સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિવપ્રસાદ ત્રિવેદી/પાંચ કરોડ વર્ષની જૂની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} હાંફળી-ફાંફળીઆમતેમદોડતી, મોંમાંખોરાકલઈહારબંધજતી, વાટમ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
હાંફળી-ફાંફળીઆમતેમદોડતી, મોંમાંખોરાકલઈહારબંધજતી, વાટમાંમળતીસખીઓપાસેપળવારરોકાઈનેવળીવેગથીઆગળધપતીકીડીનેઆપણેક્ષુદ્રજંતુગણીએછીએ. પણતેનાજીવનમાંડોકિયુંકરીએતોતેનીનગરરચના, નગર-વહીવટ, શિસ્ત, કરકસર, સંગ્રહવૃત્તિઅનેસમાજનાશ્રેયખાતરવ્યક્તિનુંસમર્પણજોતાંઆપણેતાજુબથઈજઈએછીએ. જીવનજીવવાનીકળાતોમાણસેકીડીપાસેથીશીખવાનીછે, એવુંલાગે.
 
વિજ્ઞાનનાદફતરેકીડીનીછહજારજાતોનોંધાઈછે; અનેદરેકજાતમાંતેનીસંખ્યાઅગણિત. આપણાઘરનાબગીચાનાએકખૂણામાંનીકીડીઓનીસંખ્યાગણીએતોઅમદાવાદશહેરનીમાનવ-વસ્તીજેટલીથવાજાય! અનેપૃથ્વીનેખૂણેખૂણેએનીવસાહતોઆવેલીછે. ધ્રુવપ્રદેશોનાસીમાડાઓથીમાંડીનેરણવગડામાં, ઊંચાપર્વતોનીવૃક્ષરાજિથીમાંડીનેઊંડીખીણોસુધીએફેલાયેલીછે.
હાંફળી-ફાંફળી આમતેમ દોડતી, મોંમાં ખોરાક લઈ હારબંધ જતી, વાટમાં મળતી સખીઓ પાસે પળવાર રોકાઈને વળી વેગથી આગળ ધપતી કીડીને આપણે ક્ષુદ્ર જંતુ ગણીએ છીએ. પણ તેના જીવનમાં ડોકિયું કરીએ તો તેની નગરરચના, નગર-વહીવટ, શિસ્ત, કરકસર, સંગ્રહવૃત્તિ અને સમાજના શ્રેય ખાતર વ્યક્તિનું સમર્પણ જોતાં આપણે તાજુબ થઈ જઈએ છીએ. જીવન જીવવાની કળા તો માણસે કીડી પાસેથી શીખવાની છે, એવું લાગે.
સામાજિકજીવનગાળનારાકીટકોમાંચારમુખ્યછે : કીડી, ઊધઈ, મધમાખઅનેભમરી. ખુલ્લામાંમધપૂડાબાંધતીમધમાખોનીક્રિયાશીલતાઘણાનાજોવામાંઆવેછે. તેનુંચાતુર્યનિહાળીનેઆપણેમુગ્ધબનીએછીએ. ઓછામાંઓછુંમીણવાપરીનેવધારેમાંવધારેમધસંઘરાયએવાષટ્કોણોનાબનેલામધપૂડાબાંધનારમધમાખનીચતુરાઈ, ઉદ્યમઅનેખંતઅજબપ્રકારનાંછે. મધમાખોનાજેવીજઅદ્ભુતનગર-રચનાઅનેવ્યવસ્થાકીડીઓનીપણછે. તેનીનગરરચનાનીકારીગરીઅનેઅદા, સમૂહજીવનમાંજળવાતીશિસ્તઅનેવ્યવસ્થા, રોજિંદાંકાર્યોમાંનિપુણતાનિહાળીનેકીડીજેવાનાનકડાજીવનીબુદ્ધિશક્તિવિશે, કદમાંતેનાથીહજારોગણામોટામનુષ્યનેઆશ્ચર્યઅનેઆનંદનોઅનુભવથાયછે.
