સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/ધૂંધળીનાથ અને સિદ્ધનાથ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો; જાતનો કોળી. આ વાંસાવડ દીમનો રે’તો. હું પીઉં છું એવી બજરના વાડા વાવતો. જલમ કોળીને પેટ પણ જીવ પરોવાણો દયાદાનમાં. હિંસા નામ ન કરે. વરસોવરસ બજરનાં પડતલાં વેચીને જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબગરબાંને ખવરાવી દ્યે, પાછો આવીને બજર વાવવા માંડે.

ધીરે ધીરે તો ધૂંધો ને ગિરનાર બેય એકાકાર થાવા માંડ્યા. જેવું ધ્યાન તેવું દિલનું ગજું : જેવું અન્ન તેવો ઓડકાર : ધૂંધાને તો ગિરનારનું જ ધ્યાન રાત ને દી લાગી ગયું. એનો આતમો વધવા માડ્યો. સંસારની ગાંઠ વછૂટી ગઈ. બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો. કોઈક ટૂક ઉપર બેસીને ધૂણી ધખાવી તપસ્યા આદરી દીધી. એમ બાર વરસે ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા કે : “ધૂંધળીનાથ! ધૂંધળીનાથ! નવ નાથ ભેળો દસમો નાથ તું ધૂંધો.”

‘અહાલેક!’ શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તો જોગસિદ્ધ મછેન્દરનાથ, જલંધરનાથ, શાંતિનાથ, એવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા. ગુરુ બોલ્યા : “જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે નવ નાથ ભેળા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ, સાફી <ref>ગાંજો પીવા માટ ે ચલમની સાથે લગૂ ડાનો ટુકડો રાખવામાં આવે છ ે તેને ‘સાફી’ કહે .</ref>  એને આપો.”
‘અહાલેક!’ શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તો જોગસિદ્ધ મછેન્દરનાથ, જલંધરનાથ, શાંતિનાથ, એવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા. ગુરુ બોલ્યા : “જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે નવ નાથ ભેળા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ, સાફી <ref>ગાંજો પીવા માટે ચલમની સાથે લૂગડાનો ટુકડો રાખવામાં આવે છે તેને ‘સાફી’ કહે છે.</ref>  એને આપો.”
જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ, બીજાને ચલમ આપે. પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતાં નવે સિદ્ધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછ્યું. નવ નાથોએ ખુલાસો કર્યો : “ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે; એ દૂધ કોક દી એને હાથે કોક કાળો કામો કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ.”

અને ગુરુ દત્તનો બોલ પડ્યો કે “ધૂંધળીનાથ! બાર વરસ બીજાં : આબુમાં જઈ ધૂણી પ્રગટો! જાવ બાપ! ચોરાસી સિદ્ધની પંગતમાં તમારી વાટ જોવાશે.”

26,604

edits

Navigation menu