સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/રતન ગિયું રોળ!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રતન ગિયું રોળ!|}} {{Poem2Open}} “ભણેં ચારણ્ય! જોઈ લે, આપડા મલકને માથે આષાઢની રીંછડિયું નીકળીયું! જો, જો, મોળો વાલોજી સાચાં મોતીડાં જ વરસેં છે હો! ખમા મોળી આઈને! હવે તો ભીંસું હાથણિયું થાશ...")
 
No edit summary
Line 19: Line 19:
“ના, તો આપડે નેસમાં નસેં જાવું. આસે થડમાં કો’ક ગામ આવે ત્યાં જ કૂબો કરે ને પડ્યા રે’શું. ઈમા કટંબમાં મેલે ને તિખારો!”
“ના, તો આપડે નેસમાં નસેં જાવું. આસે થડમાં કો’ક ગામ આવે ત્યાં જ કૂબો કરે ને પડ્યા રે’શું. ઈમા કટંબમાં મેલે ને તિખારો!”
ટૌકા કરતાં ચારેય જણા — બે માનવી ને બે ઢોર — ચાલ્યાં અને થોડા દિવસે ગીરની ઝાડીમાં ઊતર્યાં. રાયણાં, ઊંબરાં અને ટીંબરવાનાં ઝાડ ઉપર ફળફૂલ ઝળુંબે છે, વાંદરા ઓળકોળાંબો રમે છે અને જાંબુડાં ખરી ખરીને નદીઓનાં પાણી જાંબુવરણાં કરી મૂકે છે. ડુંગરની ધારો ઉપરથી મોરલાને ગરદન ફુલાવીને ગહેકાટ દેતાં જેમ ચારણે જોયા, તેમ તો એનો પ્રાણ ગગન સુધી છલંગો મારીને છકડિયા દુહા ફેંકવા લાગ્યો :

{{Poem2Close}}
<poem>
આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર,  
આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર,  
તેજી બાંધ્યો તરુવરે, મધુરા બોલે મોર.  
તેજી બાંધ્યો તરુવરે, મધુરા બોલે મોર.  
મધુરા બોલે મોર તે મીઠા  
::: મધુરા બોલે મોર તે મીઠા  
ઘણમૂલાં સાજન સપનામાં દીઠાં,  
::: ઘણમૂલાં સાજન સપનામાં દીઠાં,  
કે’ તમાચી સુમરો, રિસાણી ઢેલ ને મનાવે મોર,  
કે’ તમાચી સુમરો, રિસાણી ઢેલ ને મનાવે મોર,  
આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર.
આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર.
Line 32: Line 34:
પાંખો પીળી પોપટની ને કોયલ રાતે નેણ,  
પાંખો પીળી પોપટની ને કોયલ રાતે નેણ,  
મોર મારે મદૈ થિયો ને વહરાં કાઢે વેણ.
મોર મારે મદૈ થિયો ને વહરાં કાઢે વેણ.
</poem>
{{Poem2Open}}
એવાં ગીત લલકારાય છે, ને ડુંગરાના ગાળા સામે ગાવા લાગતા હોય તેમ ગુંજી ઊઠે છે. ધણી ને ધણિયાણી બન્ને ચારણ : બન્નેની જીભે સરસ્વતી : બન્નેને મુખે કવિતાનાં અમૃત ઝરે છે.
એવાં ગીત લલકારાય છે, ને ડુંગરાના ગાળા સામે ગાવા લાગતા હોય તેમ ગુંજી ઊઠે છે. ધણી ને ધણિયાણી બન્ને ચારણ : બન્નેની જીભે સરસ્વતી : બન્નેને મુખે કવિતાનાં અમૃત ઝરે છે.
“ચારણ્ય! કેમ જાણે અષાઢની રાતમાં આપણે વિખૂટાં પડીને ગાતાં હોઈએ, એવો રંગ મચ્યો છે, હો!”
“ચારણ્ય! કેમ જાણે અષાઢની રાતમાં આપણે વિખૂટાં પડીને ગાતાં હોઈએ, એવો રંગ મચ્યો છે, હો!”
Line 53: Line 57:
ચારણીએ ડોકું ધુણાવીને સોગંદ કબૂલી લીધા.
ચારણીએ ડોકું ધુણાવીને સોગંદ કબૂલી લીધા.
ચારણે દરબાર પોરસા વાળાની ડેલીએ જઈ છેટેથી દરબારને બિરદાવ્યા :
ચારણે દરબાર પોરસા વાળાની ડેલીએ જઈ છેટેથી દરબારને બિરદાવ્યા :
{{Poem2Close}}
<poem>
જવ જેટલાં જાળાં, વાળા મું દ્યો વતન,  
જવ જેટલાં જાળાં, વાળા મું દ્યો વતન,  
તો આણીએં ઉચાળા, પાદર તમાણે પોરસા.
તો આણીએં ઉચાળા, પાદર તમાણે પોરસા.
</poem>
{{Poem2Open}}
“હે પોરસા વાળા, મને બે-પાંચ વીઘાં જમીનનાં જાળાં કાઢી આપો તો હું આંહીં વતન કરીને મારી ઘરવખરી લઈ આવું.”
“હે પોરસા વાળા, મને બે-પાંચ વીઘાં જમીનનાં જાળાં કાઢી આપો તો હું આંહીં વતન કરીને મારી ઘરવખરી લઈ આવું.”
“આવો, આવો, ગઢવી! ક્યાંથી આવો છો?”
“આવો, આવો, ગઢવી! ક્યાંથી આવો છો?”
Line 60: Line 68:
“ભલે, ઠાકર મા’રાજ દઈ રે’શે, ગઢવી! કસુંબાપાણી તો લ્યો.”
“ભલે, ઠાકર મા’રાજ દઈ રે’શે, ગઢવી! કસુંબાપાણી તો લ્યો.”
ચારણના પેટમાં બે પ્યાલી લાલ કસુંબો પડ્યો, એટલે ચારણને ઇંદ્રાસન મળી ગયું લાગ્યું. દાયરામાં વાતોના ધુબાકા ઊપડ્યા હતા, એમાં ચારણ પણ ઊતરી પડ્યો. જાતનો દેવીપુત્ર : જીભમાં ભારી મીઠપ : કોઠામાં કવિતાના અખંડ દીવા બળે : આષાઢ જેવી મદમસ્ત ઋતુ : અને એમાં પણ પોતે રસભરી ચતુર સુજાણ ચારણીનો જોબનવંતો કંથ! પછી તો પૂછવું શું? ગીત-છંદોના ધમાકા મચ્યા. હોકાની ત્રણ ઘૂંટ લેતા ચારણને કૅફ ઊપડ્યો. આંખો બન્ને ઘૂઘવતા પારેવાની જેમ લાલ ચણોઠી બની ગઈ. પોતાના ફૂલેલા ગળાને મોકળું મેલી ચારણે રાધા-કાનના વિજોગની બારમાસી ઉપાડી, અને દિશાઓ જેમ સજીવન બનીને સામા હોંકારા દેવા મંડી તેમ તો ચારણે, ભાંગતી રાતે કોઈ વિજોગી માનવી મરેલા કંથને સંભારી વિલાપનાં ગીત ગાતું હોય તેવાં સોરઠી ભેરુબંધોનાં વિરહ-ગીત ઉપાડ્યાં :

ગરદે મોર જીંગોરિયા,  
ગરદે મોર જીંગોરિયા,  
મો’લ થડક્કે માઢ,  
::: મો’લ થડક્કે માઢ,  
વરખારી રીત વ્રણ્ણવાં,  
વરખારી રીત વ્રણ્ણવાં,  
આયો ઘઘૂંબી આષાઢ.
::: આયો ઘઘૂંબી આષાઢ.
[પહાડ પર મોર ટહુક્યા, મહેલો ને મેડીઓ થરથરી ઊઠ્યાં, ગર્જના કરતો આષાઢ આવ્યો, એવી વર્ષાની ઋતુ હું વર્ણવું છું.]
</poem>
{{Poem2Open}}
'''[પહાડ પર મોર ટહુક્યા, મહેલો ને મેડીઓ થરથરી ઊઠ્યાં, ગર્જના કરતો આષાઢ આવ્યો, એવી વર્ષાની ઋતુ હું વર્ણવું છું.]'''
એટલો દુહો ઉપાડતાં તો સાચેસાચ દરબારની માઢ મેડી થર! થર! કાંપવા લાગી. અને ‘આયો ઘઘૂંબી આષાઢ’ આટલા આખરી વેણની દોઢ્ય વાળીને ચારણે આષાઢને આલેખ્યો :
એટલો દુહો ઉપાડતાં તો સાચેસાચ દરબારની માઢ મેડી થર! થર! કાંપવા લાગી. અને ‘આયો ઘઘૂંબી આષાઢ’ આટલા આખરી વેણની દોઢ્ય વાળીને ચારણે આષાઢને આલેખ્યો :
{{Poem2Close}}
<poem>
આષાઢ ઘઘૂંબીય લૂંબીય અંબર  
આષાઢ ઘઘૂંબીય લૂંબીય અંબર  
વદ્દળ બેવળ ચોવળિયં,  
::: વદ્દળ બેવળ ચોવળિયં,  
મહોલાર મહેલીય, લાડગેહેલીય,  
મહોલાર મહેલીય, લાડગેહેલીય,  
નીર છલે ન ઝલે નળિયં,  
::: નીર છલે ન ઝલે નળિયં,  
અંદ્ર ગાજ અગાજ કરે ધર ઉપર  
અંદ્ર ગાજ અગાજ કરે ધર ઉપર  
અંબ નયાં સર ઊભરિયાં,  
::: અંબ નયાં સર ઊભરિયાં,  
અજમાલ નથુ તણ કુંવર આલણ,  
અજમાલ નથુ તણ કુંવર આલણ,  
સોય તણી રત સંભરિયા,  
::: સોય તણી રત સંભરિયા,  
જીય સોય તણી રત સંભરિયાં,  
જીય સોય તણી રત સંભરિયાં,  
મુને સોય તણી રત સંભરિયા.
મુને સોય તણી રત સંભરિયા.
[આષાઢ ગાજે છે. આકાશ લૂંબીઝૂંબીને ઢળી પડ્યું છે. વાદળાં બેવડાં ને ચોવડાં થર બાંધી ગયાં છે, મહેલાતો જાણે કે લાડઘેલી થઈ ગઈ છે. નીર એટલાં છલકાય છે કે નળિયાંમાં ઝલાતાં નથી. ધરતી પર ઇંદ્ર ગાજ્યા જ કરે છે. સરોવરમાં નવાં પાણી ઊભરાયાં છે. તેવી ઋતુમાં, હે અજમાલ નથુના પુત્ર આલણ, તું મને યાદ આવે છે.]
</poem>
{{Poem2Open}}
'''[આષાઢ ગાજે છે. આકાશ લૂંબીઝૂંબીને ઢળી પડ્યું છે. વાદળાં બેવડાં ને ચોવડાં થર બાંધી ગયાં છે, મહેલાતો જાણે કે લાડઘેલી થઈ ગઈ છે. નીર એટલાં છલકાય છે કે નળિયાંમાં ઝલાતાં નથી. ધરતી પર ઇંદ્ર ગાજ્યા જ કરે છે. સરોવરમાં નવાં પાણી ઊભરાયાં છે. તેવી ઋતુમાં, હે અજમાલ નથુના પુત્ર આલણ, તું મને યાદ આવે છે.]'''
એમ ત્રણ-ત્રણ ને ચાર-ચાર પલટા ખવરાવી છેલ્લા ચરણનું કલેજું ચીરનારું સંભારણું ગળામાં વારંવાર ઘૂંટે છે. અને ચારણની વાણી પર ફિદા બનીને દરબાર પોરસા વાળો પડકાર આપે છે કે “વાહ વા! વાહ વા, ગઢવા! પ્રાણ વીંધી નાખ્યા! હાં મારો ભાઈ! હવે શ્રાવણ ભલે થઈ જાય! જો, સામા મોરલા ગહેકે છે! જો, છંદ હેઠો ન પડી જાય!”

એમ ભલકારા સાંભળતાં તો ચારણે શ્રાવણનું રૂપ બાંધ્યું :
એમ ભલકારા સાંભળતાં તો ચારણે શ્રાવણનું રૂપ બાંધ્યું :
{{Poem2Close}}
<poem>
નવખંડ નીલાણીય પાવન પાણીય,  
નવખંડ નીલાણીય પાવન પાણીય,  
વાણીએ દાદૂર મોર વળે,  
::: વાણીએ દાદૂર મોર વળે,  
શવદાસ ચડાવણ પૂજાય શંકર,  
શવદાસ ચડાવણ પૂજાય શંકર,  
શ્રાવણ માસ જળે સજળે,  
::: શ્રાવણ માસ જળે સજળે,  
પ્રષનાર કરે નત નાવણ પૂજાય,  
પ્રષનાર કરે નત નાવણ પૂજાય,  
શંકરરાં વ્રત સદ્ધરિયાં,  
::: શંકરરાં વ્રત સદ્ધરિયાં,  
અજમાલ નથુ તણ કુંવર આલણ,  
અજમાલ નથુ તણ કુંવર આલણ,  
સોય તણી રત સંભરિયા,  
::: સોય તણી રત સંભરિયા,  
મુને સોય તણી રત સંભરિયા.
મુને સોય તણી રત સંભરિયા.
</poem>
{{Poem2Open}}
[નવેય ખંડ નીલા થઈ ગયા છે. પાણીથી પવિત્ર બન્યા છે. દેડકાં ને મોરને મુખેથી નવી વાણી ફૂટે છે. શિવના ભક્તો શંકરને પૂજા ચડાવે છે. શ્રાવણ માસ જળમય બની ગયો છે. પુરુષો ને નારીઓ નિત્ય નાહીને શંકરના વ્રત ઊજવે છે. તે વખતે, હે મિત્ર આલણ, તું મને સાંભરે છે.]

“રંગ ગઢવા! સંભરિયા! સંભરિયા! કેમ ન સાંભરે? ઋતુએ ઋતુના હિલોળા ભાળીને મરેલો ભેરુ ન સાંભરે તો બીજો કોણ સાંભરે? વાહ વા! હવે ભાદરવોય ભલે થઈ જાય! જો, દોર તૂટે નહિ. આભામંડળે સૂર સંધાઈ ગયા છે, હાં ગઢવા!”
“રંગ ગઢવા! સંભરિયા! સંભરિયા! કેમ ન સાંભરે? ઋતુએ ઋતુના હિલોળા ભાળીને મરેલો ભેરુ ન સાંભરે તો બીજો કોણ સાંભરે? વાહ વા! હવે ભાદરવોય ભલે થઈ જાય! જો, દોર તૂટે નહિ. આભામંડળે સૂર સંધાઈ ગયા છે, હાં ગઢવા!”
અને ગઢવે ભાદરવાના રંગ આલેખ્યા :
અને ગઢવે ભાદરવાના રંગ આલેખ્યા :
{{Poem2Close}}
<poem>
રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતોય,  
રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતોય,  
રંગ નીલંબર શ્વેત રજે,  
::: રંગ નીલંબર શ્વેત રજે,  
ફળફૂલ અપ્રબ્બળ, કમ્મળ ફેલીય,  
ફળફૂલ અપ્રબ્બળ, કમ્મળ ફેલીય,  
વેલીય નેક અનેક વજે,  
::: વેલીય નેક અનેક વજે,  
પરિયાં દન સોળ કિલોળમેં પોખત,  
પરિયાં દન સોળ કિલોળમેં પોખત,  
કાગરખી મુખ ધ્રમ્મ કિયા,  
::: કાગરખી મુખ ધ્રમ્મ કિયા,  
અજમાલ નથુ તણ કુંવર આલણ,  
અજમાલ નથુ તણ કુંવર આલણ,  
સોય તણી રત સંભરિયા.
::: સોય તણી રત સંભરિયા.
[ભાદ્રપદ મહિનાની શ્યામ ઘટા બંધાઈ ગઈ છે. આસમાન પર વીજળીના રાતા, આસમાની ને શ્વેત રંગો છવાતા જાય છે. અપરંપાર ફળફૂલ ફાલે છે. કમળો ખીલે છે. અન્ય વેલડીઓ પણ કૉળે છે. શ્રાદ્ધના સોળ દિવસ સુધી પિતૃઓ પોષણ પામે છે. લોકો ઋષિઓના અવતારરૂપ કાગડાઓને શ્રાદ્ધનું અન્ન ખવરાવી ધર્મ કરે છે. તેવી ઋતુમાં તું મને સાંભરે છે, હે મિત્ર!]
</poem>
{{Poem2Open}}
'''[ભાદ્રપદ મહિનાની શ્યામ ઘટા બંધાઈ ગઈ છે. આસમાન પર વીજળીના રાતા, આસમાની ને શ્વેત રંગો છવાતા જાય છે. અપરંપાર ફળફૂલ ફાલે છે. કમળો ખીલે છે. અન્ય વેલડીઓ પણ કૉળે છે. શ્રાદ્ધના સોળ દિવસ સુધી પિતૃઓ પોષણ પામે છે. લોકો ઋષિઓના અવતારરૂપ કાગડાઓને શ્રાદ્ધનું અન્ન ખવરાવી ધર્મ કરે છે. તેવી ઋતુમાં તું મને સાંભરે છે, હે મિત્ર!]'''
“ભલે! ભલે! મારો ભાઈ! હવે ભેગાભેગો આસો માસ ગાઈને વિજોગીના ભેટા કરાવી દેજે, હો!”
“ભલે! ભલે! મારો ભાઈ! હવે ભેગાભેગો આસો માસ ગાઈને વિજોગીના ભેટા કરાવી દેજે, હો!”
“અરે બાપુ! મરેલાંના ભેટા તો થઈ રહ્યા! આ તો મરશિયા છે. આસોમાં તો વિજોગના દુઃખની અવધિ આવી રહી : સાંભળો — ”
“અરે બાપુ! મરેલાંના ભેટા તો થઈ રહ્યા! આ તો મરશિયા છે. આસોમાં તો વિજોગના દુઃખની અવધિ આવી રહી : સાંભળો — ”
Line 116: Line 140:
“ગળી ગિયું મારી ચારણ્યને, પોરસા! તારું કામણગારું પાદર જ ગળી ગિયું!” એવું બોલીને ચારણે બુદ્ધિ બુઝાયાનાં ચિહ્ન બતાવ્યાં.
“ગળી ગિયું મારી ચારણ્યને, પોરસા! તારું કામણગારું પાદર જ ગળી ગિયું!” એવું બોલીને ચારણે બુદ્ધિ બુઝાયાનાં ચિહ્ન બતાવ્યાં.
ચારણે ચિત્તભ્રમમાં દુહા ઉપાડ્યા :
ચારણે ચિત્તભ્રમમાં દુહા ઉપાડ્યા :
{{Poem2Close}}
<poem>
મેં આવી ઉતારો કર્યો, જબ્બર વસીલો જોય,  
મેં આવી ઉતારો કર્યો, જબ્બર વસીલો જોય,  
(પણ) કામણગારું કોય, પાદર તારું પોરહા!
(પણ) કામણગારું કોય, પાદર તારું પોરહા!
[હે પોરસા વાળા, તારા સરખો મોટો આશ્રયદાતા જોઈને મેં ઉતારો કર્યો. પણ તારા ગામનું પાદર તો કામણ કરીને મારી સ્ત્રીને સંતાડી બેઠું છે.]
</poem>
{{Poem2Open}}
'''[હે પોરસા વાળા, તારા સરખો મોટો આશ્રયદાતા જોઈને મેં ઉતારો કર્યો. પણ તારા ગામનું પાદર તો કામણ કરીને મારી સ્ત્રીને સંતાડી બેઠું છે.]'''
{{Poem2Close}}
 
હૂતું તે હરાવિયો, ખજીનો બેઠો ખોય,  
હૂતું તે હરાવિયો, ખજીનો બેઠો ખોય,  
(એવું) કામણગારું કોય, પાદર તારું, પોરહા!
(એવું) કામણગારું કોય, પાદર તારું, પોરહા!
18,450

edits

Navigation menu