વિજ્ઞાનના દફતરે કીડીની છ હજાર જાતો નોંધાઈ છે; અને દરેક જાતમાં તેની સંખ્યા અગણિત. આપણા ઘરના બગીચાના એક ખૂણામાંની કીડીઓની સંખ્યા ગણીએ તો અમદાવાદ શહેરની માનવ-વસ્તી જેટલી થવા જાય! અને પૃથ્વીને ખૂણે ખૂણે એની વસાહતો આવેલી છે. ધ્રુવપ્રદેશોના સીમાડાઓથી માંડીને રણવગડામાં, ઊંચા પર્વતોની વૃક્ષરાજિથી માંડીને ઊંડી ખીણો સુધી એ ફેલાયેલી છે.
કીડીનાજીવનનોવર્ષોલગીઅભ્યાસકરનારલોર્ડઓબરીકહેછેકે, કીડીનાજેટલીબુદ્ધિશક્તિબીજાકોઈજંતુમાંનથી. વિચારકરવાનીશક્તિપણતેનામાંછે. જમીનમાંરસ્તોકોતરીનેદરબનાવવાં, દરનુંરક્ષણકરવું, ખોરાકએકઠોકરવોનેસંઘરવો, બચ્ચાંનેપોષવાંનેમોટાંકરવાં, ‘ગાયો’ રાખીનેતેનુંદૂધપીવું, બગીચાબનાવવા, ઉપાડેલુંકામખંતથીઅનેગૂંચાયાવગરકરવું — આબધુંવિચારકરવાનીશક્તિવગરશીરીતેપારપડે? જોનલુબાકનામનાબીજાએકઅભ્યાસીલખેછેકે, “પ્રાણીઓમાંછતીથતીબુદ્ધિશક્તિનિહાળીને, માણસપછીબીજીહરોળમાંગોરીલાકેચિમ્પાન્ઝીવાંદરાઓકરતાંપણપહેલાંમધમાખનેઅનેતેનાકરતાંપણઅદકીકીડીનેમૂકવીપડે.”
સામાજિક જીવન ગાળનારા કીટકોમાં ચાર મુખ્ય છે : કીડી, ઊધઈ, મધમાખ અને ભમરી. ખુલ્લામાં મધપૂડા બાંધતી મધમાખોની ક્રિયાશીલતા ઘણાના જોવામાં આવે છે. તેનું ચાતુર્ય નિહાળીને આપણે મુગ્ધ બનીએ છીએ. ઓછામાં ઓછું મીણ વાપરીને વધારેમાં વધારે મધ સંઘરાય એવા ષટ્કોણોના બનેલા મધપૂડા બાંધનાર મધમાખની ચતુરાઈ, ઉદ્યમ અને ખંત અજબ પ્રકારનાં છે. મધમાખોના જેવી જ અદ્ભુત નગર-રચના અને વ્યવસ્થા કીડીઓની પણ છે. તેની નગરરચનાની કારીગરી અને અદા, સમૂહજીવનમાં જળવાતી શિસ્ત અને વ્યવસ્થા, રોજિંદાં કાર્યોમાં નિપુણતા નિહાળીને કીડી જેવા નાનકડા જીવની બુદ્ધિશક્તિ વિશે, કદમાં તેનાથી હજારોગણા મોટા મનુષ્યને આશ્ચર્ય અને આનંદનો અનુભવ થાય છે.
ઘોડાં, હાથીઅનેકૂતરાંકરતાંપણપ્રમાણમાંઅદકુંચાતુર્યકીડીમાંછે. તેનાંલશ્કરોસામસામાંખૂનખારલડાઈમાંઊતરેછે, યુદ્ધકેદીતરીકેપકડાયેલીસામાપક્ષનીકીડીઓનેગુલામતરીકેરાખેછેઅનેપોતાનાદરનીસાથીકીડીઓપ્રત્યેપ્રેમભાવરાખેછે — માણસનેતેનાંસગાંમાટેહોયતેવોજ. રાગદ્વેષપણએટલાજ. પરાઈકીડીજોઈકેતરતજતેનેમારીનાખે.
