વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 1,993: Line 1,993:
|ઓ પેલીએ ઝાલ્યો! ઓ બેઉ તળિયે જાય. ગયાં, ગયાં, ગયાં! રામ!
|ઓ પેલીએ ઝાલ્યો! ઓ બેઉ તળિયે જાય. ગયાં, ગયાં, ગયાં! રામ!
}}
}}
<center>'''પ્રવેશ દસમો'''</center>
{{Space}}[ભોળાનાથને ઘેર પ્રભાતની વેળાએ ભીનાં પનિયાં અને ફાળિયાંભર અનેક લોકોની શોકાતૂર ઠઠ વચ્ચે ભોળાનાથ ભાંગી પડેલા જેવા થઈને બેઠા છે.]
{{Ps
|ભોળાનાથ :
|[ગદ્ગદિત બની] અનંત! ઓ મારા અનંત! દીકરા અનંત! [રડે છે.] શી તારી ચતુરાઈ! શાં તારાં ડહાપણ! ઓ, ઓ, ઓ...!
}}
{{Ps
|વીરેશ્વર :
|સમતા! સમતા રાખો ભોળાનાથભાઈ!
}}
{{Ps
|વિશ્વનાથ :
|ખરો બહાદરિયો અનંત! એ તો, ભાઈ, પારકા જીવને ઉગારવા તમારો અનંત જ પાણીમાં કૂદવાની હિંમત કરે. તમારા નામને જગતમાં જાહેર કર્યું.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[જમીન પર લાકડીના તાલ દેતા દેતા] હું તો હમેશાં કહેતો આવ્યો છું કે આપણા ગામના રામતળાવમાં સાહસ કરવા જેવું નથી. એક તો એમાં વમળ ઘણાં છે. વળી બીજું એ કે બૂડતું માણસ હમેશાં પોતાને બચાવવા આવનારને જ બાઝી પડીને બૂડાડે છે. માટે બૂડતું માણસ એક, બે, ને ત્રીજી વાર ઉપર આવીને નીચે ન બેસી જાય ત્યાં સુધી એનો વિશ્વાસ ન કરવો એમ અમારો આયુર્વેદ તો કહે છે.
}}
{{Ps
|ચોથો જ્ઞાતિજન :
|જુવાનિયાને કલેજે સબૂરી જેવી તો કોઈ વાત જ ન રહી હવે. અને આ અભાગણી જુવાનડીઓને પણ વાતવાતમાં બસ જીવ કાઢી નાખવાની જ લત પડી!
}}
{{Ps
|ભોળાનાથ :
|અનંત! બેટા અનંત! ડાકણ જાગી ને મારા એકના એક અનંતનો ભોગ લઈ ગઈ, ઓ મારા અનંત! [રડે છે.]
}}
{{Ps
|વીરેશ્વર :
|સમતા રાખો, ભાઈ! ધીરજ રાખો, પ્રભુનામ લ્યો.
}}
{{Ps
|પોલીસ જમાદાર :
|બહુ સાહસકર્મ કર્યું! એમ તો અમારી પાસે મીંદડીઓ ક્યાં નો’તી! તરૈયા વાઘરી ક્યાં નો’તા! અમારા પોલીસ હજી કપડાં ઉતારતા’તા ત્યાં તો તોપનો ગોળો પડે એમ આવીને ઝંપલાવી પડ્યો એ તો.
}}
{{Ps
|વીરેશ્વર :
|પણ વહુ સુધ્ધાં શી રીતે ડૂબ્યાં?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|અરે ભાઈ! પછી કાંઈ શુદ્ધિબુદ્ધિ થોડી રહે છે? અનંત ઊતર્યો સૂરજને ઉગારવા. સૂરજને એણે હાથ કરી. સૂરજે એને નીચે ખેંચ્યો. એણે બૂમ પાડી કે “કંચન, આવજે! રામરામ!” ત્યાં તો વહુ પણ, બસ, ઝોડની જેમ કૂદી જ પડ્યાં. હું કાંઠે ઊભો ઊભો બધું જ જોતો હતો.
}}
{{Ps
|વિશ્વનાથ :
|એ ખાસી વાત. વૈદ્યરાજે પોતે કાંઠે ઊભા ઊભા જ જોયું, પછી એમાં ખોટું શાનું હોય?
}}
{{Ps
|જમાદાર :
|ભોળાનાથભાઈની આબરૂ જબ્બર, એટલે મડદાં ચૂંથાયાં નહિ, ભાઈ!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[દૂર કંચનના પિતા લક્ષ્મીધરને ઊભેલો દેખી] લક્ષ્મીધર બાપડા નસીબદાર જીવ કે એકની એક દીકરીનો રંડાપો જોવો મટ્યો. એટલું વળી સવળું ઊતર્યું.
}}
{{Right|[વિદ્યાલયના આચાર્યજી આવે છે. ઊભા ઊભા સહુને હાથ જોડી ગંભીર સ્વરે કહે છે.]}}
{{Ps
|આચાર્ય :
|શ્રીમાન ભોળાનાથભાઈ, તથા જ્ઞાતિભાઈઓ, અનંતકુમાર અમારો વિદ્યાર્થી હતો. એણે વીરધર્મ બજાવતાં બજાવતાં પ્રાણ અર્પણ કીધા. અમારે એનું એક સ્મારક કરવું છે. એનું એક તૈલચિત્ર, એના નામનો એક ખાસ અંક અમારા માસિકનો, ને એના નામની એક શિષ્યવૃત્તિ : એવી ત્રિવિધ મારી યોજના છે. અનંતે તો અમારી સંસ્થાને ઉજાળે તેવી વીરતા કરી. મેં એનું વૃત્તાંત વર્તમાનપત્રો પર મોકલી પણ આપ્યું છે. વીર પતિનાં વીરાંગના પત્ની કંચનગૌરીની છબી પણ મોકલાવી છે મેં.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|એ ઉત્તરાર્ધ કરવાની જરૂર નહોતી. अति सर्वत्र वर्जयेत એ આયુર્વેદનું સુવર્ણ-વાક્ય છે.
}}
{{Right|[આચાર્ય જતા રહે છે.]}}
<br>
{{Right|[એકાએક ઉમા આવીને ઊભી રહે છે. એના મોં પર આંસુ છે.]}}
{{Ps
|ઉમા :
|હું પણ વૈદ્યરાજને કહું છું કે હવે ‘અતિ’ કરતા અટકો. બહુ કરી ચૂક્યા તમે. મારા ભાઈ-ભાભીના અને નિર્દોષ સૂરજના પ્રાણ ગયા પછી હવે એનાં શબને ન ચૂંથો! ન ચૂંથો!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|બહેન, બાપુ, તું વિધવા છે. પૂજનીયા છે. તારે તો અત્યારે બહારથી આવનારાં બૈરાંને સંભાળવાં રહ્યાં. તારે તો મા વિનાના ઘરમાં વ્યવહાર સાચવવો ઘટે. તારાં શીલચારિત્ર્ય —
}}
{{Ps
|ઉમા :
|આગ લાગો એ અમારાં શીલચારિત્ર્યમાં. કોઈ કહેનાર છે કે નહિ આ શીલચારિત્ર્યના ઢોંગીને? પૂછો, તપાસો, સૂરજનો જીવ શા માટે ઉશ્કેરાયો આટલો બધો? કાલે મોડી રાતે એની પાસે જઈને આ વૈદ્યરાજે શું કર્યું હતું? [બધા વિસ્મિત દૃષ્ટિએ વૈદ્યરાજની સામે તાકી રહે છે. વૈદ્યરાજ કોપાયમાન બને છે.]
}}
{{Ps
|જમાદાર :
|બોન, બાપુ, આ બધું તારા મોંમાં શોભે?
}}
{{Ps
|ભોળાનાથ :
|ઉમા, અંદર જા.
}}
{{Ps
|ઉમા :
|બાપુજી, માધાવાવે ગામના પટેલનાં દીકરો-વહુ માગ્યાં હતાં. તેમ આજ તમારા લોકાચારની નિર્જળી બનેલી વાવે તમારાં બાળકો લીધાં; હજી અનેકનાં લેવાશે. હજુ તો પાતાળે ય પાણી નથી તબક્યાં.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|બાઈ, તું ગંગાસ્વરૂપ કહેવાય. તું અંદર જઈશ હવે?
}}
{{Ps
|ઉમા :
|હું અંદર જાઉં છું. પણ બહાર તમારો કાળ બોલે છે. [જાય છે.]
{{Space}}[બહારથી ભયંકર કોલાહલ.] મારો એને. પકડો એ વૈદડાને. ગામના જુવાનો! આજ એને ન મૂકજો. એણે જ સૂરજનો જીવ લીધો છે.
}}
{{Right|[વૈદ્યરાજ નાસે છે. સમુદાય વિખરાય છે.]}}
<center>'''પ્રવેશ છેલ્લો'''</center>
[થોડા દિવસો વીત્યા બાદ એક પ્રભાતે : ભોળાનાથના ઘરના ચોગાનમાં : ઉમા તુલસીના છોડ પાસે ઊભી છે. ઊભી ઊભી ફૂંક મારીને દીવાની દીવેટો ઓલવે છે. અને પછી તુલસીના રોપાને એક પછી એક ઉખેડી ફેંકી દેતી —]
{{Ps
|ઉમા :
|બહેન વૃંદા! તારો વસ્તાર બહુ વધી ગયો. તારી તો મંજરીએ મંજરીએથી જીવન ઝરે છે. પણ એ બધું શા માટે? આ કાળા કાળા શાલિગ્રામનું ધણીપદું સંતોષવા માટે?
}}
{{Right|[શાલિગ્રામને ઉઠાવી ફગાવે છે] જાઓ, દેવ! પથ્થરો ભેળા પથ્થર બનીને રહેજો.}}
<br>
{{Right|[ખડકીનાં કમાડ ખખડે છે. વીંગ તરફ જોતી ઉમા કહે છે.]}}
{{Ps
|ઉમા :
|શંકર, મેં દીવા ઓલવી નાખ્યા. તુળસી ઉખેડી નાખ્યાં.
}}
{{Ps
|શંકર :
|[અંદર આવે છે.] તૈયાર છો? ટિકિટ ખરીદી લઉં?
}}
{{Ps
|ઉમા :
|ક્યાં જશું?
}}
{{Ps
|શંકર :
|પ્રથમ લાહોર. ત્યાં લગ્નની વિધિ પતાવી દેશું. પછી એડન. કોઈ નામ ન લઈ શકે પછી.
}}
{{Ps
|ઉમા :
|કોઈને ખબર નહિ પડી જાય?
}}
{{Ps
|શંકર :
|ના, ના; બાપાજી તો ભાઈનાં ફૂલ દામોદરજીમાં પધરાવીને પછી તમારે સાસરે જવાના છે.
}}
{{Ps
|ઉમા :
|શા માટે?
}}
{{Ps
|શંકર :
|તમને પાછાં સાસરીમાં મોકલી દેવાની તજવીજ કરવા માટે.
}}
{{Ps
|ઉમા :
|[વિચારમાં પડીને] એમ!!!
}}
{{Ps
|શંકર :
|હા, વૈદ્યરાજનાં ને આચાર્યજીનાં કારસ્તાન. પણ આપણે તેમને હાથ ઘસતા કરીશું. ખરું?
}}
{{Ps
|ઉમા :
|ખરું! [હાથ ચોળતી ઊભી રહે છે.]
}}
{{Ps
|શંકર :
|હવે કયું બંધન છેલ્લું બાકી છે, ઉમા! હજુય તમને આ ભાઈ-ભાભી તથા સૂરજના ભોગ લેનાર ભૈરવ સમાજનું નિર્મેલું સતીત્વ વહાલું છે? હજુ પણ? હજુ ક્યાં સુધી સળગવું છે, ઓ ઉમા?
}}
{{Ps
|ઉમા :
|શંકર, ખડકીની સાંકળ ચડાવી આવીશ?
}}
{{Ps
|શંકર :
|કેમ? [રોમાંચ અનુભવે છે.]
}}
{{Ps
|ઉમા :
|કંઈ નહિ. મારી ઇચ્છા છે. આજ આપણે એકાંતે મળીએ.
}}
{{Right|[શંકર ખડકીને સાંકળ ચડાવીને પાછો આવે છે.]}}
{{Ps
|ઉમા :
|શંકર, નજીક આવીશ?
}}
{{Right|[પોતે અને શંકર પરસ્પર નજીક આવે છે. બેઉના ચહેરા પર ઉશ્કેરાટ છે. ઉમા હાથ લંબાવે છે, શંકર એ હાથ ઝાલવા જાય છે.]}}
{{Ps
|ઉમા :
|[એકાએક દૂર ખસી જઈ] શંકર, થોડીવાર ખમી જા. મારે કશુંક કહેવું છે. થોડીક વાત સાંભળ.
}}
{{Ps
|શંકર :
|અત્યારે ખસો છો, ઉમા? મારું જીવન પીગળીને ધૂળમાં રેલાય છે તે વેળા ખસો છો? ઓ આરસની પ્રતિમા!
}}
{{Ps
|ઉમા :
|શંકર, [ભુજાઓ લંબાવી] આટલી જ વાર છે મને. આ સતીપણાની આગમાંથી નીકળી જવાને આટલી જ વાર છે.
}}
{{Ps
|શંકર :
|ત્યારે?
}}
{{Ps
|ઉમા :
|મનથી તો હું ક્યારની તારા હૈયા ઉપર ચંપાઈ રહી છું.
}}
{{Ps
|શંકર :
|ભાઈની પણ એ જ છેલ્લી ઇચ્છા હતી, ઉમા! ભાઇના સંકલ્પને —
}}
{{Ps
|ઉમા :
|ભાઇના સંકલ્પને પૂરો કરવાની મારી શક્તિ હોત! ઓ શંકર, ભાઈ મારો — મારો ભાઈ અનંત આજ મારામાં કેમ પ્રગટતો નથી?
}}
{{Ps
|શંકર :
|તમે આ શું કહો છો?
}}
{{Ps
|ઉમા :
|તું નહિ સમજે, શંકર! મેં તને સાંકળ વાસવાનું કહ્યું, ને તેં મને નાસવાનું કહ્યું, ખરું?
}}
{{Ps
|શંકર :
|પણ બીજો શો ઇલાજ છે, ઉમા?
}}
{{Ps
|ઉમા :
|અનંતભાઈ નાઠો’તો કદી, શંકર? એના સ્નેહમાં કે મૉતમાં એણે ચોરીનો માર્ગ લીધો’તો કદી, શંકર?
}}
{{Ps
|શંકર :
|ના, કદી નહિ.
}}
{{Ps
|ઉમા :
|ને હું અનંતની બહેન આજે છૂપા રસ્તા લેવા ઊભી થઈ ગઈ!
}}
{{Ps
|શંકર :
|હું તમને ફસાવી રહ્યો છું એવું દેખાયું?
}}
{{Ps
|ઉમા :
|નહિ નહિ, શંકર! તું સમજ્યો નહિ. તું મને શું ફસાવશે? મારી છાતીમાંથી આજે તમામ ધર્મભાવ ઉખડી ગયા છે. પણ હું અનંતની બહેન ભીરુ બનીને છીંડાં શોધી રહી છું. થોડીક હિંમત — ઓ શંકર! — થોડી જ હિંમત મારામાં હોત!
}}
{{Ps
|શંકર :
|શાની હિંમત?
}}
{{Ps
|ઉમા :
|આ શહેરની ભરી બજારમાં તારો હાથ ઝાલીને ચાલવાની — તારા વૈદ્યરાજની અને આચાર્યની છાતી ઉપર પગ દેતા દેતા ચાલવાની — ફિટકાર, હુડેહુડેના અવાજ અને થૂથૂકાર ઝીલીને ચાલવાની — એવી હિંમત જો મારામાં હોત તો તારા ગળામાં અત્યારે જ આ બે હાથની માળા કરી પહેરાવી દેત. [હાથ ઊંચા કરી વિહ્વળતા બતાવે છે.]
}}
{{Ps
|શંકર :
|ત્યારે? બસ? રજા લઉં? પાષાણી!
}}
{{Ps
|ઉમા :
|[આંખો મીંચીને વિહ્વળ ભાવે] હા, હવે તું જલદી જતો રહે. પણ મને પાષાણી ન કહે. ભ્રષ્ટા જ કહે. વેશધારિણી કહે. કાયર અને ભીરુ કહે. શંકર, મારે સતી નથી કહેવાવું. હું લોહીમાંસની બની છું. [શંકર જાય છે.]
}}
{{Right|[સાંકળ ઊઘડવાનો અવાજ થાય છે.]}}
{{Ps
|ઉમા :
|[ચમકીને] શંકર ચાલ્યો ગયો? મારા ધૈર્યના બધા જ બંધો તોડતો ગયો! જીવનભર મારે વેશ જ ભજવવો રહ્યો શું? [તુળસીના ઉખડેલા રોપાને ફરીવાર ઉપાડીને કુંડામાં રોપતી] બહેન વૃંદા! પાછાં વિરાજો અહીં. મરતાં સુધી આપણે ઢોંગ ભજવીએ. હજારો મારી બહેનો ભજવે છે તેવા ઢોંગ. અનંતભાઈ! વીરા! તારી છાતીમાં ભરી હતી તેવી હિંમતની એક જ કણી મને મળી હોત! તો મારું માથું અત્યારે શંકરની છાતી ઉપર ઢળત! ઓ ભાઈ! ઓ અનંત! જીવવું બહુ અકારું લાગે છે હવે, તું જતાં જગતમાં મને સમજનારું કોઈ ન રહ્યું.
}}
{{Right|[તુળસીને કુંડે માથું ઢાળીને ડૂસકે ડૂસકે રડે છે.]}}
<br>
{{Right|પડદો}}
26,604

edits

Navigation menu