26,604
edits
(Created page with "<poem> આજથી અમેઆપૃથ્વીનાસૌમાનવોભેગાથયાછીએ. તારાઘરનીસામેધરણાંકરીબે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આજથી | આજથી | ||
અમે આ પૃથ્વીના સૌ માનવો ભેગા થયા છીએ. | |||
તારા ઘરની સામે ધરણાં કરી બેઠા છીએ. | |||
હવે અમે નિર્બળ નથી. | |||
હવે અમે તારી જોહુકમી નહીં ચલાવી લઈએ. | |||
તું જવાબ નહીં આપે ત્યાં સુધી | |||
અમે સૌ આમરણાંત ઉપવાસ પર ઊતરશું. | |||
તારે અમારી શરતો સ્વીકારવી જ પડશે. | |||
આજથી | આજથી | ||
કાલાઘેલા શબ્દો હોઠ પર હજી ભીના ભીના છે | |||
એ હોઠોને તું હંમેશ માટે ચૂપ નહીં કરે. | |||
એકબીજાની આંખમાં આકાશમાં કલ્લોલ કરતાં | |||
પતિપત્નીના યુગલમાંથી એકને | |||
તું નિષ્ઠુર થઈ વીંધી નહીં નાખે. | |||
પપ્પા-મમ્મી, મમ્મી- | પપ્પા-મમ્મી, મમ્મી-પપ્પા બોલી બોલી | ||
ઘરમાં ફરી વળતા ખુશખુશાલ બાળકને | |||
ધરતીને કોઈ પણ ખૂણે પપ્પા કે મમ્મી મળે જ નહીં | |||
એવો તું ક્યારેય નિર્દય નહીં થાય. | |||
આજથી હવે | |||
અમે તારા કહેવાથી | |||
અહીંથી ખસીશું નહીં. | |||
</poem> | </poem> |
edits