26,604
edits
(Created page with "<poem> મોતજેવામોતનેપડકારનારાક્યાંગયા? શત્રુનાપણશૌર્યપરવારીજનારાક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
લોભ- | મોત જેવા મોતને પડકારનારા ક્યાં ગયા? | ||
શત્રુના પણ શૌર્ય પર વારી જનારા ક્યાં ગયા? | |||
લોભ-લાલચથી નજરને ચોરનારા ક્યાં ગયા? | |||
પ્રાણ અર્પીને પરાર્થે પોઢનારા ક્યાં ગયા? | |||
ધ્યેયની ખાતર ફનાગીરી સ્વીકારીને સ્વયં— | |||
કાળ સામે આંખને ટકરાવનારા ક્યાં ગયા? | |||
વિશ્વના વેરાન ઉપવનને ફરી મહેકાવવા | |||
જિંદગીના જોમને સીંચી જનારા ક્યાં ગયા? | |||
ગર્વમાં ચકચૂર સાગરની ખબર લઈ નાખવા | |||
નાવડી વમળો મહીં ફંગોળનારા ક્યાં ગયા? | |||
મોજ માણો આજની, ના કાલની પરવા કરો! | |||
—એમ અલગારી બનીને જીવનારા ક્યાં ગયા? | |||
રંગની છોળો ઉછાળી રોજ મયખાના મહીં, | |||
‘વિશ્વરથ’ના સંગમાં પાગલ થનારા ક્યાં ગયા? | |||
</poem> | </poem> |
edits