કવિની ચોકી/7: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 25: Line 25:
હિન્દ માતાની કૂખે કંઈ કંઈ સંત મહંત જનો જન્મ્યા છે તેમની સંખ્યામાં આપના એક વ્યક્તિત્વથી અનેકશ: ઉમેરો થયો છે.

પ્રભુ પાસે આજના શુભ પ્રસંગે અમારી પ્રાર્થના છે કે આપ દીર્ઘાયુ થાઓ અને ભારતનું ગૌરવ હજી પણ વધે એવાં અનેક મંગલ કાર્ય આપને હાથે થાઓ.

અમદાવાદ, 2 એપ્રિલ, 1920       આપના સદાના અનુરાગી સાહિત્યભક્તો
અમદાવાદ, 2 એપ્રિલ, 1920
{{Right|આપના સદાના અનુરાગી સાહિત્યભક્તો}}<br>      
 
<center>પરિશિષ્ટ-2</center>
<center>'''નિર્માણ વિરુદ્ધ સર્જન'''</center>

પરિશિષ્ટ-2
નિર્માણ વિરુદ્ધ સર્જન
નિર્માણમાં પ્રયોજન હોય છે, એ આપણી જરૂરિયાતોને વ્યક્ત કરે છે. પણ સર્જન સર્જનને ખાતર હોય છે, એ આપણા સમગ્ર વ્યક્તિત્વને વ્યક્ત કરે છે. આપણે ઘડો બનાવીએ છીએ, કારણ કે આપણને પાણી જોઈએ છે. એમાં આપણે ઘડો શા માટે બનાવીએ છીએ એવો પ્રશ્ન પૂછવો અને એનો ઉત્તર આપવો અનિવાર્ય છે. પણ જ્યારે આપણે ઘડાને સુંદર આકાર આપવા માટે અથાગ પરિશ્રમ કરીએ છીએ ત્યારે એનું કારણ આપવું પડતું નથી. એમાં એક પ્રકારની અંતિમતા છે. એ આપણા મુક્ત અને આનંદમય ચૈતન્યને પામવા માટેની પ્રક્રિયા છે. આપણા જીવનનાં કર્મોમાં આપણી જરૂરિયાતોનો પ્રભાવ અને પ્રયોજનોની માત્રા વધી જાય અને જો સાથે સાથે એમાં આપણી સમગ્ર માનવતાનો એકાદ અંશ પણ વ્યક્ત ન થાય તો એ કર્મો વિરૂપ અને પાર્થિવ બની જાય છે.

પ્રેમમાં અને સદગુણમાં મનુષ્ય સ્વયં પ્રગટ થાય છે. એમાં એની જરૂરિયાત વ્યક્ત થતી નથી. એમાં એના પોતાનામાંથી પ્રસરતી એની પ્રકૃતિની પૂર્ણતાનું દર્શન થાય છે. એથી એ બંને સર્જનાત્મક છે, એમાં અંતિમતા હોય છે – એથી મનુષ્યની સંસ્કૃતિ અંગેના આપણા નિર્ણયમાં એ આપણને પૂર્ણતાનો સાચો માપદંડ પૂરો પાડે છે.

Line 65: Line 67:
ધર્મની ભાવનાની ગ્લાનિને કારણે યંત્ર અને યાંત્રિક પદ્ધતિની સત્તા દૃઢમૂલ બની છે. એની સમૃદ્ધિના મહદ્ અંશને ભોગે મનુષ્યનું સરલીકરણ થયું છે. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો એને ઘરખોયો રખડુ બનાવવામાં આવ્યો છે, એને જે સ્વતંત્રતા આપવામાં આવી છે તે નકારત્મક સ્વતંત્રતા છે, કારણ કે એ કૃત્રિમ સ્વતંત્રતા છે. એનો તીવ્ર આઘાત તો તાજેતરના વિશ્વયુદ્ધમાં સમગ્ર જગતે અનુભવ્યો હતો. મનુષ્યના બંધુત્વના સાધન સમા આધ્યાત્મિક સંબંધોની શૃંખલામાંથી મુક્ત થવાથી સમાજના ભિન્ન ભિન્ન વર્ગોનું એમનાં મૂળભૂત એવાં સ્થૂળ પરિબળોમાં સતત રૂપાંતર થયું છે. શ્રમ એ એક પરિબળ છે, મૂડી પણ એક પરિબળ છે, રાજ્ય અને પ્રજા, સ્ત્રી અને પુરુષ પણ પરિબળો છે. કહેવાય છે કે જ્યારે મુઠ્ઠીભર માટીમાં પણ જે સુષુપ્ત પરિબળો છે એમને એમની એક્તાના બંધન  જે એમના સર્જનનું પણ બંધન છે તે –માંથી મુક્ત કરવામાં આવે ત્યારે તે સેન્ટ પૉલના કેથીડ્રલને પણ પર્વતની ઊંચાઈ લગી ઊંચકી શકે. આવાં ઉચ્છૃંખલ પરિબળો જે બેજવાબદાર ચાંચિયાઓની જેમ વિચરી-વિહરી રહ્યાં છે તે કેટલાક ઉદ્દેશો માટે આપણને ઉપયોગી હશે, પણ સામાન્યપણે કહીએ તો સૅન્ટ પૉલ કેથીડ્રલ ભાંગીને ભુક્કો થાય અને અવકાશમાં ફેંકાઈ ફંગોળાઈ જાય એના કરતાં તો એ એના પાયા પર મજબૂત ઊભું રહે એ આપણે માટે વધુ સારું છે. આવાં પરિબળો પર સ્વામિત્વ સિદ્ધ કરવાનું રહસ્ય પામવું એ આપણે માટે ગર્વની વાત છે પણ મનુષ્યજાતિ માટે આત્મસંયમ અને આત્મસમર્પણનાં આંતરિક પરિબળો એ વધુ સાચા હર્ષોલ્લાસની વાત છે. આપણે માટે અરેબિયન નાઇટ્સના રાક્ષસો એક મોટું પ્રલોભન અને આકર્ષણ હશે. પણ આપણા સમાજને એના સર્જનની આધ્યાત્મિક શક્તિ અર્પણ કરવા માટે પરમેશ્વર અનંતગણો મૂલ્યવાન છે. પણ આ રાક્ષસો આજે સર્વત્ર વ્યાપ્ત છે. અને વિશ્વયુદ્ધમાં એમના મૃત્યુ-નૃત્ય પછી પણ એમને સંબોધનરૂપ મંત્રોનો મંદ જાપ જપી રહ્યા છે અને રક્તવર્ણ વસ્ત્રોમાં સજ્જ એવા એમના અનુયાયીઓ મનુષ્યજાતિને નિર્જનતાના ઉચ્ચ શૃંગ પર અચાનક ભગાડી મૂકવા માટે એની પર તરકીબો અજમાવવા પ્રવૃત્ત થયા છે. ક્રાંતિના ગરજતાં વાદળો ઊમટી રહ્યાં છે, એમની રોષપૂર્ણ દૃષ્ટ્રા ચમકાવી રહ્યાં છે અને ઘૂરકી રહ્યાં છે. એ માનવવ્યક્તિત્વને માનવીય શક્તિથી વિચ્છિન્ન કરવાની લાંબી પ્રક્રિયાની ઉપલબ્ધિ છે. એ મનુષ્યને કોઈ અમૂર્તતાનો પ્રેતાત્મા બનાવી રહ્યાં છે.

આધુનિક વિજ્ઞાને બહારથી સમગ્ર મનુષ્યજાતિને એક કરી છે. પણ સ્વાર્થ અને અભિમાનના સતત સંઘર્ષથી માનવસમાજોને બચાવવા માટે સંબંધોના મહાન સત્ય અંગેની આધ્યાત્મિક સભાનતાની આ પરિસ્થિતિમાં ભારે જરૂર છે. કેવળ શક્તિરૂપ હોય, અને જેમનામાં મૂળભૂત એકતા ન હોય એવા લોકોએ એમના સર્જનાત્મક પરિવર્તન દ્વારા એમની માનવતા પુરવાર કરવી જોઈએ. આ માત્ર નિર્માણનો પ્રશ્ન નથી, એથી મુખ્યત્વે એ જેને શોધખોળો સાથે, અને નહિ કે સર્જન સાથે, સંબંધ છે એવા વિજ્ઞાનના ક્ષેત્રમાં આવતો નથી. ટેલિફોનના તાર અને રેલવેના પાટાના બાહ્ય સાંધાને મનુષ્યોને એકમેકથી વિખૂટા પાડવામાં અને અન્ન, સ્વાતંત્ર્ય અને સ્વમાની બાબતોમાં નબળા માનવબંધુઓને લૂંટવામાં વધુ કાર્યક્ષમ રીતે સહાય કરી છે. રાજદંડે નહિ પણ અસિધારાએ જ હંમેશાં શાસન કર્યા કરવું જોઈએ ? અને પૃથ્વીની ભૂગોળ પર સ્વામિત્વ સિદ્ધ કર્યા પછી રાજ્યસંચાલનમાં વિજ્ઞાને જ અગ્રેસર રહેવું જોઈએ ?  ભિન્ન ભિન્ન જાતિઓના જગતમાં એ શાંતિ અને એકતા સ્થાપી શકશે ? એ પૂરતું પુરવાર નથી થયું કે એની નિષ્ઠુર કુશળતાના ભૌતિક નિયમો સત્તાના રાક્ષસોને એના પ્રતિનિધિ તરીકે માત્ર આદેશ આપી શકે પણ પરમેશ્વર અને મનુષ્ય પ્રત્યેના પ્રેમસ્વરૂપ એવા સર્જનની ચેતનાને એ આહ્વાન આપી ન શકે ? અને છતાં વિજ્ઞાન માનવતાના પક્ષે એનું આસન ત્યાગવાનું લક્ષણ પ્રગટ કરતું નથી. અથવા તો એનું કર્તવ્ય પૂરું થયું છે છતાં એ એની સત્તા પર કાપ મૂકવા તૈયાર નથી. જેમનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ છે, સાધનસામગ્રી છે એવી બળવાન જાતિઓએ આજના યુગની અઢળક જવાબદારી પોતાને માથે લઈ લીધી છે. એમના કાયદા અને એમના શાસન સામે આપણને ફરિયાદ નથી, એ વિજ્ઞાનના ક્ષેત્રમાં તો કાર્યક્ષમ છે. પણ એમના યંત્ર-આધિપત્યની વિનાશક નિષ્પ્રાણતા સામે આપણને ફરિયાદ છે. જગતભરની એમના શાસન નીચેની પ્રજાઓ સાથેના વ્યવહારમાં એ ભૂલી જાય છે કે કાયદો અને વિજ્ઞાન એ માનવ સાથેના પ્રત્યાયન માટેનું ઉત્તમ સાધન નથી. સજીવ કબૂતરખાનાંઓ પાસેથી ભેટસોગાદો નમ્રભાવે મેળવવી અથવા છેલ્લામાં છેલ્લી ઢબના વરાળ-યંત્રની મહેરબાની મેળવવી એ મનુષ્યો માટે કેવું અગ્નિપરીક્ષા જેવું છે એ માનવા એ તૈયાર જ નથી. આધુનિક સંસ્કૃતિના મિજાજની દાહક તીવ્રતા આપણને વિશેષ સાલે છે કારણ કે એ આપણી માનવીય સંવેદનાની સીધેસીધી વિરુદ્ધ છે. અને પૂર્વમાં વસતા એવા આપણને એ કહેવાનો હક છે કે આ મહાન તકોના મહાન યુગનું જેઓ પ્રતિનિધિત્વ કરે છે તેઓ માનવવ્યક્તિત્વના દિવ્ય આદર્શનો ત્યાગ કરીને પોતાનો ઝનૂનપૂર્વક નાશ નોતરી રહ્યા છે. કારણ કે મનુષ્ય વિશેનું અંતિમ સત્ય એની બુદ્ધિમાં કે એની ભૌતિક સંપત્તિમાં નથી, એ તો છે એની અનુકંપાની કલ્પનાશક્તિમાં, એના હૃદયના ઉજ્જ્વળ પ્રકાશમાં, એની ત્યાગ-સમર્પણની સાધનામાં, જાતિભેદ અને રંગભેદના અંતરાયોને અતિક્રમીને જગતભરમાં પ્રેમનો પ્રસાર કરવાના એના સામર્થ્યમાં, આ જગત એ યાંત્રિક શક્તિનું સંગ્રહાલય નથી પણ જેનામાં સૌંદર્યનું સનાતન સંગીત અને દિવ્યતાનો આંતરપ્રકાશ છે એવા માનવ-આત્માનું નિવાસસ્થાન છે એવા એના દર્શનમાં.

પરિશિષ્ટ-3
 
જનસમાજની દૃષ્ટિએ સાહિત્યનો વિચાર
<center>પરિશિષ્ટ-3</center>
<center>'''જનસમાજની દૃષ્ટિએ સાહિત્યનો વિચાર'''</center>
 
જનસમાજને કાંઈ શીખવવું હોય તો કેવું લખવું જોઈએ એ આપણે જોઈએ. આજે આપણને આનું દૃષ્ટિબિંદુ કવિશ્રીએ આપ્યું છે. એમણે કૉલકાતાનો દાખલો લેવામાં ચાતુરી વાપરી છે. એઓશ્રીએ જોયું કે જેવું કૉલકાતા એવું જ અમદાવાદ છે. અને તેમણે કરેલા શબ્દપ્રહારો કેવળ આપણે માટે જ છે. સિડની સ્મિથમાં શબ્દપ્રહારની કળા બહુ હતી. તે "આપણે કહી તેના ઘા હળવા કરતો, પરંતુ આપણા કવિશ્રી તો "અમે શબ્દ વાપરે છે. આપણે તો આથી સમજી જ જવું જોઈએ કે એ આપણે માટે જ છે. કૉલકાતાને વિશે એઓશ્રીએ ચિતાર આપ્યો કે પવિત્ર ગંગા નદીને તીરે મહાન ઇમારતો વસી છે તેથી ત્યાંનો કુદરતી રળિયામણો હોવો જોઈતો દેખાવ અળખામણો થઈ પડ્યો છે. આવે સ્થળે તો આપણને કુદરતી વિચારો આવવા જોઈએ. જ્યારે તેઓ કલકત્તાનો વિચાર કરે છે ત્યારે તેમની આંખમાંથી આંસુ વહે છે.

આપણું કામ પ્રભુને ઓળખવાનું છે, એ મારા જેવા મજૂરનો વિચાર. પ્રભુને  ઓળખવાનું ભૂલી જઈને આપણે પૈસાની પૂજા કરતા થયા, સ્વાર્થ સાધતા થયા.

Line 81: Line 85:
ગુજરાતની રાંકડી પ્રજા, માધુર્યવાળી પ્રજા અને જેની સજ્જનતાનો પાર નથી, જે પ્રજા આટલી બધી ભોળી છે, જે પ્રજાને ઈશ્વરમાં અખંડ વિશ્વાસ છે એ પ્રજાને જો આગળ વધવું હોય તો સાહિત્યસેવકોએ મજૂરો, કોસ હાંકનારાઓ અને એવા બીજા માટે પોતાનાં કાવ્યો રચવાં જોઈએ, એવા માટે લખવું જોઈએ.

આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.

પરિશિષ્ટ-4
 
વસંતનો સંદેશ
<center>પરિશિષ્ટ-4</center>
<center>'''વસંતનો સંદેશ'''</center>
 
જે માયાળુ શબ્દોથી તમે મને આવકાર આપ્યો છે એથી મારું અંત:કરણ અત્યારે ઊંડી લાગણીથી છવાઈ ગયું છે, કારણ કે હું જાણું છું કે તમે મને એક કવિ અથવા લેખક તરીકે પૂરેપૂરી રીતે નથી પિછાનતા. તમે મને ખરા હૃદયથી ચાહો છો, મારામાં અનહદ વિશ્વાસ મૂકો છો કારણ કે તમે એમ ધારો છો કે અન્ય દેશોમાં આપણા દેશની કીર્તિ ફેલાવવાને કાંઈક પણ કરવા હું સમર્થ થયો છું. સ્થિતિ એવી છે કે તમારામાંના ઘણાખરાને હું મારા જીવનમાં અગાઉ કદી મળ્યો પણ નથી અને ફરી એકાદ વાર મળવાનો સંભવ સરખોયે અત્યારે તો નથી આટલા માટે આ સમયે તમારી સર્વની મારા મિત્રો તરીકે ગણના કરતાં મને અત્યંત આનંદ થાય છે. જે સ્થળે મારે આવવાનો સંભવ પણ ન હોય એ સ્થળે આવી આટલો બધો સ્નેહ સંપાદન કરવો એ તો એક અણમૂલો લાભ છે. કાળના વહન સાથે મારી શક્તિનો તમને સાચો પરિચય થાય અને એક વેળા કદાચ એવું પણ જણાઈ આવે કે તમે તમારા પ્રેમભાવનું અને અતિથિસત્કારનું અપાત્રે દાન કર્યું છે. હું હવે વૃદ્ધ થયો છું એટલે માની લઉં છું કે આવો અવસર હું કદાચ જોવા નહિ પામું.

નવો યુગ અત્યારે શરૂ થયેલો દીસે છે. આપણા અંતરમાં અત્યારે ઉન્નતિની ઊર્મિઓ ઊછળી રહી છે. આ ઊર્મિઓને આપણા વ્યવહારમાં પ્રત્યક્ષ જોવા આપણે અત્યારે ઇચ્છીએ છીએ અને આ ઇચ્છામાં જ આપણી અનેક આશાઓ વસી રહી છે.

Line 89: Line 95:
શિશિર ૠતુની સમાપ્તિ પછી દક્ષિણ દિશાના પવનની લહરીઓ વસંત ૠતુનો સંદેશ આપે છે ત્યારે આંબાની ડાળો અસંખ્ય મોરથી લચી રહે છે અને તેમાંનો ઘણો મોર ખરીને ધૂળમાં જ મળી જાય છે; તો પણ ખરું રહસ્ય તો એ છે કે વસંત ૠતુ આવે છે અને જીવનતત્વની રસરેલ જામે તે વખતે કુદરત આટલી ઉડાઉ તો સહેજે જ થઈ શકે છે.

મારે વિશે મત બાંધવામાં અને મને માન આપવામાં તમે અવિચારી બન્યા હશો અને મારા ભાવના ઘણાખરા આવિર્ભાવ તો ભૂંસાઈ પણ જશે અને કાળ સાગરમાં ગુમ થઈ જશે પણ ખરું રહસ્ય તો એ જ છે કે આપણા પ્રજાજીવનમાં અત્યારે વસંત ૠતુનો અવતાર થયો છે અને આપણે પણ અત્યારે તેનો જ ઉત્સવ ઊજવી રહ્યા છીએ.



(નોંધ : પરિશિષ્ટ1, 2, 3 ‘અમદાવાદમાં રવીન્દ્રનાથ’ અને પરિશિષ્ટ4 ‘ગાંધીનો અક્ષરદેહ’, પૃ. 17માંથી લીધેલાં છે.)

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu