18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માછીમારણની કૂખે માણેક|}} {{Poem2Open}} આંબલી બોરડીની ઠાંસોઠાંસ અટવી : ભુંભલા થોરની ગીચ અંધારી ઝાડી : ધોળે દિવસે પણ ગભરાવી નાખે એવું એક ગાઉનું જંગલ : એવા કારમા પંથ કાપીને જાત્રાળુ ગોમત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આંબલી બોરડીની ઠાંસોઠાંસ અટવી : ભુંભલા થોરની ગીચ અંધારી ઝાડી : ધોળે દિવસે પણ ગભરાવી નાખે એવું એક ગાઉનું જંગલ : એવા કારમા પંથ કાપીને જાત્રાળુ ગોમતીજીને કાંઠે પહોંચે. ત્યાં આસમાની દરિયાની છોળો ઊછળીને રણછોડરાયના પગ પખાળે છે. ‘જે રણછોડ! જે રણછોડ!’ લલકારતો જાત્રાળુ ઓખામંડળની ઝાડી વીંધે છે, રૂપાળા દરિયા ને કારમા વગડાની વચ્ચે એને કાબા લૂંટી ખાય છે. જાત્રાળુ પોતાને દેશ જઈને ગીતો ગાય છે : | આંબલી બોરડીની ઠાંસોઠાંસ અટવી : ભુંભલા થોરની ગીચ અંધારી ઝાડી : ધોળે દિવસે પણ ગભરાવી નાખે એવું એક ગાઉનું જંગલ : એવા કારમા પંથ કાપીને જાત્રાળુ ગોમતીજીને કાંઠે પહોંચે. ત્યાં આસમાની દરિયાની છોળો ઊછળીને રણછોડરાયના પગ પખાળે છે. ‘જે રણછોડ! જે રણછોડ!’ લલકારતો જાત્રાળુ ઓખામંડળની ઝાડી વીંધે છે, રૂપાળા દરિયા ને કારમા વગડાની વચ્ચે એને કાબા લૂંટી ખાય છે. જાત્રાળુ પોતાને દેશ જઈને ગીતો ગાય છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
અસી કોસકી ઝાડી લગત હે! | અસી કોસકી ઝાડી લગત હે! | ||
કાબા કઠિન કઠોર, દ્વારકા મેં રાજ કરે રણછોડ! | કાબા કઠિન કઠોર, દ્વારકા મેં રાજ કરે રણછોડ! | ||
ડંડા કુંદા છીન લેત હે! | ડંડા કુંદા છીન લેત હે! | ||
તુંબા ડારત ફોડ, દ્વારકામેં રાજ કરે રણછોડ! | તુંબા ડારત ફોડ, દ્વારકામેં રાજ કરે રણછોડ! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
જળમાં કોઈ વહાણ ન હેમખેમ જાય ને થળમાં ન જાત્રાળુ વણલૂંટ્યો જાય. એનું નામ જ ઓખો! ઓખો એટલે વિકટ : એવા ઓખામંડળમાં એક દિવસ કેવી બીના બની રહી હતી? | જળમાં કોઈ વહાણ ન હેમખેમ જાય ને થળમાં ન જાત્રાળુ વણલૂંટ્યો જાય. એનું નામ જ ઓખો! ઓખો એટલે વિકટ : એવા ઓખામંડળમાં એક દિવસ કેવી બીના બની રહી હતી? | ||
સોળ વરસની એક કુંવારિકા : તળાવની પાળેથી પાણી ભરીને ચાલી આવે છે : માથા ઉપર છલોછલ ભરેલી હેલ્ય અને બેય હાથમાં ત્રણ-ત્રણ વરસની દૂધમલી બે ખડેલી પાડીઓ : જોરાવર ખડેલીઓ રણકતી રણકતી મોટા ઠેકડા મારતી આવે છે પણ પનિયારીના માથા પરનું બેડું જરીકે ડગમગતું-છલકતું નથી. એને મન તો આ ખડેલીઓ જાણે હાથમાં ઉંદરડીઓ રમતી આવતી હોય એવી લાગે છે. એની મુખમુદ્રામાં કે કાયામાં ક્યાંય થડકાર નથી. | સોળ વરસની એક કુંવારિકા : તળાવની પાળેથી પાણી ભરીને ચાલી આવે છે : માથા ઉપર છલોછલ ભરેલી હેલ્ય અને બેય હાથમાં ત્રણ-ત્રણ વરસની દૂધમલી બે ખડેલી પાડીઓ : જોરાવર ખડેલીઓ રણકતી રણકતી મોટા ઠેકડા મારતી આવે છે પણ પનિયારીના માથા પરનું બેડું જરીકે ડગમગતું-છલકતું નથી. એને મન તો આ ખડેલીઓ જાણે હાથમાં ઉંદરડીઓ રમતી આવતી હોય એવી લાગે છે. એની મુખમુદ્રામાં કે કાયામાં ક્યાંય થડકાર નથી. |
edits