26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} હિન્દુશાસ્ત્રોમાં‘ભગવદ્ગીતા’નુંજેઅનુપમસ્થાનછેતેવું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હિન્દુ શાસ્ત્રોમાં ‘ભગવદ્ગીતા’નું જે અનુપમ સ્થાન છે તેવું બૌદ્ધ ધર્મમાં ‘ધમ્મપદ’નું છે. જગતસાહિત્યમાં ‘ધમ્મપદ’ એક ગ્રંથમણિ ગણાય છે. બૌદ્ધ સાહિત્યનો વિપુલ ભંડાર તે ‘ત્રિપિટક’; તેમાં આ ‘ધમ્મપદ’ આવેલું છે—જેમ ‘મહાભારત’ વચ્ચે ‘ગીતા’. | |||
‘ધમ્મપદ’ની હરેક ગાથા ભાષાએ ને ભાવે પાણીદાર મોતી સમી તેજસ્વી છે અને તેમાં, ફૂલમાં સુગંધ પેઠે, જીવનનું દર્શન મહેકતું હોય છે. પાલિ ભાષાની આ મૂળ ગાથાઓનું નમણું કલેવર ને એનું પદ-લાલિત્ય હૃદયંગમ છે. | |||
‘ગીતા’એ જેમ સૈકાઓથી સંતપ્ત માનવીને શાતા અને સમાધાન આપ્યાં છે, તેમ ‘ધમ્મપદે’ શ્રદ્ધાળુ જનતાને સદીઓથી સંતાપોમાંથી મુકિત આપી છે અને જીવનની સાચી દિશા સુઝાડી છે. ભગવાન બુદ્ધના શ્રીમુખેથી ઝરેલા આ ધર્મામૃતના પાઠે પાઠે નવું જીવનદર્શન લાધે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits