18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભૂત રૂવે ભેંકાર| }} {{Poem2Open}} નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી આટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો!’ | સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી આટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો!’ | ||
“આવો ચમત્કાર બન્યો, ભાઈ!” | “આવો ચમત્કાર બન્યો, ભાઈ!” | ||
<center>*</center> | |||
“ઓહોહોહો! હજીયે શું માંગડા વાળાનો છુટકારો નહિ થયો હોય?” માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા. | “ઓહોહોહો! હજીયે શું માંગડા વાળાનો છુટકારો નહિ થયો હોય?” માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા. | ||
બીજાએ વળી જવાબ દીધો : “એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ! વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડા વાળાની.” | બીજાએ વળી જવાબ દીધો : “એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ! વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડા વાળાની.” | ||
Line 22: | Line 22: | ||
“માંગડો વાળો આપણી ધાંતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠા વાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા ઈ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.” | “માંગડો વાળો આપણી ધાંતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠા વાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા ઈ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.” | ||
એમ થાતાં તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર ઉપર ઝણેણાટી બોલાવતાં એ વાતડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા : | એમ થાતાં તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર ઉપર ઝણેણાટી બોલાવતાં એ વાતડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
હુઈ હાકોહાક, દળ છૂટ્યાં દેશોતનાં, | હુઈ હાકોહાક, દળ છૂટ્યાં દેશોતનાં, | ||
શોભે આંબા શાખ, લખિયલ વણ લેવાય નહિ. | શોભે આંબા શાખ, લખિયલ વણ લેવાય નહિ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાકલો પડી; રાજકુળમાંથી દળકટક છૂટ્યાં; કાળવડ ગામનો કાઠી ચાડવો બાયલ ધણ વાળી જાય છે; મામા ભાણ જેઠવાએ કહ્યું કે ‘સહુ ચડજો, પણ ભાણેજ માંગડાને જગાડશો મા. એ પારકી થાપણ છે, પરોણો છે.’ | દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાકલો પડી; રાજકુળમાંથી દળકટક છૂટ્યાં; કાળવડ ગામનો કાઠી ચાડવો બાયલ ધણ વાળી જાય છે; મામા ભાણ જેઠવાએ કહ્યું કે ‘સહુ ચડજો, પણ ભાણેજ માંગડાને જગાડશો મા. એ પારકી થાપણ છે, પરોણો છે.’ | ||
પણ માંગડાનાં તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સરજાયું નહોતું, પાટણ ના નગરશેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું : ઊંઘમાંથી એ ઊઠ્યો. દરબારગઢ સૂનકાર દીઠો; જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા : અરે, હાય હાય! હું ગા’ની વારે ન ચડું! એવી ઊંઘ! | પણ માંગડાનાં તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સરજાયું નહોતું, પાટણ ના નગરશેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું : ઊંઘમાંથી એ ઊઠ્યો. દરબારગઢ સૂનકાર દીઠો; જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા : અરે, હાય હાય! હું ગા’ની વારે ન ચડું! એવી ઊંઘ! | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ભલ ઘોડો વલ વંકડો, હલ બાંધવા હથિયાર, | ભલ ઘોડો વલ વંકડો, હલ બાંધવા હથિયાર, | ||
ઝાઝી ફોજુંમાં ઝીંકવા, મરવું એક જ વાર. | ઝાઝી ફોજુંમાં ઝીંકવા, મરવું એક જ વાર. | ||
[શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે; આહા! સાચા વીરને એક જ વાર મરવાની — મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની — ઝંખના હોય છે.] | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે; આહા! સાચા વીરને એક જ વાર મરવાની — મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની — ઝંખના હોય છે.]''' | |||
અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો; કેમ કે જતાં જતાં એક વાર નજરું એક કરી લેવી હતી. છેલ્લી વારના રામરામ કરવા હતા. | અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો; કેમ કે જતાં જતાં એક વાર નજરું એક કરી લેવી હતી. છેલ્લી વારના રામરામ કરવા હતા. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહિ, | ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહિ, | ||
(એનું) ભાલું ભરે આકાશ; મીટે ભાળ્યો માંગડો. | (એનું) ભાલું ભરે આકાશ; મીટે ભાળ્યો માંગડો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા. | ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત, | અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત, | ||
પૂરવ ભવની પ્રીત, મળિયાં તમસું માંગડા! | પૂરવ ભવની પ્રીત, મળિયાં તમસું માંગડા! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાતજાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધાં છે.] | [હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાતજાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધાં છે.] | ||
{{Poem2Close}} | |||
માટે — | માટે — | ||
<poem> | |||
માઢ ઉપર માંડેલ છે, પીતળિયા પાસ, | માઢ ઉપર માંડેલ છે, પીતળિયા પાસ, | ||
(એની) સોગઠિયું સગા, મારતો જા તું માંગડા! | (એની) સોગઠિયું સગા, મારતો જા તું માંગડા! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એક વાર ઉપર આવી, દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.] | [હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એક વાર ઉપર આવી, દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.] | ||
“ના, ના, પદ્માવતી! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વા’રે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહિ. પણ તું વાટ જોજે. હમણાં પાછો વળું છું. પછી રમી લેશું.” | “ના, ના, પદ્માવતી! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વા’રે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહિ. પણ તું વાટ જોજે. હમણાં પાછો વળું છું. પછી રમી લેશું.” | ||
ઘોડો દોડાવી મૂક્યો. ગયો! ગયો! ત્રીસ-ત્રીસ ગાઉનો પંથ કાપી નાખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો. | ઘોડો દોડાવી મૂક્યો. ગયો! ગયો! ત્રીસ-ત્રીસ ગાઉનો પંથ કાપી નાખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
જીવતો પાછો જા, વઢિયાની વેળા નહિ, | જીવતો પાછો જા, વઢિયાની વેળા નહિ, | ||
રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો. | રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ચાડવો કહે છે કે “એ જુવાન, તું પરગામથી પરોણો આવેલ કહેવાય. તારે હજુ લડવાની ઉમ્મર નથી થઈ. તું રોળાઈ જઈશ તો તારી મા રોશે. માટે જીવતો પાછો વળી જા!”] | [ચાડવો કહે છે કે “એ જુવાન, તું પરગામથી પરોણો આવેલ કહેવાય. તારે હજુ લડવાની ઉમ્મર નથી થઈ. તું રોળાઈ જઈશ તો તારી મા રોશે. માટે જીવતો પાછો વળી જા!”] | ||
પણ ત્યાં તો — | પણ ત્યાં તો — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કળકળતો કટકે, હાકોટે હબક્યો નહિ, | કળકળતો કટકે, હાકોટે હબક્યો નહિ, | ||
અહરાણ હૂકળતે, મચિયો ખાગે માંગડો. | અહરાણ હૂકળતે, મચિયો ખાગે માંગડો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ચાડવા કાઠીના હાકલા-પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો.] | [ચાડવા કાઠીના હાકલા-પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો.] | ||
{{Poem2Close}} | |||
<center>*</center> | |||
<poem> | |||
વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની, | વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની, | ||
(પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. | (પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખાં મોં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?] | [પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખાં મોં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ, | પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ, | ||
ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો. | ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[આ પચાસ-પચાસ પાઘડીઓવાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને!] | [આ પચાસ-પચાસ પાઘડીઓવાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને!] | ||
કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે — મારી પાસે આવવા માટે જાણીજોઈને પાછળ રહી ગયો હશે. કૉલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય?] | કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે — મારી પાસે આવવા માટે જાણીજોઈને પાછળ રહી ગયો હશે. કૉલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય?] | ||
ત્યાં તો — | ત્યાં તો — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, | ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, | ||
એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. | એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો!] | [સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો!] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો : | અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો : | ||
પદમાનો પ્રીતાળ, હીરણની હદમાં રિયો, | પદમાનો પ્રીતાળ, હીરણની હદમાં રિયો, | ||
ઝાઝા દેજો જુવાર, મરતાં બોલ્યો માંગડો. | ઝાઝા દેજો જુવાર, મરતાં બોલ્યો માંગડો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળા કહ્યું કે પદ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો!] | [હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળા કહ્યું કે પદ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો!] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
વડલે વીંટો દેત, સોનેરી સિરપાવનો, | વડલે વીંટો દેત, સોનેરી સિરપાવનો, | ||
(ત્યાં) બાયલ બીજે દેશ, માર્યો જેઠાણી માંગડો. | (ત્યાં) બાયલ બીજે દેશ, માર્યો જેઠાણી માંગડો. | ||
સોડ્યું લાવો સાત, માંગડાના મોસાળની, | સોડ્યું લાવો સાત, માંગડાના મોસાળની, | ||
કરશો મા કલ્પાંત, પારે ઊભી પદ્માવતી. | કરશો મા કલ્પાંત, પારે ઊભી પદ્માવતી. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે ૰છે. | માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે ૰છે. | ||
પદ્માવતી શું બોલે છે? — | પદ્માવતી શું બોલે છે? — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મારા પંડ પર કોઈ, રાતા છાંટા રગતના, | મારા પંડ પર કોઈ, રાતા છાંટા રગતના, | ||
રિયા જનમારો રોઈ, મીટે ન ભાળું માંગડો. | રિયા જનમારો રોઈ, મીટે ન ભાળું માંગડો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે! મને એવાં અપશુકન મળ્યાં હશે! એવી હું અભાગણી! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.] | [મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે! મને એવાં અપશુકન મળ્યાં હશે! એવી હું અભાગણી! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.] | ||
{{Poem2Close}} | |||
<center>*</center> | |||
{{Poem2Open}} | |||
ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂછોવાળો રજપૂત ગામધણી અરસી વાળો વોળાવિયો બનીને આવ્યો છે. વડલાની ડાળ નીચે અરસી વાળો બેઠો છે, તે વખતે ટપાક! ટપાક! ટપાક! વડલા ઉપરથી કંઈક ટીપાં પડ્યાં! | ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂછોવાળો રજપૂત ગામધણી અરસી વાળો વોળાવિયો બનીને આવ્યો છે. વડલાની ડાળ નીચે અરસી વાળો બેઠો છે, તે વખતે ટપાક! ટપાક! ટપાક! વડલા ઉપરથી કંઈક ટીપાં પડ્યાં! | ||
અરે! આ શું? આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મે’ ક્યાંથી? ના, ના, આ તો ટાઢા નહિ, બરડો ખદખદી જાય એવા ઊનાં પાણીનાં છાંટા : અરે, ના રે ના! આ પાણી નો’ય! આ તો કોઈનું ધગધગતું લોહી! | અરે! આ શું? આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મે’ ક્યાંથી? ના, ના, આ તો ટાઢા નહિ, બરડો ખદખદી જાય એવા ઊનાં પાણીનાં છાંટા : અરે, ના રે ના! આ પાણી નો’ય! આ તો કોઈનું ધગધગતું લોહી! | ||
વોળાવિયો ક્ષત્રિય અરસી વાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી : “કોણ છો?” | વોળાવિયો ક્ષત્રિય અરસી વાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી : “કોણ છો?” | ||
“ભૂત છું!” | “ભૂત છું!” | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે, | સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે, | ||
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે. | (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે રજપૂત, સંસારનાં માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આ તો ભૂતનાં રુદન; ભયંકર રુદન; હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ!] | [હે રજપૂત, સંસારનાં માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આ તો ભૂતનાં રુદન; ભયંકર રુદન; હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ!] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
“ભૂતડો છો? કોનો ભૂત?” | “ભૂતડો છો? કોનો ભૂત?” | ||
“ન ઓળખ્યો, કાકા?” | “ન ઓળખ્યો, કાકા?” | ||
હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ, | હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ, | ||
પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં. | પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠા વાળાનો હું દીકરો એટલે તારો પણ દીકરો : ને તું મારો બાપ : છતાંય હજુ ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારાં પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી.” | “હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠા વાળાનો હું દીકરો એટલે તારો પણ દીકરો : ને તું મારો બાપ : છતાંય હજુ ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારાં પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી.” | ||
“અરે તું, માંગડો? બેટા, તું અહીં ક્યાંથી? તને એવાં શાં દુઃખ મરણ પછી પણ રહી ગયાં?” | “અરે તું, માંગડો? બેટા, તું અહીં ક્યાંથી? તને એવાં શાં દુઃખ મરણ પછી પણ રહી ગયાં?” | ||
{{Poem2Close}} | |||
ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે — | ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે — | ||
માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડીએં, | માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડીએં, |
edits