18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બહારવટિયો|}} {{Poem2Open}} ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજકચેરીમા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
“અરે, પણ સીમાડે ક્યાંય એંધાણ નહિ ને શહેરમાં આ મેઘાડમ્બર ને વાવાઝોડું ક્યાંથી?” | “અરે, પણ સીમાડે ક્યાંય એંધાણ નહિ ને શહેરમાં આ મેઘાડમ્બર ને વાવાઝોડું ક્યાંથી?” | ||
બંને જણા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. ગગનના કડાકા સાંભળી બંનેની વજ્ર-શી છાતી પણ થડક થડક થઈ વાદળના વાજિંત્ર સાથે તાલ દેવા લાગી ગઈ. અજવાસના ઝબકારામાં બંનેની આંખો અંજાઈ જવા લાગી, થોડી વારમાં તો સાંઢિયો ઈડરના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો, અને આગલા અસવારે દરવાનને હાક દઈ પૂછ્યું : “આ બધું શું છે આજ?” ઉઘાડી તરવારે ટહેલતા પહેરેગીરે ટૂંકોટચ ઉત્તર દીધો : “રાવસાહેબને માથે વીજળી પડનારી છે.” | બંને જણા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. ગગનના કડાકા સાંભળી બંનેની વજ્ર-શી છાતી પણ થડક થડક થઈ વાદળના વાજિંત્ર સાથે તાલ દેવા લાગી ગઈ. અજવાસના ઝબકારામાં બંનેની આંખો અંજાઈ જવા લાગી, થોડી વારમાં તો સાંઢિયો ઈડરના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો, અને આગલા અસવારે દરવાનને હાક દઈ પૂછ્યું : “આ બધું શું છે આજ?” ઉઘાડી તરવારે ટહેલતા પહેરેગીરે ટૂંકોટચ ઉત્તર દીધો : “રાવસાહેબને માથે વીજળી પડનારી છે.” | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
“કોણે કહ્યું?” | “કોણે કહ્યું?” | ||
“અમરેલી ગામના જોશીએ.” | “અમરેલી ગામના જોશીએ.” | ||
Line 42: | Line 44: | ||
“કોણ કોણ છે સાથે?” | “કોણ કોણ છે સાથે?” | ||
“હતા તો પાંચસો, પણ અટાણે પાંચ રહ્યા — તે પણ આઘેરા જઈ બેઠા છે.” | “હતા તો પાંચસો, પણ અટાણે પાંચ રહ્યા — તે પણ આઘેરા જઈ બેઠા છે.” | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“ઉમેદા! સાંઢિયાને હાંકી લે જોધપરે!” એમ કહી કલ્યાણસંગ પાછલા કાઠામાં ટટાર થઈ ગયો. જોધપરિયા માથે ઊંટ વહેતો થયો. કોટને કાંગરેથી માનવી જોઈ રહ્યો કે સાંઢિયાના અસવારો જોધપરિયે મરવા માટે જાય છે! વીજળીના અજવાસમાં ઊંટ અનેક રંગે રંગાતો આવે છે. ગડગડાટ કરીને ખાઈ જવા તત્પર થયેલા આભ સામે છાતી કાઢીને મરણિયો ઊંટ ફાળ ભરતો ચાલ્યો જાય છે. | “ઉમેદા! સાંઢિયાને હાંકી લે જોધપરે!” એમ કહી કલ્યાણસંગ પાછલા કાઠામાં ટટાર થઈ ગયો. જોધપરિયા માથે ઊંટ વહેતો થયો. કોટને કાંગરેથી માનવી જોઈ રહ્યો કે સાંઢિયાના અસવારો જોધપરિયે મરવા માટે જાય છે! વીજળીના અજવાસમાં ઊંટ અનેક રંગે રંગાતો આવે છે. ગડગડાટ કરીને ખાઈ જવા તત્પર થયેલા આભ સામે છાતી કાઢીને મરણિયો ઊંટ ફાળ ભરતો ચાલ્યો જાય છે. | ||
અસવારોએ ડુંગરાની તળેટીમાં ઊંટ ઝોકાર્યો. ઊંટ ઝૂક્યો-ન ઝૂક્યો ત્યાં તો બંને અસવાર સપાટામાં ઠેકડા મારી ઊતર્યા; ભોંયરાને બારણે દાખલ થયા. | અસવારોએ ડુંગરાની તળેટીમાં ઊંટ ઝોકાર્યો. ઊંટ ઝૂક્યો-ન ઝૂક્યો ત્યાં તો બંને અસવાર સપાટામાં ઠેકડા મારી ઊતર્યા; ભોંયરાને બારણે દાખલ થયા. | ||
Line 65: | Line 69: | ||
“ભાઈ... મારો ભાઈ...!” એમ બોલતો રાવ આવીને બહારવટિયાના પગમાં પડી ગયો. | “ભાઈ... મારો ભાઈ...!” એમ બોલતો રાવ આવીને બહારવટિયાના પગમાં પડી ગયો. | ||
ગદ્ગદ્ કંઠે કોઈથી કાંઈ બોલાયું નહિ. | ગદ્ગદ્ કંઠે કોઈથી કાંઈ બોલાયું નહિ. | ||
[એ બ્રાહ્મણનાં સંતાનો તામ્રપત્ર પ્રમાણેની જમીન ખાતાં હતાં એવું કહેવાય છે. બહારવટિયાનું બહારવટું પાર પાડી ટીંટોઈ પરગણું પાછું સોંપ્યું કહેવાય છે.] | '''[એ બ્રાહ્મણનાં સંતાનો તામ્રપત્ર પ્રમાણેની જમીન ખાતાં હતાં એવું કહેવાય છે. બહારવટિયાનું બહારવટું પાર પાડી ટીંટોઈ પરગણું પાછું સોંપ્યું કહેવાય છે.]''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits