સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘હરિશ્ચંદ્ર’/વર્કશોપ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} હુંએમ.બી.બી.એસ.નાપહેલાવરસમાંછું. મારોમિત્રઉમેશએનીપત્ની...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
હુંએમ.બી.બી.એસ.નાપહેલાવરસમાંછું. મારોમિત્રઉમેશએનીપત્નીનેલઈનેહોસ્પિટલમાંબતાવવાઆવ્યો. એનેડાબાહાથપગમાંભારેઝણઝણાટીઅનેનબળાઈરહ્યાકરતીહતી. દોઢસો-બસોનોધુમાડોથઈચૂક્યોહતો. હવેથાકીનેહોસ્પિટલમાંઆવેલો.
 
હુંસીધોન્યૂરો-સર્જરીમાંલઈગયો. ડોક્ટરેઘૂંટણપરધીમેધીમેહથોડીઠોકીનેજોયું. ‘રીફલેક્સીસ’ અસામાન્યહતા. આંખોજોઈ. કેટલાકસવાલકર્યાપછીકેસ-પેપરઉપરલખીદીધું: “રિફર્ડટુન્યુરોલોજી.”
હું એમ.બી.બી.એસ.ના પહેલા વરસમાં છું. મારો મિત્ર ઉમેશ એની પત્નીને લઈને હોસ્પિટલમાં બતાવવા આવ્યો. એને ડાબા હાથપગમાં ભારે ઝણઝણાટી અને નબળાઈ રહ્યા કરતી હતી. દોઢસો-બસોનો ધુમાડો થઈ ચૂક્યો હતો. હવે થાકીને હોસ્પિટલમાં આવેલો.
ત્યાંઘણીભીડછતાંમારોસફેદકોટજોઈતુરતનંબરલાગ્યો. તપાસબાદઅભિપ્રાયમળ્યો: “ખાસકંઈનથી. છતાંસાઇક્યાટ્રિકમાંબતાવીજુઓ.”
હું સીધો ન્યૂરો-સર્જરીમાં લઈ ગયો. ડોક્ટરે ઘૂંટણ પર ધીમે ધીમે હથોડી ઠોકીને જોયું. ‘રીફલેક્સીસ’ અસામાન્ય હતા. આંખો જોઈ. કેટલાક સવાલ કર્યા પછી કેસ-પેપર ઉપર લખી દીધું: “રિફર્ડ ટુ ન્યુરોલોજી.”
ભાભીએહસીનેપૂછ્યું, “અહીંઆવાકેટલાવિભાગછે?”
ત્યાં ઘણી ભીડ છતાં મારો સફેદ કોટ જોઈ તુરત નંબર લાગ્યો. તપાસ બાદ અભિપ્રાય મળ્યો: “ખાસ કંઈ નથી. છતાં સાઇક્યાટ્રિકમાં બતાવી જુઓ.”
સાઈક્યાટ્રિકમાંઅનેકસવાલોપૂછવામાંડ્યા. શરૂમાંતોભાભીસ્વાભાવિકતાથીજવાબઆપતીરહી. પછીગૂંચવાઈ. ઉમેશમદદેઆવ્યો. આખરેડોક્ટરબોલ્યા: “આમતોકાંઈનથીજણાતું. છતાંદાખલકરીદો. એકાદદિવસ‘વોચ’ કરીએ.”
ભાભીએ હસીને પૂછ્યું, “અહીં આવા કેટલા વિભાગ છે?”
હોસ્પિટલમાંભરતીથવાનુંનામપડતાંબંનેશિયાંવિયાંથઈગયાં. એમનેહતું, જરાબતાવીનેદવાલખાવીલઈશું. ઘેરનાનાંછોકરાં. પણમેંસમજાવ્યાંકે, “એકવારબધુંચેક-અપથઈજાય, અનેહુંઅહીંછુંજ. ઉમેશવચ્ચેવચ્ચેઆવીજશેતોચાલશે.”
સાઈક્યાટ્રિકમાં અનેક સવાલો પૂછવા માંડ્યા. શરૂમાં તો ભાભી સ્વાભાવિકતાથી જવાબ આપતી રહી. પછી ગૂંચવાઈ. ઉમેશ મદદે આવ્યો. આખરે ડોક્ટર બોલ્યા: “આમ તો કાંઈ નથી જણાતું. છતાં દાખલ કરી દો. એકાદ દિવસ ‘વોચ’ કરીએ.”
બીજેદિવસેસાંજસુધી‘વોચ’ ચાલતીરહી. ભાભીહસતાંહસતાંકહે, “હુંતોતંગઆવીગઈછું. સફેદકોટપહેરેલાંછોકરા-છોકરીનાંટોળાંઆવેછે: શીતકલીફછે? ક્યારથીછે? ક્યાંછે?—અનેમારોતોઘૂંટણછોલાઈગયો!”
હોસ્પિટલમાં ભરતી થવાનું નામ પડતાં બંને શિયાંવિયાં થઈ ગયાં. એમને હતું, જરા બતાવીને દવા લખાવી લઈશું. ઘેર નાનાં છોકરાં. પણ મેં સમજાવ્યાં કે, “એક વાર બધું ચેક-અપ થઈ જાય, અને હું અહીં છું જ. ઉમેશ વચ્ચે વચ્ચે આવી જશે તો ચાલશે.”
“ગભરાવનહીં. કાલેતોતમનેઘરભેળાંકરશું.”
બીજે દિવસે સાંજ સુધી ‘વોચ’ ચાલતી રહી. ભાભી હસતાં હસતાં કહે, “હું તો તંગ આવી ગઈ છું. સફેદ કોટ પહેરેલાં છોકરા-છોકરીનાં ટોળાં આવે છે: શી તકલીફ છે? ક્યારથી છે? ક્યાં છે?—અને મારો તો ઘૂંટણ છોલાઈ ગયો!”
ત્રીજેદિવસેગયો, તોભાભીનોચહેરોઊતરેલોહતો. રાતથીમાથામાંભારેદુખાવોહતો. પણડોક્ટરકહે, “બીજાંકોઈલક્ષણનથી. જોઈએતોમેડિસિનમાંરિફરકરીજુઓ.” અનેમનેજરાબાજુએલઈજઈસમજાવ્યું: “બિલકુલઠીકછે. કદાચબધાંનેપરેશાનકરવાજનાટકકરીરહીછે. લાગેછેકેઘરમાંએનીસાવઉપેક્ષાથતીહશે.”
“ગભરાવ નહીં. કાલે તો તમને ઘર ભેળાં કરશું.”
“સર, હુંએમનેસારીરીતેઓળખુંછું. સાસુ, નણંદકોઈનથી. દાંપત્યજીવનખૂબપ્રસન્નછે.”
ત્રીજે દિવસે ગયો, તો ભાભીનો ચહેરો ઊતરેલો હતો. રાતથી માથામાં ભારે દુખાવો હતો. પણ ડોક્ટર કહે, “બીજાં કોઈ લક્ષણ નથી. જોઈએ તો મેડિસિનમાં રિફર કરી જુઓ.” અને મને જરા બાજુએ લઈ જઈ સમજાવ્યું: “બિલકુલ ઠીક છે. કદાચ બધાંને પરેશાન કરવા જ નાટક કરી રહી છે. લાગે છે કે ઘરમાં એની સાવ ઉપેક્ષા થતી હશે.”
“મિસ્ટર, તમેસમજતાનથી! ઉપર-ઉપરથીભલેઠીકઠાકદેખાતુંહોય, છતાંમનમાંકાંઈકહોય. એનેએકલીછોડીદો. મનફાવેતેમવર્તવાદો. આપમેળેસાજીથઈજશે. છતાંમેડિસિનમાંબતાવવુંહોયતોબતાવીજુઓ.”
“સર, હું એમને સારી રીતે ઓળખું છું. સાસુ, નણંદ કોઈ નથી. દાંપત્યજીવન ખૂબ પ્રસન્ન છે.”
મેડિસિનમાંસાઈક્યાટ્રિકનોરેફરન્સજોઈડોક્ટરબોલ્યા, “એમનેન્યુરોસર્જરીમાંકાંનથીદેખાડતા?”
“મિસ્ટર, તમે સમજતા નથી! ઉપર-ઉપરથી ભલે ઠીકઠાક દેખાતું હોય, છતાં મનમાં કાંઈક હોય. એને એકલી છોડી દો. મનફાવે તેમ વર્તવા દો. આપમેળે સાજી થઈ જશે. છતાં મેડિસિનમાં બતાવવું હોય તો બતાવી જુઓ.”
“ન્યુરોસર્જરીઅનેન્યુરોલોજીબેઉમાંદેખાડીચૂક્યા.”
મેડિસિનમાં સાઈક્યાટ્રિકનો રેફરન્સ જોઈ ડોક્ટર બોલ્યા, “એમને ન્યુરોસર્જરીમાં કાં નથી દેખાડતા?”
“તોભરતીકરીદો. લોહી-પેશાબ-ઝાડોતપાસીએ. એક્સ-રેલઈએ. પછીકાંઈકખબરપડે.”
