વંઠેલાં અને બીજી નાટિકાઓ/યશોધરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

Line 1,027: Line 1,027:

{{Space}}[પતિ ચાલ્યો જાય છે. લીલાવતી વીંગ ઝાલીને ઊભી રહે છે. પતિની પાછળ તાકી રહે છે. માથું ઢાળી જાય છે. ‘અમે રે લીલૂડા વનની ચરકલડી’ એ વિમળાનું ગીત વાગે છે. ધીરે ધીરે લીલાવતી વીંગની પાછળ વળી જાય છે.]
{{Space}}[પતિ ચાલ્યો જાય છે. લીલાવતી વીંગ ઝાલીને ઊભી રહે છે. પતિની પાછળ તાકી રહે છે. માથું ઢાળી જાય છે. ‘અમે રે લીલૂડા વનની ચરકલડી’ એ વિમળાનું ગીત વાગે છે. ધીરે ધીરે લીલાવતી વીંગની પાછળ વળી જાય છે.]
'''દૃશ્ય છઠ્ઠું'''
[પ્રભાત : યશોધરાના ઘરનો ઓરડો : યશોધરા એકલી અગરબત્તી પ્રગટાવીને નિરાકાર દેવની પ્રાર્થના કરે છે.]
:પ્રાર્થના-ગાન :
<poem>

રમ્ય મૂર્તિ નાથની શી દૃષ્ટિએ તરી રહી!
દિવ્ય કાંતિ કાંત કેરી હૃદયમાં રમી રહી —
{{Right|[અવાજ ઊંચો ચઢાવે છે.]}}
જોઉં વાયુમાં ઊડન્તી;
જોઉં વારિમાં તરન્તી;
આસપાસ એ હસન્તી,
જહિં તહિં વિલસી રહી.

</poem>
{{Right|[મોં ઉપર હાથ ફેરવીને કંઈક ભૂંસવા મથે છે, ફરી ગાય છે.]}}

રમ્ય મૂર્તિ નાથની —
{{Ps
|યશોધરા :
|[ગાતી અટકી જઈ] ના, ના, આજે ભજન જામતું નથી. નાથની રમ્ય મૂર્તિ આજે દૃષ્ટિએ નથી તરવરતી.

{{Right|[આંખો ચોળીને]}}

ઓહ! મારો આત્મસંતોષ આ અગરબત્તીના ધુમાડામાં ગળી ચાલ્યો જાય છે.

મને શું યાદ આવે છે —

{{Right|[થોડી વારે]}}
હાં, મારી દૃષ્ટિએ સોનાનો કટકો તરવરે છે : આજે સાંજે મને સુવર્ણચંદ્રક આપવાના છે, એ તરવરે છે. ગવર્નર મહેમાન છે, તેમને હાથે ચંદ્રક મળવાનો છે મને.

{{Right|[થોડી વાર થંભે છે. પછી બોલે છે.]}}
મને અનાથ-આશ્રમ સોંપાશે. હું શેરીના જીવનમાંથી દૂર પડી જઈશ. વિમળા! લીલાવતી! ત્રિવેણીબહેન! તમે બધાં મને રોકી રહ્યાં છો, ખરું? મારી આડે ફરી ઊભાં છો.

{{Right|[થંભે છે. આંખો બીડે છે.]}}

મારે તો શેરીમાં જ, શેરીની ગંદકીમાં જ, શેરીનાં સુખદુઃખને જ ખોળે મરવું હતું.

{{Right|[ઘરમાં કોઈનો ઓળો પડે છે. યશોધરા ચમકે છે.]}}
{{Ps
|યશોધરા :
|કોણ છે?

{{Right|[છાપાનો રીપોર્ટર પ્રવેશ કરે છે. નાક પર ચશ્માં : હાથમાં નોટ અને ફાઉન્ટનપેન : લખવાની શરૂઆત જ કરતો હોય એવો સુસજ્જ દમામ.]}}
{{Ps
|રીપોર્ટર :
|જી, એ તો હું ‘ઝગઝગાટ’ પત્રની ઑફિસમાંથી આવું છું. અમારે આપનું જીવનચરિત્ર આલેખવું છે. આપ કહેતા જાઓ, હું ટપકાવી લઉં.

{{Ps
|યશોધરા :
|ભાઈ, મારી કને લખાવવા જેવું કશું જ નથી.

{{Ps
|રીપોર્ટર :
|એ આપની નમ્રતાનો ગુણ છે. થોડુંક તો કહો! રંગો તો અમે અમારી મેળે જ પૂરી લેશું.

{{Ps
|યશોધરા :
|ભાઈ, મને ક્ષમા કરો. મને અત્યારે ઠીક નથી.

