18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 784: | Line 784: | ||
{{સ-મ||'''રામનારાયણ પાઠક'''}} | {{સ-મ||'''રામનારાયણ પાઠક'''}} | ||
{{સ-મ||'''[‘રા. વિ. પાઠક ગ્રંથાવલિ : 4’ (1991)માંથી]'''}} | {{સ-મ||'''[‘રા. વિ. પાઠક ગ્રંથાવલિ : 4’ (1991)માંથી]'''}} | ||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૫.
સાહિત્યમૂલ્ય'''| | |||
{{Poem2Open}} | |||
જીવનમાં સ્વીકારેલાં મૂલ્યોની માવજત કરાવવા સાહિત્ય પાસે જઈએ તો મને લાગે છે કે, અવળો પંથ ગ્રહણ કરવા જેવું છે. સાહિત્ય અને જીવનના સંબંધ પરથી જ આ વસ્તુ સ્ફુટ કરવા પ્રયત્ન કરું. રામનારાયણ પાઠકે જીવન અને સાહિત્યના સંબંધની વાત કરતાં જીવનને વૃક્ષ અને સાહિત્યને વૃક્ષ પર આવેલા ફૂલ સાથે સરખાવ્યાનું મને યાદ છે. એમાંથી એક વસ્તુ એ ફલિત થાય છે કે જીવનમાં જેવા રસકસ એવું એનું સાહિત્ય. પણ આ સાદશ્ય જરા આગળ લંબાવીને કહું કે એ પણ એટલું જ સાચું કે વૃક્ષમાં પૂરેલા ખાતરની ગંધ અને પુષ્પની ગંધ એકસરખી નહિ પણ તદ્દન ભિન્ન હોય છે. અનેક ક્રિયા-પ્રતિક્રિયાઓમાં એનું પરિવર્તન (transformation) થતું હોય છે. જીવન પર સાહિત્ય આધારિત છે એ વાત સાચી છે પણ એ જીવન જ્યારે સાહિત્યમાં આવે છે ત્યારે એનું સીધેસીધું પ્રતિબંબિ સાહિત્યમાં પડતું નથી, પણ આવું પરિવર્તન પામીને એ સાહિત્યમાં આવે છે. સાહિત્યનાં મૂલ્યો, પરિણામે જીવનનાં સ્વીકૃત મૂલ્યોથી ભિન્ન હોય છે. | |||
{{સ-મ||'''અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ'''}} | |||
{{સ-મ||'''[‘અન્વીક્ષા’(1970), પૃ. 25]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૬.
સાચો સર્ગવિધિ'''| | |||
{{Poem2Open}} | |||
ભાવક, કાવ્યકૃતિ, વાસ્તવ, ભાષા, કવિ – એ સર્વ ઘટકો વચ્ચેની પારસ્પરિકતાનું સૂચન કાલિદાસ વાગર્થને પાર્વતીપરમેશ્વરનું ઉપમાન બનાવતી પેલી વિખ્યાત અલંકાર-સંરચના વડે કરે છે. કવિ દર્શાવે છે તેમ વાણી અને અર્થ અસમ્પૃક્ત તો છે જ, પણ એમની એ સહિતતા પાર્વતી અને પરમેશ્વરની સહિતતા જેમ, પરસ્પર એવી પ્રભાવક છે કે એમાંથી અર્ધનારીશ્વરનું, વાગર્થનું, કાવ્યનું અપૂર્વ રૂપ પ્રગટ થાય છે. ભાવક, કૃતિ, વાસ્તવ, ભાષા અને કવિ, એ પ્રત્યેકનું એક કાવ્યબાહ્ય આદિ રૂપ હોય છે. એ પ્રત્યેકનું ભવ-સ્વરૂપ છે. આ ‘ભવ’, આ હોવાપણું એક સ્થગિત બિન્દુ બની રહે, તો કશું સર્જન સમ્ભવે નહીં. સર્જનની શક્યતા ‘ભવ’માં નહીં, ‘ભવાન્તર’માં છે. વાસ્તવથી ભાવક સુધીના પ્રત્યેક ઘટકનું ‘ભવ’-ત્વ જ્યારે પોતાનું અને પરસ્પર ‘ભવાન્તર’ કરી શકે ત્યારે જ સાહિત્યનો સાચો સર્ગવિધિ શક્ય બને. | |||
{{સ-મ||'''સિતાંશુ યશશ્ચંદ્ર'''}} | |||
{{સ-મ||'''[‘અસ્યા: સર્ગવિધૌ’(2002), પૃ. 138]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૭.
નાટકની સમસ્યા : સમસ્યાપ્રધાન નાટક'''| | |||
{{Poem2Open}} | |||
પ્રશ્નનિર્ભર નાટકો (વિચારબંધ પણ આધારિત નાટકો) તો અમુક અંદાજી સમીકરણો છે. નાટક એ વિચારો રજૂ કરવાનું તૈયાર ઘટક નથી, જ્યારે વિચારસરણીઓનું વાહન બનવાનો એ પ્રયત્ન કરે છે ત્યારે બીજું કંઈ નહિ પણ એને તે વિકૃત તો કરી મૂકે જ છે – તેનું વરવું સરલીકરણ તે કરી નાખે છે. એ વિચારધારાને તે સાવ પ્રાથમિક રૂપની કરી નાખીને તેને વણસાડી મૂકે છે. એ વિચારસરણી સરળ નિર્દોષ રૂપમાં સંભવે છે, પણ તે એના ખરાબ અર્થમાં, વિચારસરણીઓ પર નિર્ભર બધાં જ નાટકો ‘પ્રાદેશિક’ બની જાય એવું જોખમ ધરાવે છે. નાટ્યગૃહને જો તત્ત્વજ્ઞાન, રાજ્યશાસ્ત્ર કે વિતંડાવાદના પુનર્કથન પૂરતું જ સીમિત કરી દેવામાં આવે તો, આવા ઉપયોગ સિવાય નાટ્યગૃહનું સાચું કાર્ય શું હોઈ શકે? મનોવૈજ્ઞાનિક નાટક, પૂરતું મનોવૈજ્ઞાનિક હોતું નથી. મનોવૈજ્ઞાનિક સત્ય જ્ઞાન માટે તો મનોવિજ્ઞાનનું પ્રકરણ જ વાંચી લઈ શકાય. આ કે તે રાજકીય વિચારસરણીને નાટક રૂપે રજૂ થતી જોવા કરતાં હું મારું હંમેશનું વર્તમાનપત્ર વાંચવાનું પસંદ કરું કે મારી પસંદગીના રાજકીય ઉમેદવારના ભાષણને હું સાંભળી લઉં. | |||
{{સ-મ||'''યુજિન આયોનેસ્કો'''}} | |||
{{સ-મ||'''[અનુ. પ્રમોદકુમાર પટેલ, ‘તત્ત્વસંદર્ભ’ (1999), પૃ. 199]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૯.
નારીવાદી કૃતિ એટલે?'''| | |||
{{Poem2Open}} | |||
સાહિત્યમાં નારીવાદ એટલે શું અથવા તો નારીવાદી કૃતિની વિભાવના શી એ અંગે સંદિગ્ધતાને કોઈ અવકાશ ન રહેવો જોઈએ. સ્ત્રીને કેન્દ્રમાં રાખી લખાયેલી કૃતિ કે સ્ત્રીને મુખે રજૂ થયેલી કથા નારીવાદી ગણાઈ જાય એવી સંભાવના રહે જ છે. સ્ત્રીની વ્યથાકથા હોય, અથવા આત્મકથારૂપે રજૂ થયેલી કથા હોય તેથી કૃતિ આપોઆપ નારીવાદી બની જતી નથી. લૈંગિક ભેદને કારણે સ્ત્રીને કોઈ અન્યાય કે અત્યાચારના ભોગ બનવું પડે કે એનો દરજ્જો નીચો ગણાય તો એ નારીવાદી વિષયવસ્તુ બની શકે. આમ ઘણીવાર કેટલીક કૃતિઓ ઉપરછલ્લી રીતે નારીવાદી લાગતી હોવા છતાં, જો સ્ત્રીપાત્રને ખસેડીને એને સ્થાને પુરુષપાત્ર ગોઠવી દેવામાં આવે, અને તોયે સ્થિતિ યથાવત્ રહેતી જણાય તો એ વાસ્તવમાં નારીવાદી કૃતિ નથી. વળી ક્યારેક કૃતિમાં નારીવાદી ઝોક હોય છે કે અંશત: નારીવાદી વળાંક હોય છે, પણ કૃતિ સાદ્યંત નારીવાદી નથી હોતી. | |||
{{સ-મ||'''હિમાંશી શેલત'''}} | |||
{{સ-મ||'''[‘આધુનિકોત્તર સાહિત્ય’ (2006) સંપા. સુધા પંડ્યા -માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૦.