“ન્યુરોસર્જરી અને ન્યુરોલોજી બેઉમાં દેખાડી ચૂક્યા.”
ભાભીતોઊકળીઊઠી: “મારેહવેઅહીંનથીરહેવું. આટઆટલાડોક્ટરો, અનેએકેપણઉપચારનકર્યો!”
“તો ભરતી કરી દો. લોહી-પેશાબ-ઝાડો તપાસીએ. એક્સ-રે લઈએ. પછી કાંઈક ખબર પડે.”
“પણભાભી, કારણસમજાયાવિનાકેવીરીતેદવાદે?” અનેમાંડમાંડસમજાવીનેવધુએકાદઅઠવાડિયુંરાખ્યાં. વચ્ચેએકદિવસએક્સ-રેમાંકામકરતોટેક્નિશિયનમિત્રપૂછવાલાગ્યો, “તમારાંસગાંકોઈદાખલથયાંછે?”
ભાભી તો ઊકળી ઊઠી: “મારે હવે અહીં નથી રહેવું. આટઆટલા ડોક્ટરો, અને એકે પણ ઉપચાર ન કર્યો!”
મેંભાભીનીબધીવાતકરી. સાંભળીનેએહસતોહસતોબોલ્યો: “આટલીઊઠવેઠકરીતેનાકરતાંઆમાંનાએકાદડોક્ટરનેઘેરજઈબતાવવુંહતું. વીસરૂપિયાફીલઈનેદવાલખીદેત... અરે, આતોએકવર્કશોપછે. અનેકોલેજનામોટાભાગનાડોક્ટરમશીનજેવા. અમારુંમશીનજેમ‘ઇકેજી’ નકરીશકેતેમ‘ઇકેજી’નુંમશીનએક્સ-રેનકાઢીશકે. અહીંનાડોક્ટરેજરીકકાંઈકબીજુંલક્ષણજોયુંકેદરદીનેતગડીમૂકશેબીજાડિપાર્ટમેન્ટમાં. એટલેપછીએનેહાશ!”
“પણ ભાભી, કારણ સમજાયા વિના કેવી રીતે દવા દે?” અને માંડમાંડ સમજાવીને વધુ એકાદ અઠવાડિયું રાખ્યાં. વચ્ચે એક દિવસ એક્સ-રેમાં કામ કરતો ટેક્નિશિયન મિત્ર પૂછવા લાગ્યો, “તમારાં સગાં કોઈ દાખલ થયાં છે?”
નેરાતેપહોંચ્યોત્યારેભાભીબેહોશ! હુંગભરાયો. નર્સનેબોલાવી. એણેઅસહાયનજરેજોઈમનેકહ્યું, “બાજુનાઓરડામાંજુઓને, ડોક્ટરહશે.”
મેં ભાભીની બધી વાત કરી. સાંભળીને એ હસતો હસતો બોલ્યો: “આટલી ઊઠવેઠ કરી તેના કરતાં આમાંના એકાદ ડોક્ટરને ઘેર જઈ બતાવવું હતું. વીસ રૂપિયા ફી લઈને દવા લખી દેત... અરે, આ તો એક વર્કશોપ છે. અને કોલેજના મોટા ભાગના ડોક્ટર મશીન જેવા. અમારું મશીન જેમ ‘ઇકેજી’ ન કરી શકે તેમ ‘ઇકેજી’નું મશીન એક્સ-રે ન કાઢી શકે. અહીંના ડોક્ટરે જરીક કાંઈક બીજું લક્ષણ જોયું કે દરદીને તગડી મૂકશે બીજા ડિપાર્ટમેન્ટમાં. એટલે પછી એને હાશ!”
હુંરઘવાયો-રઘવાયોબે-ત્રણવોર્ડફરીઆવ્યો. નર્સતોપોતાનીખુરશીમાંશાંતિથીબેઠીહતી. “ક્યારથીઆમનીઆવીહાલતછે? સાંજેતોખુશખુશાલહતી.” નર્સખામોશરહી. ત્યાંવોર્ડનાબીજાછેડેડોક્ટરદેખાયા. મેંદોડીનેભાભીનીબેહોશીનીખબરઆપી. એપોતાનીસામાન્યચાલેજભાભીનીપથારીપાસેઆવ્યા. નાડીજોઈ. છાતીતપાસી. એમનાચહેરાપરકાંઈકઉદ્વિગ્નતાદેખાઈ. ભાભીનેઢંઢોળીપછીબોલ્યા, “શીઇઝઈનકોમા.” (એબેભાનઅવસ્થામાંછે.) બેઘડીકાંઈકવિચારી, હાથેથીપાંપણખોલીટોર્ચથીઆંખોજોઈ. પછીએકદમનિશ્ચિંતતાનોશ્વાસલઈબોલીઊઠ્યા: “આઈસી! શીહેઝબ્રેઈનટ્યૂમર—” જાણેએમનામાથેથીબોજઊતરીગયો!
ને રાતે પહોંચ્યો ત્યારે ભાભી બેહોશ! હું ગભરાયો. નર્સને બોલાવી. એણે અસહાય નજરે જોઈ મને કહ્યું, “બાજુના ઓરડામાં જુઓને, ડોક્ટર હશે.”
મદદનીશનેસૂચનાઆપીએજતારહ્યા: “તુરતઇમરજન્સીઓપરેશનથિયેટરમાંટ્રાન્સ્ફરકરીદો.”
હું રઘવાયો-રઘવાયો બે-ત્રણ વોર્ડ ફરી આવ્યો. નર્સ તો પોતાની ખુરશીમાં શાંતિથી બેઠી હતી. “ક્યારથી આમની આવી હાલત છે? સાંજે તો ખુશખુશાલ હતી.” નર્સ ખામોશ રહી. ત્યાં વોર્ડના બીજા છેડે ડોક્ટર દેખાયા. મેં દોડીને ભાભીની બેહોશીની ખબર આપી. એ પોતાની સામાન્ય ચાલે જ ભાભીની પથારી પાસે આવ્યા. નાડી જોઈ. છાતી તપાસી. એમના ચહેરા પર કાંઈક ઉદ્વિગ્નતા દેખાઈ. ભાભીને ઢંઢોળી પછી બોલ્યા, “શી ઇઝ ઈન કોમા.” (એ બેભાન અવસ્થામાં છે.) બે ઘડી કાંઈક વિચારી, હાથેથી પાંપણ ખોલી ટોર્ચથી આંખો જોઈ. પછી એકદમ નિશ્ચિંતતાનો શ્વાસ લઈ બોલી ઊઠ્યા: “આઈ સી! શી હેઝ બ્રેઈન ટ્યૂમર—” જાણે એમના માથેથી બોજ ઊતરી ગયો!
નર્સઇંજેક્શનતૈયારકરીરહીહતી. જુનિયરડોક્ટરેનાડહાથમાંપકડી. ભાભીનેજરીકઢંઢોળીજોઈ. પછીહાથઆસ્તેથીમૂકીદઈબોલ્યા, “હવેકાંઈજરૂરનથી. હુંદિલગીરછું. શીઈઝ...”
મદદનીશને સૂચના આપી એ જતા રહ્યા: “તુરત ઇમરજન્સી ઓપરેશન થિયેટરમાં ટ્રાન્સ્ફર કરી દો.”
મનેઅંધારાંઆવીગયાં. હુંએકદમબરાડીઉઠ્યો, “નહીંનહીં, ડોક્ટર! કાંઈકકરો—”
નર્સ ઇંજેક્શન તૈયાર કરી રહી હતી. જુનિયર ડોક્ટરે નાડ હાથમાં પકડી. ભાભીને જરીક ઢંઢોળી જોઈ. પછી હાથ આસ્તેથી મૂકી દઈ બોલ્યા, “હવે કાંઈ જરૂર નથી. હું દિલગીર છું. શી ઈઝ...”
એમણેલાલધાબળોભાભીનામાથાસુધીખેંચીલીધો. મારીપીઠેહાથફેરવતાંસહાનુભૂતિનાસ્વરમાંબોલ્યા: “સ્વસ્થથઈજાવ. તમેતોમેડિકોછો. લાગણીવશતાથીબચવુંજોઈએ. આવાકેસમાંઆમજબનેછે—કોમાપછીબચવાનાચાન્સબહુઓછા!”
મને અંધારાં આવી ગયાં. હું એકદમ બરાડી ઉઠ્યો, “નહીં નહીં, ડોક્ટર! કાંઈક કરો—”
{{Right|[મુહમ્મદતાહિરનીહિન્દીવારતાનેઆધારે: ‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૭૮]}}
એમણે લાલ ધાબળો ભાભીના માથા સુધી ખેંચી લીધો. મારી પીઠે હાથ ફેરવતાં સહાનુભૂતિના સ્વરમાં બોલ્યા: “સ્વસ્થ થઈ જાવ. તમે તો મેડિકો છો. લાગણીવશતાથી બચવું જોઈએ. આવા કેસમાં આમ જ બને છે—કોમા પછી બચવાના ચાન્સ બહુ ઓછા!”
{{Right|[મુહમ્મદ તાહિરની હિન્દી વારતાને આધારે: ‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૭૮]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu