18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સુહિણી-મેહાર|}} {{Poem2Open}} સિંધુ નદીના કિનારા ઉપર કેડ્ય કેડ્ય સમાણા ઊંચા ઘાસમાં ભેંસો ચરતી હતી ને ભેંસોનો જુવાન ગોવાળ ઝાડવાંની ઘટામાં બેઠો બેઠો વાંસળી વગાડતો હતો. એનું ખરું નામ સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
“તું ઓરત! તું સિંધુને પાર કરીશ? સુહિણી! તું શું દીવાની થઈ ગઈ?” | “તું ઓરત! તું સિંધુને પાર કરીશ? સુહિણી! તું શું દીવાની થઈ ગઈ?” | ||
“એ તો કાલે રાતે નક્કી થશે. આજ તો અલ્લાબેલી! અને કસમ છે ખુદાના, તું ન આવતો.” | “એ તો કાલે રાતે નક્કી થશે. આજ તો અલ્લાબેલી! અને કસમ છે ખુદાના, તું ન આવતો.” | ||
{{Poem2Close}} | |||
<center>*</center> | |||
<poem> | |||
બારે કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠભટૂ, | બારે કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠભટૂ, | ||
આધિય રાતજો ઊઠી, (સે) સૂહિણી કર સટૂ, | આધિય રાતજો ઊઠી, (સે) સૂહિણી કર સટૂ, | ||
છડે ખીર ખટૂ, લૂંડે લોરીં વિચમેં. | છડે ખીર ખટૂ, લૂંડે લોરીં વિચમેં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
સિંધુ નદીના નીરની અંદર બે તીર વચ્ચે બાર તો પાણીનાં વમળ છે, બત્રીસ ટેકરા છે, ને એ હરેક ટેકરાની નીચે વીંછીઓ વસે છે. એવી વિકરાળ નદીને પાર કરવા માટે સુહિણી અધરાતને પહોરે અંધારામાં ઊઠીને ઘરથી દોટ કાઢે છે. માવતરના ઘરનું મીઠું દૂધ અને સુંવાળી ખાટલી તજીને સુહિણી પાણીની લહરીઓ વચ્ચે લોડણિયાં લે છે. | સિંધુ નદીના નીરની અંદર બે તીર વચ્ચે બાર તો પાણીનાં વમળ છે, બત્રીસ ટેકરા છે, ને એ હરેક ટેકરાની નીચે વીંછીઓ વસે છે. એવી વિકરાળ નદીને પાર કરવા માટે સુહિણી અધરાતને પહોરે અંધારામાં ઊઠીને ઘરથી દોટ કાઢે છે. માવતરના ઘરનું મીઠું દૂધ અને સુંવાળી ખાટલી તજીને સુહિણી પાણીની લહરીઓ વચ્ચે લોડણિયાં લે છે. | ||
“કોણ છે તું, ઓરત?” | “કોણ છે તું, ઓરત?” | ||
Line 66: | Line 70: | ||
“યા અલ્લા! સુહિણી, લોકો તારી બદબોઈ કરે છે, તેનીયે તને પરવા નથી?” | “યા અલ્લા! સુહિણી, લોકો તારી બદબોઈ કરે છે, તેનીયે તને પરવા નથી?” | ||
“ઓ અધા! સાંભળ — | “ઓ અધા! સાંભળ — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
અધા સુણ તું અલૈયા, અલા સુણે અચાર, | અધા સુણ તું અલૈયા, અલા સુણે અચાર, | ||
હિરડી ઘર ઘર ગિલા થિયે, પાડે પંધ પચાર, | હિરડી ઘર ઘર ગિલા થિયે, પાડે પંધ પચાર, | ||
આંઉં લિખ્યો તી લોડિયાં, ખલ્ક મિડેતી ખ્વાર. | આંઉં લિખ્યો તી લોડિયાં, ખલ્ક મિડેતી ખ્વાર. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“ઓ ભાઈ અલૈયા, મારા આચાર ઊંચેથી એક અલ્લાહ જોઈ-સાંભળી રહ્યો છે. એટલે પછી મારા પડોશમાં, પંથમાં કે ઘર-ઘરમાં મારી જે ગિલા થાય છે તે છો થતી. મારા તકદીરમાં લખ્યું છે તે ભોગવી રહી છું. બાકી દુનિયા તો નાહકની મારી નિંદા કરીને ખુવાર મળે છે.” | “ઓ ભાઈ અલૈયા, મારા આચાર ઊંચેથી એક અલ્લાહ જોઈ-સાંભળી રહ્યો છે. એટલે પછી મારા પડોશમાં, પંથમાં કે ઘર-ઘરમાં મારી જે ગિલા થાય છે તે છો થતી. મારા તકદીરમાં લખ્યું છે તે ભોગવી રહી છું. બાકી દુનિયા તો નાહકની મારી નિંદા કરીને ખુવાર મળે છે.” | ||
“અરે ઓ સુહિણી!” અલૈયો બોલ્યો : | “અરે ઓ સુહિણી!” અલૈયો બોલ્યો : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સારી ન થિંઈએ સુણી, તું નીજી નિમાણી, | સારી ન થિંઈએ સુણી, તું નીજી નિમાણી, | ||
વેંધે વહવટ વિસરે, હી જોર જુવાણી, | વેંધે વહવટ વિસરે, હી જોર જુવાણી, | ||
સે પછાડીધે પાણી, તારા કવિયેં તારમેં. | સે પછાડીધે પાણી, તારા કવિયેં તારમેં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“તું તારા કુળમાં સારી ન નીવડી. તું નાદાન અને નિર્માલ્ય નીવડી. આ નદીના પ્રવાહમાં તું કોઈ દિવસ તારું જોર ને તારી જુવાની ગુમાવી બેસીશ. આ પાણીમાં પછાડ મારતાં મારતાં તું કોઈ દિવસ આ પ્રવાહમાં આકાશના તારા ઉતારી બેસીશ — તું ડૂબી જઈશ. માટે રહેવા દે. આવી મુશ્કેલી શા સારુ ઉઠાવછ? આ મૉતના કેડા તને કોણે બતાવ્યા?” | “તું તારા કુળમાં સારી ન નીવડી. તું નાદાન અને નિર્માલ્ય નીવડી. આ નદીના પ્રવાહમાં તું કોઈ દિવસ તારું જોર ને તારી જુવાની ગુમાવી બેસીશ. આ પાણીમાં પછાડ મારતાં મારતાં તું કોઈ દિવસ આ પ્રવાહમાં આકાશના તારા ઉતારી બેસીશ — તું ડૂબી જઈશ. માટે રહેવા દે. આવી મુશ્કેલી શા સારુ ઉઠાવછ? આ મૉતના કેડા તને કોણે બતાવ્યા?” | ||
એવી એવી સલાહો સાંભળીને ખડખડાટ હસતી સુહિણી પાણીમાં ઝંપલાવવા તૈયાર થાય છે. | એવી એવી સલાહો સાંભળીને ખડખડાટ હસતી સુહિણી પાણીમાં ઝંપલાવવા તૈયાર થાય છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ધિરી ધરો હથ કરે, ચેલ બધી ચોતો, | ધિરી ધરો હથ કરે, ચેલ બધી ચોતો, | ||
મન મિડ્યુ’સ મ્યાર સેં, પરલે પાર પોતો, | મન મિડ્યુ’સ મ્યાર સેં, પરલે પાર પોતો, | ||
પો ગોતે મંઝ ગોતો, અરે મ વિઝે અજાણમેં. | પો ગોતે મંઝ ગોતો, અરે મ વિઝે અજાણમેં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હાથમાં માટીનો ઘડો લઈને એ પાણીમાં પેઠી. માથા અને કમર પર કસકસાવીને એક કપડું બાંધી લીધું. ને હજુ પોતે તો પાણીમાં પડવાની તૈયારી કરીને તીરે ઊભી છે, ત્યાં મનડું તો સામે પાર પહોંચી પ્રીતમને મળી ગયું. ડૂબકીઓ પર ડૂબકીઓ મારી સુહિણી સિંધુનાં પાણી વીંધતી જાય છે કે જેથી પોતે ચાલી આવે છે તે વાતની પિયુને અજાણ ન રહી જાય | હાથમાં માટીનો ઘડો લઈને એ પાણીમાં પેઠી. માથા અને કમર પર કસકસાવીને એક કપડું બાંધી લીધું. ને હજુ પોતે તો પાણીમાં પડવાની તૈયારી કરીને તીરે ઊભી છે, ત્યાં મનડું તો સામે પાર પહોંચી પ્રીતમને મળી ગયું. ડૂબકીઓ પર ડૂબકીઓ મારી સુહિણી સિંધુનાં પાણી વીંધતી જાય છે કે જેથી પોતે ચાલી આવે છે તે વાતની પિયુને અજાણ ન રહી જાય | ||
એણે પ્રેમનું કવચ પહેરી લીધું છે. હવે એને ડર નથી રહ્યો. એના પ્યાર સામે તો પાણીનાં ભયાનક જંતુઓ અને મોજાંઓ પણ ગરીબડાં બની ગયાં છે. એ રીતે એક પછી એક રાત વીતવા લાગી છે. | એણે પ્રેમનું કવચ પહેરી લીધું છે. હવે એને ડર નથી રહ્યો. એના પ્યાર સામે તો પાણીનાં ભયાનક જંતુઓ અને મોજાંઓ પણ ગરીબડાં બની ગયાં છે. એ રીતે એક પછી એક રાત વીતવા લાગી છે. | ||
<center>*</center> | |||
કડકડતી ઠંડી વાય છે. કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નથી. સહુ બિછાનાની ગરમ સોડ્યમાં સંતાઈ ગયાં છે. રાત સૂનસાન છે. એવે ટાણે પણ સુહિણી તો પોતાનો ઘડો લઈને ઘેરથી ચાલી નીસરી છે. એને જોઈને વળી કોઈ અલૈયા જેવો બીજો ડહાપણદાર વારવા જાય છે કે “ઓ સુહિણી, આવી ટાઢમાં તું શીદ મરવા જાય છે?” | કડકડતી ઠંડી વાય છે. કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નથી. સહુ બિછાનાની ગરમ સોડ્યમાં સંતાઈ ગયાં છે. રાત સૂનસાન છે. એવે ટાણે પણ સુહિણી તો પોતાનો ઘડો લઈને ઘેરથી ચાલી નીસરી છે. એને જોઈને વળી કોઈ અલૈયા જેવો બીજો ડહાપણદાર વારવા જાય છે કે “ઓ સુહિણી, આવી ટાઢમાં તું શીદ મરવા જાય છે?” | ||
સુહિણી એને જવાબ વાળે છે : | સુહિણી એને જવાબ વાળે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
હિકડ્યું ન ઘિરે ઉનહારે, આંઉ સરૈ સિયારે, | હિકડ્યું ન ઘિરે ઉનહારે, આંઉ સરૈ સિયારે, | ||
તન વિઝાંતી તારમેં, ઓરહજે આરે, | તન વિઝાંતી તારમેં, ઓરહજે આરે, | ||
મહોબત તી મારે, (નત) કેર ઘિર હિન કુંનમેં. | મહોબત તી મારે, (નત) કેર ઘિર હિન કુંનમેં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હે ભાઈ, અન્ય ઓરતો આ પાણીમાં બળતે ઉનાળે પણ ઊતરતી નથી, ત્યાં હું સૂસવતા શિયાળામાં પણ મારી રાજીખુશીથી આ પાણીમાં મારું તન વીંઝું છું. હું મરવાનું જોખમ ઉઠાવું છું, કેમ કે મારા પ્રીતમની મહોબત મને મારે છે. નહિ તો આવા ઊંડા વમળમાં કોણ પડે?” | “હે ભાઈ, અન્ય ઓરતો આ પાણીમાં બળતે ઉનાળે પણ ઊતરતી નથી, ત્યાં હું સૂસવતા શિયાળામાં પણ મારી રાજીખુશીથી આ પાણીમાં મારું તન વીંઝું છું. હું મરવાનું જોખમ ઉઠાવું છું, કેમ કે મારા પ્રીતમની મહોબત મને મારે છે. નહિ તો આવા ઊંડા વમળમાં કોણ પડે?” | ||
“ઓ સુહિણી! તું મ જા, મ પડ, નદીના પથ્થરોના પોલાણમાં ઝેરી સાપો વસે છે, એ તને કરડશે.” | “ઓ સુહિણી! તું મ જા, મ પડ, નદીના પથ્થરોના પોલાણમાં ઝેરી સાપો વસે છે, એ તને કરડશે.” | ||
સુહિણી જવાબ વાળે છે : | સુહિણી જવાબ વાળે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
બારાં કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠ નાંગ, | બારાં કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠ નાંગ, | ||
મ્હાણું મુલાજો કરી, તિત મહોબતજો માંગ, | મ્હાણું મુલાજો કરી, તિત મહોબતજો માંગ, | ||
કેડો મુંહજો સાંગ, (જુડો) પાણીતાં પાછી વરાં. | કેડો મુંહજો સાંગ, (જુડો) પાણીતાં પાછી વરાં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“મારા માર્ગમાં બાર તો પાણીના વમળ છે, બત્રીસ ખડકો છે, ને તે દરેક ખડકની બખોલમાં ઝેરી સર્પો રહે છે. એ બધું જ હું જાણું છું, પણ જે માર્ગ પર જતાં બીજાં માનવી સંકોચ પામે છે, તે જ માર્ગ મહોબતનો છે. એટલે જો હું આ પાણીથી ડરીને પાછી ફરું, તો તો કીંમત રહી મારા આ પ્રેમના પોશાકની! ધૂળ પડી મારા પ્યારના લેબાસમાં, આ ઇશ્કની કફનીમાં, જો હું ડરીને પાછી જાઉં તો.” | “મારા માર્ગમાં બાર તો પાણીના વમળ છે, બત્રીસ ખડકો છે, ને તે દરેક ખડકની બખોલમાં ઝેરી સર્પો રહે છે. એ બધું જ હું જાણું છું, પણ જે માર્ગ પર જતાં બીજાં માનવી સંકોચ પામે છે, તે જ માર્ગ મહોબતનો છે. એટલે જો હું આ પાણીથી ડરીને પાછી ફરું, તો તો કીંમત રહી મારા આ પ્રેમના પોશાકની! ધૂળ પડી મારા પ્યારના લેબાસમાં, આ ઇશ્કની કફનીમાં, જો હું ડરીને પાછી જાઉં તો.” | ||
એમ કહીને સુહિણી કછોટો ભીડે છે અને સિંધુનાં હિમ જેવાં નીરમાં ઝંપલાવી, આઘી આઘી નીકળી જાય છે. સામો પાર એટલો દૂર છે કે એના તરવાનો અવાજ પણ આ પાર ઊભેલા એ સલાહકારને સંભળાતો બંધ થઈ ગયો ને ડાહ્યો સલાહકાર ઘર તરફ ચાલતો થયો. | એમ કહીને સુહિણી કછોટો ભીડે છે અને સિંધુનાં હિમ જેવાં નીરમાં ઝંપલાવી, આઘી આઘી નીકળી જાય છે. સામો પાર એટલો દૂર છે કે એના તરવાનો અવાજ પણ આ પાર ઊભેલા એ સલાહકારને સંભળાતો બંધ થઈ ગયો ને ડાહ્યો સલાહકાર ઘર તરફ ચાલતો થયો. | ||
શિયાળો ગયો; ઉનાળો ગયો; પણ મધરાતના મેળાપ કરવા માટે સિંધુને સામે કિનારે પહોંચવામાં તો એક પણ દિવસ પડ્યો નથી. હવે તો ચોમાસું બેઠું છે. સિંધુ બે કાંઠે છલી રહી છે, મોજાં મોભારે અડે એટલે ઊંચે ઊછળવા લાગ્યાં છે. ભાળીને ભે ખાઈ જઈએ, એવા પ્રચંડ તોફાનમાં પણ સુહિણીને તો ઝંપલાવવું એ રમત-વાત થઈ પડેલ છે. ઘડો લઈને આવી રહી કે તરત જ કોઈ પાસે ઊભેલો માનવી બોલ્યો : | શિયાળો ગયો; ઉનાળો ગયો; પણ મધરાતના મેળાપ કરવા માટે સિંધુને સામે કિનારે પહોંચવામાં તો એક પણ દિવસ પડ્યો નથી. હવે તો ચોમાસું બેઠું છે. સિંધુ બે કાંઠે છલી રહી છે, મોજાં મોભારે અડે એટલે ઊંચે ઊછળવા લાગ્યાં છે. ભાળીને ભે ખાઈ જઈએ, એવા પ્રચંડ તોફાનમાં પણ સુહિણીને તો ઝંપલાવવું એ રમત-વાત થઈ પડેલ છે. ઘડો લઈને આવી રહી કે તરત જ કોઈ પાસે ઊભેલો માનવી બોલ્યો : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સુણી સઠે તારમેં, (તો) સિયારો ને સી, | સુણી સઠે તારમેં, (તો) સિયારો ને સી, | ||
લગી લેહર લેહરતે, સે જુધા કરે જી, | લગી લેહર લેહરતે, સે જુધા કરે જી, | ||
થોડા વિરમી થી, મથેર પર તો કુન્ન કરે. | થોડા વિરમી થી, મથેર પર તો કુન્ન કરે. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“ઓ સુહિણી, આ પાણીની કડકડતી ઠંડીમાં તું કાં ઝંપલાવી રહી છો? અંદર મોજાં મોજાંને અથડાય છે. તે તારા જીવ ને શરીર જુદાં કરી નાખે તેવા કાતિલ છે. અને વળી તારા માથા ઉપર આ કિનારાની મોટી ભેખડ ફસકીને પાણીમાં પડું પડું થઈ રહી છે, માટે થંભી જા.” | “ઓ સુહિણી, આ પાણીની કડકડતી ઠંડીમાં તું કાં ઝંપલાવી રહી છો? અંદર મોજાં મોજાંને અથડાય છે. તે તારા જીવ ને શરીર જુદાં કરી નાખે તેવા કાતિલ છે. અને વળી તારા માથા ઉપર આ કિનારાની મોટી ભેખડ ફસકીને પાણીમાં પડું પડું થઈ રહી છે, માટે થંભી જા.” | ||
“અરે અધા! થોડી વાર પણ મારાથી કેમ થંભી શકાય? મારા મેળાપનો સમય ચાલ્યો જાય, તો મારો પિયુજી તરફડે.” | “અરે અધા! થોડી વાર પણ મારાથી કેમ થંભી શકાય? મારા મેળાપનો સમય ચાલ્યો જાય, તો મારો પિયુજી તરફડે.” | ||
Line 105: | Line 133: | ||
સગાંવહાલાં સાથેની ભેળસેળ સુહિણીએ છોડી દીધી છે. દુનિયાનાં માનવી સાથે એના મનનો મેળ મળતો નથી. વાતોચીતો એણે કમતી કરી નાખી છે, પાંચ વખત નમાજ પઢવામાં, કુરાનનો પાઠ કરવામાં, અને રોજા રહેવામાં એના દિવસો જાય છે. રાત તો એણે સિંધુને સામે કિનારે બેઠેલ સ્વામીને સોંપી છે. | સગાંવહાલાં સાથેની ભેળસેળ સુહિણીએ છોડી દીધી છે. દુનિયાનાં માનવી સાથે એના મનનો મેળ મળતો નથી. વાતોચીતો એણે કમતી કરી નાખી છે, પાંચ વખત નમાજ પઢવામાં, કુરાનનો પાઠ કરવામાં, અને રોજા રહેવામાં એના દિવસો જાય છે. રાત તો એણે સિંધુને સામે કિનારે બેઠેલ સ્વામીને સોંપી છે. | ||
આ બધું એ પરણ્યા કુંભારથી ન જોવાયું. એણે સુહિણીને વસમાં મેણાં માર્યાં. એકલી પડીને સુહિણી વિચાર કરે છે : | આ બધું એ પરણ્યા કુંભારથી ન જોવાયું. એણે સુહિણીને વસમાં મેણાં માર્યાં. એકલી પડીને સુહિણી વિચાર કરે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
નાય ન નમાજું પડે, ગંધ ન ગંધ્યું ધોય, | નાય ન નમાજું પડે, ગંધ ન ગંધ્યું ધોય, | ||
સંઝે મિંઝ સૂમથી, (સે) પાસા ફેરે પોય, | સંઝે મિંઝ સૂમથી, (સે) પાસા ફેરે પોય, | ||
Line 110: | Line 140: | ||
કડવા વેણ કસાલા, ઈ મખે ને તો ચોય | કડવા વેણ કસાલા, ઈ મખે ને તો ચોય | ||
એડો કાંધ સંધોય, (તડે) વર છડેતી વાણ તરાં. | એડો કાંધ સંધોય, (તડે) વર છડેતી વાણ તરાં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“આ મારો ધણી, જે નમાજ પણ પઢતો નથી, પોતાના દેહની દુર્ગંધ પણ ધોતો નથી, સાંજ પડતાં જ જે ઘોંટી જાય છે ને પરોડિયે જે પથારીમાં પાસાં ફેરવે છે, અરધી રાતે ઊઠીને જે હાંડલીને માટે (ખાવા માટે) રુએ છે, એવો પુરુષ મને કડવાં મેણાં મારે છે. એવા કંથ સાથે શીદ મારો સંબંધ બંધાયો? હું તો એવા વરને છોડીને પ્રવાહમાં તરવા ચાલી જાઉં છું.” | “આ મારો ધણી, જે નમાજ પણ પઢતો નથી, પોતાના દેહની દુર્ગંધ પણ ધોતો નથી, સાંજ પડતાં જ જે ઘોંટી જાય છે ને પરોડિયે જે પથારીમાં પાસાં ફેરવે છે, અરધી રાતે ઊઠીને જે હાંડલીને માટે (ખાવા માટે) રુએ છે, એવો પુરુષ મને કડવાં મેણાં મારે છે. એવા કંથ સાથે શીદ મારો સંબંધ બંધાયો? હું તો એવા વરને છોડીને પ્રવાહમાં તરવા ચાલી જાઉં છું.” | ||
એ રીતે વરનો ત્રાસ અને લોકોની બદબોઈ વધતાં જ ગયાં. માબાપને પણ એમ જ થયું કે સુહિણી મરે એ જ બહેતર છે. અને સાચોસાચ સુહિણીનું મોત આવી પહોંચ્યું. | એ રીતે વરનો ત્રાસ અને લોકોની બદબોઈ વધતાં જ ગયાં. માબાપને પણ એમ જ થયું કે સુહિણી મરે એ જ બહેતર છે. અને સાચોસાચ સુહિણીનું મોત આવી પહોંચ્યું. | ||
Line 116: | Line 148: | ||
કછોટો ભીડીને સુહિણી સિંધુમાં પડી. જાણે ખમા! ખમા! કરતાં સિંધુનાં મોજાં એના ફૂલદડા સરીખા શરીરને ઝીલી રહ્યાં છે. પોતાના ચિતરામણવાળા રૂપાળા ઘડા ઉપર મોં ટેકવીને સુહિણીએ શેલારા દેવા શરૂ કર્યા : અને આજ તો પાણી ને પવન એવાં મીઠા લાગે છે કે જાણે તર્યા જ કરું! આજ તો જાણે જરા મોડું કરીને મેહારને ગભરાટ ઉપજાવું એવું થાય છે. આજ તો જાણે મેહાર તરવા આવે તો બેય જણાં આંકડા ભીડી દરિયામાં ચાલ્યાં જઈએ એવું દિલ થાય છે. દુનિયાની ગિલા જ્યાં ન પહોંચે એવા કોઈ રસાતલમાં રહેવા જવા મન ખેંચાય છે. આજ તો બહાર નીકળવું જ નથી : નદીમાં રહી રહી જ હું મેહારને બોલાવી લઈશ. બહાર નીકળીશ તો વળી ક્યાંઈક ધરતી પર જીવવાની લાલચ વળગી જશે! | કછોટો ભીડીને સુહિણી સિંધુમાં પડી. જાણે ખમા! ખમા! કરતાં સિંધુનાં મોજાં એના ફૂલદડા સરીખા શરીરને ઝીલી રહ્યાં છે. પોતાના ચિતરામણવાળા રૂપાળા ઘડા ઉપર મોં ટેકવીને સુહિણીએ શેલારા દેવા શરૂ કર્યા : અને આજ તો પાણી ને પવન એવાં મીઠા લાગે છે કે જાણે તર્યા જ કરું! આજ તો જાણે જરા મોડું કરીને મેહારને ગભરાટ ઉપજાવું એવું થાય છે. આજ તો જાણે મેહાર તરવા આવે તો બેય જણાં આંકડા ભીડી દરિયામાં ચાલ્યાં જઈએ એવું દિલ થાય છે. દુનિયાની ગિલા જ્યાં ન પહોંચે એવા કોઈ રસાતલમાં રહેવા જવા મન ખેંચાય છે. આજ તો બહાર નીકળવું જ નથી : નદીમાં રહી રહી જ હું મેહારને બોલાવી લઈશ. બહાર નીકળીશ તો વળી ક્યાંઈક ધરતી પર જીવવાની લાલચ વળગી જશે! | ||
આવા તરંગમાં સુહિણી ગરકાવ છે, ત્યાં તો ઓચિંતો એના હાથમાંથી ઘડો સરકવા લાગ્યો. અરે! આ ઘડામાંની માટી પલાળીને વેરાઈ કાં જાય? આ મારા પકવેલ મજબૂત ઘડામાં કોણે કામણ કર્યું? | આવા તરંગમાં સુહિણી ગરકાવ છે, ત્યાં તો ઓચિંતો એના હાથમાંથી ઘડો સરકવા લાગ્યો. અરે! આ ઘડામાંની માટી પલાળીને વેરાઈ કાં જાય? આ મારા પકવેલ મજબૂત ઘડામાં કોણે કામણ કર્યું? | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
હજારનમેં હિકડો, મું ઠોકે ખયમ તે તે થાં, | હજારનમેં હિકડો, મું ઠોકે ખયમ તે તે થાં, | ||
કચેજો કુંભાર મું, કી ન કયો તેં કલામ, | કચેજો કુંભાર મું, કી ન કયો તેં કલામ, | ||
ધણી લગ ધામ, તું મૌલા મન મેડિયેં. | ધણી લગ ધામ, તું મૌલા મન મેડિયેં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હજારો વાસણોમાંથી આ એક ઉત્તમ ઘડો મેં ટકોરા વગાડી વગાડીને ઉપાડ્યો હતો. અરેરે! એ કુંભારે મને આ ઘડો કાચો હોવાનો સખુન પણ કહ્યો નહોતો, છતાં આ કાચો ઘડો ક્યાંથી આવી ગયો? હે મૌલા! હવે તો તું જ મને મારા સ્વામી સુધી પહોંચાડી મેળાપ કરાવજે. | હજારો વાસણોમાંથી આ એક ઉત્તમ ઘડો મેં ટકોરા વગાડી વગાડીને ઉપાડ્યો હતો. અરેરે! એ કુંભારે મને આ ઘડો કાચો હોવાનો સખુન પણ કહ્યો નહોતો, છતાં આ કાચો ઘડો ક્યાંથી આવી ગયો? હે મૌલા! હવે તો તું જ મને મારા સ્વામી સુધી પહોંચાડી મેળાપ કરાવજે. | ||
એટલું વિચારે છે ત્યાં તો ઘડો પાણીમાં ઓગળી ગયો. સુહિણીના તરફડિયાં મારતાં હાથમાં માટી ન રહી. એને તરતાં આવડતું હતું, પણ મેહારને ટગવવાની મોજમાં ને મોજમાં પોતે એટલી ધીરી ધીરી જતી હતી કે સામો કિનારો બહુ છેટે રહી ગયો છે. પોતે થાકી ગઈ! એને તો અજાયબી જ થાય છે કે અરેરે! આ ઘડામાં શું જાદુ થયું! | એટલું વિચારે છે ત્યાં તો ઘડો પાણીમાં ઓગળી ગયો. સુહિણીના તરફડિયાં મારતાં હાથમાં માટી ન રહી. એને તરતાં આવડતું હતું, પણ મેહારને ટગવવાની મોજમાં ને મોજમાં પોતે એટલી ધીરી ધીરી જતી હતી કે સામો કિનારો બહુ છેટે રહી ગયો છે. પોતે થાકી ગઈ! એને તો અજાયબી જ થાય છે કે અરેરે! આ ઘડામાં શું જાદુ થયું! | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
હજારનમેં હિકડો, મું ચિતામય ચઈ, | હજારનમેં હિકડો, મું ચિતામય ચઈ, | ||
વહમેં વલી દાવદ ચેય, પિથુ થ્યો સે પઈ, | વહમેં વલી દાવદ ચેય, પિથુ થ્યો સે પઈ, | ||
સુપક્ક ક્યો મું સઈ, કજા તેં કચો કિયો? | સુપક્ક ક્યો મું સઈ, કજા તેં કચો કિયો? | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હજારો પકવેલા વાસણોમાંથી આ એક મજબૂત ઘડાને વીણી કાઢીને એના ઉપર મેં ઝીણું ચિતરામણ કરાવ્યું હતું એવો ઘડો, [કવિ વલી દાઉદ કહે છે કે] આજ શી રીતે પાણીના પૂરમાં પડીને ટુકડા થઈ ગયો? મેં જેને પાકો કહ્યો હતો તેને શું મારા કૂડા કિસ્મતે જ કાચો બનાવી નાખ્યો? | હજારો પકવેલા વાસણોમાંથી આ એક મજબૂત ઘડાને વીણી કાઢીને એના ઉપર મેં ઝીણું ચિતરામણ કરાવ્યું હતું એવો ઘડો, [કવિ વલી દાઉદ કહે છે કે] આજ શી રીતે પાણીના પૂરમાં પડીને ટુકડા થઈ ગયો? મેં જેને પાકો કહ્યો હતો તેને શું મારા કૂડા કિસ્મતે જ કાચો બનાવી નાખ્યો? | ||
આ શું થઈ ગયું? કંઈ મહિનાઓ થયાં મજબૂત રહેલો ઘડો કેમ પીગળી ગયો? | આ શું થઈ ગયું? કંઈ મહિનાઓ થયાં મજબૂત રહેલો ઘડો કેમ પીગળી ગયો? | ||
ઘડો બદલાયો હતો. સુહિણીનાં માવતરે જ એ કુળબોળામણ દીકરીને ડુબાડી દેવા માટે અસલ ઘડાને ઠેકાણે એવા જ ચિતરામણવાળો તદ્દન કાચો ઘડો ગોઠવી રાખેલો હતો. અજાણ સુહિણી તો પ્યારની આંધળી ઉતાવળમાં, દુનિયાની કપટબાજીની કંઈ ગમ વિના રોજની માફક રોજને ઠેકાણેથી ઘડો ઉપાડીને પાણીમાં કૂદી પડી હતી. | ઘડો બદલાયો હતો. સુહિણીનાં માવતરે જ એ કુળબોળામણ દીકરીને ડુબાડી દેવા માટે અસલ ઘડાને ઠેકાણે એવા જ ચિતરામણવાળો તદ્દન કાચો ઘડો ગોઠવી રાખેલો હતો. અજાણ સુહિણી તો પ્યારની આંધળી ઉતાવળમાં, દુનિયાની કપટબાજીની કંઈ ગમ વિના રોજની માફક રોજને ઠેકાણેથી ઘડો ઉપાડીને પાણીમાં કૂદી પડી હતી. | ||
નિરાધાર સુંદરી પાણીમાં માર્ગ કાપવા માટે મથે છે. પણ એના બાવડામાં બળ રહ્યું નથી. અંધારી રાતમાં સામે પાર કંઈ દેખાતું નથી કે નથી સામા પારથી કોઈ સુહિણીને નિહાળી શકે તેવું. ફક્ત એ કિનારે પશુઓ ચરે છે. તેમના ગળાની ટોકરીના રણકાર સંભળાય છે. અને બીજી સંભળાય છે મેહારની મીઠી વાંસળી. | નિરાધાર સુંદરી પાણીમાં માર્ગ કાપવા માટે મથે છે. પણ એના બાવડામાં બળ રહ્યું નથી. અંધારી રાતમાં સામે પાર કંઈ દેખાતું નથી કે નથી સામા પારથી કોઈ સુહિણીને નિહાળી શકે તેવું. ફક્ત એ કિનારે પશુઓ ચરે છે. તેમના ગળાની ટોકરીના રણકાર સંભળાય છે. અને બીજી સંભળાય છે મેહારની મીઠી વાંસળી. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કિથે ઘંટ વજન? કિથે પીરિયું પાર? | કિથે ઘંટ વજન? કિથે પીરિયું પાર? | ||
વીર વજાયતો વાંસલી, સાહડ સજી રાત, | વીર વજાયતો વાંસલી, સાહડ સજી રાત, | ||
કલમેંજી તવાર, લોરી સભેં લંઘયું. | કલમેંજી તવાર, લોરી સભેં લંઘયું. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ઓ! આ ટોકરીના રણકાર ક્યાં બજે છે! મારા પ્યારાજીનો કિનારો કેટલે દૂર પડી રહ્યો! મારો બહાદુર સાહડ ગોવાળ [મેહાર] આજ આખી રાત મારી વાટ જોતો વાંસળી વગાડતો દેખાય છે. એ વાંસળીમાંથી જે કલમાના સૂરો બજે છે, તે સૂરોને આધારે મેં દશ્ય સાંધીને આટલી બધી લહેરો તો ઓળંગી કાઢી, પણ હવે મારા હાથપગમાં કૌવત રહ્યું નથી. | ઓ! આ ટોકરીના રણકાર ક્યાં બજે છે! મારા પ્યારાજીનો કિનારો કેટલે દૂર પડી રહ્યો! મારો બહાદુર સાહડ ગોવાળ [મેહાર] આજ આખી રાત મારી વાટ જોતો વાંસળી વગાડતો દેખાય છે. એ વાંસળીમાંથી જે કલમાના સૂરો બજે છે, તે સૂરોને આધારે મેં દશ્ય સાંધીને આટલી બધી લહેરો તો ઓળંગી કાઢી, પણ હવે મારા હાથપગમાં કૌવત રહ્યું નથી. | ||
વાંસળીના સૂર મીઠા લાગતા હતા. એ ગાનમાં ભંગ પાડવાનું સુહિણીને ગમતું નહોતું, પણ આખરે એનું શરીર પાણીની કબરમાં ઊતરવા તૈયાર થયું. મધવહેનનાં મસ્ત મોજાંમાં સુહિણી ખેંચાણી, અને ખેંચાતા ખેંચાતા એણે ‘મેહાર! મેહાર! ઓ મેહાર!’ એવી હૈયાફાટ ચીસો નાખી. | વાંસળીના સૂર મીઠા લાગતા હતા. એ ગાનમાં ભંગ પાડવાનું સુહિણીને ગમતું નહોતું, પણ આખરે એનું શરીર પાણીની કબરમાં ઊતરવા તૈયાર થયું. મધવહેનનાં મસ્ત મોજાંમાં સુહિણી ખેંચાણી, અને ખેંચાતા ખેંચાતા એણે ‘મેહાર! મેહાર! ઓ મેહાર!’ એવી હૈયાફાટ ચીસો નાખી. | ||
એ ચીસો પડતાં જ બંસીના સૂરો થંભી ગયા, અને ‘આવી પહોંચું છું! આવું છું!’ એવા અવાજની સાથે કોઈએ સામે કિનારેથી પાણીમાં શરીર પડતું મેલ્યું. | એ ચીસો પડતાં જ બંસીના સૂરો થંભી ગયા, અને ‘આવી પહોંચું છું! આવું છું!’ એવા અવાજની સાથે કોઈએ સામે કિનારેથી પાણીમાં શરીર પડતું મેલ્યું. | ||
ડૂબતી, ગળકાં ખાતી, ને મોજાંની થપાટે ખેંચાઈ જતી સુહિણીએ ચીસ પાડતાં તો પાડી, પણ પછી તુરત એ પસ્તાણી. એને સાંભરી આવ્યું કે પોતાને મીઠું, ગોસ ખવરાવવા માટે મેહારે સાથળ વાઢેલ છે. તેનો જખમ હજુ તો રુઝાયો નથી. નક્કી મેહાર નહિ તરી શકે, મારે ખાતર એનો જાન જશે. | ડૂબતી, ગળકાં ખાતી, ને મોજાંની થપાટે ખેંચાઈ જતી સુહિણીએ ચીસ પાડતાં તો પાડી, પણ પછી તુરત એ પસ્તાણી. એને સાંભરી આવ્યું કે પોતાને મીઠું, ગોસ ખવરાવવા માટે મેહારે સાથળ વાઢેલ છે. તેનો જખમ હજુ તો રુઝાયો નથી. નક્કી મેહાર નહિ તરી શકે, મારે ખાતર એનો જાન જશે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઘરો ભગો ત ગોરેઓ, શાલ મ ભજે ઘરી, | ઘરો ભગો ત ગોરેઓ, શાલ મ ભજે ઘરી, | ||
મુલાંટો મેઆરજો, ભિજી થ્યો અય ભરી, | મુલાંટો મેઆરજો, ભિજી થ્યો અય ભરી, | ||
તાંગો તાર તરી, માન ડિસાં મુંહ મ્યાર જો. | તાંગો તાર તરી, માન ડિસાં મુંહ મ્યાર જો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ખેર, ઘડો ભાંગ્યો તો ઘોળ્યો ગયો, પણ હે અલ્લાહ, હવે મારા મેળાપની ઘડી મ ભાંગજો! સામે મેહાર પડ્યો છે તેની પાઘડી પણ હવે ભીંજાઈને બહુ ભારે થઈ પડેલ હશે. હવે તો છીછરું કે ઊંડું જે પાણી હોય તેને તરીને હું મેહારનું મુખ જોઈ શકું એટલી, ઓ ખુદા, તું મને સહાય કરજે! | ખેર, ઘડો ભાંગ્યો તો ઘોળ્યો ગયો, પણ હે અલ્લાહ, હવે મારા મેળાપની ઘડી મ ભાંગજો! સામે મેહાર પડ્યો છે તેની પાઘડી પણ હવે ભીંજાઈને બહુ ભારે થઈ પડેલ હશે. હવે તો છીછરું કે ઊંડું જે પાણી હોય તેને તરીને હું મેહારનું મુખ જોઈ શકું એટલી, ઓ ખુદા, તું મને સહાય કરજે! | ||
પણ એ મુખ જોવાનું માંડેલ નહોતું. પાણીની પથારી પર એકલા પોઢવાનું જ સરજાયું હતું. થાકીપાકીને તાકાત ગુમાવી બેઠેલ એ અબળાને સિંધુના મધવહેનમાં જ આંખે તમ્મર આવવા લાગી : | પણ એ મુખ જોવાનું માંડેલ નહોતું. પાણીની પથારી પર એકલા પોઢવાનું જ સરજાયું હતું. થાકીપાકીને તાકાત ગુમાવી બેઠેલ એ અબળાને સિંધુના મધવહેનમાં જ આંખે તમ્મર આવવા લાગી : | ||
અખીમેં અઝરાયલ દીઠો, (તય) મન તણે તો મ્યાર ક્યાં. | અખીમેં અઝરાયલ દીઠો, (તય) મન તણે તો મ્યાર ક્યાં. | ||
પોતાની આંખો સામે એણે મોતના ફિરસ્તા ઇઝરાયલને દીઠો. તે છતાં દિલ તો દોડીને મેહાર પાસે ચાલ્યું ગયું. | પોતાની આંખો સામે એણે મોતના ફિરસ્તા ઇઝરાયલને દીઠો. તે છતાં દિલ તો દોડીને મેહાર પાસે ચાલ્યું ગયું. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઘિરિ ઘરો હથ કરે, બોર્યાં ઈ બાઉં, | ઘિરિ ઘરો હથ કરે, બોર્યાં ઈ બાઉં, | ||
વેચારિય વડ્યું કિયું, વિચ ધરિયા ધાઉં, | વેચારિય વડ્યું કિયું, વિચ ધરિયા ધાઉં, | ||
વરજ સાડ, પાઉં, તાકું તકી આંહ્યાં. | વરજ સાડ, પાઉં, તાકું તકી આંહ્યાં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પ્રથમ ઘડો હાથ ધરીને પેઠી, પછી એ ફૂટી જવાથી બાંયો (ભુજાઓ) બોળીને તરી, છેવટે ડૂબતાં ડૂબતાં દરિયામાંથી (મોટી નદીમાંથી) એ બિચારીએ ધા દીધી કે ઓ વહાલા સાહડ! ઓ મેહાર! તું પાછો વળી જજે, કેમ કે મને પાણીનાં હિંસક પ્રાણીઓએ ઘેરી લીધી છે. | પ્રથમ ઘડો હાથ ધરીને પેઠી, પછી એ ફૂટી જવાથી બાંયો (ભુજાઓ) બોળીને તરી, છેવટે ડૂબતાં ડૂબતાં દરિયામાંથી (મોટી નદીમાંથી) એ બિચારીએ ધા દીધી કે ઓ વહાલા સાહડ! ઓ મેહાર! તું પાછો વળી જજે, કેમ કે મને પાણીનાં હિંસક પ્રાણીઓએ ઘેરી લીધી છે. | ||
“ન આવીશ! ઓ મેહાર! તું ન આવીશ!” એવી છેલ્લી બૂમો સંભળાણી. પણ હવે મેહાર કોને માટે પાછો વળે? ઘણી ડૂબકીઓ મારી, ઘણા ઘૂના ડખોળ્યા, ભેખડો તપાસી, પણ સુહિણીનો પત્તો ન લાગ્યો. મેહારની જાંઘ પરનો જખમ ફાટીને લોહી વહેવા લાગ્યું. થોડી વારે એનું ખાલી થયેલ ખોળિયું પણ ‘સુહિણી! સુહિણી!’ એવા શબ્દે સાદ કરતું, જાણે સુહિણીની અનંત શોધમાં પાણીને તળિયે જઈ બેઠું. | “ન આવીશ! ઓ મેહાર! તું ન આવીશ!” એવી છેલ્લી બૂમો સંભળાણી. પણ હવે મેહાર કોને માટે પાછો વળે? ઘણી ડૂબકીઓ મારી, ઘણા ઘૂના ડખોળ્યા, ભેખડો તપાસી, પણ સુહિણીનો પત્તો ન લાગ્યો. મેહારની જાંઘ પરનો જખમ ફાટીને લોહી વહેવા લાગ્યું. થોડી વારે એનું ખાલી થયેલ ખોળિયું પણ ‘સુહિણી! સુહિણી!’ એવા શબ્દે સાદ કરતું, જાણે સુહિણીની અનંત શોધમાં પાણીને તળિયે જઈ બેઠું. |
edits