વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 182: Line 182:
|[સ્વગત] બચ્ચો ફોગટનો સલગે છે બીજાઓને વાસ્તે. અસલ જાને એન્જીનનું બચ્ચું! [હસે છે. પડદો પડે છે.]
|[સ્વગત] બચ્ચો ફોગટનો સલગે છે બીજાઓને વાસ્તે. અસલ જાને એન્જીનનું બચ્ચું! [હસે છે. પડદો પડે છે.]
}}
}}
<center>'''પ્રવેશ બીજો'''</center>
{{Space}}સ્થળ : ભોળાનાથનું ઘર. સમય : તે જ દિવસ સાંજના આઠનો.
{{Right|[ભોળાનાથની વિધવા પુત્રી ઉમા અને એની પંદરેક વર્ષની યુવાન ભાભી કંચન ઉંબરમાં બેઠેલ છે. ભોજાઈ પોતાની ગોરી હથેળીઓમાં દીવાની દીવેટો વણે છે, ને ઉમા ભાભીના માથા પર મીઠાશથી હાથ પંપાળે છે. ભાભીના હાથમાંથી વણાઈને નીચે પડતી વાટ્યો તરફ જોઈને —]}}
{{Ps
|ઉમા :
|ખરે જ, ભાભી, રૂપાળી મોગરાની કળીઓ જેવી દીવેટો કરો છો, હો!
}}
{{Ps
|કંચન :
|બાપાજીને પૂજામાં ખૂબ ગમે તેવી કરવી જોઈએ ને!
}}
{{Ps
|ઉમા :
|તારો વર તો પૂજા-ફૂજાનો કટ્ટો વેરી નીકળ્યો છે. એ તને વઢતો નથી આ વાટ્યો સારુ?
}}
{{Ps
|કંચન :
|એનું વઢવું પણ જુદી જ જાતનું છે ને? બે વાટ્યો વધુ કરાવીને પછી રાતે દીવીમાં પેટાવી મારી જ આરતી ઉતારે છે. કહે કે બાપાજી પૂજે એની અંબાજીને, તો હું પૂજું મારી શીકોતરને!
}}
{{Ps
|ઉમા :
|રઢિયાળો! વહુ પાછળ તો ઘેલુડો જ ફરે છે. કેમ જાણે સાત અવતારે માંડ — [ભોળાનાથ દાખલ થાય છે.]
}}
{{Ps
|ભોળાનાથ :
|[હાંફળા ફાંફળા] ઉમા! કોઈ ન્યાતીલા આવ્યા હતા?
}}
{{Ps
ઉમા : ના, બાપુજી.
|ભોળાનાથ :
|અનંતીયો આવી ગયો?
}}
{{Ps
|ઉમા :
|ના, કેમ તમે આજ આકળા છો, બાપુજી?
}}
{{Ps
|ભોળાનાથ :
|ઉમા, વહુને અત્યારે ને અત્યારે એના બાપને ઘેર મૂકી આવો.
}}
{{Ps
|ઉમા :
|કેમ એમ? હજુ તો એ જમ્યાં ય નથી.
}}
{{Ps
|ભોળાનાથ :
|તો જમાડી લ્યો. અનંતના કૅફની હવે હદ થઈ ગઈ. પરણાવ્યો ત્યારથી બેઆબરૂના ગણેશ બેઠા છે. જ્યાં સુધી એની ઓરડીમાં પેસીને એનાં તેલઅત્તરો; પોમેટમો વગેરે એલફેલ ચલાવતો ત્યાં સુધી તો ફક્ત ઘર જ ગંધાઈ ઊઠતું. આજે હવે આખી ન્યાતમાં એની બદબો ઊઠી છે.
}}
{{Ps
|ઉમા :
|પણ બાપુજી, એમાં ભાભીનો શો ગુનો?
}}
{{Ps
|ભોળાનાથ :
|વહુએ એને વાર્યો જ નથી. વહુ થકી જ એનો ઉન્માદ પોષાયો. હવે દીકરાનો મદ ન ઊતરે ત્યાં સુધી વહુ પિયરમાં જ રહે. મૂકી આવો વેળાસર. વધુ પૂછશો નહિ.