કીડીના જીવનનો વર્ષો લગી અભ્યાસ કરનાર લોર્ડ ઓબરી કહે છે કે, કીડીના જેટલી બુદ્ધિશક્તિ બીજા કોઈ જંતુમાં નથી. વિચાર કરવાની શક્તિ પણ તેનામાં છે. જમીનમાં રસ્તો કોતરીને દર બનાવવાં, દરનું રક્ષણ કરવું, ખોરાક એકઠો કરવો ને સંઘરવો, બચ્ચાંને પોષવાં ને મોટાં કરવાં, ‘ગાયો’ રાખીને તેનું દૂધ પીવું, બગીચા બનાવવા, ઉપાડેલું કામ ખંતથી અને ગૂંચાયા વગર કરવું — આ બધું વિચાર કરવાની શક્તિ વગર શી રીતે પાર પડે? જોન લુબાક નામના બીજા એક અભ્યાસી લખે છે કે, “પ્રાણીઓમાં છતી થતી બુદ્ધિશક્તિ નિહાળીને, માણસ પછી બીજી હરોળમાં ગોરીલા કે ચિમ્પાન્ઝી વાંદરાઓ કરતાં પણ પહેલાં મધમાખને અને તેના કરતાં પણ અદકી કીડીને મૂકવી પડે.”
તેનીયાદશક્તિપણઅજબછે. કોઈકીડીનેતેનાદરમાંથીકાઢીનેઅન્યસ્થળેપૂરીરાખીએનેથોડાવખતપછીતેનાઅસલદરમાંપાછીમૂકીએ, ત્યારેસાથીકીડીઓતરતતેનેઓળખીકાઢેછેઅનેવહાલકરવાલાગેછે. તેમાંયાદશક્તિકરતાંપણકીડીનીગંધશક્તિવધારેમહત્ત્વનોભાગભજવેછે. આશક્તિનેપ્રતાપેગમેતેટલેદૂરથીપણકીડીપોતાનાજદરમાંપહોંચીજાયછે. કીડીઆમતોઆંધળાજેવીગણાય, કારણકેઆંખવડેકશુંજોઈનેતેહલનચલનકરતીનથી. અનેછતાં, તમેએનોરસ્તોગમેતેટલોભુલાવોકેગૂંચવાવોતોપણ, તેછેવટેપોતાનાદરમાંજજઈનેઊભીરહેવાની!
ઘોડાં, હાથી અને કૂતરાં કરતાં પણ પ્રમાણમાં અદકું ચાતુર્ય કીડીમાં છે. તેનાં લશ્કરો સામસામાં ખૂનખાર લડાઈમાં ઊતરે છે, યુદ્ધકેદી તરીકે પકડાયેલી સામા પક્ષની કીડીઓને ગુલામ તરીકે રાખે છે અને પોતાના દરની સાથી કીડીઓ પ્રત્યે પ્રેમભાવ રાખે છે — માણસને તેનાં સગાં માટે હોય તેવો જ. રાગદ્વેષ પણ એટલા જ. પરાઈ કીડી જોઈ કે તરત જ તેને મારી નાખે.
દરેકકીડી-નગરમાંએકરાણીકીડીહોયછે. બાકીનીબધીવંધ્યકીડીઓમજૂરઅનેસૈનિકનીકામગીરીબજાવેછે. રાણીમરજીમુજબઈંડાંમૂકતીરહેછે. તેઈંડાંફળેલાંહોયકેનપણહોય. ફળેલાંઈંડાંમાંથીમાદાકીડીઓનેનફળેલાંમાંથીનરકીડીઓપેદાથાયછે. રાણીબનનારકીડીજ્યારેઇયળનીઅવસ્થામાંહોયછેત્યારેતેમનેખૂબપોષણવાળોખોરાકઆપવામાંઆવેછે. બાકીનીઇયળોનેજેવોખોરાકઆપ્યોહોયતેમુજબતેમાંથીમજૂરકેસૈનિકકીડીઓબનેછે.
