26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} “અમારામહોલ્લામાંઆવીનેજુઓકેકેવાહાલછે!” કરસનકાકાબોલીઊ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“અમારા મહોલ્લામાં આવીને જુઓ કે કેવા હાલ છે!” કરસનકાકા બોલી ઊઠ્યા. | |||
“હા હા, અબી કે અબી ચલો હમારે સાથ,” કરીમભાઈ પણ ગરમ થઈને કહી રહ્યા હતા. | |||
ટોળાના આગેવાનોના મોંમાંથી આટલા શબ્દો નીકળતાંવેંત બધાએ એ વાત ઝીલી લીધી અને સૌ બોલી ઊઠ્યા, “અત્યારે ને અત્યારે અમારી સાથે ચાલો.” | |||
સુધરાઈ-સભ્યને ઘેર આવેલું આ ટોળું બીજી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. શી તકલીફ છે, શી ફરિયાદ છે, એવી પૂછપરછનો જવાબ કોઈ આપતું નથી. ફક્ત એક જ સૂર સંભળાય છે : “પહેલાં અમારી સાથે આવો, પછી બીજી વાત.” | |||
સુધરાઈ-સભ્ય એ લોકોની સાથે તેમના મહોલ્લામાં જાય છે. દૂરથી જ માથું ફાટી જાય એવી દુર્ગંધનો અનુભવ થાય છે. જઈને જુએ તો મહોલ્લાને નાકે આવેલ ગટરના ‘મેન-હોલ’માંથી ગંદા પાણીનો પ્રવાહ રેલાઈ રહેલો છે. ચારે તરફ ગંદકી પ્રસરી વળી છે. મેલા પાણીની સાથે જાજરુનું મેલું પણ ઊભરાતું દેખાય છે. ઘૃણા ઉપજાવે એવું દૃશ્ય છે. | |||
આજુબાજુનાં મકાનોમાંથી નરનારીઓ આગંતુકોને ઘેરી વળે છે. ટોળું મોટું બને છે. ગટર ઊભરાવાથી અસહ્ય હાલાકી વેઠી રહેલા લોકો પોતાની ફરિયાદ સંભળાવવા આતુર છે. સૌ પોતપોતાનો ઊભરો ઠાલવવા માંડે છે. | |||
એ ઘોંઘાટ વચ્ચે સુધરાઈ-સભ્ય ગંદકીનું નિરીક્ષણ પૂરું કરે છે. તે લોકોની વાત સાંભળે છે અને તાત્કાલિક બંદોબસ્ત કરવાની ખાતરી આપે છે. | |||
મ્યુનિસિપાલિટીના મેન-હોલ ખાતાને ટેલિફોનથી ખબર અપાય છે અને સફાઈ કામદારો કામે લાગી જાય છે. ગટરમાં જામેલો કચરો બહાર કાઢવામાં આવે છે — કેરી પકવવાનું ઘાસ, દાતણની ચીરીઓ, વાસણ માંજવા વપરાતાં નાળિયેરનાં છોતરાં, ફૂટેલાં કપરકાબી, સોડા-લેમનની ભાંગેલી બાટલીઓ, પોતું કરવાના કંતાનના ગાભા, તૂટેલાં ચંપલ-બૂટ, ફાટેલાં કપડાંના ડૂચા, નળિયાં, રોડાં, ઈંટાળા, બાટલીઓના કાચના ટુકડા, કેરીના ગોટલા, સિગારેટનાં ડબલાં, લાકડાનો છોલ, જમણવારનાં પતરાળાં, સાઇકલનાં જૂનાં ટાયર વગેરે નીકળે છે. | |||
મહોલ્લાના મોવડીઓ આ સામગ્રી જુએ છે. જે જુવાનિયાઓ અત્યાર સુધી સુધરાઈને ભાંડી રહ્યા હતા તેઓ ગટરમાંથી બહાર આવતી વસ્તુઓ જોઈ ચૂપચાપ ચાલતી પકડે છે. તરેહતરેહના આ કચરાનો ઢગલો ખડકાતો જાય છે તેમ તેમ બીજા રહેવાસીઓ પણ ત્યાંથી સરકવા માંડે છે. | |||
એટલામાં પેલા સુધરાઈ-સભ્ય પાછા આવી પહોંચે છે. “બોલો કરસનકાકા, હવે આમાં મ્યુનિસિપાલિટીનો વાંક ખરો? આ કચરાને કારણે ગટર ભરાઈ ગઈ અને ઊભરાઈ, પણ આ બધી વસ્તુ ગટરમાં નાખનાર કોણ?” | |||
