26,604
edits
(Created page with "<poem> આવસંતનાંફૂલોમાંહુંયુગોસુધીઢાંકીરાખીશ દેવળમાંબળતીમીણબત્તી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આ વસંતનાં ફૂલોમાં હું યુગો સુધી ઢાંકી રાખીશ | |||
દેવળમાં બળતી મીણબત્તી જેવો | |||
તમારો વેદનાનો ચહેરો… | |||
તમારાં જુલ્ફાંમાં | |||
સાવજની કેશવાળીના પછડાટથી ત્રામત્રામી ઊઠતું ગીરનું રાન | |||
કંઠના ટોડલા પર બેઠેલું મોરલાના અવાજનું ટોળું | |||
ઘેઘૂર અધબીડયાં પોપચાંમાં | |||
હમણાં ધોધમાર વરસું વરસું કરતા અષાઢના આકાશ જેવી | |||
મોરપીંછની આંખો… | |||
તમે ચાલીસ ચાલીસ વર્ષ પહેલાં | |||
ઘોળીઘોળી ભરેલા પિયાલામાંથી ઊભરાઈને | |||
આજે અત્યારેય | |||
મને કસુંબીના છાંટા ઊડે છે, મેઘાણીભાઈ! | |||
પગમાં ક્રાંતિનાં પગરખાં | |||
આંખોમાં થીજી ગયેલાં આંસુના દ્વીપ | |||
ને ઝોળીમાં બારમાસીનાં વેડેલાં ગીત — | |||
જોઉં છું તો ગોધૂલિ ટાણે | |||
કોઈના લાડકવાયાની આરસખાંભી પર | |||
તમે લોહીના અક્ષરે કવિતા લખી રહ્યા છો… | |||
{{Right|[‘પરિપ્રશ્ન’ પુસ્તક]}} | {{Right|[‘પરિપ્રશ્ન’ પુસ્તક]}} | ||
</poem> | </poem> |
edits