તેની યાદશક્તિ પણ અજબ છે. કોઈ કીડીને તેના દરમાંથી કાઢીને અન્ય સ્થળે પૂરી રાખીએ ને થોડા વખત પછી તેના અસલ દરમાં પાછી મૂકીએ, ત્યારે સાથી કીડીઓ તરત તેને ઓળખી કાઢે છે અને વહાલ કરવા લાગે છે. તેમાં યાદશક્તિ કરતાં પણ કીડીની ગંધશક્તિ વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. આ શક્તિને પ્રતાપે ગમે તેટલે દૂરથી પણ કીડી પોતાના જ દરમાં પહોંચી જાય છે. કીડી આમ તો આંધળા જેવી ગણાય, કારણ કે આંખ વડે કશું જોઈને તે હલનચલન કરતી નથી. અને છતાં, તમે એનો રસ્તો ગમે તેટલો ભુલાવો કે ગૂંચવાવો તો પણ, તે છેવટે પોતાના દરમાં જ જઈને ઊભી રહેવાની!
નરઅનેરાણીકીડીઓનેપાંખોફૂટેછેત્યારેતેદરનીબહારઊડીજાયછે. પવનનીલહરરૂપીહિંડોળેઝૂલતાંઝૂલતાંઅધ્ધરહવામાંજતેએકબીજાસાથેજોડાઈનેમધુરજનીમાણેછે. પછીબન્નેછૂટાંપડેછે. તેમાંથીનરકીડીઅથડાઈ— કૂટાઈભૂખમરાથીમરણપામેછે. રાણીકીડીઅસલદરમાંકેકોઈનવાસ્થળેપોતાનુંઘરબનાવેછે, અનેતેમાંપ્રવેશકર્યાપછીપાંખોતોડીનાખેછે.
દરેક કીડી-નગરમાં એક રાણી કીડી હોય છે. બાકીની બધી વંધ્ય કીડીઓ મજૂર અને સૈનિકની કામગીરી બજાવે છે. રાણી મરજી મુજબ ઈંડાં મૂકતી રહે છે. તે ઈંડાં ફળેલાં હોય કે ન પણ હોય. ફળેલાં ઈંડાંમાંથી માદાકીડીઓ ને ન ફળેલાંમાંથી નરકીડીઓ પેદા થાય છે. રાણી બનનાર કીડી જ્યારે ઇયળની અવસ્થામાં હોય છે ત્યારે તેમને ખૂબ પોષણવાળો ખોરાક આપવામાં આવે છે. બાકીની ઇયળોને જેવો ખોરાક આપ્યો હોય તે મુજબ તેમાંથી મજૂર કે સૈનિક કીડીઓ બને છે.
રાણીકીડીજીવનમાંએકજવખતનરકીડીસાથેસહચારસાધેછે. પછીતોતેજીવેત્યાંસુધી (૧૭વરસનીતેનીઆયુમર્યાદાનોંધાઈછે) મરજીમુજબઈંડાંમૂકતીરહેછે. તેનાજીવનનુંએજએકમાત્રકામબનીરહેછે. અરે — ખાવાનીપણતેપરવાકરતીનથી. મજૂરકીડીઓતેનેખવરાવેછેઅનેબધીરીતેરક્ષેછે.
નર અને રાણી કીડીઓને પાંખો ફૂટે છે ત્યારે તે દરની બહાર ઊડી જાય છે. પવનની લહરરૂપી હિંડોળે ઝૂલતાં ઝૂલતાં અધ્ધર હવામાં જ તે એકબીજા સાથે જોડાઈને મધુરજની માણે છે. પછી બન્ને છૂટાં પડે છે. તેમાંથી નરકીડી અથડાઈ— કૂટાઈ ભૂખમરાથી મરણ પામે છે. રાણી કીડી અસલ દરમાં કે કોઈ નવા સ્થળે પોતાનું ઘર બનાવે છે, અને તેમાં પ્રવેશ કર્યા પછી પાંખો તોડી નાખે છે.
