વંઠેલાં અને બીજી નાટિકાઓ/યશોધરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 823: Line 823:
<br>
<br>
[લીલાવતી બારણામાંથી ડોકાઈને મૂંગી ના પાડે છે. લીલાવતી નાક પર આંગળી મૂકીને યશોધરાને ચૂપ રહેવા વિનવે છે. હાથ જોડીને પગે લાગે છે. મૂક સંગીતમાં ‘અમે રે લીલુડા વનની ચરકલડી’નું ગીત ગુંજે છે.]
[લીલાવતી બારણામાંથી ડોકાઈને મૂંગી ના પાડે છે. લીલાવતી નાક પર આંગળી મૂકીને યશોધરાને ચૂપ રહેવા વિનવે છે. હાથ જોડીને પગે લાગે છે. મૂક સંગીતમાં ‘અમે રે લીલુડા વનની ચરકલડી’નું ગીત ગુંજે છે.]
<center>'''દૃશ્ય ચોથું'''</center>
[દીવાનની ખાનગી બેઠક : દીવાન ખુરસી પર બેઠા છે. સામે યશોધરા ઊભી છે.]
{{Ps
|દીવાન :
|તારું નામ યશોધરા?
}}
{{Ps
|યશોધરા :
|જી હા.
}}
{{Ps
|દીવાન :
|તું હમણાં હમણાં બહુ તોફાનો મચાવે છે, એવો તારી સામે મારા તમામ ખાતાંનો પોકાર છે, બાઈ!
}}
{{Ps
|યશોધરા :
|આપ જેને તોફાનો કહો છો તેને હું ફરિયાદો કહું છું, સાહેબ.
}}
{{Ps
|દીવાન :
|ગઈ કાલે તેં દવાખાનાના કંપાઉન્ડરને છૂટી શીશી મારી, માથામાં જખમ કર્યો, એ વાત સાચી છે કે નહિ?
}}
{{Ps
|યશોધરા :
|હા, અને એ નિર્દય માણસે એક નાના બાળકની જનેતાનો જીવ લીધો તે વાત પણ સાચી છે.
}}
{{Ps
|દીવાન :
|જીવ લીધો? શી રીતે?
}}
{{Ps
|યશોધરા :
|પૈસા વગર દવા ન મળવાથી મારી બચ્ચરવાળ પાડોશણ ન્યુમોનિયામાં સપડાઈ મરી ગઈ; અને છોકરું પણ મુવેલી માતાની છાતી ચૂસતું ચૂસતું ઉકલી ગયું.
}}
{{Ps
|દીવાન :
|એટલા માટે જ તેં શીશીનો ઘા કર્યો?
}}
{{Ps
|યશોધરા :
|હા જી, મારાથી ઉગ્ર બની જવાયું! એ તો એ લાગનો જ હતો. પણ હું મારા માટે શરમ પામું છું.
}}
{{Ps
|દીવાન :
|પરમ દિવસે તેં માણેકચોકના મેમણને કેમ છૂરી મારી?
}}
{{Ps
|યશોધરા :
|પુરુષો જે સાંભળતાં કે આચરતાં નથી લાજતા, તે હું અબળા, કહેતાં લાજી મરું છું. મહારાજ, તમે કલ્પી લેજો.
}}
{{Ps
|દીવાન :
|બાઈ, રાજ્ય કરવામાં કલ્પના ન ચાલે. સ્પષ્ટ બોલો.
}}
{{Ps
|યશોધરા :
|સાંભળો ત્યારે; ફળિયાની નિરાધાર પાડોશણ છે: એના દીકરાનાં આંગળાં કપાયાં એટલે મિલમાંથી એને રજા મળી છે. એ ડોશી માટે મેં ઘરહુન્નર ગોત્યો અને મેમણની દુકાને દડિયો કરવાનાં આંટલાં લેવા હું જતી. મેમણે મારા ઉપર કુદૃષ્ટિ કરી; એનો જવાબ મેં ચાકુથી વાળ્યો.
}}
{{Ps
|દીવાન :
|તો તમારે પોલીસમાં ફરિયાદ કરવી હતી.
}}
{{Ps
|યશોધરા :
|ફરિયાદ! બધી વાતમાં બસ ફરિયાદ જ કર્યા કરવી? અબળા જાત ફરિયાદ કરવા જઈ શકે એવો શું આંહીં સતજુગ ચાલે છે, મહારાજ? અને અબળાનું જીવતર એ શું રૂપિયાની થેલી છે, કે ફરિયાદ કર્યે પાછી મળે?
}}
{{Ps
|દીવાન :
|જોઈએ તારું ચાકુ? કેવડુંક ચાકુ રાખે છે? કાયદેસરની લંબાઈ-પહોળાઈ છે કે નહિ?
}}
{{Ps
|યશોધરા :
|[શરમાતી] ચાર આનાનું ચાકુ છે. [ગજવામાંથી કાઢીને ટેબલ પર ધરે છે.]
}}
{{Ps
|દીવાન :
|તારા ગુન્હાની ગંભીરતા કાયદો કંઈ ચાકુની થોડી-ઝાઝી કિંમત પર નહિ આંકે. સારું થયું કે એ મેમણે ફરિયાદ ન કરી.
}}
{{Ps
|યશોધરા :
|ઊલટાનો એ ફરિયાદ કરે?
}}
{{Ps
|દીવાન :
|હા, અને તું તહોમતદાર બની પકડાય. પછી તો તારે જ સાબિત કરી દેવું પડે કે તેં ચાકુ તારી આત્મરક્ષા સારુ માર્યું કે ફક્ત ચાકુની ધાર તપાસવા સારું કે કીનો લેવા સારુ.
}}
{{Ps
|યશોધરા :
|એવો કાયદો?
}}
{{Ps
|દીવાન :
|હા, એવો કાયદો. તારે તો સાક્ષી-પુરાવા પણ રજૂ કરવા પડે.
}}
{{Ps
|યશોધરા :
|તો તો એવો કાયદો ફેરવવો જોઈએ.
}}
{{Ps
|દીવાન :
|હા એ તો તારા જેવાં મોટાં ટોળાં મળશે ત્યારે કાયદો ફરશે જ ના? પચીસ-પચાસનાં પેટ ફાડીને તમારે જેલમાં જન્મટીપ ભોગવવી પડશે! અને તેં રેલ્વે સ્ટેશન પર શી ધમાલ મચાવી હતી હમણાં?
}}
{{Ps
|યશોધરા :
|મહારાજ! જ્યાં જુઓ ત્યાં સ્ત્રીજાતિનું લોહી હળવું દેખાશે. બે બચ્ચાં કેડમાં લઈને એક બાઈ ધારાનગર જતી હતી. એનો જુવાન છોકરો ત્યાં મરણ-પથારીએ પડ્યો હતો. બાઈ ગાડી ચૂકે તો દીકરાનું મોઢું ન ભાળે, વખત ભરાઈ ગયો. ટિકિટની બારી પણ ગાડી આવી ત્યારે જ ઊઘડી; અને પછી ટિકિટ-માસ્તર કહે કે સળંગ ટિકિટ ન દઉં. એ બાઈના કાલાવાલા કાને પડત તો તમે પણ રડી જાત, મહારાજ!
}}
{{Ps
|દીવાન :
|અમે રડીએ તો રાજ ન ચાલે. હાં પછી શું થયું?
}}
{{Ps
|યશોધરા :
|પછી શું? મેં ટિકિટ-માસ્તર સાથે વળીને તેને સળંગ ટિકિટ અપાવી. બીજી બાજુ એક કોળી જાતની બાઈ ડબાને બારણે બારણે’ પણ ઉતારુઓ ‘ઢેઢ! ઢેઢ! કહીને ધક્કે મારે. ત્રીજી બાજુ પોલીસના સાહેબનો સરસામાન ભરવા સારુ રેલ્વેવાળા અંતરિયાળથી ઉતારુઓને ઉતારી મેલી એક ડબા ઉપર ‘રિઝર્વ્ડ’ પાટિયું મારવા આવ્યા.
દીવાન : અને તમે પાટિયું ફેંકી દીધું?
}}
{{Ps
|યશોધરા :
|હા જી.
}}
{{Ps
|દીવાન :
|[સ્વગત] રૈયતમાં આવી તાકાત જાગે, તો રાજ્યનો કારભાર નિર્મળ ને સરલ થઈ જાય! [પ્રકટ] અને તમે ઇજનેરનું અપમાન શા સારુ કર્યું?
}}
{{Ps
|યશોધરા :
|અપમાન નથી કર્યું, આજીજીઓ કરી છે. મહારાજ, તમારાથી એ બધું નહિ સમજાય. ફક્ત ચાર જ દિવસ મારાં બાસાહેબને મારે ઘેર રહેવા મોકલો. પછી એને જાણ થશે કે આ રાજ્યની અબળાઓને ન્હાવાધોવાનાં, પેશાબઝાડે જવાનાં અને અસૂર સવાર બહાર નીકળવાનાં શાં શાં સંકટો છે. એને એ સમજાશે. આપને નહિ સમજાય. આપ પુરુષ છો.
}}
{{Ps
|દીવાન :
|અમે પુરુષ થયા એ શું અમારો અપરાધ છે?
}}
{{Ps
|યશોધરા :
|ના, અમારાં હતભાગ્ય છે.
}}
{{Ps
|દીવાન :
|ઠીક, જાઓ, કજિયા કરશો નહિ.
}}
{{Ps
|યશોધરા :
|મારાં બાસાહેબને તેડવા ક્યારે આવું?
}}
{{Ps
|દીવાન :
|[હસીને] એ હું કહેવરાવીશ, જાઓ. [યશોધરા જાય છે.]
}}
{{Ps
|દીવાન :
|[સ્વગત] કેવી પ્રતાપવંત કુમારિકા! મને મારી મરી ગયેલી દીકરી સાંભરે છે.
}}
26,604

edits

Navigation menu