26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} ખાવુંનથીહોતું, અનેએકકોળિયોવધુમોંમાંમૂકીદેવાયછે. બોલવુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખાવું નથી હોતું, અને એક કોળિયો વધુ મોંમાં મૂકી દેવાય છે. બોલવું નથી હોતું અને કંઈક બોલી દેવાય છે — અણધાર્યું, અણચિંત્યું, અણમાગ્યું. કરવું નથી હોતું અને કંઈક કરી બેસાય છે...... ખવાઈ જાય છે, બોલાઈ જાય છે, કરી બેસાય છે. | |||
આપણી જાગૃત સસંકલ્પશક્તિ જાણે કે એકાદ ક્ષણ માટે ગુમ થઈ જાય છે અને કો’ક બીજું તત્ત્વ આપણા પર સવાર થઈ જાય છે. | |||
આ રીતે જ ધણી-ધણિયાણી લડી પડે છે, મિત્રો શત્રુ બની જાય છે, હુલ્લડો ફાટી નીકળે છે, બંદૂકની ગોળી છૂટી જાય છે. | |||
આ છે માણસના ભીતરના ભાગમાં રહેતી વૃત્તિની લીલા — અવિચારિણી વૃત્તિની. વાયરો વાય અને વહાણ ખેંચાઈ જાય તેમ માણસની સ્થિતિ બને છે. આ તો વિવશતા છે, લાચારી છે, એક રીતે તો પોતાની બેઆબરૂ છે. | |||
આ સમજાય ત્યારે માણસમાં બીજું કાંઈક જાગે છે. માણસમાં રહેતો આબરૂદાર ભાગ જાગે છે, ધૂણી ઊઠે છે, સિંહની પેઠે હુંકાર કરે છે — પીઠ પરથી પાણી ખંખેરતો હોય તેમ વૃત્તિઓને ખંખેરી નાખે છે. | |||
{{Right|[‘બાલ-દક્ષિણા’ ત્રામાસિક :૧૯૬૨]}} | જેવી રીતે અવિચારિણી વૃત્તિ છે, એવી જ રીતે સવિચારિણી વૃત્તિ — ઊર્ધ્વ વૃત્તિ પણ માણસમાં છે. નિર્બળ ભાવોની સામે પ્રબળ સંકલ્પશક્તિ પણ માણસમાં છે. એમાંથી ગોપીચંદ, ભર્તૃહરિ, જનકવિદેહી, ગૌતમ બુદ્ધ જન્મ્યા છે. | ||
{{Right|[‘બાલ-દક્ષિણા’ ત્રામાસિક : ૧૯૬૨]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits