સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/રાણજી ગોહિલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રાણજી ગોહિલ|}} {{Poem2Open}} ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસે આથમણી દિશાનાં આઘાં-આઘાં ઝાડવાં વચ્ચે રોજ જ્યારે રુંઝ્યો રડતી હોય, કંકુડાં ઢોળાતાં હોય, માથે ચાંદો ને ચાંદરણું નીતરતાં હોય, ત્યારે પણ કિલ્લો તો કોઈ ધૂંધળીમલ જેવો ધૂંધળાવરણો અને એકલવાયો જ પડીને ઊભો હોય છે.
<big>ઊં</big>ચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસે આથમણી દિશાનાં આઘાં-આઘાં ઝાડવાં વચ્ચે રોજ જ્યારે રુંઝ્યો રડતી હોય, કંકુડાં ઢોળાતાં હોય, માથે ચાંદો ને ચાંદરણું નીતરતાં હોય, ત્યારે પણ કિલ્લો તો કોઈ ધૂંધળીમલ જેવો ધૂંધળાવરણો અને એકલવાયો જ પડીને ઊભો હોય છે.
હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દીવાલને ઘસીને નદીઓ ચાલી જાય છે. કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલા ને રાણીઓને નદીની ક્રીડા નીરખવા માટે જુક્તિદાર ઓરડા બંધાવેલા છે. હજુયે એક વાર એ રવેશમાં ઊભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓને નીરખીએ, ગરાસિયાનાં ઘોડાં ખેલતાં ભાળીએ, જુવાનોની કુસ્તી જોઈએ, ચારણોના છંદો અને કુમારિકાઓનાં વૃંદના રાસડા સાંભળીએ ત્યારે કાળ છસો વરસ પાછો ખસી જાય, અને એ વિલાસી રાજા રાણજીના હાસ્ય-કલ્લોલ તથા રાણીઓનાં કરુણ રોણાં કાને અથડાય છે.

એ ગામ રાણપુર : એ બે નદીઓ સુકભાદર અને ગોમા : રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો એ તે કિલ્લો કે ક્રીડામહેલ!

Line 12: Line 12:
છોકરા વિનાની માતાએ અમદાવાદ જઈને ચોધાર આંસુએ મહમદશાહ બેગડા પાસે વાત કહી. મહમદશાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી. રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે; પરંતુ રાજાને કોણ કહેવા જાય? દુર્મતિઓ રાજા તો રણવાસમાં અહોરાત ગુલતાન કરે છે. બહારની દુનિયામાં ડોકિયું પણ કરતો નથી. સહુને બીક લાગે છે કે કહેવા જનાર જીવતો પાછો નહિ નીકળે.

પછી તો એક ચારણે હિંમત કરી. અંદર જવાનો રસ્તો તો બંધ હતો, એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો : “એ બાપ રાણા! —  

{{Poem2Close}}
<poem>
<center>
રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,  
રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,  
ખત્રિ! ચોપડ-ખેલ, ગોહિલ કાં લાગો ગળો?
ખત્રિ! ચોપડ-ખેલ, ગોહિલ કાં લાગો ગળો?
[હે રાણા! હવે તો રમત છોડ. શત્રુનું સૈન્ય તારે સીમાડે કનારા ગામ સુધી આવી પહોંચ્યું, હે ક્ષત્રિય! ચોપાટની રમત શું તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો?]
</poem>
</center>
{{Poem2Open}}
'''[હે રાણા! હવે તો રમત છોડ. શત્રુનું સૈન્ય તારે સીમાડે કનારા ગામ સુધી આવી પહોંચ્યું, હે ક્ષત્રિય! ચોપાટની રમત શું તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો?]'''
ચારણના શબ્દો કાને પડતાં તો ચોપાટના પાસા ફગાવીને રાણો ઊભો થયો. રાણીઓને ભલામણ દીધી કે “જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિ પર ઊડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું. પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજજો કે મારો દેહ પડી ગયો.”

રાણીઓએ ઉત્તર દીધો : “પણ રાજા, જોજો હો, એ વાવટો પડ્યા પછી અમે ચોરાશીમાંથી એકેય જીવતી નહિ રહીએ.”

Line 24: Line 30:
મુસલમાન ફોજ રાણપુર આવી. કિલ્લો હાથ કર્યો. રાણી તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઈને એક દાસી રાણજીના ભાઈને ઘેર ઉમરાળા નાસી ગઈ.

હજુય જાણે એ રાજમહેલના ખંડેરમાં ચોરાશી મુખોના કલકલ હાસ્યધ્વનિ ગાજે છે, સામસામી તાળી દેતા એ સુંદર સુકોમળ હાથની ઘૂઘરીજડિત ચૂડલીઓ જાણે રણઝણી રહે છે; ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે; અને છેવટે ગુંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ —  
હજુય જાણે એ રાજમહેલના ખંડેરમાં ચોરાશી મુખોના કલકલ હાસ્યધ્વનિ ગાજે છે, સામસામી તાળી દેતા એ સુંદર સુકોમળ હાથની ઘૂઘરીજડિત ચૂડલીઓ જાણે રણઝણી રહે છે; ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે; અને છેવટે ગુંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ —  
{{Poem2Close}}
<poem>
<center>
રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,  
રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,  
ખત્રિ! ચોપડ-ખેલ, ગોહિલ કાં લાગો ગળો?
ખત્રિ! ચોપડ-ખેલ, ગોહિલ કાં લાગો ગળો?
</poem>
</center>
{{Poem2Open}}
અને એ પહોળો કૂવો! ચોરાશી સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હીબકાં નહિ ભરતાં હોય?

આજ એ કિલ્લાની નદી તરફની આખી દીવાલ મોજૂદ છે. અંદરના ભાગમાંથી ધોબી લોકો છીપરાં કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે. પૂર્વ દિશા પર દીવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે. એ દરવાજાનાં કમાડ પડી ગયાં છે. કમાડ પર છસો ચોમાસાં વરસી ગયાં, પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી બધું છિન્નભિન્ન છે.

[કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહિ પણ કોઈ મુસલમાન સૂબાએ બંધાવ્યો છે, અને ‘રાણાનો કોટ’ નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો. ત્યાં જે કોઈ કોઈ ખંડેરો દેખાય છે તે રાણાના કોટનાં છે.]
'''[કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહિ પણ કોઈ મુસલમાન સૂબાએ બંધાવ્યો છે, અને ‘રાણાનો કોટ’ નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો. ત્યાં જે કોઈ કોઈ ખંડેરો દેખાય છે તે રાણાના કોટનાં છે.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સેજકજી
|next = મોખડોજી
}}
26,604

edits

Navigation menu