26,604
edits
(Created page with "<poem> સસલીબાઈએસૂણ્યુંકથામાં : જાત્રાકરવીજોઈએ, નાનાંમોટાંસૌએએકવાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
સસલીબાઈએ સૂણ્યું કથામાં : જાત્રા કરવી જોઈએ, | |||
નાનાંમોટાં સૌએ એક વાર કાશી જાવું જોઈએ! | |||
મનમાં વાળી ગાંઠ : હવે હું ઘરડી ડોશી થઈ, | |||
જાત્રા વિના મરું તો કહેશે મૂરખી મરી ગઈ! | |||
માટે હવે તો જાત્રા કરવી, કાશી-ગોકુલ ફરવું, | |||
પછી બધાની આંખો સામે ઘેર મજાથી મરવું! | |||
સસલીબાઈએ ભાથું બાંધ્યું, બચકી લીધી સાથે, | |||
ઘરનો બોજો નાખ્યો સઘળો પડોશીઓના માથે : | |||
ચકલીબાઈ, | “કપિરાજ તું રોજે મારી ગાય દોહી જાજે, ભૈયા | ||
ને બિલ્લી, મારાં માખણ-ઘી સાચવજે તું, મૈયા!… | |||
ચકલીબાઈ, તું મારાં મોંઘાં રેશમી કપડાં જોજે, | |||
મધમાખી, | મેલાં થાય તો તારી રૂડી ચાંચુડીથી ધોજે!… | ||
શિયાળ ભૈયા, ઘરનો વાડો તમને સોંપી જઉં છું, | |||
મરઘાંબતકાં માંદાં પડે તો જોજો, એટલું કહું છું. | |||
મધમાખી, આ ફૂલની વાડી તમને સોંપી આખી, | |||
ભઈલા રીંછ, મધપૂડાનું મધ જોઈ લેજે ચાખી!”… | |||
સૌને આવાં કામ સોંપીને, સસલી જાત્રા ગઈ, | |||
પડોશીઓ કહે : વાહ રે, આ તો મઝા ઘણેરી થઈ! | |||
બિલ્લી ચાટે ઘી ને માખણ, રીંછ મધપૂડા પાડે; | |||
વાંદરો ગાયનાં દૂધડાં પીએ, ચકલી કપડાં ફાડે!… | |||
કબૂતરને ઘુવડની સાથે જામી પડી લડાઈ, | |||
મધમાખીઓનું લશ્કર છૂટ્યું, રીંછ પર કરી ચડાઈ!… | |||
“પ્રભુ, | અહીંયા આવું ચાલે છે, ત્યાં સસલી તીરથ કરતી, | ||
ગંગાજીમાં લોટી ભરીને મહાદેવજીને ધરતી! | |||
હાશ, | પ્રયાગમાં ત્રિવેણી-સંગમ, પુરીમાં દરિયે નહાઈ, | ||
મથુરા જમના-પાન કર્યું, ગોવિંદજીના ગુણ ગાઈ! | |||
વૃંદાવનમાં આળોટી ને વ્રજમાં ઘેલી થઈ, | |||
તુલસી, ચંદન, | પગે ચાલીને બદરી-કેદાર સૌથી પહેલી ગઈ! | ||
પછી મુખેથી કીધી પ્રતિજ્ઞા અંજલિમાં જળ લઈ : | |||
“પ્રભુ, મારાં ધનમાલ બધુંયે તમને દઉં છું દઈ! | |||
છાપરા સાથે ઘર આખું, ને જે કંઈ હોય તે ધન, | |||
આડોશીપડોશી બધુંયે દઈ દઉં, દઈ દઉં તન ને મન! | |||
હાશ, હવે હળવીફુલ થઈ હું; ચાલને ઘેરે જાઉં, | |||
પીઉં ગંગાજળ, ખાઉં ચરણામૃત, હરિહરના ગુણ ગાઉં!’ | |||
પૂરી કરી જાત્રા ઘર આવી, માથે મોટો ભારો, | |||
તુલસી, ચંદન, ચરણામૃત ને ગંગાજળનો ઝારો! | |||
પણ ક્યાં છે ઘર? ને ક્યાં છે વાડો? ક્યાં છે મધ ને ઘી? | |||
{{Right|[ | અહીં તો ઈંટરોડાંનો ઢગલો-ક્યાં છે ધન ને શ્રી? | ||
}} | સસલી કહે : ‘તું ખરો પ્રભુ, મેં દીધું કે લઈ તેં લીધું, | ||
અને ગરીબ આ ડોશીને તેં જાત્રાનું ફળ દીધું! | |||
ધન્ય પ્રભુજી, ધન્ય પડોશી, ધન આ ઈંટ ને રોડાં, | |||
હવે અહીં બંધાશે મારાં જાત્રા કેરાં ઘોડાં! | |||
અઠે કાશી ને અઠે મથુરા અઠે પુરી ને ગંગા, | |||
અઠે મુકામ કરું રોડાંમાં, અઠે રહો મન ચંગા!” | |||
એમ કહી સસલીએ ભોંયે કામળો પાથરી દીધો, | |||
પોટલામાંથી પરસાદ કાઢી સૌને બાંટી દીધો! | |||
હરખી હરખીને એ બોલે : જાત્રા થઈ ગઈ ખાસ્સી! | |||
પડોશીઓ કહે : વાહ રે માશી! વાહ મથુરા-કાશી! | |||
{{Right|[‘કાશીનો પંડિત’ પુસ્તક : ૧૯૫૯]}} | |||
</poem> | </poem> |
edits