<center>*</center> | |||
આપણાં અનેક શહેરોમાં અવારનવાર ભજવાતા એક દૃશ્યનું આ ચિત્ર છે. આ ચિત્ર પણ અધૂરું છે. એમાં સફાઈ-કામદારોને આવો કચરો કાઢવા માટે વેઠવી પડતી હાલાકી, સુધરાઈને થતો ખર્ચ, વાહનવહેવારનો અવરોધ, અને મેલા પાણીથી ભરાઈ ગયેલા મેન-હોલમાં ડૂબકી મારનારને માથે રહેલા જોખમ વગેરેનું વર્ણન તો આવતું નથી. | |||
ગટરો અવારનવાર ઊભરાય છે. પરંતુ ગટરો કેમ ઊભરાય છે? પહેલી વાત એ છે કે ગટર અંગે પણ પૂરતી કાળજી રાખવી જોઈએ, એવી સમજણ બહુ ઓછા લોકોને હશે. ઘરથી જ શરૂઆત કરીએ તો જોવા મળશે કે ઘણી ગૃહિણીઓ ચોકડી કે મોરીમાં વાસણ માંજતી વખતે એંઠવાડ, રાખ, માટી તેમજ કાથી કે નાળિયેરનાં છોતરાં ગટરમાં જાય નહિ એની તકેદારી રાખતી નથી. આવો કચરો ગટરમાં ન જાય તે માટે સામાન્ય રીતે આડી લોખંડની જાળી રાખેલી હોય છે, પણ એ જાળી કાઢી લઈને કે ઊંચી કરીને કચરો ખાળમાં વહેવડાવી દેવામાં આવે છે. | |||
પરંતુ આમ ઘણાં ઘરોની મોરીમાંથી મુખ્ય ગટરમાં આવેલો કચરો કોઈક જગ્યાએ જામી પડે છે અને મેલા પાણીનો વહેતો પ્રવાહ રોકાઈને ગટર ઊભરાય છે. ઘરની બહાર ‘ગલીટ્રેપ’ હોય છે તેની જાળીઓ, મેનહોલનાં ઢાંકણાં વગેરે ચોરીને ભંગારવાળાને ત્યાં વેચી નાખનારો એક વર્ગ શહેરોમાં હોય છે. આવી રીતે ખુલ્લા થયેલા મેનહોલ કે ગલીટ્રેપમાં આપણે ઉપર જોયો તેવો કેટલોય કચરો વરસાદના પાણીના રેલા સાથે તણાઈ આવે છે. કેટલાક લોકો તો એ બધો ઉકરડો પોતાના ઘર પાસે ન ખડકાય તે માટે નજીકના મેનહોલનું ઢાંકણું ખોલીને એને તેમાં પધરાવી દેતા હોય છે. ગટરમાં તો જે કાંઈ નાખ્યું હોય તે બધું તણાઈ જતું હશે, એવી ગેરસમજનું આ પરિણામ હશે. ગટર ફક્ત મેલા પાણીને વહી જવા માટે હોય છે — કચરો વગેરે નાખવા માટે નહિ, એટલું જો આપણે સમજીએ તો આવી મુશ્કેલીઓ ઊભી થતી અટકે. | |||
દુર્ગંધ મારતા ગંદા પાણીના મેન-હોલની અંદર સફાઈ-કામદારોને ઊતરવું પડે છે. ગૂંગળાઈ જવાનું જોખમ ખેડીને મેન-હોલમાં ડૂબકી મારનારા કામદારોની કલ્પના કરીએ તો ગટરમાં ગમે તે કચરો નાખવો એ કેટલું ભયંકર કૃત્ય છે, એ સમજી શકાશે. | |||
ગટર ઊભરાવાથી સુધરાઈને કેટલો નકામો ખર્ચ કરવો પડે છે એ પણ વિચારવું જોઈએ. ગટરમાં જામી પડેલો કચરો લોખંડના સળિયાથી કે પાણીના પ્રવાહથી પણ ક્યારેક ખસે નહિ ત્યારે રસ્તો ખોદીને, કચરો જ્યાં ભરાઈ રહ્યો હોય ત્યાંથી પાઇપ તોડવો પણ પડે છે. આમ, ગટર સાફ કરવાનું કામ ઘણું ખર્ચાળ હોય છે એટલું જ નહિ, પણ કામ ચાલે ત્યાં સુધી રાહદારીઓ અને વાહનવહેવારને નડતર થાય છે. | |||
ગટરમાં પણ ગમે તે તો ન જ નખાય — એટલી સમજણ નાગરિકોમાં ફેલાય તો જ ગટરો ઊભરાતી બંધ થઈ શકે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits