13,299
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છાતીએ છૂંદણાં|}} <poem> </poem> <br> {{HeaderNav2 |previous = ????????? |next = ??? ?????? ????? }}") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
છાતીએ છૂંટણાં છૂંદાવા બેઠી | |||
::: ભરબજારની વચ્ચે, હો! | |||
હૈયું ખોલી છૂંદાવવા બેઠી | |||
::: ભરબજારની વચ્ચે. હો! | |||
કૌતુક આ યે કારમું લોકો | |||
::: તાકી તાકી ભાળે, હો! | |||
આંખ માંડી, આંખ મારી લોકો | |||
::: તાકી તાકી ભાળે. હો! | |||
‘વાહ રે ખરી, શૉખની રાણી!’ | |||
::: ભાતભાતીનું બોલે, હો! | |||
‘છાતીએ છાપ પડાવા બેઠી!’ | |||
::: ભાતભાતીનું બોલે. હો! | |||
માથડે લાંબો ઘૂંઘટો ખેંચી | |||
::: છૂંદણાં જાય છૂંદાવ્યે, હો! | |||
છેડલો ખોલી છાતી પરનો | |||
::: છૂંદણાં જાય છૂંદાવ્યે. હો! | |||
આંખો ફાડી તાકતી દુનિયા, | |||
::: નજરે એની ના’વે, હો! | |||
ટોળ ટપ્પાં ને કાંકરા લોકના, | |||
::: નજરે એની ના’વે. હો! | |||
દૂરના મહોલ્લા માંહ્યલું ખોરડું | |||
::: આંખમાં એની રમે, હો! | |||
ખોરડા માંહ્યલો સાયબો શોખી | |||
::: આંખમાં એની રમે. હો! | |||
લોકને મૂકી લ્હેકા કરતા, | |||
::: ઝટ ઊઠી એ ચાલી, હો! | |||
છાતીએ છાપી મોર ને કોયલ | |||
::: ઝટ ઊઠી એ ચાલી. હો! | |||
ફાગણ ફૂલ્યો ફૂલ કેસૂડે, | |||
::: પૂનમ-ચાંદની ખીલી, હો! | |||
રંગ ગુલાબે રંગાઈ રૂડી | |||
::: પૂનમ-ચાંદની ખીલી. હો! | |||
ચાંદની લીંપ્યે ચૉક જુવાનડાં | |||
::: ઘૂઘરા બાંધી ઘૂમે, હો! | |||
હાથમાં ઠાગા, રંગના વાઘા, | |||
::: ઘૂઘરા બાંધી ઘૂમે. હો! | |||
નાનકડો એક ઢોલિયો ઢળ્યો, | |||
::: ચોકને ખુલ્લે ખૂણે, હો! | |||
ઢોલિયે ઢળ્યાં નર ને નારી | |||
::: ચોકને ખુલ્લે ખૂણે. હો! | |||
સાયબો પૂછે મૂછમાં મલકી | |||
::: ગૂજરીમાં શું વ્હોર્યું, હો! | |||
ફાગ આ પહેલો ખેલવા ગોરી, | |||
::: ગૂજરીમાં શું વ્હોર્યું. હો! | |||
ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી, | |||
::: માલ સંતાડે હૈયે, હો! | |||
ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યો | |||
::: માલ સંતાડે હૈયે. હો! | |||
‘દાખવો મોંઘા માલ મોતીના!’ | |||
::: સાયબો પાલવ તાણે, હો! | |||
‘રંગ મોતીના ગોતીએ ગોરી!’ | |||
::: સાયબો પાલવ તાણે. હો! | |||
ઢોલની ઢમક, ચાંદની ચમક, | |||
::: રંગની રેલંછેલો, હો! | |||
મનામણાં ને રિસામણાંના | |||
::: રંગની રેલંછેલો. હો! | |||
નાવલિયાના નેહનાં નીરે, | |||
::: ગોરીનાં ઉર ભીંજ્યાં, હો! | |||
રુમકઝુમક ફાગના રાગે, | |||
::: ગોરીનાં ઉર ભીંજ્યાં. હો! | |||
હૈયા ચૉકમાં મોર નાચે છે, | |||
::: જોઈ લ્યો જેને જોવું હો! | |||
ઉરઘટામાં કોયલ ટહુકે, | |||
::: જોઈ લ્યો જેને જોવું. હો! | |||
આજ નથી શિર ઘૂંઘટો ઢાળ્યો, | |||
::: ફાગણ ફૂલ્યો ફાગે, હો! | |||
આજ નથી ઉર-છેડલો ઢાંક્યો, | |||
::: ઉર ચગ્યાં છે રાગે. હો! | |||
{{Right|૨૫ માર્ચ, ૧૯૩૯}} | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઈંટાળા | ||
|next = | |next = મોટર હાંકનાર | ||
}} | }} |