[ભોળાનાથ અંદર ચાલ્યા જાય છે. પગનાં જોડાં ને હાથમાંની લાકડી, માથાની પાઘડી ને શરીર પરનાં લૂગડાં ઉતારીને જેમ તેમ ફગવતા હોય છે, તે દૃશ્ય દૂર દૂરથી દેખાય છે. નણંદ- -ભોજાઈ પણ અંદર જાય છે. બહારથી આવેલો અનંત વીંગની આડશે ઊભો ઊભો શાંતિથી હસે છે. એણે પિતાની કોપવાણી સાંભળી છે.]
અનંત : [માથાની વિખરાયલી લટો બાદશાહી રીતે હાથ ફેરવી સમારતો સમારતો સ્વગત] બાપુજી મારાં તેલ-અત્તરો અને પોમેટમોની પાંચ સીસી પર ઊતરી પડ્યા! ત્રણ પેઢીથી તમે બધા કેવળ છીંકણી, છાણના છોકા અને ઘીના દીવામાં જ તમારા જીવન-રસ રૂંધી રાખેલ છે ને, બાપુજી, તેનું આજે કુદરત મારી મારફત વૈર વાળે છે, હાં કે? બિચારાં મારાં બા : સાંભળું છું કે રાતે બાર વાગ્યા બાદ સાસુના પગ ચાંપીને પછી જ મેડીએ જઈ શકતાં, ને દિવસ બધાના વૈતરામાં ગંધાઈ ગએલો સાડલો પહેરીને જ સૂઈ રહેતાં. પવન પણ એ મેડીમાં પેસી શકતો નહિ. ચંદ્ર પણ ડોકિયું કરી શકતો નહિ. આજે એ જ મેડીમાં મારી કંચનને હું પવન અને ચંદ્રની લાજ કઢાવ્યા વગર હીંડોળે ઝુલાવું છું. માનાં દુઃખોનું વૈર વાળું છું. એ હીંડોળાના કિચૂડાટ પાડોશીઓનાં કલેજાંને કરડે છે...
[ઘરમાંથી ઉમા અને કંચન નીકળે છે. અનંતને દેખે છે.]
ઉમા : અનંતભાઈ, આવ્યા તમે? બાપાજી...
અનંત : હું બધું જ સાંભળી શક્યો છું, ઉમા! લાવ તો એ ફાનસ.
[ઉમાના હાથમાંથી ફાનસ લઈને જ્યોતને સતેજ કરે છે. કંચનના મોં સામે ધરે છે.]
નહિ, નહિ, આ હરીકેનની ઘાસલેટિયા બત્તી શું તારી સુંદરતા બતાવી શકતી’તી?
[ખીસામાંથી. વીજળીની નાની ટોર્ચ કાઢીને ચાંપ દાબી કંચનના મોં પર રોશની ફેંકે છે.] બસ! હવે દેખી શકાય છે. આંસુની સુકાયેલ ધારા પણ સ્પષ્ટ છે.
ઉમા : અનંતભાઈ! ગાંડાં શું કાઢો છો? બાપાજી સાંભળશે.
અનંત : સાંભળશે તો સ્ત્રી પ્રત્યેની મારી લાગણીથી પ્રસન્ન થશે ને? બસ, જોઈ લીધી હવે. એ જ મુખ આજ રાતે મારા ભેગું જ રહેશે. જો, કંચન, ત્યાં તારા બાપને ઘેર તું મેડી પરથી મંગળના તારા સામે તાકજે, હું યે તાકીશ, આપણા બેઉની આંખોના કિરણો ત્યાં એકત્ર થશે — મંગળમાં. અને જો! [નજીક જઈને કાનમાં] કાલે સાંજે, જાગનાથની દેરીમાં બરાબર ચાલાકી કરીને આવજે, હાં? [કાનની બુટ તાણીને નાની-શી ટાપલી મારે છે.] પધારો હવે. નહિતર અનંતીયો વીફરી જશે!
26,604

edits

Navigation menu