{{Ps
|રીપોર્ટર :
|આપનો એકાદ ફોટોગ્રાફ —

{{Ps
|યશોધરા :
|શું કરશો?

{{Ps
|રીપોર્ટર :
|બ્લૉક બનાવીને ‘ઝગઝગાટ’ને પહેલે પાને ‘વિનયવંત વીરાંગના’ નામથી છાપશું.

{{Ps
|યશોધરા :
|હું જોઉં, મારી એક જૂની છબી છે. [શોધવા ચાલે છે. પાછી થંભે છે.] ભાઈ, હું ભૂલી. મારી પાસે છબી નથી.

{{Ps
|રીપોર્ટર :
|આપ બહાર આવો તો હું જ આપનો સ્નૅપ લઈ લઉં.

{{Ps
|યશોધરા :
|ભાઈ, અત્યારે તો તમે જાઓ. મારે શાંતિની જરૂર છે.

{{Ps
|રીપોર્ટર :
|આપ આવાં શરમાળ રહેશો તો જાહેર જીવનમાં કામ શી રીતે કરશો? જરી માથું ઊંચકો, માથું ઊંચકો, બહેન! તમારે ખાતર નહિ, પણ સ્ત્રીજાતિને ખાતર, દેશને ખાતર, જગતને ખાતર —

{{Ps
|યશોધરા :
|ભાઈ, હવે તમે જાઓ, હું ક્ષમા માગું છું.

{{Right|[રીપોર્ટર જાય છે. જતો જતો —]}}
{{Ps
|રીપોર્ટર :
|[સ્વગત] છ મહિના પછી એ-ની એ યશોધરા છાપામાં સામેથી દોડી આવશે. આજ છો ચમકતી! [ચાલ્યો જાય છે.]

{{Ps
|યશોધરા :
|[એકલી પડીને] મને કેવી ફાળ પડી! જાણે લીલાવતીના દેહનો ઓળો પડ્યો એવું લાગ્યું. મને હવે એમ થાય છે, કે આજ સવારે મેં લીલાવતીને કેમ મારી પાસે ન બોલાવી? એને પંપાળવાનું મને કેમ ન સૂઊયું? હું હમણાં જ એને બોલાવી લઉં. [યશોધરા ઊઠે છે. ત્યાં તો ફરીને બારણું ઊઘડે છે. મહિલાસમાજનાં પ્રમુખ શરદગૌરી પ્રવેશ કરે છે.]

{{Ps
|શરદગૌરી :
|કેમ યશોધરાબહેન! તમારું ભાષણ તૈયાર છે ને? હું તમને બરાબર પોણાત્રણ વાગ્યે મારી ગાડી લઈને લેવા આવીશ; ભાષણ તૈયાર જોઈએ, હાં કે? અને કૃપા કરીને આજ તો આ મારી સાડી પહેરજો. [સાડી આપે છે.] કંકુનો ચાંદલો પણ કરજો. તમારા રોજના ઢંગ નહિ ચાલે. લ્યો, જે જે, આવું છું ત્યારે. અત્યારે તો મારે હજુ ઘણે ઠેકાણે નિમંત્રણો વહેંચવા જવું છે. કોણ જાણે ક્યારે જમવા ભેગી થઈશ! મારો બાબો પણ હવે તો જાગીને રડતો હશે! લ્યો, જે જે! [ચાલી જાય છે.]

{{Ps
|યશોધરા :
|[સ્વગત] કેવી લલચામણી છે આ સેવાજીવનની ઉપલી શોભા! અનાથ-આશ્રમના બંગલામાં વસવું, ઘોડાગાડી, નોકરો, મોટી ઓળખાણો, ભાષણો, છાપામાં છબીઓ — શેરી માતા! અહીં જ ક્યાંક સંઘરને મને! લીલાવતીને હું શી રીતે છોડીશ? એનો વર એને સાચવી જાણતો નથી. એ છોકરી મને એવી તો વીંટળાઈ છે. જેવી વેલી વાડ્યને વીંટળાય. એનું મોં આજે કેવું પડી ગયું હતું! પોચી પોચી ગાભા જેવી બાપડી! મને ચંદ્રક મળશે, ને એને જાણે સગી મા જતી રહેશે!

[નેપથ્યમાં કારમી ચીસો : ‘બળું છું! બળું છું : દોડજો! દોડજો!’ યશોધરા ચમકે છે. ગદાધર દોડતો આવે છે.]
{{Ps
|ગદાધર :
|[હાંફતો] જશુબેન! ઓ જશુબેન! લીલાબેન સળગી જાય. દોડો દોડો!

{{Right|[દોડતો બહાર ચાલ્યો જાય છે.]}}
{{Ps
|યશોધરા :
|લીલાવતી સળગી! હો પ્રભુ! આખરે સળગાવી! દોડો! દોડો!

{{Right|[યશોધરા દોટ કાઢે છે. નેપથ્યમાં કોલાહલ થાય છે. થોડીવારે ગદાધર દોડતો આવે છે દોડતો દોડતો બૂમો પાડે છે.]}}
{{Ps
|ગદાધર :
|માલતી! ઓ માલતી! આપણે રઝળી પડ્યાં.

{{Right|[રડે છે.]}}
{{Ps
|માલતી :
|[દોડતી આવે છે.] કેમ, વીરા! શું છે? શું છે, ભાઈ! [બાઝી પડે છે.]

{{Ps
|ગદાધર :
|જશુબેન બળી ગયાં.

{{Ps
|માલતી :
|જશુબેન! શી રીતે?

{{Ps
|ગદાધર :
|લીલાબેન સળગ્યાં તેને ઓલવવા જતાં. ઓ મારી બેન! [રડે છે, દોડે છે.]

{{Ps
|માલતી :
|છાનો રહે, વીરા! ચીસો પડાય? ચાલ, ક્યાં છે જશુબેન? [જાય છે.]

{{Right|[થોડી વારે સામેથી જ બે ખાટલામાં બે દાઝેલી સ્ત્રીઓને લાવવામાં આવે છે. એક યશોધરા છે. બીજી લીલાવતી છે. બન્ને હજુ જીવે છે. પોલીસ ફોજદાર લીલાવતીના પતિને હકીકત પૂછે છે.]}}
{{Ps
|પહેલો સિપાઈ :
|સાહેબ, આ પેલી બળતી હતી તે સ્ત્રી લીલાવતી, અને તેને બચાવવા જતાં પોતે સળગી ગયેલ આ બાઈ યશોધરા.

{{Ps
|બીજો સિપાઈ :
|અને આ લીલાવતીનો પતિ, સાહેબ!

{{Ps
|ફોજદાર :
|આ બાઈ તમારે શું થાય?

{{Ps
|લીલાવતીનો પતિ :
|મારી સ્ત્રી હતી.

{{Ps
|યશોધરા :
|[વેદનાભરપૂર સ્વરે] હતી! ઓ! બસ હતી કે?

{{Ps
|ફોજદાર :
|તું શાંત રહે, બાઈ. હાં, તે એ શી રીતે સળગી?

{{Ps
|પતિ :
|[ઠંજે કલેજે] પ્રાઇમસ સળગાવતા જતાં સાડલો દાઝ્યો જણાય છે.

{{Ps
|ફોજદાર :
|[લીલાવતી પ્રત્યે] હેં બાઈ! તું શી રીતે સળગી?

{{Ps
|લીલાવતી :
|એ સાચું કહે છે. હું પ્રાઈમસ....

{{Ps
|યશોધરા :
|[પથારીમાંથી જોર કરીને બેઠી થઈ] જૂઠું! જૂઠું! જૂઠું! હું ઓલવવા ગઈ ત્યારે આ પિશાચો ઊભાં હતાં. બાઈ દોડતી હતી. પણ એ ઓલવવા ય નહોતાં જતાં. ઓ! જૂઠી વાત! કાલે સાંજે એ પાણી ભરવા જતી હતી ત્યારે પણ રડતી હતી. મારી ભીંતે ઊભીને મને કહેતી હતી કે ‘જશુબહેન! આવજો!’

{{Ps
|લીલાવતીનો પતિ :
|એ બાઈ નકામી લવરી કરે છે. આપ જુઓ, પ્રાઈમસ ત્યાં જ પડ્યો છે.

{{Ps
|યશોધરા :
|ફોજદાર સાહેબ, એ પાછળથી મૂકેલો છે. એ બધી કપટજાળ છે. લીલીને રોજ માર પડતા. એના રુદન સાંભળી અમે પણ સૂઈ નહોતાં શકતાં. ઓહ!

{{Ps
|લીલાવતી :
|જશુબેન, શા સારુ મારી છેલ્લી ઘડી બગાડો છો? ઓ...હ!

{{Ps
|યશોધરા :
|લીલાવતી, તું સાચું કહે છે. આ ધમપછાડા મૃત્યુને આરે શોભતા નથી. હું પામર છું તારી સરખામણીમાં, બહેન! મારો મોહ ભેદાતો નથી હજુ. ઓહ! ઓહ! ઓહ! —

{{Ps
|લીલાવતી :
|રામ! રામ! રામ! કરો — જશુબેન! આપણે સાથે જઈએ છીએ.

{{Ps
|યશોધરા :
|લીલી, મને આજ સાચા સુવર્ણચંદ્રકો મળ્યા. ઈશ્વરી ચંદ્રકો. ઓ-હો-હો—

{{Ps
|લીલાવતી :
|રામ! રામ! રામ!

{{Ps
|યશોધરા :
|લીલી, તારા વરને ક્ષમા આપ. અત્યારે કંજૂસ બનીશ ના, બહેન!

{{Ps
|લીલાવતી :
|એમને ય ક્ષમા — સહુને ક્ષમા —
{{Space}}ગદાધર ને માલતી દોડતાં આવે છે. યશોધરાની પાસે ઘૂંટણભર બેસે છે. ડુસકો ભરે છે.]

{{Ps
|યશોધરા :
|[ગદાધરને પંપાળતી ધીરે ધીરે] ગદુ! રડાય, ગાંડા? હનુમાનજતિ બનવાની હોંશવાળો ભાયડો રડે કે? જો રડીશ ને, તો તને હનુમાનજી જેવી પૂંછડી ઊગશે હો પોતે વેદનામાં પણ હસવા યત્ન કરે છે.]

{{Right|[ગદાધર રડતો રડતો હસી પડે છે.]}}
{{Ps
|યશોધરા :
|[ધીરા પડતા સ્વરે] હાં, હવે બહાદુર ખરો... જો મોટો થજે,...... ઈજનેર બનજે,...... શહેરમાં પાણીની ટાંકી બાંધજે...... મોટું સરોવર કરાવજે. પછી મને એ સરોવર ખુલ્લું મૂકવા બોલાવજે, હો ગદુ! ઓહ — ઓહ — ઓહ —

{{Ps
|ગદાધર :
|[યશોધરાની સામે અશ્રુભરી તોયે પ્રસન્ન દૃષ્ટિથી [નિહાળતો] જશુબહેન, મને આટલું બધું આપ્યું, હવે માલતીને ય કંઈક આપો.

{{Ps
|યશોધરા :
|[બીજો હાથ પસારતી ક્ષીણ કંઠે] માલતી ક્યાં? હવે મારી આંખો દેખી શકતી નથી. માલતી! [માલતીના માથા પર અડકીને] આ રહી. માલતીને તો હું એના અંબોડાથી યે ઓળખી પાડું. માલતી, તને શું આપું? આપું? ઝીલી શકીશ? ધગધગતા અંગાર આપું છું, હો! માલતી, સરસ્વતી બનજે! ને નટી બનવું પડે તો નટી બનજે, પણ—પણ—પરણીશ નહિ, લગ્ન કરીશ નહિ. ઓહ! ઓહ! ઓહ!

{{Ps
|લીલાવતી :
|રામ! રામ! રામ!

{{Ps
|યશોધરા :
|લીલાવતી! તારું વહાલું ગીત — [ગાવા પ્રયત્ન કરે છે.] અમે રે–લી–લૂ–ડા–વન–ની ચરક–લ–ડી–ઉ–ડી–જા–શું પરદેશ—જો! ઉ–ડી–જા–શું. [સ્વરો તૂટે છે.યશોધરા લીલાવતીનાં શરીર પર પોતાનો હાથ ઢાળે છે. સ્તબ્ધ બને છે. [સહુ માથાં ઢાળી જાય છે.]

{{Right|[દાક્તર, દીવાન, ઈજનેર, પોલીસ અધિકારી વગેરે રાજપુરુષો શાંત પગલે પ્રવેશ કરે છે. દાક્તર હળવે પગલે યશોધરાના દેહ પાસે જાય છે. નાડી તપાસે છે. દીવાનની સામે જોઈને માથું ધુણાવે છે. સહુ હાથ જોડી ઊભા રહે છે.]}}
{{Ps
|દીવાન :
|[ધીરગંભીર અવાજે] અધિકારી બંધુઓ! જીવી ત્યાં સુધી એ આપણી ચોકીદાર હતી. મુવેલી હવે એ આપણી પુત્રી બની. આજ સાંજની સભા, ઉત્સવ-સભા મટીને સ્મરણ-સભા બનશે. મારે કરવાની જાહેરાત હું ત્યાં કરીશ. યશોધરાને હું નહિ મરવા દઉં. એ જીવશે – લોકહિતની આપણી જાહેરાતમાં. એના શબને હું વંદના દઉં છું. [વંદે છે.]

{{Right|[સહુ વંદે છે. પડદો પડે છે.]}}
26,604

edits

Navigation menu