26,604
edits
(Created page with "<poem> શોધુંસાંજસવાર, આપારેઓપાર, મારાસૂરોનોઅસવારજી, મારાસૂરતણોસરદાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
શોધું સાંજસવાર, | |||
આ પારે ઓ પાર, | |||
મારા સૂરોનો અસવાર જી, | |||
મારા સૂર તણો સરદાર જી. | |||
રંગમહલમાં દીપ જલાવ્યા મેં બાંધ્યા હીંડોળાખાટ જી, | |||
સજ્જ મારા સહુ તાર સતારના, વાદકની રહી વાટ જી. | |||
મારા સૂરોનો સરદાર જી. | |||
કુંજનિકુંજે ફૂલ ખીલ્યાં, ખીલ્યાં જલકમલ કાસાર જી, | |||
આજ વસંત કેરી વાત જાગી, મારું ઉર માગે ઉદ્ગાર જી. | |||
મારા સૂરોનો સરદાર જી. | |||
મનપવનની પાવડી પહેરું, આંખમાં આંજું જ્યોત જી, | |||
નીલ ગગનની ગોદ ગોતે મારો પ્રાણનો પ્રેમ-કપોત જી. | |||
મારા સૂરોનો સરદાર જી. | |||
આભ ઓળંગું ને ભોમ ભેદું, માંડું ગુરુ ચરણનમાં ચિત્ત જી, | |||
કંઠ મારે એણે કંઠ ભર્યો નિજ, પ્રીતમાં પૂરી પ્રીત જી. | |||
મારા સૂરોનો સરદાર જી. | |||
</poem> | </poem> |
edits