કામદારકીડીઓનાકામપ્રમાણેજુદાજુદાવર્ગપડેલાહોયછે. જેવુંતેમનુંકામ, તેમુજબકદમાંતેનાનીમોટીહોયછે. કેટલીકકીડીદરબાંધવાનાકામમાંગૂંથાયેલીરહેછે, તોબીજીફક્તખોરાકઉપાડીલાવવાનીકામગીરીબજાવેછે. કેટલીકબચ્ચાંઉછેરવાનાકામમાંલાગેલીહોયછે. મોટાંમાથાંવાળીકેટલીકકીડીઓદરનાંદ્વારઆગળમાથુંરાખી, દરનુંમોઢુંબંધકરીદઈનેપડીરહેછેનેદરનુંરક્ષણકરેછે, તોવળીઅમુકકીડીઓબાગબાનબનીનેફૂગનાબગીચાઉછેરેછે. એફૂગમાંથીબચ્ચાંનેખોરાકઅપાયછે.
રાણી કીડી જીવનમાં એક જ વખત નર કીડી સાથે સહચાર સાધે છે. પછી તો તે જીવે ત્યાં સુધી (૧૭ વરસની તેની આયુમર્યાદા નોંધાઈ છે) મરજી મુજબ ઈંડાં મૂકતી રહે છે. તેના જીવનનું એ જ એકમાત્ર કામ બની રહે છે. અરે — ખાવાની પણ તે પરવા કરતી નથી. મજૂર કીડીઓ તેને ખવરાવે છે અને બધી રીતે રક્ષે છે.
કીડીગણિકા, કીડીપરિચારિકા, કીડીખેડૂતઅનેકીડીસ્થપતિપણહોયછે — હા, વિશ્વનીઅઠંગનેકુશળસ્થપતિ. ઇંચનાચોથાભાગજેટલુંઝીણુંઊધઈજેવુંજીવડુંવીસવીસફૂટઊંચામિનારારૂપીરાફડાબાંધેછે! રાફડાબાંધવામાંઊધઈજેયોજનાશક્તિ, ખંત, હિંમતઅનેકૌશલ્યભરીકારીગરીનુંદર્શનકરાવેછે, તેપિરામિડોબાંધનારાપ્રાચીનઇજિપ્તવાસીઓનુંસ્મરણકરાવેછે. એઇજિપ્તવાસીઓપાસેતોપિરામિડબાંધવામાટેટાંચાંપણકાંઈકસાધનોહતાં, જ્યારેઊધઈપાસેકુદરતેઆપેલાંતદ્દનટચૂકડાંસાધનોસિવાયબીજુંકશુંનમળે! છતાંવનસ્પતિનેચાવી, તેનાકૂચામાંથીરાફડાનાથરબનાવી, પોતાનીલાળવડેતેમાંસિમેંટપૂરીનેકુશળકડિયાનીમાફકઊધઈમિનારાચણેછે. કીડીનગરએકઅજોડલોકશાહીછે. તેમાંદરેકનાગરિકેપોતાનાવ્યક્તિત્વનુંસ્વેચ્છાએસમાજનેસમર્પણકરેલુંહોયછે. તેમાંકોઈસત્તાધીશનથી, અમલદારનથી, નેતાનથી. છતાંસૌપોતપોતાનુંકામચીવટથીકર્યેજાયછે. જગતમાંસહકારીસંસ્થાનીઆદ્યસ્થાપકકીડીજછે. જંતુઓનીસંસ્કૃતિઅતિપ્રાચીનછે — પૃથ્વીઉપરમનુષ્યપેદાથયોતેપહેલાંયુગયુગોનીએજૂનીછે. પાંચકરોડવરસથીતોકીડીઆજગતમાંજીવતીઆવીછે. માનવીનેસમાજરચનામાંમૂંઝવનારાઅનેકપ્રશ્નાોકીડીએલાખોવર્ષોપહેલાંઉકેલીનાખ્યાછે. પોતાનીસિદ્ધિઓમાંમગરૂરીમાનતામાનવીએવર્ગવિગ્રહવગરનોસમાજરચવામાટેનમ્રભાવેકીડીનાચરણપાસેબેસવાનુંછે.
કામદાર કીડીઓના કામ પ્રમાણે જુદા જુદા વર્ગ પડેલા હોય છે. જેવું તેમનું કામ, તે મુજબ કદમાં તે નાનીમોટી હોય છે. કેટલીક કીડી દર બાંધવાના કામમાં ગૂંથાયેલી રહે છે, તો બીજી ફક્ત ખોરાક ઉપાડી લાવવાની કામગીરી બજાવે છે. કેટલીક બચ્ચાં ઉછેરવાના કામમાં લાગેલી હોય છે. મોટાં માથાંવાળી કેટલીક કીડીઓ દરનાં દ્વાર આગળ માથું રાખી, દરનું મોઢું બંધ કરી દઈને પડી રહે છે ને દરનું રક્ષણ કરે છે, તો વળી અમુક કીડીઓ બાગબાન બનીને ફૂગના બગીચા ઉછેરે છે. એ ફૂગમાંથી બચ્ચાંને ખોરાક અપાય છે.
{{Right|[‘નવચેતન’ માસિક :૧૯૬૨]}}
કીડી ગણિકા, કીડી પરિચારિકા, કીડી ખેડૂત અને કીડી સ્થપતિ પણ હોય છે — હા, વિશ્વની અઠંગ ને કુશળ સ્થપતિ. ઇંચના ચોથા ભાગ જેટલું ઝીણું ઊધઈ જેવું જીવડું વીસવીસ ફૂટ ઊંચા મિનારારૂપી રાફડા બાંધે છે! રાફડા બાંધવામાં ઊધઈ જે યોજનાશક્તિ, ખંત, હિંમત અને કૌશલ્યભરી કારીગરીનું દર્શન કરાવે છે, તે પિરામિડો બાંધનારા પ્રાચીન ઇજિપ્તવાસીઓનું સ્મરણ કરાવે છે. એ ઇજિપ્તવાસીઓ પાસે તો પિરામિડ બાંધવા માટે ટાંચાં પણ કાંઈક સાધનો હતાં, જ્યારે ઊધઈ પાસે કુદરતે આપેલાં તદ્દન ટચૂકડાં સાધનો સિવાય બીજું કશું ન મળે! છતાં વનસ્પતિને ચાવી, તેના કૂચામાંથી રાફડાના થર બનાવી, પોતાની લાળ વડે તેમાં સિમેંટ પૂરીને કુશળ કડિયાની માફક ઊધઈ મિનારા ચણે છે. કીડીનગર એક અજોડ લોકશાહી છે. તેમાં દરેક નાગરિકે પોતાના વ્યક્તિત્વનું સ્વેચ્છાએ સમાજને સમર્પણ કરેલું હોય છે. તેમાં કોઈ સત્તાધીશ નથી, અમલદાર નથી, નેતા નથી. છતાં સૌ પોતપોતાનું કામ ચીવટથી કર્યે જાય છે. જગતમાં સહકારી સંસ્થાની આદ્ય સ્થાપક કીડી જ છે. જંતુઓની સંસ્કૃતિ અતિ પ્રાચીન છે — પૃથ્વી ઉપર મનુષ્ય પેદા થયો તે પહેલાં યુગયુગોની એ જૂની છે. પાંચ કરોડ વરસથી તો કીડી આ જગતમાં જીવતી આવી છે. માનવીને સમાજરચનામાં મૂંઝવનારા અનેક પ્રશ્નાો કીડીએ લાખો વર્ષો પહેલાં ઉકેલી નાખ્યા છે. પોતાની સિદ્ધિઓમાં મગરૂરી માનતા માનવીએ વર્ગવિગ્રહ વગરનો સમાજ રચવા માટે નમ્રભાવે કીડીના ચરણ પાસે બેસવાનું છે.
{{Right|[‘નવચેતન’ માસિક : ૧૯૬૨]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu