂરાનો ગાનાર ગાતાં ગાતાં પોતાના ધડને પણ હલાવવા લાગ્યો. છોકરીઓ પલાંઠી વાળીને બેઠી હતી તે પગ ઊંધા કરી બેસી ગઈ. સંગીતનાં ફૂલની મોરેલી મંજરીઓવાળી ડાળી જેવા તેમના મંજીરા બાંધેલા હાથ શરીરની આસપાસ ફરવા લાગ્યા.

પ્રારંભમાં ચારે જણની નજર જાણે કે ઊંડા ધ્યાનમાં ગાઢ ધૂનમાં પડેલી હોય એવી રીતે નીચે ઢળેલી હતી. પણ જેમ જેમ મેદની જામતી ગઈ તેમ તેમ દરેકની નજર થોડી થોડી ઊઘડીને મેદનીને નજરમાં લઈ પાછી મીંચાવા લાગી. ડોસાની આંખો ચોરીછૂપીથી ખૂલતી હોય તેવું લાગતું હતું. છોકરો વધારે નફટતાથી પ્રેક્ષકો તરફ જોતો હતો. છોકરીઓએ આંખો મીંચવાનો પ્રયત્ન મૂકી દીધો અને પ્રેક્ષકોની ઘાટઘૂટ વેશભૂષા તરફ તેમની નજર દોડવા લાગી. તેઓ વચ્ચે વચ્ચે તાલ ચૂકવા લાગી. જુવાને ખૂંખારો ખાધો અને છોકરીઓ પ્રયત્નપૂર્વક આંખોને ઢાળેલી રાખવા લાગી.

Line 53: Line 53:
જુવાનની આસપાસ ધુમાડાના ગોટેગોટા થઈ રહ્યા છે. સિગારેટની ડબી ઉપર પાડેલાં એકલાં મોઢાં જેવાં કેટલાં મોઢાં તેમાં તરતાં દેખાય છે. એ બધા એના જુગારી ભાઈબંધો છે... આ એના ફસલના પાકના રૂપિયા ગયા... આ એની બૈરીનાં ઘરેણાં ગયાં... આ વાણિયો ભેંસ છોડી ગયો... આ મુસલમાન વહોરાએ એનું ઘર મંડાવી લીધું. હજીય દેવું બાકી છે. ‘છોડીઓ વેચીને આપ,’ લેણદાર બોલે છે. કોક કહે છે: ‘ડોસા પાસે છે તે કઢાવ ને?’ ખરી વાત. તે ધસે છે. છોડીઓએ લીંપેલા તાજા ઓટલા પર બેઠેલા ડોસા કશું બોલતા જ નથી. ‘બાપા, કંઈ રૂપિયા છે? કશુંય છે?’ તે પૂછે છે. બાપા કહે છે, ‘ભાઈ મારા, જે છે તે હું છું.’ ‘હા. તમે છો ત્યારે હીંડો હવે.’ અને પોતે જુસ્સામાં આવી ડોસાને થથડાવી ઓટલેથી હેઠા ઉતારે છે. નમ્ર ડોસા ઊભા થઈ ચાલવા માંડે છે. અને પોતે પેલાં મોઢાં પોતાની પાછળ પડ્યાં છે તેને પછેડીની ઝાપટથી વારતો વારતો નાસે છે, નાસે છે. હાશ, આ પોલીસ દેખાયો... હવે મને કોઈ નહીં પકડે... શહેરની ઝગમગતી રોશનીમાં તે ઊભો રહે છે... આ મેરથી મોટર, પેલી મેરથી મોટર, ઉપરથી મોટર, નીચેથી મોટર, પોં પોં, પોલીસની સીટીઓ...

ડોસાની આસપાસ આછા અજવાળાવાળી તારલિયાળી રાત છે. પાસે તુલસીક્યારો છે. દીકરાની દીકરીઓએ ઓકળી પાડીને લીંપેલી ભોંય ચારે કોર છાણમાટીની મીઠી વાસથી મહેકે છે. તુલસીક્યારામાં દીવો છે, અને પાસે બે અગરબત્તીઓ ધૂપની સેર કાઢતી તગતગે છે. ડોસો નિરાંતે તંબૂરો ઉપાડે છે. દીકરો ઢોલક લે છે અને દીકરાની બે ગંગાજમના જેવી દીકરીઓ તેની આસપાસ આવીને બેસે છે: ‘દાદા, અમને મંજીરા શિખવાડોને!’ અને દાદા એ કૂણી આંગળીઓ ઉપર મંજીરાની દોરી વીંટી આપે છે. કૂણા કૂણા હાથમાં મંજીરા કૂણું કૂણું રણકે છે અને ભગવાનનું ભજન ડોસો માંડે છે:

“એ આ રે કાયામાં સંતો નવલખ તારા,
'''“એ આ રે કાયામાં સંતો નવલખ તારા,'''
ડગલે ડગલે મારા પરભુના ઉતારા... રે.”
'''ડગલે ડગલે મારા પરભુના ઉતારા... રે.”'''
ફળિયાના, ગામના, પરગામના લોક ડોસાનાં ભજનો સાંભળવા આવે છે. ડોસો એક ગૂણિયા ઉપર બેઠો બેઠો રાતભર ગાયા કરે છે. છોકરો અને તેના જેવા જુવાનિયા ડોસાની પાસેથી ભજન શીખે છે. તેમના સાદ પણ ધીરે ધીરે ઘૂંટાતા જાય છે, કંઈક ડોસાની લહેક આવે છે. પણ ડોસો તે તો ડોસો જ. કોક અજબ લહેક આવતાં સાંભળનારાં બોલી ઊઠે છે: ‘વાહ, ભગત!’ ભજન પૂરું થયે પરસાદ વહેંચાય છે. દાદા દીકરીઓને ઉઠાડે છે, ‘ઊઠો બા, પરભુનો પરસાદ લો.’ અને સાકર અને લીલા ટોપરાના પરસાદથી મોઢાં ભરી તે ખાતી ખાતી છોકરીઓ પાછી ઊંઘમાં ઢળી પડે છે. બેયનાં ફૂલ જેવાં સુંવાળા મોં પર ડોસાનો હળકોદાળાના આંટણોવાળો હાથ કોમળતાથી ફરે છે.

એમ ડોસાની ભગતાઈ ચાલે છે. કેટલાય છોકરા એમની પાસેથી તૈયાર થઈ ગયા. બેય છોડીઓ મોટી થઈ અને ડોસાની બે પડખે બેસી બબ્બે હાથે મંજીરા ચગાવવા લાગી. બે જુવાન દીકરા ખેતી કરતા હતા. રામજી મહારાજને ચરણે માથું મૂકી ડોસા નિરાંતે સૂતા અને ભજનનું અમી પોતે પીતા ને અગણિત લોકોને પિવડાવતા.

Line 178: Line 178:
‘મીન પિયાસી?’ ડોસાને એકાએક પોતાનો પ્રશ્ન અને તેનો ઉત્તર બેય સ્પષ્ટ થઈ ગયા લાગ્યા. તે છોકરીને માથે હાથ ફેરવી બોલ્યો: ‘હા, બેટા, મારા રામ ગાઓ, પાની મેં મીન પિયાસી.’ અને મનમાં બોલ્યો: ‘આમ સમજો કે તેમ, સંત કબીરની દેવવાણી ચારે યુગમાં સાચી જ છે.’

અને તંબૂરાને રણકાવતાં ડોસાનો, મહિનાઓ લગી રૂંધાયેલો કંઠ પિંજરમાંથી છૂટતા પંખી પેઠે કલકલ કરતો વહેવા લાગ્યો:

“પાની મેં મીન પિયાસી રે... 
મોહે દેખત આયે હાંસી...”
“પાની મેં મીન પિયાસી રે...  
મોહે દેખત આયે હાંસી...”
ડોસાએ ભજન શરૂ કર્યું ત્યારે ગળું સાવ સુક્કું હતું. ભજનના શબ્દો જીભ ઉચ્ચાર્યે જતી હતી અને તેનું મન ઈશ્વરની લીલાના વિચારમાં પડ્યું:

‘દુનિયાને હું શરાપ દઉં? અમને તું કહે છે બાપ તે કંઈ અમારા ભલા ખાતર જ હશે ને? નહીં તો તારા ભગતને પાણીમાં બેસાડી તરસે મારવાનું તેં શા માટે નક્કી કર્યું હશે?’

Line 237: Line 238:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = માને ખોળે
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ઊછરતાં છોરુ
}}
}}
18,450

edits

Navigation menu