26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દીકરો!|}} {{Poem2Open}} “આપા દેવાત! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.” એમ કહીને ભરદાયરામાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
“ના ના, આપા દેવાત! મારું નોતરું અફર જાણજે, હો કે!” એમ કહીને લાખો વાળો તરવાર ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો : “કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીંચ ન હોય; પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી, બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ; એમાં ભેદભાવ ન હોય.” | “ના ના, આપા દેવાત! મારું નોતરું અફર જાણજે, હો કે!” એમ કહીને લાખો વાળો તરવાર ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો : “કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીંચ ન હોય; પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી, બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ; એમાં ભેદભાવ ન હોય.” | ||
એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો. | એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો. | ||
| <center></center> | ||
ચલાળા ગામથી ચાર ગાઉ ઉપર, બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની ભેંકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરાં ધીરાં ગર્જતાં એનાં પાણી વહ્યાં જાય છે : જાણે કોઈ ભૂતાવળનાં છોકરાં માને ધાવતાં ધાવતાં હોંકારા કરી રહ્યાં છે. | ચલાળા ગામથી ચાર ગાઉ ઉપર, બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની ભેંકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરાં ધીરાં ગર્જતાં એનાં પાણી વહ્યાં જાય છે : જાણે કોઈ ભૂતાવળનાં છોકરાં માને ધાવતાં ધાવતાં હોંકારા કરી રહ્યાં છે. | ||
એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે. સતજુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યાં છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એકસામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખીને ઝીલનારો કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટહુકે છે. ગૌમુખીનાં નીર ખળખળે છે. કુંડમાં નાની માછલીઓ તગતગે છે, ને ઘૂનામાં મગરો શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવી જુક્તિથી આંકેલી છે! એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતાં : શૂરવીર ને પ્રેમી હતાં. એ ગામનાં તોરણ બાંધનારો જ આ લાખો વાળો. ધાનાણી શાખનો એ કાઠી હતો. | એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે. સતજુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યાં છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એકસામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખીને ઝીલનારો કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટહુકે છે. ગૌમુખીનાં નીર ખળખળે છે. કુંડમાં નાની માછલીઓ તગતગે છે, ને ઘૂનામાં મગરો શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવી જુક્તિથી આંકેલી છે! એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતાં : શૂરવીર ને પ્રેમી હતાં. એ ગામનાં તોરણ બાંધનારો જ આ લાખો વાળો. ધાનાણી શાખનો એ કાઠી હતો. | ||
Line 33: | Line 33: | ||
ઓરડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો : “આપા દેવાત! કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.” | ઓરડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો : “આપા દેવાત! કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.” | ||
ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મૉતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચૉકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો ‘તેજમલ ઠાકોર’નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો. ગાયું હતું કે : | ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મૉતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચૉકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો ‘તેજમલ ઠાકોર’નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો. ગાયું હતું કે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે | ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે | ||
:: એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. | |||
કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે | કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે | ||
:: ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે | |||
શીદને રોવો છો, દાદા, શું છે અમને કે’જો રે | શીદને રોવો છો, દાદા, શું છે અમને કે’જો રે | ||
:: દળકટક આવ્યું, દીકરી, વારે કોણ ચડશે રે! | |||
સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે! | સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે! | ||
:: હૈયે હિંમત રાખો, દાદા, અમે વારે ચડશું રે. | |||
</poem> | |||
</center> | |||
દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આત્મારામ એ વછેરો! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે!’ | દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આત્મારામ એ વછેરો! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે!’ | ||
પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા મંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામો રહ્યો. | પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા મંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામો રહ્યો. |
edits