19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અસ્થિઓ વીણ્યાં : ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો|}} {{Poem2Open}} લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી] મારા ટાંચણમાં માણસ, મિતિ અને ગામનું નામ નોંધાયેલા મળે છે : વિક્ટર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી] | <center>[લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી]</center> | ||
મારા ટાંચણમાં માણસ, મિતિ અને ગામનું નામ નોંધાયેલા મળે છે : | <center>મારા ટાંચણમાં માણસ, મિતિ અને ગામનું નામ નોંધાયેલા મળે છે :</center> | ||
વિક્ટર : તા. 19-11-27 : પસાયતો સંધી. | {{Right|વિક્ટર : તા. 19-11-27 : પસાયતો સંધી.}}<br> | ||
યાદ આવે છે : વિક્ટર મહાલના વહીવટદાર ભાઈ અબ્દલ્લા ગાગનાણીનો મહેમાન બનેલો. કૉલેજકાળના એ સહાધ્યાયી. ક્રિકેટ-ટૅનિસના અવલ દરજ્જાના ખેલાડી તરીકે મારા જેવા બિનખેલાડીના સન્માનિત ’27માં એ વહીવટદાર દરજ્જે હતા. મને ડુંગર-રાજુલા વગેરે ગામોમાં ફેરવીને વાતો કહેનારાઓનો સુયોગ કરાવ્યો હતો. તે વખતે હું હતો બહારવટિયા જોગીદાસ ખુમાણની કાળી શોધમાં. એ શિરોમણિ બહારવટિયાની લીલાભૂમિમાં હું ભટકતો હતો. એને નામે બોલાતી અકેક ઘટનાને ચકાસતો ચકાસતો હું નવા નવા સાહેદોને શોધતો હતો. એમાં ડુંગર ગામનો આ દરબારી સંધી પસાયતો ભેટી ગયો. ડુંગરથી વિક્ટર ત્રણેક ગાઉને માર્ગે, અમે ઘોડાગાડીમાં, અને એ પડખે પડખે પગપાળો હીંડતો વાતો કરતો આવે. છેક વિક્ટર સુધીનો મારો પંથ એ પસાયતાએ જોગીદાસ ખુમાણા ઘોડાની રજ-ડમ્મરે જાણે ધૂંધળો કરી આપ્યો. હમણાં જ જાણે જોગીદાસ આંહીંથી નીકળ્યા હતા : એનાં ઘોડાંના ડાબલા જાણે કે એ રસ્તા પર તાજા પડેલા હતા : મારે ને બહારવટિયાને જાણે કે ઘડી-બ-ઘડીનું જ છેટું પડ્યું હતું. | યાદ આવે છે : વિક્ટર મહાલના વહીવટદાર ભાઈ અબ્દલ્લા ગાગનાણીનો મહેમાન બનેલો. કૉલેજકાળના એ સહાધ્યાયી. ક્રિકેટ-ટૅનિસના અવલ દરજ્જાના ખેલાડી તરીકે મારા જેવા બિનખેલાડીના સન્માનિત ’27માં એ વહીવટદાર દરજ્જે હતા. મને ડુંગર-રાજુલા વગેરે ગામોમાં ફેરવીને વાતો કહેનારાઓનો સુયોગ કરાવ્યો હતો. તે વખતે હું હતો બહારવટિયા જોગીદાસ ખુમાણની કાળી શોધમાં. એ શિરોમણિ બહારવટિયાની લીલાભૂમિમાં હું ભટકતો હતો. એને નામે બોલાતી અકેક ઘટનાને ચકાસતો ચકાસતો હું નવા નવા સાહેદોને શોધતો હતો. એમાં ડુંગર ગામનો આ દરબારી સંધી પસાયતો ભેટી ગયો. ડુંગરથી વિક્ટર ત્રણેક ગાઉને માર્ગે, અમે ઘોડાગાડીમાં, અને એ પડખે પડખે પગપાળો હીંડતો વાતો કરતો આવે. છેક વિક્ટર સુધીનો મારો પંથ એ પસાયતાએ જોગીદાસ ખુમાણા ઘોડાની રજ-ડમ્મરે જાણે ધૂંધળો કરી આપ્યો. હમણાં જ જાણે જોગીદાસ આંહીંથી નીકળ્યા હતા : એનાં ઘોડાંના ડાબલા જાણે કે એ રસ્તા પર તાજા પડેલા હતા : મારે ને બહારવટિયાને જાણે કે ઘડી-બ-ઘડીનું જ છેટું પડ્યું હતું. | ||
સિલસિલાબંધ કરીને મૂકી આપેલી એ જોગીદાસ-કથા જ્યારે તમે વાંચતા હશો, ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટિયાનાં વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ, સહુ એવો સંતોષ ને દાવો ધરાવતા હશે કે આ તો છે પ્રચલિત સાહિત્ય, આ તો છે સર્વકોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ આ સત્ય સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટલેકેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી મારે વાણા-તાણા કરવા પડ્યા છે. ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકારી બુજરગ નાગર સ્વ. ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સૂરા બારોટે, જેઠસૂર બારોટે, ગઢવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, આ ડુંગરના સંધી પસાયતાએ — નામો જેનાં નથી સાંભરતાં એવા બીજા પણ કેટલા કેટલાએ, અક્કેક અસ્થિ આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું; અને તેના પર ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો. | સિલસિલાબંધ કરીને મૂકી આપેલી એ જોગીદાસ-કથા જ્યારે તમે વાંચતા હશો, ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટિયાનાં વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ, સહુ એવો સંતોષ ને દાવો ધરાવતા હશે કે આ તો છે પ્રચલિત સાહિત્ય, આ તો છે સર્વકોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ આ સત્ય સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટલેકેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી મારે વાણા-તાણા કરવા પડ્યા છે. ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકારી બુજરગ નાગર સ્વ. ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સૂરા બારોટે, જેઠસૂર બારોટે, ગઢવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, આ ડુંગરના સંધી પસાયતાએ — નામો જેનાં નથી સાંભરતાં એવા બીજા પણ કેટલા કેટલાએ, અક્કેક અસ્થિ આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું; અને તેના પર ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો. | ||
| Line 12: | Line 12: | ||
કે’, ‘ભલે, હાલો’. | કે’, ‘ભલે, હાલો’. | ||
વાત એમ હતી કે હરસૂર ખુમાણ વિશે ચારણે નીચે મુજબ હડૂલો કહ્યો હતો : | વાત એમ હતી કે હરસૂર ખુમાણ વિશે ચારણે નીચે મુજબ હડૂલો કહ્યો હતો : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
વરૂ, કોટીલા, ને ધાંખડા, સાંભળજો સઉ, | વરૂ, કોટીલા, ને ધાંખડા, સાંભળજો સઉ, | ||
મેથાળે હરસો હુઓ, લૈ ગ્યો વરુઓની વઉ. | મેથાળે હરસો હુઓ, લૈ ગ્યો વરુઓની વઉ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે વરૂ, કોટીલા ને ધાખડા નામે ત્રણેય શાખાના બાબરીઆઓ! મેઘાળ ગામનો હરસૂર ખુમાણ તમારી વરૂઓની વહુને લઈ ગયો છે.] | [હે વરૂ, કોટીલા ને ધાખડા નામે ત્રણેય શાખાના બાબરીઆઓ! મેઘાળ ગામનો હરસૂર ખુમાણ તમારી વરૂઓની વહુને લઈ ગયો છે.] | ||
કોઈની સવેલી ઉપાડી લાવ્યો હશે. એ મશ્કરીના ડંખથી આ નાગેશરી ગામના ઓઘડ વરુએ હરસૂર ખુમાણને માર્યો હશે. | કોઈની સવેલી ઉપાડી લાવ્યો હશે. એ મશ્કરીના ડંખથી આ નાગેશરી ગામના ઓઘડ વરુએ હરસૂર ખુમાણને માર્યો હશે. | ||
edits