શબ્દમહિમા'''| | |||
{{Poem2Open}} | |||
હું માનું છું કે કોઈપણ ભાષાના ધોવાણની શરૂઆત એના શબ્દભંડોળથી થતી હોય છે. સૌ પહેલાં ભાષકો પોતાની પાસે હોય એવા શબ્દોને પણ પડતા મૂકીને એની જગ્યાએ પરભાષાના શબ્દો વાપરવા માંડતા હોય છે. કેમ કે એ ભાષાના શબ્દો સાથે એક ચોક્કસ પ્રકારની કહી શકાય એવી સામાજિક પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે. હકીકત એ છે કે એ પ્રતિષ્ઠા ભાષાની સંરચનાનો એક ભાગ નથી હોતી. એ પ્રતિષ્ઠા તો ભાષકોએ પોતે જ જે તે ભાષાને આપેલી હોય છે. કોઈ પણ ભાષા સંરચનાના સ્તરે બીજી ભાષાથી ચડિયાતી કે ઊતરતી નથી હોતી. પણ ભાષક જો bilingual [દ્વિભાષી] હોય તો ઓછી પ્રતિષ્ઠાવાળી ભાષાને બદલે વધુ પ્રતિષ્ઠાવાળી ભાષા વાપરવાનો પ્રયાસ કરતો હોય છે. ગુજરાતીમાં પણ કંઈક એવું બન્યું છે. […] એટલે આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે એ પ્રક્રિયાનો પ્રભાવ આપણી ભાષાના અસ્તિત્વ પર પણ પડવાનો. | |||
{{સ-મ||'''બાબુ સુથાર'''}} | |||
{{સ-મ||'''[‘સંધિ’-35, જુલાઈ-સપ્ટેમ્બર, 2015]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૧.
વિવેચન – સિદ્ધાંત અને પ્રત્યક્ષ'''| | |||
{{Poem2Open}} | |||
સિદ્ધાંતનો જ્યારે પ્રત્યક્ષમાં વિનિયોગ કરવાનો આવે ત્યારે વિવેચકની સમજનું પ્રવર્તન સૌથી વધુ સક્રિય રીતે થતું હોય છે. સાહિત્યકૃતિ કે સાહિત્યસ્વરૂપના વિશેષો અને કાર્યશીલતાની એક વ્યાપક અભિધારણા રૂપે જે સિદ્ધાંત રચાયો હોય છે એ હવે, સમય અને સ્થળના જુદા સંદર્ભોમાં, કૃતિનાં સૌંદર્યઘટકોને ગ્રહવા-ઓળખવાની દિશા તરફ – એટલે કે સર્વસામાન્યથી વિશેષ તરફ – ગતિ કરે છે. એ રીતે, જેને તર્કની ભૂમિકાએ વિવેચક સમજ્યો ને પામ્યો હતો એ સિદ્ધાંતને હવે તેણે કૃતિમાં રસકીય ભૂમિકાએ સમજવાનો, પ્રતીત કરવાનો થાય છે. બંને તબક્કે એક વિશેષ સમજનું પ્રવર્તન હોય છે. સિદ્ધાંતની વિનિયોગક્ષમતા જ્યાં સુધી વિવેચકચિત્તમાં ઝિલાય નહીં ત્યાં સુધી તેને એ કૃતિવિવેચનમાં ઔચિત્યપૂર્વક યોજી શકતો નથી. એટલે, વિવેચક ક્યારેક સિદ્ધાંતના ચોકઠામાં કૃતિનાં ઘટકોને ગાણિતિક રીતે ગોઠવી દેવાની અજમાયશો કરતો હોય છે ત્યારે કૃતિનું ભાવન થતું નથી – એનો એક કોષ્ટકબદ્ધ આલેખ મળે છે. | |||
{{સ-મ||'''રમણ સોની'''}} | |||
{{સ-મ||'''[‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’(2013)]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૨.
ગદ્ય અને કવિતા વચ્ચે ભેદ'''| | |||
{{Poem2Open}} | |||
ગદ્ય અંગે વિચારવાનું પ્રાપ્ત થાય ત્યારે, પ્રથમ, એનું કવિતાથી ભિન્ન રૂપ સ્પષ્ટ કરવાનું અનિવાર્ય બને છે. ગદ્ય અને કવિતા વચ્ચે પહેલી નજરે ચડી આવતી પ્રથમ ભિન્નતા એ બંનેના બહિશિર્લ્પને લગતી છે. કવિતા એ અભિવ્યક્તિની એક એવી રીતિ છે, જે તંતોતંત નિયમિત પરિમાણ (measure)થી નિબદ્ધ હોય છે, છંદના નિયમિત નિબદ્ધ લયને વશ હોય છે; જ્યારે ગદ્ય એ અભિવ્યક્તિની એવી રીતિ છે, જે પરિમાણના નિયમિત, નિબદ્ધ લયનો છેદ ઉરાડી શક્ય એટલી વિવિધ લયછટા પ્રગટ કરવા મથે છે.પરંતુ, નિયમિત નિબદ્ધ લયને વશ થતી અભિવ્યક્તિ એ પદ્ય છે, અને પદ્ય એ હંમેશાં કવિતા હોય જ એવું નથી. | |||
{{સ-મ||'''નટવરસિંહ પરમાર'''}} | |||
{{સ-મ||'''[‘પ્રબોધકાળનું ગદ્ય’(1991) માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૩.
પ્રતિબદ્ધ સાહિત્ય'''| | |||
{{Poem2Open}} | |||
પ્રતિબદ્ધતા સામાન્ય રીતે સમાજ પ્રત્યેના દાયિત્વનો ભાવ, એક જવાબદારીનો ભાવ પ્રકટ કરે છે. સમાજ એટલે અહીં કચડાયેલો, પીડાયેલો, સર્વહારા વર્ગ. પ્રતિબદ્ધ સાહિત્યનું પ્રયોજન આ વર્ગની વેદનાને, એના જીવનની સમસ્યાઓને, એ સમાજની વિષમતાઓને રેખાંકિત કરવાનું કહેવાય. પ્રતિબદ્ધ સાહિત્યકાર માટે સાહિત્ય એક સાધન, એક માધ્યમ છે; એક રીતે પ્રચારનું માધ્યમ બને છે. સાધ્ય તો સામાન્ય જનનું હિત છે અથવા એને લગતું કોઈ ધ્યેય છે. શુદ્ધ કલાવાદીઓના સામેના છેડાની વાત કહી શકાય. કલાવાદી સાહિત્યકારનું દાયિત્વ, એટલે કે એની પ્રતિબદ્ધતા, સાહિત્ય પ્રત્યે છે. કોઈ રચના કલાકૃતિ થઈ કે નહીં, કોઈ કાવ્ય કાવ્ય બન્યું કે નહીં, એ જ એને માટે મહત્ત્વની વાત છે. જ્યારે પ્રતિબદ્ધ સાહિત્યકારને માટે રચના કોઈ સામાજિક વાસ્તવને વ્યક્ત કરવાનું એક સ્વરૂપ છે. એટલે કે માર્ક્સવાદી દૃષ્ટિકોણ એકાંતિક કલાવાદી દૃષ્ટિકોણને નકારે છે. એનો અર્થ એવો નથી કે એ કલાનાં ધોરણોને નકારે છે. કવિતા કવિતા તો થવી જરૂરી છે, પણ એમાં એક સામાજિક અભિજ્ઞતા હોવી જોઈએ. | |||
{{સ-મ||'''અનિલ દલાલ'''}} | |||
{{સ-મ||'''[‘અન્વેષણ’(2008) માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૪.
સાહિત્યશાસ્ત્રનો સમૃદ્ધ ઇતિહાસ'''| | |||
{{Poem2Open}} | |||
અન્ય શાસ્ત્રો સામે સાહિત્યશાસ્ત્રનું ગુમાન એટલા માટે પણ છે કે સાહિત્ય-શાસ્ત્રનો પ્રલંબ અને સમૃદ્ધ ઇતિહાસ છે. આ અતીત-ગૌરવ પણ માંડ બે-દોઢ સદીના, હમણાં હમણાંથી ઊભાં થયેલાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે ઇતિહાસને ગાંઠે ખરું? શાસ્ત્રો હતાં નહીં, ત્યારે સમાજજીવનની આથિર્ક, સામાજિક, સાંસ્કૃતિક ઊથલપાથલોને સાહિત્યે, ખાસ કરીને મહાન સાહિત્યે અકબંધ રાખી છે. જગતનાં મહાકાવ્યો આનાં ઉદાહરણો છે. સાહિત્ય આકાશમાંથી ટપકી પડેલું નથી. એ ચોક્કસ સ્થળ, કાળ, પરિવેશની નીપજ હોય છે. સામાજિક ચંતિન સર્જક દ્વારા Personified થયેલું હોય છે. તેથી જૂનું હોય તોપણ સાહિત્ય આજે આપણને ગમે છે. | |||
{{સ-મ||'''ભરત મહેતા'''}} | |||
{{સ-મ||'''[‘રેખાંકિત’(2009) માંથી]'''}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

edits