26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
એ બોલતા બોલતાં જ એમણે મારી સાથે આવેલા ગફૂરભાઈ બિલખીયા અને પ્રવીણ પટેલ સામે જોઈને એમનું ચિરપરિચિત મીઠું સ્મિત કર્યું. | એ બોલતા બોલતાં જ એમણે મારી સાથે આવેલા ગફૂરભાઈ બિલખીયા અને પ્રવીણ પટેલ સામે જોઈને એમનું ચિરપરિચિત મીઠું સ્મિત કર્યું. | ||
એક ક્ષણ પછી મારા મનમાં ઝબકારો થયો. હું તો સમજી ગયો, પણ ગફુરભાઈને મારે સમજાવવું પડ્યું: “મકરંદભાઈ મારાં પત્ની તરુની વાત કરે છે. તેમનો પહેલો પ્રેમપત્ર મકરંદભાઈએ મને ચાની ટ્રેમાં મૂકીને ડિલિવર કરેલો.” | એક ક્ષણ પછી મારા મનમાં ઝબકારો થયો. હું તો સમજી ગયો, પણ ગફુરભાઈને મારે સમજાવવું પડ્યું: “મકરંદભાઈ મારાં પત્ની તરુની વાત કરે છે. તેમનો પહેલો પ્રેમપત્ર મકરંદભાઈએ મને ચાની ટ્રેમાં મૂકીને ડિલિવર કરેલો.” | ||
૧૯૬૨ની એક સાંજનું ગોંડલના મકરંદભાઈના નિવાસના ચોગાનમાં | ૧૯૬૨ની એક સાંજનું ગોંડલના મકરંદભાઈના નિવાસના ચોગાનમાં ભૂંગળાવાળું એ આખું દૃશ્ય યાદ આવી ગયું. મારી માત્ર ચોવીસની ઉંમર. કૌટુંબિક દબાણ વશ થયેલાં ગાંડી છોકરી સાથેનાં લગ્ન તૂટતાં નહોતાં. ઝૂઝતો હતો. એ વખતે તરુનો અને મારો પરિચય પ્રણયમાં પાંગર્યો. એક તબક્કે મેં તરુ અને એનાં બા પાસે સ્પષ્ટતા કરી: હું પરણેલો છું. ડિવોર્સનો કેસ ગોંડલમાં ચાલે છે—તમને આ હકીકતથી વાકેફ કરવાનું જરૂરી સમજું છું. એ લોકોને હું સ્વીકાર્ય હતો. પણ આ વાસ્તવિકતા? મેં તરુને કહ્યું, હું સુધરાઈના ઓડિટના કામે ગોંડલ જાઉં છું, ત્યાં મહિનો રહીશ. તારો નિર્ણય જે હોય તે મને ટપાલથી જણાવજે. પહેલાં હું વતન જેતપુર ગયો. મા-બાપ સાથે મસલત કરી. પછી ગોંડલ આવ્યો. એમાં ત્રણ દિવસ વીતી ગયા. આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. સાંજનું બેસવા ઠેકાણું મકરંદ દવેના ફળિયાનું ચોગાન. વચ્ચે એક ઘટાદાર વૃક્ષ. એની આજુબાજુ નેતરની સોટીઓથી બનેલી અને પાછળ સાઇકલનું ટાયર મઢેલી થોડી મૂંઢા ખુરશી. એમાં રોજિંદા બેસનારા અનવર આગેવાન બાજુના શીવરાજગઢ ગામેથી આવે. બીજા અનિલ જોશી, ત્રીજા ભૂપેન્દ્ર ત્રિવેદી અને બીજા એકબે. આ સાયં બેઠકમાં સાહિત્યિક ચર્ચાઓ થાય. પણ એમાં મકરંદભાઈની સ્થિર હાજરી બે મિનિટની પણ નહીં—માત્ર જતા આવતા હોંકારા-હાકલા કરે એટલું જ. કારણ? સતત બીમાર બાની સેવાચાકરીમાં જ રમમાણ. | ||
મેં ગફુરભાઈને આ વાત કરી અને કહ્યું: આવી જ રીતે ૧૯૬૨ની એ સાંજે એમના ચોગાનમાં બેઠો હતો. ઉદાસ હતો. તરુવાળી વાતો મનમાં ઘોળાતી હતી ને ત્યાં મકરંદભાઈ બા માટે ચાની ટ્રે લઈને મારી પાસેથી પસાર થયા. બંને હાથ તો ટ્રેને પકડવામાં રોકાયેલા હતા એટલે હડપચીથી ટ્રેમાં પડેલા એક કવર ભણી ઇશારો કર્યો, કહ્યું: “તમારી ટપાલ છે. સુધરાઈનો પટાવાળો આપી ગયો છે.” | મેં ગફુરભાઈને આ વાત કરી અને કહ્યું: આવી જ રીતે ૧૯૬૨ની એ સાંજે એમના ચોગાનમાં બેઠો હતો. ઉદાસ હતો. તરુવાળી વાતો મનમાં ઘોળાતી હતી ને ત્યાં મકરંદભાઈ બા માટે ચાની ટ્રે લઈને મારી પાસેથી પસાર થયા. બંને હાથ તો ટ્રેને પકડવામાં રોકાયેલા હતા એટલે હડપચીથી ટ્રેમાં પડેલા એક કવર ભણી ઇશારો કર્યો, કહ્યું: “તમારી ટપાલ છે. સુધરાઈનો પટાવાળો આપી ગયો છે.” | ||
એ પત્ર તરુનો હતો: “પ્રેમ રહેશે. લગ્ન પણ કરીશું—ભલે તમારા ડિવોર્સને ગમે તેટલો વખત લાગે. હું રાહ જોઈશ.” | એ પત્ર તરુનો હતો: “પ્રેમ રહેશે. લગ્ન પણ કરીશું—ભલે તમારા ડિવોર્સને ગમે તેટલો વખત લાગે. હું રાહ જોઈશ.” |
edits